Last Update : 18-April-2012, Wednesday

 

અમેરિકા જગતના દેશો પર અને તેમના રાજકારણ તથા અર્થકારણ પર આધિપત્ય મેળવવા વર્ષોથી તત્પર રહ્યું છે

નવું વાચન નવા વિચાર - ધવલ મહેતા

 


હેજીમોની ઓર સર્વાઈવલ ઃ અમેરીકાઝ કવેસ્ટ ફોર ગ્લોબલ ડોમીનન્સ - નોઆમચોમ્સ્કી (હેન્રી હોલ્ટ એન્ડ કંપની, ન્યૂયોર્ક, ૨૦૦૩)
આ પુસ્તકના લેખક અમેરિકાની પ્રખ્યાત એમઆઇટીમાં લન્ગ્વીસ્ટીક્સ અને ફીલોસોફીના પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા છે. ભાષાશાસ્ત્રમાં તેમનું પ્રદાન બહુ મોટું ગણાય છે. તેઓ અમેરિકાની વિદેશ નીતિના નિષ્ણાંત છે અને અમેરિકાની દુનિયાના અન્ય દેશોની ઉપર પ્રભુત્વ મેળવવાની, અન્ય દેશોમાં આતંક ફેલાવવાની, અન્ય દેશોની સરકારોને પદભ્રષ્ટ કરવાની, અને જગત પર કાબુ (હેજી મોની) મેળવવાની નીતિ-રીતિના કડક વિરોધી રહ્યા છે. અમેરિકા સરકાર (તેના લોકો નહીં) અન્ય દેશોમાં પોતાનું પ્રભુત્વ પ્રાપ્ત કરવા કેટલી હંિસા કરે છે તે સામે લડનાર ચોમ્સ્કીને વન-મેન આર્મી ગણી શકાય. સાથે સાથે એ પણ કબૂલ કરવું પડે કે અમેરિકન સરકારે તેમના સરકાર વિરોધી ધગધગતા લખાણો માટે હેરાન કર્યા નથી કે તેમના લખાણો પર પ્રતિબંધ મૂક્યો નથી. અમેરિકાની ફ્રીડમ ઓફ સ્વીચ એન્ડ એક્સ્પ્રેસ (વાણી અને વિચાર વ્યક્ત કરવાની સ્વતંત્રતા)ની આ એક ઊજળી બાજુ છે અને તે અમેરિકાની મુખ્ય તાકાતોમાંની એક છે.
બધાં જાણે છે કે અમેરિકા સામ્યવાદનું કટ્ટર દુશ્મન હતું અને છે. બીજા વિશ્વયુદ્ધ બાદ સામ્યવાદ કે સામ્યવાદ પ્રકારની સરકારો ઘણા રાષ્ટ્રોમાં સત્તાસ્થાને આવી તેથી અમેરિકા ગભરાઈ ગયું. ૧૯૪૫ થી ૧૯૯૨ (જ્યારે સોવિયેટ રશિયાનું પતન થયું) સુધી જગતમાં શીતયુદ્ધ ચાલતું હતું અને જગતના ઘણા દેશોમાં તે સમય દરમિયાન સામ્યવાદી શાસન દાખલ થયું. ઇ.સ. ૧૯૪૯માં જગતનો સૌથી વઘુ વસ્તીવાળો દેશ (ચીન) સામ્યવાદી બન્યો. તે પછી સામ્યવાદ જગતના ગરીબ દેશોમાં ફેલાયો. ખરેખર તે પશ્ચિમ યુરોપમાં (પાકટ મૂડીવાદને કારણે) ફેલાવો જોઇતો હતો પરંતુ તેમ થયું નહીં. કાર્લ માકર્સ ખોટા પડ્યા. યુરોપની બહાર સામ્યવાદ વીએટનામ (૧૯૪૫-૧૯૭૫), ક્યુબા (૧૯૫૯), ઇથોપીઆ, સોમાલીઆ, દક્ષિણ યમન, કમ્પુચીઆ (કમ્બોડીઆ), નીકારગુઆ, આફ્રીકાની પોર્ટુગીઝ વસાહતો વગેરેમાં ફેલાયો. ભારતના બે રાજ્યોમાં (કેરાલા અને પશ્ચિમ બંગાળ)માં પણ તે ફેલાયો પરંતુ ભારતમાં તે ઉપરાંત ત્રિપુરાથી વઘુ આગળ વધી શક્યો નહીં. ભક્તિયુગના ભારતનું ધર્મકેન્દ્રી કલ્ચર સામ્યવાદને ખાઈ ગયું. ભારતમાં કાર્લમાર્કસનું સ્થાન કાલી (દેવીએ) લીઘું માકર્સનો સમાનતાનો સિદ્ધાંતની કાલી દેવીને આહૂતિ રૂપે અપાયો. અમેરિકાએ સામ્યવાદને હરાવવામાં લોકશાહીના સિદ્ધાંતો નેવે મૂક્યા. અફઘાનીસ્તાનમાં સામ્યવાદી શાસન સામે લઢવા માટે તેણે તાલીબાનોને ઊભા કર્યા અને અમેરિકાને હાથના કર્યા હૈયે વાગ્યાં. તાલીબાનોનું મુખ્ય દુશ્મન અમેરિકા બની ગયું. સામ્યવાદને ખાળવા અમેરિકાએ પાકીસ્તાનને પુષ્કળ લશ્કરી મદદ કરી તથા ત્યાંના સરમુખત્યારોનું સમર્થન કર્યું. અહીં અગત્યની વાત એ છે કે સામ્યવાદને હરાવવા કે આગળ વધતો રોકવા અમેરિકાએ પોતાની તમામ તાકાત વાપરીને જગતમાં ઠેરઠેર સરમુખત્યારો ઊભા કર્યા તેમને મીલીટરીનું નાણાકીય સમર્થન પૂરૂં પાડ્યું. લેટીન અમેરિકામાં આમ ખાસ બન્યું. અમેરિકન શાહીવાદ વિષે એક મુદ્દો ઘણો અગત્યનો છે. અમેરિકા જે દેશો પર આધિપત્ય જમાવવા માગે છે તેની સરકાર અમેરિકાની કહ્યાગરી હોય તેવો આગ્રહ રાખે છે. નાના નાના દેશોમાં તે પોતાને ઇશારે નાચે તેવી સરકારો મુકે છે. તે એ દેશને જીતીને ત્યાં રહેઠાણ કરવા માંગતી નથી બીજો અગત્યનો મુદ્દો એ છે કે આ કહ્યાગરી સરકારે અમેરિકાના મીલીટરી અને નાણાંકીય હિતોને સાચવવાનું અનિવાર્ય બની જાય છે. મીલીટરી હિતો સાચવવા અમેરિકા તેના કહ્યાગરા દેશોમાં પોતાના થાણાં નાંખે છે. જે વિસ્તારમા તે થાણા નાખે તે પ્રદેશ અમેરિકાનો ગણાય છે. ત્યાં અમેરિકીન કાયદાઓનું ચલણ હોય છે. આર્થિક હિતો સાચવવા માટે અમેરિકા એવો આગ્રહ રાખે છે કે તેના અપ્રત્યક્ષ તાબા હેઠળના દેશોએ અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપનીઓને તેમના દેશોમાં આવવા દેવી, દેશની કંપનીઓને જે સવલતો મળે છે તેવી જ સવલતો (આવક વેરો, કંપની વેરો, જમીની પ્રાપ્તિ, બેંક લોન મેળવવી, તેના પરનો વ્યાજદર વગેરે) અમેરિકાની બહુરાષ્ટ્રીય કક્ષાની કંપનીઓને મળવી જોઈએ. આ બાબતમાં અમેરિકાની કંપનીઓ સામે કોઈ ભેદભાવ રાખવામાં આવે નહીં તેવો અમેરિકા આગ્રહ રાખે છે. વળી અમેરિકન કંપનીઓએ નફો પોતાના દેશમાં કે અન્ય દેશોમાં લઈ જવો હોય તો તેના પર કોઈ પ્રતિબંધ મૂકી શકાય નહીં. અમેરિકન વ્યક્તિની કે અમેરિકન કંપનીની કોઈ મીલકત ઝૂંટવી શકાય નહીં અને નવી કંપનીની સ્થાપના માટે જે તે દેશની સરકારે કોઈ અંતરાયો ઊભા કરવા નહીં, વિદેશ મૂડી સામે પણ અંતરાય ઊભા કરવા નહીં તથા આયાત-નિકાસની વિધિને તદ્દન સરળ બનાવી દેવી અને આયાત પરના કરવેરા તદ્દન ઓછા (લગભગ શૂન્ય દરના) કરી નાંખવા જેથી આયાત-નિકાસને ઉત્તેજન મળે. ટૂંકમાં અમેરિકા જે તે દેશો પર પોતાનું આધીપત્ય બે રીતે જમાવે છે ઃ બજારવાદ પ્રસરાવીને જેથી અમેરિકાના આર્થિક હિતો સચવાય અને અમેરિકન વે ઓફ લાઇફ (અમેરીકાની ખર્ચાળ) ઊડાઈ, વ્યક્તિલક્ષી તથા સ્વકેન્દ્રી જીવન પદ્ધતિ) ફેલાવીને સાંસ્કૃતિક આધીપત્ય ઊભું કરવું અમેરિકન વે ઓફ લાઇફ ઘણાને સ્થાનિક રીતરિવાજોને તોડી નાંખનાર, મર્યાદાઓનો ભંગ કરનાર અને સ્વચ્છંદી લાગે છે. ઉપરના પુસ્તકમાં આ બે બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ નથી પરંતુ અમેરિકા તેની નહીં ગમતી સરકારોને ઉથલાવવા કેવા પ્રત્યક્ષ અને છૂપા હુમલાઓ કરે છે કે અન્ય દ્વારા કરાવે છે તેનું વર્ણન છે. અહીં ત્રીજો મુદ્દો પણ અગત્યનો છે કે અમેરિકા એવો દાવો કરે છે કે અમે જગતમાં લોકશાહીનો પ્રસાર કરવામાં પ્રતિબદ્ધ (કમીટેડ) છીએ. અમારૂં આ એક વૈશ્વિક મીશન છે. અમે બ્રિટન સામે ક્રાંતિ કરીને અમારો દેશ સ્થાપ્યો છે. અમે ઈ.સ. ૧૭૭૬ના ડેકલેરેશન ઓફ ઇન્ડીપેન્ડન્સને વફાદાર છીએ. તેથી જગતને પણ માનવ સ્વાતંત્ર્યની દીશામાં પલટાવવા માગીએ છીએ. પરંતુ જ્યારે તેઓનું રાષ્ટ્રીયહિત સંકળાયેલું રહે છે ત્યારે અમેરિકા લોકશાહી સ્થાપવાનો આગ્રહ છોડી દે છે. સાઉદી અરેબીયાની રાજા શાહીનું કેમ અમેરિકા વર્ષોથી સમર્થન કરે છે ? પાકિસ્તાની તાનાશાહોને કેમ ભૂતકાળમાં મદદ કરી હતી ? સામ્યવાદ સામે લડવા તેણે કેમ લેટીન અમેરિકાના દેશોમાં તાનાશાહી (ડીકટેટરશીપ)નું સમર્થન કર્યું ? આમાના ઘણા તાનાશાહો પુષ્કળ ક્રૂર હતા છતાં કેમ અમેરિકાએ તેમની સામે ચૂકે ચા ના કર્યું. ટૂંકમાં, જ્યારે રાષ્ટ્રીય હિતો (આર્થિક કે મીલીટરી)ની વાત આવે છે ત્યારે અમેરિકા તેનાં લોકશાહીનાં કમીટમેન્ટને કોરાણે મુકે છે અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પણ પાલન કરતું નથી. અમેરિકાએ પાકિસ્તાન સરકારની પરવાનગી લીધા વિના તેની સરહદમાં છાનેમાને ધુસીને બીનલાદેનને ઠાર કર્યો તે પાકિસ્તાનના પ્રાદેશિક સાર્વભોમત્વનો ભંગ હતો. છતાં પાકીસ્તાન મોં વકાસીને બેસી રહ્યું. સામ્યવાદ સામે લડવા કે તેને ખાળવા અમેરિકાએ શીતયુદ્ધ દરમિયાન અબજો ડોલર્સ પોતાની મીલીટરી તાકાત વધારવા માટે કર્યા. પશ્ચિમ જગતમાં શછર્‌ં તો એશિયન દેશોમાં જીઈછર્‌ં (સાઉથ ઇસ્ટ એશીયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન) ઊભા કરવામાં અમેરિકાએ કોઈ પ્રયત્નો બાકી રાખ્યા ન હતા. અમેરિકાએ તેના શાહીવાદને ભૂગોળની મર્યાદામાંથી મુક્ત કર્યો છે. તે જે તે દેશમાં પોતાની સરકાર સ્થાપવા માંગતું નથી. કઠપૂતળી સરકાર તેને માફક આવે તેની કાળજી લે છે.
અમેરિકાનો પાડોશી દેશ ક્યુબામાં અમેરિકાનો માનીતો બેકીસ્ટા નામનો વિલાસી ડીકટેટર રાજ કરતો હતો. તેના વખતમાં ક્યુબામાં અમેરિકન કંપનીઓને તથા અમેરિકન કેસીનો (જુગારખાતાને તથા માફીયાઓને લીલાલહેર હતી. ૧૯૫૯ના જાન્યુઆરીમાં કાસ્ટ્રોએ ભ્રષ્ટ બેટીસ્ટા સરકારને હઠાવી અને ક્યુબન સમાજની કાયાપલટ કરી નાંખી. તેમણે સામ્યવાદી શાસન હેઠળ ક્યુબાના લોકોને રોજગારી પુરી પાડી, શિક્ષણ અને સ્વાસ્થ્યની બાબતમાં કમાલ કરી. (સામ્યવાદી સરકારોના મુક્તપણે વખાણ કરવા પડે કે તેઓ પાસે સત્તા આવતા તેઓ લોકોના શિક્ષા અને સ્વાસ્થ્યની સર્વોત્તમ વ્યવસ્થા કરે છે અને રોજગારી પણ પૂરી પાડે છે તથા આવકની અસમાનતા ઘટાડે છે.) અમારા આંગણે સામ્યવાદી ક્યુબાને ચલાવી જ કેમ લેવાય તેમ હુંકાર કરીને પ્રેસીડેન્ટ કેનેડીએ ૧૯૬૧ના એપ્રીલમાં ક્યુબાના પર હુમલો કર્યો જેને ‘બે ઓફ પીગ્ઝ’નું આક્રમણ કહેવામાં આવે છે. આ આક્રમણ તદ્દન ધબડકામાં (ફીઆસ્કોમાં) પરિણમ્યુ અને તે નિષ્ફળ ગયો. આજે આ આક્રમણના ૫૦ વર્ષ પછી પણ ક્યુબામાં કાસ્ટ્રો (હવે તેના ભાઈ) રાજ કરે છે અને અમેરિકા મોં વકાસીને બેઠું છે. આજે માનવ વિકાસમાં ક્યુબા બહુ આગળ છે.
ઈ.સ. ૧૯૮૧માં રોનાલ્ડ રીગને સત્તા પર આવતાં જ નીકારાગુઆ સામે લઢવાની શરૂઆત કરી કારણ કે આ મઘ્ય અમેરિકાના દેશને રશિયાએ શસ્ત્રોની મદદ કરી હતી તેના ક્રૂર ડીકટેટર સમોઝાને લોકોએ ઊઠાડી મુક્યો હતો. તે પછી નીકારગુઆ (વસતી માત્ર ૬૦ લાખ) એ ઉત્તમ આર્થિક વિકાસ કર્યો હતો. ૧૯૮૦ના દાયકાના પ્રથમ વર્ષોમાં તેના વિકાસની વર્લ્ડબેંકે પણ પ્રશંસા કરી હતી. પરંતુ અમેરિકાને લાગ્યું કે સામ્યવાદ પ્રેરિત આ પાડોશી સરકાર કેન્સર છે અને તે કેન્સરને દૂર કરવું પડે. આમ જાહેર કરીને તે અમેરિકાએ નીકારાગુઆ પર બોંમ્બમારો કર્યો. આ બોમ્બમારાને આપણે ટેરરીસ્ટ બોમ્બમારો કહી શકીએ. શાણાં નીકારાગુઆએ અમેરિકા સામે બોમ્બમારો ના કર્યો પણ વર્લ્ડ કોર્ટમાં ગયું. વર્લ્ડ કોર્ટે અમેરિકાની સખત વિરૂદ્ધ અમે નીકારાગુઆની તરફેણમાં ચૂકાદો આપ્યો. અમેરિકાને દંડ સ્વરૂપે અમુક રકમ ચૂકવવાનું કહ્યું. અમેરિકાએ તે ચૂકવી નહીં અને હજી ચૂકવી નથી. નીકારાગુઆ અને અલસાલ્વાડોરને અમેરિકાએ હરાવ્યું અને તે અમેરિકન ‘સકસેસ સ્ટોરીઝ’ ગણાય છે. અમેરિકાએ વીએટનામ, કંમ્બોડીઆ, લાઓસ (જે પ્રદેશ ઇન્ડોચાઇના તરીકે ઓળખાતો હતો) વગેરે પર ‘બોમ્બમારો કરી ત્યાંના મીલીટરીના માણસો ઉપરાંત પુષ્કળ નાગરિકોને મારી નાંખ્યા હતા તે સૌ કોઈ જાણે છે પરંતુ ઇરાક પાસે ‘વેપન્સ ઓફ માસ ડીસ્ટ્રકશન’’ (માનવસંહારના હથિયારો) છે તેવું જૂંઠાણું ફેલાવીએ. ઇરાક પર ચઢાઈ કરી તે અમેરિકન શાહીવાદનું જ સ્વરૂપ ગણાય. છેલ્લે અમેરિકાએ લીબ્યાના સરમુખત્યારની પણ હત્યા કરાવી. આ પુસ્તક ૨૦૦૩ના બનાવોનો જે ઉલ્લેખ કરતું હોવાથી તેનો ઉલ્લેખ પુસ્તકમાં નથી. અફઘાનીસ્તાન પરના અમેરિકન હુમલાની અહીં ચર્ચા છે. શુ મીડલઇસ્ટ પર કબજો મેળવવા અમેરિકાએ ઇરાક પર હુમલો કર્યો હશે !
અનેક પુસ્તકો વાચવાથી અમેરિકન વિદેશી નીતિનો સાચો ખ્યાલ વાચકને આવશે.
ઉપસંહાર ઃ ઇસ્લામીક ટેરરીઝમ અત્યારે જગતમાં હંિસા ફેલાવી રહ્યું છે તેમાં શંકા નથી પરંતુ ઘણા એવો પ્રશ્ન પૂછે છે કે જગતમાં શાંતિ સ્થાપવા માંગતું અમેરિકા પોતે જ જગતમાં સૌથી વઘુ અશાંતિ અને હંિસા) ઊભી કરે છે તેવું તો નથી ને ? વળી એક અન્ય પ્રશ્ન પણ જગતના લોકો અમેરિકાને પૂછે છે કે તમે જગતમાં લોકશાહી સ્થાપવા માગતા હો તો જ્યા તમારું હિત નથી તેવા દેશોમાં (જેમકે મ્યામાર) તમે કેમ લોકશાહીની લડત ઉપાડવામાં સ્થાનિક લોકોને મદદ કરતાં નથી ? તમારા જ્યાં હિતો હોય ત્યા જ તમને લોકશાહીની યાદ આવે છે ! અને જો તે હિતો જે તે દેશના સ્થાનિક સરમુખત્યારો કે આરબ રાજાઓ જાળવે તો તમે ત્યાં લોકશાહીની ચળવળો ઉપાડવાનું ભૂલી જાઓ છો ? નોઆમ ઓન્સ્કી બહુ સરસ દલીલો કરે છે અને તેને હકીકતોનું સમર્થન હોય છે. પરંતુ તેમની એક મર્યાદા છે કે તેઓ માત્ર એકબાજુનું જ દ્રશ્ય (કે દલીલ) રજૂ કરે છે જે તેમની વિશ્વસનીયતા ઓછી કરી નાંખે છે. કોઈપણ ચર્ચાસ્પદ બાબતમાં બન્ને બાજુની દલીલો લેખકે રજૂ કરવી જોઈએ તેને જ ઇન્ટલેક્ચ્યુઅલ ડીસ્કોર્સ ગણી શકાય. તે સિવાયના લખાણને પ્રચારાત્મક અને પ્રસારાત્મક સાહિત્ય ગણી શકાય. અમેરિકાને જગતનું સૌથી ખોટું વીલન ગણીને આપે પોતાને દેશની ગરીબીના દોષનો ટોપલો નાંખનાર લોકો શાહમૃગી વૃત્તિ ધરાવે તેની પણ અહીં ગંભીર નોંધ લેવી જોઈએ. આ લોકોએ પણ ઇીચનાઅ સામેનો સંપર્ક ગુમાવી દીધો હોય છે.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved