Last Update : 18-April-2012, Wednesday

 

સખત ઉનાળામાં થતી તીવ્ર શરદીનો સરળ ઈલાજ

સ્વસ્થવૃત્ત

ઠંડુ વાતાવરણ હોય, વાદળા ઘેરાયેલા હોય ત્યારે ધીમા વરસાદની માફક ટીંપે ટીંપે નાકમાંથી પાણી જેવું પ્રવાહી વહ્યા કરે તો સ્વભાવિક લાગે પણ સખત તાપ-સખત ગરમીમાં પણ આ વ્યાધિ એટલે કે, શરદી થાય ત્યારે પ્રશ્ન થાય કે, આ ૠતુમાં ગરમીને લગતો વ્યાધિ થવાને બદલે કફજન્ય કેમ થાય છે?
આયુર્વેદમાં આ પ્રશ્નનાં સમાધાનમાં કહે છે કે, ૈશ્નયઊં્‌ ાૃ્રદ્વ્‌યહ્લઊંશ્ર જીહ્લપ્‌ેંઽ ઽપ્ર્‌ શ્નવ્િંઽય વસંત ૠતુ એટલે કે ફાગણ, ચૈત્રમાં કફનો પ્રકોપ થાય છે એ સ્વાભાવિક છે. આ ૠતુમાં શરદી, કફ, ઉધરસ અને શ્વાસના દર્દીઓ વિશેષ જોવા મળે છે. એમાં એ શરદીની પ્રકૃતિવાળા આ ૠતુમાં રોગની ઝપટમાં આવી જાય છે અને પરેશાન થઈ જાય છે. જેનો જઠરાગ્નિ મંદ હોય છતાં ખાવા પીવામાં ભારે અને સ્નેહયુક્ત પદાર્થો ખાવાનું શરૂ રાખે છે એના ખોરાકમાંથી ખ્યાલ આવે નહીં એ રીતે થોડો થોડો કફ, શરીરમાં જમા થાય છે. કારણ મળતું કે વસંત ૠતુમાં આ જમા થયેલો કફ બહાર નીકળી આવે છે. જેથી સળેખમ, ઉધરસ, શ્વાસ જેવા રોગોથી પીડાય છે. કોઈ વખત અનેક ઉપચાર કરવા છતાં જલદી સારું થતું નથી. શિયાળામાં ખાધેલ ભારે ખોરાકમાંથી જેનો જઠરાગ્નિ મંદ હોય એ વ્યક્તિના શરીરમાં થોડા કફનો સંચય થાય છે. જે વસંતૠતુમાં પ્રકોપ પામી કફજન્ય રોગો ઉત્પન્ન કરે છે.
આ ઉપરાંત દિવસે સુવાથી, જઠરાગ્નિનો વિચાર કર્યા વિના ભારે પદાર્થોનું સેવન કરવાથી, કોલ્ડ્રીંક્સ, આઈસક્રીમ જેવા પદાર્થો વિશેષ ખાવાથી, શેરડી, ગોળ, ખાંડ, દહીં, છાશ વિશેષ ખાવાથી કે એમાંથી બનતાં અન્ય પદાર્થો ખાવાથી, પાણી વિશેષ પીવા વગેરેથી જઠરાગ્નિ મંદ થાય છે. જેથી ખાધેલ ખોરાકમાંથી થોડો કફ બને છે. આ ઉપરાંત જેનો જઠરાગ્નિ મંદ હોય છતાં કફ કરનાર પદાર્થોનું સેવન વિશેષ કરે તો રોગનો ભોગ જલ્દી બને છે.
ઘૂળ, ઘૂમાડો, રજ, પંખાની હવા ઉત્તેજક સુગંધ, વાતાવરણ ઠંડું હોય છતાં ફાસ્ટ પંખા નીચે જ સૂવાથી-બેસવાથી, તાત્કાલિક સળેખમ, ઉધરસ થઈ આવે છે અને જલ્દી મટતાં નથી. આઘુનિકમાં આ પ્રકારની શરદીને વાયરસથી થતી શરદી કહે છે. અસંખ્ય પ્રકારનાં શરદીના વાયરસ શોધવામાં આવ્યા છે. જેથી વાયરસનો પ્રકાર નક્કી કરવો અઘરું કામ થઈ પડ્યું છે. આથી સીમ્પટેમેટિક-લાક્ષણિક ચિકિત્સા કરવામાં આવે છે. દર્દી સારો થાય છે અને ફરી માંદો પડે છે. અવારનવાર આ પ્રક્રિયામાંથી પસાર થવાથી વ્યાધિની ક્ષમતા ઘટે છે અને સરવાળે દર્દી કાયમી શરદીનો દર્દી બને છે.
આ રોગમાંથી કાયમ માટે સારું આયુર્વેદની ચિકિત્સાથી થવાય છે. એવો અમારો અનુભવ છે. કારણ જાણી કારણથી દૂર રહેવું. મંદ જઠરાગ્નિવાળાએ શરદીની શરૂઆતમાં એક બે ઉપવાસ કરવા, ઉપવાસ થઈ શકે તેમ હોય નહીં તો હલકું ભોજન કરવું. શાંત રૂમમાં એક-બે દિવસ આરામ કરવાથી જલ્દી સારું થાય છે. રોગ આગળ વધતો નથી. જૂનો થઈ શકતો નથી. શરદીમાં વાત દોષનું પણ મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. જેથી વાત કફનાશ ઔષધો પસંદ કરવા, જઠરાગ્નિ વધારવો. કોઈ દર્દી એવા જોવા મળ્યા છે કે, જેના પેટમાં રાઉંડ વર્મસ કે અન્ય પ્રકારના કૃમિ હોય છે. આવા દર્દીને કૃમિને કારણે પણ શરદી જલ્દી મટતી નથી, એટલે શરદી સાથે કૃમિમાં ઔષધ લેવાથી તાત્કાલિક અસર થાય છે.
હળદર અને હળદર જેમાં મુખ્ય હોય એવા ઔષધો ખૂબજ અસરકારક માલુમ પડેલ છે. હરિદ્રાખંડ ૩ ગ્રામ અને અજમોદાદિચૂર્ણ ૧ થી ૨ ગ્રામ મેળવી, દિવસમાં બે થી ત્રણ વખત લેવું. (૨) અજમો, હળદર અને લીમડાના પાન પાણીમાં નાંખી ઉકાળવું. વરાળ ઉત્પન્ન થાય એનો રસ લેવો. શરૂઆતમાં બે-ત્રણ દિવસ નાસ લેવાથી નાક વહેતું બંધ થશે. નાકની પાછળના ભાગમાં આવેલ સાઈનસ કફથી ભરાઈ ગયા હશે તો એને ઓગાળી બહાર કાઢશે. જેથી તીવ્ર માથાનો દુઃખાવો તુરત જ મટશે. કલ્પતરૂરસ ૧/૨ રતિ, લક્ષ્મી વિલાસ ૧/૨ રતિ, શેકેલી હળદર ૧ ગ્રામ મેળવી મધ સાથે બે-ત્રણ વખત લેવાથી જૂની નવી શરદી મટશે. (૩) વ્યોષાદિવટી ૧ થી ૨ જમ્યા પછી લેવી. જાયફળ, પુષ્કરમૂળ, કાકડાશંિગી, સૂંઠ, મરી, પીપર, અજમો દરેક સરખે ભાગે લઈ અધકચરા કરવા, એમાંથી ૧૦ થી ૨૫ ગ્રામનો ઉકાળો બનાવી ગાળી થોડો દેશી ગોળ ઉમેરી સવાર સાંજ પીવો. એ પહેલાં સૂંઠ, હળદર અને તુલસી ચૂર્ણ સરખે ભાગે લઈ મેળવી રાખવું. વસંત શરૂ થાય એ પહેલાં આ ચૂર્ણ ૨ થી ૪ ગ્રામ સવાર સાંજ લેવું. પથ્ય ખોરાક લેવો. આથી કફજન્ય વ્યાધિ થશે નહિ અને જુના દર્દી શરદીના હુમલાથી બચી જશે.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved