Last Update : 18-April-2012, Wednesday

 

પુનઃ પુનઃ જન્મ અને મરણને ટાળી શકાય?

 

ડાયમન્ડની વાતો ઘણી સ્પષ્ટ હતી. કહેતી ઃ ઈશ્વર હોય તો આપણે તેને દેખવો જોઈએ. જો આત્મા હોય તો આપણને તેનો અનુભવ થવો જોઈએ. નહીં તો એની અસ્વીકૃતિ કરીએ. દંભી થવાનો અર્થ શો? એના કરતાં નાસ્તિક થવું સારું. માણસ સત્ય ઈચ્છે છે. પોતે જાતે તેનો અનુભવ લેવા ઈચ્છે છે. માત્ર જરૂર રહે છે કોઈ માર્ગદર્શકની.
પિતા પાસે ડાયમન્ડ રાજયોગનો અભ્યાસ કરતી હતી. અભ્યાસ દરમિયાન તેને સમજાયું કે ઈશ્વર છે. આપણી ઘણી નિકટ છે. આપણી અંદર ઊંડે ઊંડે બેઠેલ છે. તેની પર અનેક આવરણો અને અજ્ઞાન ચઢી બેઠા છે એટલે તેનો સાક્ષીભાવ થઈ શકવાનું કઠિન બન્યું છે. અજ્ઞાન હઠે તો ઈશ્વરનો સાક્ષાતકાર સહજ બની શકે.
ડાયમન્ડ જીવનની નાજુક વાતો સમજવા લાગી. તેને પ્રતીત થયું કે ઇંદ્રિયો આપી શકે તેથી વઘુ ઉચ્ચ સુખ અને સત્ય પ્રાપ્ત કરી શકાય. તે માટે વ્યવહારુ અને વિજ્ઞાનની રીતે સિદ્ધ થયેલ પદ્ધતિની શોધખોળ ચાલુ રાખવી. જ્ઞાન મેળવવાનું પ્રથમ પગથિયું છે ઃ નિરીક્ષણ, નિરીક્ષણ થાય અને યોગ્ય પૃથ્થકરણ થાય તો વૈજ્ઞાનિક સત્ય જન્મે. પતંજલિનો રાજયોગ સાધન આપે છે આપણી અંદરની અવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે. તે સાધન છે મન-માઈન્ડ.
ડાયમન્ડ કૉલેજમાં આવી. સર ભંડારકર સંસ્કૃત શીખવતા. કહેતા ઃ આત્મ દર્શન માટે મન પર ફોકસ કરો. પણ હા, આ મનની શક્તિઓ વિખેરાઈ ગયેલ પ્રકાશનાં કિરણો જેવી લાગે તો નિરાશ ન થશો. મન એકાગ્ર કરવામાં આવે તો તે પ્રકાશ આપે છે અને ‘‘એનલાઈટન્ડ વર્લ્ડ’’ આપણી સમક્ષ ખડું થાય છે. પણ તે માટે નિરંતર સાધના કરવી અનિવાર્ય છે. અને તે દરમિયાન આ દેહ બીજી દુનિયામાં ચાલ્યો જાય એટલે કે દેહનું મૃત્યુ થાય તેમ બનતું હોય છે. તેથી જ પતંજલિ ભારપૂર્વક કહે છે ઃ આંતર વિશ્વના નિરીક્ષણ માટે ‘‘શરીરમ્‌ ખલુ સાધનમ્‌’’. શરીર પડે એટલે યાત્રા અઘુરી રહે.
ડાયમન્ડને એકાએક શેકસ્પિયરનાં દર્શન થયા. કહેતા હતા ઃ ડાયમન્ડ, આ દુનિયામાં ત્રણ પ્રકારના માણસો છે. નંબર વન ‘બોર્ન જીનિયસ’. યોગની પરિભાષામાં સિદ્ધ પુરુષો. જે સતત ‘મેડિટેશન’માં રહેતા હોય છે અને દેશ, કાળ અને સમય પર તેમનું પ્રભુત્વ હોય છે. તેઓ સમયના ગુલામ નથી. મૃત્યુ તેમનાથી દૂર ભાગે છે. કારણ તેમનાં તન અને મન બન્ને સમૃદ્ધ છે, સાઉન્ડ છે. રીધમમાં ચાલે છે. એક જ જન્મમાં આત્મદર્શનની ઓળખ કરવાનું તેમના માટે સહજ સાઘ્ય છે.
તો, ડાયમન્ડના મનમાં એક બીજો પ્રશ્ન જાગ્યો. તો મૃત્યુ કોની કસોટી કરે છે? ઉત્તર શેકસ્પિયર પાસે છે ઃ જે લોકો જન્મજાત સિદ્ધ નથી, જીનિયસ નથી પણ સંવેદનશીલ છે. તેમને મૃત્યુ હાથમાં રમાડે છે. એમનાં મૃત્યુને જીતવાની ચાવી રાજયોગમાં છે. તે છે ઃ અજ્ઞાન હટાવો. જ્ઞાનનાં-પ્રકાશનાં કિરણો પથરાવા દો. અને જીવનનાં અલૌકિક સૌન્દર્યની અનુભૂતિ કરો. પણ... ડાયમન્ડને થયું કે અજ્ઞાન હટાવવામાં તો આ જન્મ પૂરો થઈ જાય. નવો જન્મ-નવો દાવ-નવેસરથી બધી જ શરૂઆત. ખરા સાધક માટે તો બધો સમય વેડફાઈ જતો દેખાય.
ડાયમન્ડ પાસે બીજી એક વાત પણ ક્લીઅર થઈ કે શેકસ્પિયર જેને ત્રીજા વર્ગનો માનવી કહે છે એને આત્મદર્શન માટેની ‘અવેરનેસ’ નથી. મૃત્યુનો તેને સતત ભય ર હે છે. તેવા લોકો જન્મ કે મૃત્યુ પામે તેની કુદરત પણ નોંધ નથી લેતું. કુદરતને ફિકર છે બીજા વર્ગના સંવેદનશીલ લોકોની - જેમને ‘સ્વ સાક્ષાત્કાર’ કરવો છે. પોતાનામાં સ્થાપિત ઈશ્વરની નજીક જવું છે. પણ તેમનું મન કુદરતી રીતે બહારની બાજુએ જાય છે. તેને અંદર વાળવું છે. જે માટે સમય જોઈએ. પણ તેમના માટે મૃત્યુ આડખીલીરૂપ બને છે. તેને જીતવું છે. તેમનું મન ધારે તો, એકાગ્ર બને તો, મૃત્યુ પાછું હઠે.
ડાયમન્ડની શોધખોળ રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા પાસે આવી અટકે છે. તેનાં મનમાં પ્રકાશ પથરાય છે ઃ મરક્યુરી-પારો અને સલ્ફર-ગંધક. આ બે મટીરીઅલનો ઊંડો અભ્યાસ થાય તો જીવનને ટકાવી રાખવાનું બળ તેમાંથી મળી શકે. ગંધક અને પારાની વિનાશક શક્તિઓથી લોકો માહિતગાર છે પણ તેનામાં મનુષ્યને ઑક્સીજન આપવાની પોઝીટીવ એનર્જી પણ છે. તેનું સંશોધન થાય તો બીજા વર્ગનો સંવેદનશીલ માનવી મનને અકાગ્ર કરવાની દિશામાં આગળ વધી શકે અને જન્મ-મરણની આડખીલીમાંથી બચી શકે.
પુનઃ પુનઃ જન્મ અને મરણને ટાળી શકાય. તે દિશામાં સ્વામી વિવેકાનંદનું પણ સંશોધન હતું. યોગશાસ્ત્રના પ્રણેતા પતંજલિ પણ આ વિધાનને નકારતા નથી.
- હરેન્દ્ર રાવલ

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved