Last Update : 18-April-2012, Wednesday

 

સુરતના સગડ મુંબઈમાં

વહીવટની વાતો - કુલીનચંદ્ર યાજ્ઞિાક

 

મુંબઈ આજે કોસ્મોપોલીટન મેગા સીટી છે ભારતના તમામ પ્રાંતના લોકો અહીં આવી વસ્યા છે અને તેની સ્થાપના અને વિકાસમાં સૌથી મોટો ફાળો ગુજરાતનો છે વિશેષ વાત તો એ છે કે છેક શરુઆતથી કોઈ એક શહેરનું વ્યક્તિગત યોગદાન સૌથી વધારે હોય તો તે સુરતનું. ભારતની પ્રથમ અંગ્રેજ કોઠી (ફેક્ટરી) સુરતમાં હતી તે મુંબઈ ખસેડાઈ. સુરતના વાડીઆઓએ મુંબઈનું બંદર બાંઘ્યું. જમશેદજી જીજીભાઇએ માહિમ કોઝને બાંઘ્યો ગેટ-વે-ઓફ ઇન્ડીઆ પહેલા મુંબઈને પોતાની ઓળખ આપી રાજાભાઈ ટાવરે. તે ગુજરાતની દેણ ત્યારના ગુજરાતીઓની સાથોસાથ કચ્છ અને કાઠિયાવાડની પ્રજાએ મુંબઈને વિકસાવ્યું.
સુરતની કોઠી ૧૬૮૭માં બંધ કરવામાં આવી તેવું રેકોર્ડ મળે છે. ૧૮૧૮ પછી ગુજરાતનું રાજ્યસ્તરનું રેકર્ડ મુંબઈમાં હતું ૧૯૬૦માં ગુજરાત છૂટું પડ્યું એટલે તે રેકર્ડ ગુજરાતમાં લાવવા પ્રયત્નો થયા પણ મહારાષ્ટ્ર સરકાર દાદ દેતી નહોતી. તે રેકર્ડની યાદી પણ આપતી નહોતી અગાઉ ગુજરાતના સચિવે અને નિયામકે રૂબરૂ ચર્ચાઓ કરી, પત્ર વ્યવહાર કર્યા પણ નિષ્ફળ.
ગુજરાત માટે આ તમામ રેકર્ડ ઘણું અગત્યનું ગણાય. સુરતના રેકર્ડમાંથી સત્તરમી સદીનું સુરત, નવાબી શાસન, શિવાજીના ત્રણ હુમલા (જેમાં અંગ્રેજ કોઠી લૂંટી શકાઈ ન હતી.), વેપાર અને વહાણવટાની પરિસ્થિતિ - આ બધા વિશે અંગ્રેજ અમલદારના અહેવાલ અંદર હોય તેવી જ રીતે ગુજરાતની ૧૮મી સદી ત્યાર પછીના સત્યાગ્રહો અને સ્વાતંત્ર્ય ચળવળના અહેવાલ પણ મળે. એટલે આ પ્રકરણ આગળ ચલાવવા પહેલા તે રેકર્ડ જાતે જોવા મુંબઈની મુલાકાત લીધી.
ત્યાં પ્રથમ વિધાનસભાના રેકર્ડ રૂમમાં જવાનું થયું. મન કુતૂહલ હતું સૌથી પ્રથમ ધારાસભાની પ્રથમ બેઠકની મિનિટ્‌સ સચવાઈ હશે ? અંગ્રેજ શાસનમાં મુંબઈ ‘પ્રેસિડેન્સી’ની રચના થઈ અને ગવર્નર નિમાયા ત્યારથી જ એક નાની ગવર્નર્સ કાઉન્સિલ નિમાઈ હતી તે આજની ધારાસભાની આદિમ પુરોગામી આવૃત્તિ હતી તેનું કામ કાયદા અને નીતિઓ ઘડવામાં ગવર્નરને મદદ કરવાનું હતું તેની સૌથી પહેલી મિટંિગની મિનિટ્‌સ થોડીક મિનિટોમાં જ મારા હાથમાં મૂકવામાં આવી. તે જમાનામાં ટાઇપરાઇટર કે સ્ટેનોગ્રાફર તો હતા જ નહિ એટલે ચોપડામાં મિટંિગનો ટૂંકો અહેવાલ હાથથી લખાયેલો હતો.
રાજ્ય સરકારનું કૃત્ય એલફિન્સ્ટન કોલેજના ભોંયતળિયાના ખંડોમાં હતું ત્યાં સુરતની કોઠીનું રેકર્ડ જોયું પ્રેસિડેન્ટે પોતાને હાથે લખેલી ડાયરીઓ જોઈ. વૈજ્ઞાનિક ઢબે તેની જાળવણી થતી હતી. અક્ષરો ઉકેલવા મુશ્કેલ હતા પણ સમય ગાળીને અભ્યાસીઓએ સંશોધન કરવા જેવું આ રેકર્ડ હતું.
વર્ષોથી આ પ્રકરણનો નિવેડો આવતો નહોતો એટલે તેને ઝોનલ કાઉન્સિલમાં મૂકવામાં આવ્યો નવા પ્રાંતો રચાયા ત્યારથી આંતરપ્રાંતીય પ્રશ્નો નિપટાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રમુખપદે ઝોનલ કાઉન્સિલો નિમવામાં આવી હતી તેમાં મુખ્યમંત્રીઓ અને અધિકારીઓ સભ્ય હતા પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની મિટંિગ ગૃહમંત્રી નરસંિહરાવના પ્રમુખપદે ગાંધીનગરમાં મળી તેના એજન્ડા ઉપર મુંબઈમાં રહેલા ગુજરાતના રેકર્ડના મુદ્દાનો સમાવેશ હતો પણ એજન્ડામાં તે છેલ્લા ક્રમે હતો સવારના ખુશનુમા વાતાવરણમાં મિટંિગ શરુ થઈ અને મંથર ગતિએ ચાલી છેલ્લા મુદ્દા સુધી પહોંચ્યા એટલામાં તો ભોજનનો સમય થઈ ગયો એટલે પ્રમુખશ્રીએ સૂચન કર્યું કે આ પ્રશ્ન મુખ્ય સચિવ કક્ષાએ લઈને સુલઝાવી શકાય એમને ખ્યાલ આવ્યો નહિ હોય કે વર્ષો સુધી રાજ્ય સરકારો વચ્ચે તુમારો ચાલ્યા છતાં પરિણામ ન આવ્યું હોય ત્યારે જ કાઉન્સિલમાં મુકાયો હોય. પણ સુભાષિત કહે છે કે સો કામ મૂકીને પ્રથમ ભોજન કરી લેવું તે અનુસાર કોઈએ ખુલાસા ન કર્યા.
વાત ટલ્લે ચઢેલી રહી. વર્ષો વીત્યા કંઈક ખુલાસા થયા છે. અંશતઃ સગવડ મળી છે મુશ્કેલી પણ છે; અને આખરી નિરાકરણ હજુ દૂર છે એમ જાણવા મળે છે.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved