Last Update : 18-April-2012, Wednesday

 

કુદરત રૂઠે ત્યારે કેવો અભિગમ લેવો ?

વામાવિશ્વ- અનુરાધા દેરાસરી

- જ્યારે એક સ્ત્રી પોતાના સ્ત્રીત્વ પર પૂર્ણવિરામ મૂકે છે અને આંતરિક શક્તિઓનું સંકરણ કરી માતા તરીકે જંિદગી જીવવાનું નક્કી કરે છે ત્યારે....

 

‘દરેક માનવી સાથે કુદરત હકારાત્મક વલણ નથી અપનાવતી. કુદરત પણ માનવી પર રૂઠતી હોય છે અને તે પણ જ્યારે સ્ત્રી પર રૂઠે છે, ત્યારે પરિસ્થિતિ ખૂબ કઠીન બની જાય છે. જંિદગી કેવી રીતે જીવવી તે પ્રશ્ન બની જાય છે એમ જ સમજો કે જીવનમાં અંધકાર છવાઈ જાય છે. પરંતુ આ કઠીન અને અંધકારમય પરિસ્થિતિમાં પણ, અજવાળું શોધવાનું મેં નક્કી કર્યું અને તે કાર્ય કરી મેં મારા જીવન પ્રવાહને નિસ્ખલીત વહેતો રાખ્યો છે.’ આ શબ્દો હસતા હસતા કરે છે ભારતની સ્ત્રી નવલકથાકારોમાંની એક જુડી બાલન.
જુડી બાલન જીવન પરથી આજે વાત કરવી છે, જ્યારે કુદરત રૂઠે ત્યારે જીવનનો અભિગમ કેવી રીતે લેવો ?
જુડી બાલનની નાની ઉંમર અને અઢી વર્ષની દીકરી તારા. જીવનના આ વળાંક પર જુડીના દાંપત્યજીવનમાં તોફાન ઊઠ્યું. ખૂબ સરળ અને ઉષ્માભરી રીતે ચાલતા દાંપત્યજીવનમાં તિરાડ પડી. જુડીએ એ તિરાડને સાંધવા અને દાંપત્યજીવનમાં ઊઠતા પ્રશ્નોને થાળે પાડવા ઘણો પ્રયત્ન કર્યો પણ કુદરત તેમના પ્રત્યે વિફરી હતી અને તેમનું દાંપત્યજીવન પડી ભાંગ્યું. જુડીના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા. જુડી કહે છે ઃ કોર્ટના દરવાજે મારા માતાપિતા સાથે હું મારી દીકરીની આંગળી પકડી ઊભી રહી ત્યારે બીજા દિવસના સૂર્યોદયથી મારે માટે અંધકાર છે એમ હું વિચારતી રહી. હું એ વળાંક પર આવીને ઊભી રહી જ્યાં મારી સામે મારી જંિદગી અને સાથે જોડાયેલી નાની દીકરીની જંિદગી હતી. જે ઊગતી કળી હતી, જેનો કોઈ વાંક ગુન્હો નહોતો. જુડીએ કોર્ટના દરવાજે જ નક્કી કર્યું કે આ નકારાત્મક પરિસ્થિતિમાં ગમે તેટલી મુશ્કેલી પડશે હું ચાલીશ, મારી દીકરી માટે. જુડીએ બીજા જ દિવસની સવારે દીકરી સામું જોયુ. જુડી કહે છે તેની દીકરીની ભોળી આંખોમાં મને ચાંદા-સૂરજનું અજવાળું દેખાયું અને મેં નક્કી કર્યું કે દીકરીની આંખોની રોશની માટે હું મારી આંખો વડે જીવનની રોશની પ્રજ્વલીત રાખીશ. જુડીએ સ્ત્રી તરીકે પોતાના અસ્તિત્વને સંકોરી લીઘું અને એક માતા તરીકે અંદર રહેલી શક્તિનું સંકરણ કરી એક માતા તરીકે જીવન જીવવાનો દ્રઢ નિર્ણય કર્યો. પ્રથમ સોપાન ચઢતા તેણે નિર્ણય કર્યો કે તે રીમેરેજ નહિ કરે. કારણ કે તેને લાગ્યું કે રીમેરેજ એક જાતની સમજૂતી છે, જેની અસર દીકરી પર પડે તેમ લાગ્યું અને પોતાને માટે પણ એ સમજૂતી કરવી શક્ય ન હતી. મા અને બાપ બન્નેનો પ્રેમ પોતે જ આપવાનું નક્કી કર્યું.
જુડી સામે સૌથી મોટો પ્રશ્ન દીકરીને મોટી કરવા માટે જરૂરી પૈસાનો હતો. એને ધારેલી ‘એલીમોની’ મળી નહી. આથી આર્થિક રીતે પોતે જ સ્વનિર્ભર બનવાનું હતું. આ તેનો સૌથી મોટો અને પહેલો પડકાર હતો. તે આ ઘટના બની તે વખતે એક જાહેરખબર કંપનીમાં કામ કરતી હતી. પરંતુ તે નોકરી સમયની દ્રષ્ટિએ તેમજ વર્કીંગ એનવાયરમેન્ટની દ્રષ્ટિથી સંતોષકારક ન હતી. સીંગલ પેરન્ટની પરિસ્થિતિ ઊભી થતા સમયની દ્રષ્ટિએ દીકરી માટે આ નોકરી જરાય અનુકૂળ ના લાગી. જુડી તારાના ઉછેર પ્રત્યે પુરતું ઘ્યાન આપી શકતી નહિ. આથી તેણે નોકરી છોડી અને આર્થિક ઉપાર્જન માટે બીજું કંઈક કરવાનું નક્કી કર્યું.
પણ શું ? કયા ક્ષેત્રમાં નોકરી મેળવવી ? તે બહુ મોટો પ્રશ્ન હતો. જુદી ઇન્ટરનેટ પર પોતાના બ્લોગ ક્યારેક લખતી. લખવું એ તેના (જીન્સમાં) વારસામાં હતું અને તે તેની પેશન હતી. તેણે ધીરે ધીરે લખવાનું શરૂ કર્યું. આ બ્લોગ તેને કોઈ આર્થિક ઉપાર્જન આપતો નહિ પરંતુ અંદરથી તેને જીવીત રાખતો. આસપાસની બધી પરિસ્થિતિ ઉલટી પડી રહી હતી. જીવનની બાજી સરકતી લાગતી હતી. હિમ્મત અને દ્રઢમનોબલ છતાં, ચઢાણ ખૂબ જ કપરું લાગતું હતું, ત્યારે તેની લખવાની પ્રવૃત્તિએ તેને સહારો આપ્યો અને જીવનનો આનંદ, ઊમંગ અને ધીરજ જાળવી રાખ્યા. ધીરે ધીરે જુડીના બ્લોગ વખણાવા લાગ્યા.
આમ કરતા કરતા બે વર્ષ અવઢવમાં જ વીત્યા. દીકરી તારાનો શાળાએ બેસવાનો સમય થયો. નર્સરી અને પ્રાથમિક શાળાનું ભણતર જ એટલું મોંધું હતું કે આગળ કેવી રીતે આર્થિક ઉપાર્જન કરી વધવું તે મોટો પ્રશ્ન હતો. જુડીએ કલમનો સહારો લીધો. તેણે ફ્રીલાન્સ થોડા પ્રોજેક્ટ લઈ લખવાનું શરૂ કર્યું. તેમાંથી થોડી આવક થવા માંડી, એ અને પોતાની થોડી મૂડી એ બઘું ભેગું કરી જુડીએ દીકરીના ભણતરનો ખર્ચ કાઢવા માંડ્યો. આ લખાણો પાછળ ખૂબ સમય જતો હતો અને વળતર ઓછું મળતું હતું. પરંતુ જ્યારે જંિદગીની મઝધારે તમારી સાથે આવી ઘટના બને ત્યારે તમારે તરીને આગળ જવા સિવાય કોઈ છૂટકો જ નથી હતો. જે હાથમાં સપોર્ટ આવે તે લઈને તમે જો આગળ ના વધો તો પોતાને પણ પાર ઊતરવું હતું ને દીકરીને પણ પાર ઉતારવી હતી. આથી તેણે લખવાનું ચાલુ રાખ્યું. આમ તેની ફ્રીલેન્સ લેખિકા તરીકેની લેખન યાત્રા શરૂ થઈ.
આમ લખતા લખતા વાંચનની શોખીન જુડીને ‘ઈચા, ઁચિઅ ર્ન્પી ચા ન્ચહગસચંિદ દએ ચોપડી હાથમાં આવી. આ નોવેલ વાંચી જેડી સખત પ્રભાવીત થઈ, તેણે આ નવલકથાની એલીઝાબેથ ગીલબર્ટ દ્વારા લખાયેલી પેરોડી (પ્રતિકાવ્ય) વાંચી. આ પછી તેણે ચેતન ભગતની ‘ર્‌ુ જાચાીજદ વાંચી અને તેની પેરોડી લખવાનો વિચાર કર્યો. ચેતનભગતની નવલકથા ‘ર્‌ુ ખચાીજદ એ પેરોડી-નવલકથા લખી જેમાં દીપીકાના પાત્ર દ્વારા પોતાના જીવનને જીવીત કર્યું છે. આ નવલકથાનો વિચાર આવતા, લખતા પહેલા તેણે બ્લોગ પર અભિપ્રાય માગ્યા અને તેના અચંબા વચ્ચે ઘણા બધા હકારાત્મક અભિપ્રાય આવ્યા. આ નવલકથા લખાઈ અને ખૂબ વેચાઈ અને જુડી બાલન ભારતીય જાણીતા સ્ત્રી નવલકથાકારોમાંની એક બની ગઈ.
જ્યુડીના હકારાત્મક અભિગમે તેને કઠીન પરિસ્થિતિમાંથી ઉગારી. જ્યુડી કહે છે કે, જ્યારે પહેલા બે વર્ષ હું ઘરમાં હતી ત્યારે વાંચ્યા કરતી ને લખ્યા કરતી અને બાકીનો સમય મારી દીકરી સાથે ગાળતી. એક પણ મિનિટ હું નવરી બેસતી નહિ, જેથી નકારાત્મક વિચારો મારા માનસપટ પર સવારી કરે. જ્યારે તમે નકારાત્મક પરિસ્થિતિમાં મૂકાયા હો ત્યારે હંમેશા તમારી જાતને કોઈ પ્રવૃત્તિમાં રત રાખો. જેથી વિચારો બીજી તરફ વળે. મારા આ વલણે મને નકારાત્મક પરિસ્થિતિમાંથી હકારાત્મક પરિસ્થિતિમાં લઈ જવામાં ઘણી મદદ કરી.
જ્યુડી નવલકથા ઉપરાંત સ્ક્રીપ્ટ રાઈટર પણ છે. તેના કેટલાક ઉત્તમ બ્લોગનું નાટ્યરૂપાંતર થયું છે. પ્રથમ ચેન્નાઈના એક નાટ્ય થિયેટર ગુ્રપ દ્વારા ૧૦ મિનિટની સ્ક્રીપ્ટ ‘ધ કેચ’ એ જ્યુડીના એક બ્લોગ પરથી લખાઈ. આ ઉપરથી જ્યુડીને વિચાર આવ્યો કે બીજા સારા લખાયેલા બ્લોગોનું પણ સ્ક્રીપ્ટમાં રૂપાંતર કરે અને હવે જ્યુડી બ્લોગ્સનું નાટ્યરૂપાંતર પણ કરી રહી છે.
ખાસ કરીને ભારતીય સમાજમાં એકલી રહેતી સ્ત્રીઓને સંદેશો આપતા જ્યુડી કહે છે કે ઃ જ્યારે તમારી જંિદગીમાં મુશ્કેલી આવે અને તમે એકલા હો, ત્યારે ઇશ્વર પરની શ્રદ્ધાને તમારો જીવનમંત્ર બનાવો. મારા આ જીવનમંત્ર દ્વારા જ હું મુશ્કેલ પરિસ્થિતિમાં ટકી પાર ઊતરી શકી છું. તમે તમારી જે પ્રવૃત્તિને અંતરથી ચાહતા હો, તે કરવાનું રાખો તો તમારા અડધા પ્રશ્નો હલ થઈ જશે. લેખન એ મારી પેશન હતી. જેના દ્વારા જ હું મારો મુશ્કેલ રસ્તો કાપી શકી.
સીંગલ પેરેન્ટ તરીકે ખાસ કરીને માતાઓને તે સંદેશ આપતા કહે છે ઃ જ્યારે તમે એકલા પાલનકર્તા હો છો ત્યારે, તમે, જ માતા અને તમે જ પિતા છો. તમારું સંતાન તમારું મુખ અને વર્તન જોઈ, પોતાનું ભવિષ્ય બનાવે છે. એટલે સવારના સુપ્રભાતથી જ હસતા રહો. જો તમે હસશો તો તમારું સંતાન હસશે, ને જો એ હસશે તો તેનું જીવન વસશે.
જ્યુડી બાલન બીજી નવલકથાની તૈયારી કરી રહી છે. જાણે કહી રહી છે ઃ રોના કભી નહિ રોના, ચાહે તૂટ જાયે કોઈ ખિલૌના.ર્.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved