Last Update : 18-April-2012, Wednesday

 

શું પાણી ખરેખર રંગ વગરનું છે ?

સત્યની બીજી બાજુ- મૃગાંક શાહ

 

માન્યતા ઃ ઈજીપ્તમાં પીરામીડની બાજુમાં આવેલાં જાણીતા સ્ફીન્કસનાંસ્ટેચ્યૂનું નાક નેપોલીયને ખંડિત કર્યું છે
હકીકત ઃ ઈજીપ્ત પીરામીડોનો દેશ છે એ ખરું પણ સ્ફીન્કસનું પૂતળું જોવાલાખો લોકો ઈજીપ્ત આવે છે. એ પૂતળાનું નાક ખંડિત થયેલું છે અને ત્યાંના ગાઈડ મુલાકાતીઓને એવું કહે છેકે નેપોલીયન જ્યારે યુદ્ધ કરવા ઈજીપ્ત આવ્યો ત્યારે એની આજ્ઞાથી એનાં સૈનિકોએ સ્ફીન્કસનું નાક ખંડિત કરેલું, અને નાકનો એ ભાગ પોતાની સાથે લઈ ગયા હતા પણ આ તથ્ય વગરની વાત છે. બીજી વાત એવી પણ ચાલે છે કે બ્રિટિશ, જર્મન કે આરબ યોદ્ધાઓએ પણ આ કામ કર્યું હોય પણ એના પુરાવાઓ નથી મળતાં. ફક્ત એક જ માનવીનું નામ આ કૃત્ય કરવા માટે જવાબદાર હોવાનું ગણાય છે અને એ છે મુસ્લીમ યોદ્ધો સાઈમ-અલ-દહર. ઈ.સ. ૧૩૭૮માં એણે ઈજીપ્ત પર ચડાઈ કરેલી એ ધર્મના ઝનૂનને લીધે સ્ફીન્કસનું નાક તોડી પાડેલું. બ્રિટિશ અને જર્મન યોદ્ધાઓએ આ કૃત્ય કર્યું હોવાનો દાવો પોકળ ગણાય છે. કારણ કે સ્ફીન્કસના નાક વગરના ફોટોગ્રાફ્‌સ ૧૮૮૬માં પણ લીધેલા મળી આવે છે. નેપોલીયનની વાત કરીએ તો લગભગ ૧૭૩૭માં નાક વગરનાં સ્ફીન્કસનાં સ્કેચ મળી આવે છે, જે નેપોલીયન જન્મ્યો તે પહેલા બત્રીસ વર્ષ પહેલાનાં છે અને નેપોલીયન જ્યારે ૨૯ વર્ષનો હતો ત્યારે તો એણે સૌપ્રથમ વાર સ્ફીન્કસને જોયું હતું !
માન્યતા ઃ રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો વાંસળી વગાડતો હતો
હકીકત ઃ ઉપરનું વાક્ય એક કહેવત તરીકે વાપરીએ તો ઘણું બઘું કહી જાય છે એ ઘણો બધો બોધ આપી જાય છે. પણ આ એક સત્ય નથી, ઐતિહાસિક ઘટના નથી.આ એક કપોળકલ્પિત વાર્તા સિવાય બીજું કશું જ નથી. કારણ કે એ જે પ્રકારની વાંસળી વગાડતા હોવાનું કહેવાય છે એ વાંસળીની શોધ પંદરમી સદીમાં થઈ હતી અને રોમ તો હજારો વર્ષ પહેલાં ભડકે બળેલું. રોમ ૬૮ એડીનાં વર્ષમાં ભડકે બળેલું. બીજી પણ એક માન્યતા નીરો સાથે જોડાયેલી છે કે એણે પોતે જ રોમમાં આગ લગાડવાની શરૂઆત કરી હતી એ પણ માન્યતા તદ્દન પોકળ છે. જ્યારે રોમ બળતું હતું ત્યારે નીરો એનાથી ૫૬ કિ.મી. દૂર હતો એને જ્યારે આ વિશે ખબર પડી ત્યારે એ તરત રોમ ગયો હતો અને આગ બૂઝવવાના પ્રયત્નોમાં મંડી પડેલો.
નીરો વિશેની એક બહુ રસપ્રદ વાત એ છે કે એણે આઈસક્રીમની શોધ કરેલી !
માન્યતા ઃ પાણીનો કોઈ જ રંગ નથી હોતો
હકીકત ઃ આ એટલી બધી સામાન્ય માન્યતા છે કે એનાં વિશે કોઈ ચર્ચા કરે એ મુરખ ગણાય એવું માનવામાં આવે છે. પાણીનો કોઈ રંગ હોય ? કોઈ નાના છાકરાને પૂછો તોય એ ના પાડશે પણ એવું નથી. પાણીનો પણ રંગ હોય છે અને એ ક્યો રંગ છે ? આછો ભૂરો. હવે તમે એવું કહેશો કે એ તો આકાશનું પ્રતિબંિબ એમાં પડે છે. એટલે એ ભૂરો દેખાય છે. પણ તો પછી ઘટ્ટ વાદળો છવાયેલાં હોય ત્યારે પણ કેમ ભૂરો દેખાય છે ? હા, એ વાત સાચી છે. એ એટલો આછો ભૂરો હોય છે કે આંખને તરત દેખાતો નથી. તમે બરફની ચાદર ઓઢી લીધી હોય એવા તળાવમાં કાણું પાડીને નીચે છૂપાયેલાં પાણીને જુઓ તો તમને ખબર પડશે કે પાણી ભૂરું દેખાય છે અથવા તો તમે એક ખૂબ જ વિશાળ સફેદ સ્વીમીંગ પૂલમાં પાણી ભરી દો અને પછી પાણીમાં જૂઓ તો તમને તરત પાણીનો આછો ભૂરો રંગ દેખાશે. વિમાનમાંથી વિશાળ સમુદ્ર તરફ જોતો પણ તમને આ જ દ્રશ્ય દેખાશે.
ડ્રાયફૂટ ઃ
હોમર અને સોક્રેટીસ ને દુનિયાનાં સૌથી મહાન સાહિત્યકારો ગણવામાં આવે છે. પણ બદનસીબે એમણે જે પણ સાહિત્યનું સર્જન કર્યું એમાંનો એક શબ્દ પણ અસ્તિત્વમાં નથી.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved