Last Update : 18-April-2012, Wednesday

 

પુરુષને પોતાના દેખાવથી કેવી રીતે આકર્ષી શકાય?

તારી અને મારી વાત -હંસલ ભચેચ

 

પુરુષને પોતાના દેખાવથી કેવી રીતે અને કેટલો આકર્ષી શકાય તે બાબતનું દરેક સ્ત્રીને કુદરતી જ્ઞાન હોય છે
આ કોલમમાં મેં તો વારંવાર લખ્યું છે કે એકવાર પુરુષના મનમાં સ્ત્રીના શરીરની સુંદરતા કે શારીરિક દેખાવ વસી જાય તો એ પછી તેને એ સ્ત્રીની આવડત કે બુદ્ધિમાં રસ નથી રહેતો. હા, એ જુદી વાત છે કે એ સ્ત્રી સુધી પહોંચવા માટે તે એની બુદ્ધિ કે આવડતના વખાણ કરતો રહે! મોટાભાગના પુરૂષો પોતાની આ પ્રકૃતિથી અજાણ હોય છે અને અજાગ્રત સ્તરે આ બાબત તેમના વર્તન-વ્યવહારમાં રહેતી હોય છે. અલબત્ત, કેટલાક પુરુષો ઈરાદાપૂર્વક પોતાની આ વૃત્તિનો ઉપયોગ કરતાં હોય છે. એટલે કે, તેમને મન સ્ત્રી એક સાધનથી વિશેષ કંઈ નથી અને એને પામવા એની બુદ્ધિ કે આવડતના વખાણ કરવા પડે તેવી સ્પષ્ટ સમજ સાથે તે સંબંધમાં આગળ વધતા હોય છે. એક વાર પોતાના ઈરાદાઓ સંતોષાઈ જાય પછી સહજતાથી પોતાની જાતને આખા સંબંધમાંથી પાછા પણ ખેંચી લેતા હોય છે. આનો અર્થ એમ થયો કે મોટાભાગના પુરુષોને અજાગ્રત સ્તરે અને કેટલાક પુરુષોને ગણતરીપૂર્વક, પણ સરવાળે વત્તેઓછે અંશે સ્ત્રીની બુદ્ધિ-આવડત કરતાં શરીર-દેખાવ સાથે વઘુ નિસ્બત રહેતી હોય છે. પુરુષની આ વૃત્તિને તમે એની નબળાઈ પણ ગણી શકો. (બીજી રીતે કહીએ તો સ્ત્રીના શરીર કે દેખાવથી આકર્ષાયેલા પુરુષની બુદ્ધિ બહેર મારી જાય છે!) પોતાના દેખાવ કે રૂપનો જાદુ પાથરીને પુરુષને ધોળે દિવસે તારા દેખાડી જનાર અને છતે વાળે ટાલ પર હાથ ફેરવી જનાર સ્ત્રીઓની સંખ્યા પણ ક્યાં ઓછી છે?! ચબરાક સ્ત્રીઓ પુરુષની આ નબળાઈ વટાવીને પોતાનું ધાર્યું મેળવીને અલોપ થઈ જાય છે અને સંબંધમાં પુરુષની આ વૃત્તિને સણસણતો તમાચો ચોડતી જાય છે!
બીજી બાજુ સ્ત્રીઓની વાત કરીએ તો મોટાભાગના પુરુષો પોતાની આ વૃત્તિથી અજાણ હોઈ શકે છે પરંતુ દરેક સ્ત્રી પુરુષની આ વૃત્તિથી સંપૂર્ણપણે વાકેફ હોય છે! પુરુષને પોતાના દેખાવથી કેવી રીતે અને કેટલો આકર્ષી શકાય તે બાબતનું તેને કુદરતી જ્ઞાન હોય છે. કંગાળમાં કંગાળથી લઈને ધનવાનમાં ધનવાન સ્ત્રી કે પછી કદરૂપીમાં કદરૂપીથી લઈને સ્વરૂપવાનમાં સ્વરૂપવાન સ્ત્રી સતત આકર્ષક દેખાવાના પ્રયત્નોમાં રહેતી હોય છે. તમે શું માનો છે, એકએક પૈસો ગણતરીપૂર્વક વાપરતી સ્ત્રીઓ સૌન્દર્ય-પ્રસાધનો, વસ્ત્રો, મેકઓવર કે પ્લાસ્ટિક સર્જરીઓ પાછળ બેફામ ખર્ચાઓ (અને ક્યારેક પોતાની ગપચીમાં સાચવી રાખેલા ‘હાર્ડ સેવ્ડ’ પૈસાનો ખર્ચ) કંઈ સાવ અમસ્તી જ કરતી હોય છે?!! પુરુષની વૃત્તિઓ ઓળખવાની બધી જ કુદરતી શક્તિઓ વચ્ચે પણ કડવું સત્ય એ છે કે મનોમન સ્ત્રી જાણતી હોવા છતાં પોતાની બુદ્ધિ, આવડત કે ચતુરાઈના વખાણ પાછળ સંતાયેલી પુરુષની શારીરિક વૃત્તિઓને અવગણે છે અને પોતાનું જાતીય શોષણ થવા દે છે! અલબત્ત આ શોષણ ઈરાદાપૂર્વકનું, ગણતરીપૂર્વકનું પણ હોઈ શકે. એટલે કે, તેની સામે સ્ત્રીનો ઈરાદો ભૌતિક સુખ, પદ (પોઝીશન), સામર્થ્ય (પાવર), સલામતી, સ્વીકૃતિ (એક્સેપ્ટન્સ), પ્રેમ, લાગણી-હૂંફ (સપોર્ટ) વગેરે મેળવવાનો પણ હોઈ શકે. પોતાના શારીરિક ઉપયોગ વિશે તદ્દન અજાણ સ્ત્રી મંદબુદ્ધિની જ હોઈ શકે બાકી શારીરિક શોષણ અંગે ફરિયાદ કરતી દરેક સ્ત્રી વત્તેઓછે અંશે દરેક તબક્કે તે અંગે સભાન હોય છે! ફરક માત્ર એટલો હોય છે કે જે આશયથી સ્ત્રી પોતાનો શારીરિક ઉપયોગ થવા દેતી હોય છે તે આશય જ્યારે પૂરો થતો ના લાગતો હોય ત્યારે સ્ત્રીને તે સંબંધ પ્રત્યે અને પોતાની જાત પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થતી હોય છે અને જાણે-અજાણે તે પુરુષ પ્રત્યે બદલાની ભાવનાથી પીડાતી હોય છે!
પુરુષો સ્ત્રીને તેની બુદ્ધિ કે આવડત કરતાં દેખાવથી જ વઘુ મૂલવતા હોય છે, આ વાતથી’ય વઘુ મહત્વની વાત એ છે કે જ્યારે સ્ત્રી અંગપ્રદર્શન કરતી હોય છે ત્યારે પુરુષની આ વૃત્તિ વઘુ તેજ બની જતી હોય છે! તાજેતરમાં ઓહાયો યુનીવર્સીટીમાં થયેલા એક સર્વેક્ષણના તારણો કહે છે કે શરીર યોગ્ય રીતે ઢંકાય તેવા વસ્ત્રો પહેરતી કિશોરીઓની સરખામણીએ અંગપ્રદર્શન કરતાં વસ્ત્રો પહેરતી કિશોરીઓની ક્ષમતા, બુદ્ધિઆંક, નૈતિકતા, આત્મસન્માન વગેરે ઓછું હોય છે તેમ તેમના સાથી વિદ્યાર્થીઓ માનતા હોય છે. સમજી શકાય તેવી વાત છે કે માત્ર આવાં વસ્ત્રો પહેરવાથી કોઈ સ્ત્રીની ક્ષમતા, બુદ્ધિ, નૈતિકતા કે આત્મસન્માન ઓછું નથી થઈ જતું પણ વૃત્તિ આધારિત મગજ આ સ્ત્રીઓની એક ખોટી ઈમેજ ઊભી કરવા સક્ષમ હોય છે!
કોઈપણ સ્ત્રી પુરુષ મનની આ કુદરતી નબળાઈ દૂર કરવા અસમર્થ છે પરંતુ પુરુષને શું બતાવવું છે તે નક્કી કરવા તો સમર્થ છે જ. દેખાવથી પ્રભાવિત થતાં પુરુષને તમે શરીરના પ્રભાવમાં જ રાખશો તો એ ક્યારેય એનાથી આગળ વધશે જ નહીં. નક્કી દરેક સ્ત્રીએ કરવાનું છે કે ક્યાં, શું, કોને, કેટલું બતાવવાનું છે?! તમે જો એવું ઇચ્છતા હોવ કે પુરુષ તમને માત્ર સાધન ના ગણીને તમારી સાચી ક્ષમતા, આવડત અને બુદ્ધિને મહત્ત્વ આપે તો તમારા રૂપ, દેખાવ કે શરીરના વખાણ કે તે અંગેની ટિપ્પણીઓને સંપૂર્ણપણે અવગણો (હમ્મ્મ ડીફીકલ્ટ!) તમને અંદરથી ગમે તેટલું ગમતું હોય તેમ છતાં તમને એ બાબતમાં બિલકુલ રસ નથી એવો ડોળ ઊભો કરવો પડે, પણ જો તમે આ બાબતનો ઉપયોગ કરીને કંઈ લાભ ખાટવા માંગતા હોવ તો વાત અલગ છે. નક્કી તમારે કરવાનું છે.
પૂર્ણવિરામ ઃ સ્ત્રી સાંભળીને પ્રેમમાં પડે છે જ્યારે પુરુષ જોઈને પ્રેમમાં પડે છે. માટે જ પુરુષ જુઠું બોલે છે અને સ્ત્રી મેકઅપ કરે છે!
પુરુષો સ્ત્રીને તેની બુદ્ધી કે આવડત કરતાં દેખાવથી જ વઘુ મૂલવતા હોય છે, આ વાતથી’ય વઘુ મહત્ત્વની વાત એ છે કે જ્યારે સ્ત્રી અંગપ્રદર્શન કરતી હોય છે ત્યારે પુરુષની આ વૃત્તિ વઘુ તેજ બની જતી હોય છે!

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved