Last Update : 18-April-2012, Wednesday

 

ગ્રીષ્મની ગરમીમાં ઉબટનસ્નાન આપે છે અનેરી શીતળતા

 

ત્વચાનું સૌન્દર્ય વધારવા માટે આપણું પરંપરાગત ‘ઊબટન’ આયુર્વેદની ભેટ છે. આપણે તેને હવે કદાચ બાથ પાવડર તરીકે પણ ઓળખી શકાય. આપણો ઘરગથ્થુ આ ઉપાય આજે પલટાતા સમય સાથે પ્રચલિત છે. ઘણીવાર સાબુને સ્થાને આવા પાવડર જે વનસ્પતિજન્ય છે તેનો ઉપયોગ હવે થાય છે.
લગ્ન ટાણે વરવઘૂને શરીરે પીઠી ચોળવાની જે આપણી પરંપરાગત વિધિ એક પ્રકારનું ‘‘ઉબટન’’ જ કહી શકાય. ત્વચામાં કુદરતી નિખાર લાવવાની આ પ્રથાને જોતાં એ જમાનામાં હેલ્થ, બ્યુટી કેરની જાગૃતતા માટે માન ઊભું થાય છે. ‘ઔષધીય સ્નાન રજ’ પાવડર કે લેપ ત્વચાના બંધ છિદ્રોને ખોલી નાખે છે. મૃતત્વચામાં રક્ત પ્રવાહિત થાય છે. ‘‘ઉબટન’’થી શરીરની ત્વચાનો મેલ, પરસેવો, દુર્ગંધ નાશ પામે છે. ત્વચાની કરચલીઓ, શુષ્કતામાં પણ રાહત મળે છે. ૠતુઓ પ્રમાણેનાઉબટનો, વ્યક્તિની તાસીર પ્રમાણેના ઉબટનો ત્વચામાં તેજસ્વીતા લાવે છે. ઉબટનના પ્રયોગથી સાબુ લગાડવાની જરૂર પડતી નથી. ઉબટન લગાડતા પૂર્વે શરીરન પાણી વડે સ્નિગ્ધ કરવામાં આવે છે. હાથની હથેળીમાં ઉબટનનો પાવડર લઈને શરીર પર લગાડવામાંઆવે છે. આ ઘર્ષણક્રીયા ઉપરથી નીચેની દિશામાં નહીં પણ નીચેથી ઉપરની દિશામાં કરવામાં આવેછે. હાથ, પગ, ધડ પર આ ક્રમે ઉબટન કરવું. ચહેરા પર ગોળાકારે ઉબટન ઘર્ષણ કરવું. આજે પમ ચણાના લોટમાં ચપટી હળદર, દૂધ કે તેલ નાખીને ઘણાં લોકો ઉબટન બનાવીને સ્નાન કરે જ છે. ‘‘ઉબટન’’ એક પ્રકારે હર્બલ કોસ્મેટીક કહેવાય. સ્નાન વેળા વપરાતા બાથ પાવડર લેપ ત્વચાનાં સૌન્દર્યને રૂપાળું બનાવે છે.
પ્રસ્વેદના શકલેપ ઃ ઉનાળામાં પરસેવાની સમસ્યા સતાવે ત્યારે અગરૂ, વાળો,ચંદન, નાગકેસર દરેક ૫૦-૫૦ ગ્રામ તથા બોરડી કે બાવળનાં પાન કે તેની આંતરછાલનું ચૂર્ણ ૪૦૦ ગ્રામ તેમાં આંબાના પાનનુંચૂર્ણ ૨૦૦ ગ્રામ ભેળવી દો. આ પાવડર પાણીમાં પલાળીને જ્યાં વઘુ પરસેવો થતો હોય ત્યાં રોજ લેપ સ્વરૂપે વાપરો. વઘુ પડતો, દુર્ગંધ મારતો પરસેવામાં રાહત થશે. શરીરની દાહ ઘટશે.
અળાઈનાશક લેપ ઃ સુખડનો પાવડર, સુકાધાણા, સુગંધીવાળો, સોનાગેરુ બઘું પ્રમાણસર પાવડર સ્વરૂપે લઈને ગુલાબજળ કે પાણી ઉમેરીને અળાઈ ઉપર લગાડવાથી તેમાં રાહત મળે છે.
બાથ પાવડર ઃ આમળા ચૂર્ણ, સુખડનો પાવડર બંને ૫૦-૫૦ ગ્રામ, કપુરકાચલીનું ચૂર્ણ ૨૫ ગ્રામ, ખસના વાળાનું ચૂર્ણ ૨૫ ગ્રામ. આ બધાને ભેળવીને પાવડર સ્વરૂપે બોટલમાં ભરી લો. સ્નાન વેળા સાબુની જગ્યાએ આ પાવડરનોઉપયોગ કરો.
- સવિતા તુષાર

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved