Last Update : 18-April-2012, Wednesday

 

સંબંધોમાં સમતુલા જાળવવાની આવડત જરૃરી

જીવન એક નાટક છે. દરેક વ્યક્તિએ પોતાનું પાત્ર ભજવવું પડે છે. જીવનમાં વ્યક્તિએ જાતજાતનાં પાત્રો ભજવવાં પડે છે અને દરેક પાત્રને વ્યક્તિ જ્યારે પ્રામાણિકતાથી અને આનંદથી ભજવી શકે છે ત્યારે તેનું જીવન સાર્થક બને છે.
સંતાન તરીકે, માતા-પિતા તરીકે, પતિ-પત્ની તરીકે, કર્મચારી-માલિક તરીકે, મિત્ર તરીકે, વ્યવસાયી તરીકે - આમ જાતજાતનાં પાત્રો માનવીએ ભજવવામાં પડતાં હોય છે.
દરેક પાત્રને વ્યક્તિએ ન્યાય આપવો પડતો હોય છે પરંતુ જીવનમાં ઘણી વખત વ્યક્તિએ બે વિરુદ્ધ પાત્રો ભજવવાં પડતાં હોય છે ત્યારે સંઘર્ષ થાય છે અને જીવનમાં તનાવ આવે છે. સંતાન પાસે માતાપિતા તે એક સફળ વિદ્યાર્થી બને તે આશા રાખતા હોય છે જયારે તે સંતાને પોતાના મિત્રોને સાથ આપવાનું અને મિત્રતા જાળવાનું કાર્ય પણ કરવું પડતું હોય છે. આવા સમયે તે વ્યક્તિએ માતાપિતા અને મિત્રો વચ્ચે સમતુલા જળવાય તેવો સતત પ્રયત્ન કરવો પડતો હોય છે. જો તે કોઇ એક બાજુને વધારે મહત્તા આપવા જાય તો બીજી બાજુના સંબંધોમાં નકારાત્મક અસર થાય છે. શાણી વ્યક્તિ આ વિરુદ્ધ પાત્રોને સારી રીતે ભજવી શકે છે અને જીવનને સમતુલિત કરી શકે છે. તે માતાપિતાની ઇચ્છા મુજબ અભ્યાસ ઉપર ધ્યાન આપે છે અને રજાના દિવસે મિત્રોને સાચવી લે છે.
જે સંતાન પોતાના આનંદને જ વધારે અગત્યતા આપી મિત્રો સાથે મોજમઝામાં સમય વિતાવતો હોય તે માતાપિતાને દુઃખી કરે છે અને સંતાન તરીકેનું ઉમદા પાત્ર ભજવી શકતો નથી પરિણામે માતાપિતા સાથે હંમેશા તનાવભર્યા સંબંધો રહે છે. તેનાથી વિપરીત કોઇ સંતાન ઘરકૂકડી થઇ પુસ્તકોનો કીડો બની જાય છે અને મિત્રોને અગત્યતા ના આપે તે ધીમે ધીમે એકલવાયો બનતો જાય છે જે લાંબાગાળે તેના વ્યકિતત્વને નુકસાન પહોંચાડે છે.
માતાપિતાએ સંતાન માટે અમુક ઉંમર સુધી માર્ગદર્શક અને રક્ષક તરીકે કાર્ય કરવું પડે છે. સંતાન યુવાવસ્થામાં હોય ત્યારે તેની સાથે મિત્ર તરીકે વર્તવું પડતું હોય છે અને જયારે સંતાન પરણે ત્યારે તેને યોગ્ય સ્વતંત્રતા આપવાનું વલણ માતાપિતાએ અપનાવવું પડતું હોય છે. કમનસીબે માતાપિતા સંતાનની ઉંમર વધતાં પોતાને ભજવવાના પાત્રને બદલી શકતા નથી અને જીવનભર એમ જ ઇચ્છા રાખે છે કે પોતે કહે તેમજ સંતાન વર્તે. જે માતાપિતા પોતાના પાત્રને સમય પ્રમાણે બદલી શકતા નથી તેઓને સંતાનનો વિરોધ સહન કરવો પડે છે અને અમુક સંજોગોમાં સંતાન હંમેશ માટે માતાપિતાથી દૂર થઈ જાય છે. તે જ પ્રમાણે સંતાન જયારે પતિ અથવા પત્ની બને છે ત્યારે પોતાના સંતાન તરીકેના પાત્રને ભૂલી જાય છે અને માતાપિતા સાથે ઘણી વખત અન્યાય કરી બેેસે છે. જે કુટુંબમાં સંતાન અને માતાપિતા પોતાના પાત્રને શાણપણથી ભજવી શકે છે ત્યાં સુખ અને આનંદનું વાતાવરણ વધારે જોવા મળે છે.
નોકરી કરતી પત્નીને ઓફિસમાં કર્મચારીનું પાત્ર ભજવવાનું હોય છે અને ઘેર પત્ની અને માતાનું પાત્ર પણ ભજવવાનું હોય છે. જયારે ઓફિસના અતિ કાર્યથી તે થાકે છે ત્યારે ઘરના પાત્રને ભજવવામાં મુશ્કેલી પડે છે અને જો ઘર તરફ વધારે ધ્યાન આપે તો કર્મચારી તરીકેના પાત્રને ભજવવામાં તકલીફ પડે છે. અહીં જે વ્યક્તિ આ સ્થિતિ સાથે સમતુલા જાળવી નથી શકતી તેને હતાશા આવે છે. જે વ્યક્તિને વ્યવસાય અને કુટુંબને સમતુલિત કરતાં આવડે છે તે જ આનંદથી જીવી શકે છે. આવા સમયે પતિ પોતાનું પાત્ર કેવી રીતે ભજવે છે તે પણ અગત્યનું છે. વ્યવસાયી પત્નીની તકલીફો સમજયા વગર પતિ જયારે પોતાનું પાત્ર જોહુકમી ભર્યું બનાવી દે છે અને કૌટુંબિક કાર્યોમાં પોતાની કોઈ જવાબદારી નહીં એવું માની ચાલે છે ત્યારે તેના લગ્ન જીવનમાં મોટો તનાવ ઊભો થાય છે અને ઘણી વખત લગ્નજીવનમાં ન પૂરી શકાય તેવી તિરાડ પડી જાય છે.
કર્મચારીએ પોતાનું પાત્ર નિયમિતતા, મહેનત, વફાદારી, કાર્યદક્ષતા અને કાર્યક્ષમતાથી ભજવવું પડતું હોય છે. જયારે કર્મચારીમાં આળસ પ્રવેશી જાય છે ત્યારે પોતાના પાત્રને સારી રીતે ભજવી શકતો નથી અને ઘણી વખત નોકરી ગુમાવવી પડે છે. સંચાલકે પોતાના પાત્રને નેતા તરીકે ભજવવું પડે છે. કર્મચારીઓના માર્ગદર્શક, સલાહકાર, આયોજક અને પ્રશંસક તરીકે પાત્ર ભજવનાર સંચાલક કર્મચારીઓમાં પ્રિય થઇ પડે છે જયારે હીટલર તરીકે પાત્ર ભજવનાર કર્મચારીઓનો સાથ ગુમાવી દે છે અને વખત જતાં સંસ્થાને નુકસાન કરે છે.
પ્રેમ લગ્ન કરેલ વ્યકિતઓ લગ્ન પહેલાના પાત્રનો ખ્યાલ રાખી એકબીજાને પ્રેમી તરીકે જ સ્વીકારવા માંગતા હોય છે પણ લગ્ન પછી ઘણી બધી જવાબદારીઓ નિભાવવાની હોય છે અને પતિ-પત્નીના પાત્રમાં રૃપાંતર પામવું પડે છે તે વાતને સ્વીકારવા તૈયાર થતાં નથી પરિણામે દુઃખી થાય છે. જે વ્યક્તિઓ વાસ્તવિકતા સ્વીકારી જીવનની જરૃરિયાત મુજબ પોતાના જીવનના પાત્રને ભજવી શકે છે તે જીવનને સમતુલિત કરી આનંદથી જીવી શકે છે.
- રોહિત પટેલ

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved