Last Update : 18-April-2012, Wednesday

 

એક વળાંકેથી સમગ્ર જીવન પર નજર...

શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'


ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું,
એક રણ હતું, તે રણમાં સરોવર ન થઈ શક્યું.
હરદમ ગુલાબો છાબભરી વહેંચતો રહ્યો,
માળીથી તાજું પુષ્પોનું અત્તર ન થઈ શક્યું.
દિલને હજારો વાર દબાવ્યું, છતાં જુઓ;
આ મીણ એનું એ જ છે, પથ્થર ન થઈ શક્યું.
ખંડેર દેખી આશાનાં કૈંક કાફલા રડ્યા,
તૂટેલ આ મિનારનું ચણતર ન થઈ શક્યું.
હરણાંની પ્યાસ રણમાં સદાની છીપી ગઈ;
શું ઝાંઝવાંથી, કાર્ય મનોહર ન થઈ શકયું.
પૂછી મને મનસ્વી વલણની કથા? સુણો!
‘મેં ેજે ચણ્યું તે આપથી અકસર ન થઈ શક્યું.’
‘સાબિર’ નજર ઝુકાવીને ચાલો કદમ કદમ;
આ માર્ગમાં પડેલ કો’ પગભર ન થઈ શક્યું.
- સાબિર વટવા.

 

સાબિર સાહેબ ગુજરાતી ગઝલના પાયાના ગઝલકારોમાંના એક છે. ઘણાં વર્ષો પહેલા કુમાર મેગેઝીનમાં ગુજરાતી ગઝલકારોનો પરિચય આપતી શ્રેણી ‘‘ઉર્મિની ઓળખ’’ના નામે આવતી હતી. જલન માતરી તે લખતા હતા. હા... એ જ, ‘કુર્રાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી’વાળા. અને તેમણે જ આ પુસ્તકના પ્રકાશન નિમિત્તે અમદાવાદના ટાઉનહોલમાં મુશાયરાનું આયોજન કર્યું હતું. કુમારના સહયોગથી યોજાયેલા આ મુશાયરામાં એક જ મંચ ઉપર ગુજરાતી ગઝલના મહત્ત્વના ગઝલકારો બધા જ હાજર હતા. સાબિર વટવાને સૌથી પહેલા ખૂબ લાંબી શેરવાનીમાં, બોખા અવાજમાં, મીઠ્ઠા ઉચ્ચારો સાથે ઉપરની જ ગઝલ રજૂ કરતાં મેં સાંભળ્યા છે. વટવામાં પોતાની વાડી હતી. ફૂલો ઉગાડતા હતા અને એટલે જ માળીનું હૃદય શું હોય છે તે જાણતા હતા. રાત-દિવસ એક કરીને, પરસેવો પાડીને ફૂલોના છોડ ઉછેર્યા હોય એ ફૂલ તોડવા પણ માળીને ન ગમે. પરંતુ તેને ખબર છે કે સાંજે તો આ ફૂલ કરમાઈ જવાના છે. એ ખૂશ્બુદાર ફૂલોને ફૂલછાબમાં ભરી-ભરીને રોજ બધાને વહેંચતો રહ્યો કે પ્રત્યેક વ્યક્તિને તાજા ફૂલની સુગંધ મળે. માળીનું હૃદય ફૂલોને પીસીને બનાવાતા અત્તર માટે તૈયાર થતું નથી. પરસેવો રેડીને ઉછેરેલા ફૂલોને પીસાવા માટે મોકલવા એ હૃદયને ઘુ્રજવી નાંખે તેવી વાત છે. ફૂલ વેચવાની વાત નથી આ તો વ્હેંચવાની વાત છે. જીવનની સાર્થકતા વેચવા કરતા વ્હેંચાઈ જવામાં છે.
વેચાઈ જવા કરતાંય વઘુ વહેંચાઈ જવામાં લિજ્જત છે,
હર ફૂલમહીં ખૂશ્બો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.
- અમૃત ઘાયલ
વર્ષો સુધી સતત પ્રયત્નો કર્યા કરીએ અનેક આશા અને શ્રઘ્ધાથી મહેનત કરતા રહીએ અને જીવનના એક વળાંકે ઊભા રહીને જ્યારે સમગ્ર જીવન ઉપર નજર નાંખીએ છીએ તો લાગે છે કે જેવી ઈચ્છા કરી’તી, જેવું ચાહ્યું હતું એવું જીવતર ન થઈ શક્યું. કેટકેટલા ઉજાગરા કરીને, કેટકેટલા તરસ્યા રહીને, કેટકેટલો પરસેવો પાડીને પછીની પેઢીઓ પણ તરસ છીપાવી શકે એવું સરોવર બનાવવું હતું પણ જીવન એક એવું રણ છે કે બધી જ મહેનત પાણીમાં જાય છે. પાણી ખાતર કરેલી મહેનત પણ પાણીમાં ગઈ. રણમાં સરોવર ન થઈ શક્યું તે ન જ થઈ શક્યું. અને આ અનુભવ જીવનની છેલ્લી અવસ્થામાં કોઈને કોઈ વળાંકે થાય છે જ. ગઝલની આ પહેલા શેરથી શરૂઆત થાય છે.
હૃદય મીણ જેવું છે એવું આપણે કહીએ છીએ. એ ઝડપથી પીગળી જાય છે. અને ઝડપથી થીજી જાય છે. વારંવાર પીગળતું રહે છે, વારંવાર થીજતું રહે છે ેપણ ક્યારેય પથ્થર નથી થઈ શકતું.
સમગ્ર ગઝલમાં શું-શું નથી થઈ શક્યું એની વાત એક અનુભવસમૃઘ્ધ ગઝલકારે તેની કલમમાંથી નીતારી છે. આશા અમર છે. આશામાંને આશામાં જીવાઈ જતું હોય છે. પણ ઘણી આશાઓ મરતી પણ નથી. અને ફળતી પણ નથી. એક ખંડેર મિનારાને આશા હતી કે ક્યારે તો એ ફરી પાછો ચણાઈ જશે. એની મરમ્મત થશે. પરંતુ એ આશાનો મિનારો તો ખંડેરનો ખંડેર રહી ગયો. રણમાં તરસ્યું હરણ તરફડીને તરસ્યું જ મરી ગયું. જીવનભરની તરસ પૂરી થઈ ગઈ. કવિ પૂછે છે કે શું ઝાંઝવાથી એક મરતાં હરણને જીવાડવાનું મનોહર કામ પણ ન થઈ શક્યું? મનસ્વી વલણથી શું થઈ શકે? જે ઝૂકી જાય છે તે જે કરી શકે છે એ મનસ્વી વ્યક્તિ નથી કરી શકતો. સાબિર સાહેબ છેલ્લા શેરમાં કહે છે કે જીવનનો, પ્રેમનો આ એક એવો માર્ગ છે કે નજર ઝુકાવીને તમે કદમ-કદમ ચાલજો. જેણે જેણે અહંકારમાં આંખ ઊંચી કરીને ચાલી જોયું છે એ એવા પડ્યા છે કે ફરીથી ક્યારેય પગભર નથી થઈ શક્યા. નજર ઝૂકાવાની વાતમાં નમ્રતાનો અણસાર છે.
સાબિર સાહેબની એક બીજી ગઝલ ‘રોકાઈ જાવ’ જોઈએ. આમ તો વાત કહેવી છે એજ... આજ જાને કી જીદ ન કરો. પ્રિય પાત્રને રોકી રાખવું છે. જવા નથી દેવું. અને તેને માટે કેવી સુંદર વાતો કરે છે. જુઓ આ ચંદ્ર ઝાંખો થઈ રહ્યો છે રોકાઈ જાવ ને! હમણાં સવાર પડી જશે. રોકાઈ જાવ. જીંદગીમાં એક ઘડી જેવી આ રાતની વિસાત જ શું છે? જ્યાં જીંદગીની અંદર વર્ષોના વર્ષો વીતી જાય છે ત્યાં એકાદ રાત રોકાઈ જવામાં ક્યાં મોટી વાત છે?
કોઈ જનાર વ્યક્તિને રોકવા ન જોઈએ. રોકવામાં અપશુકન થતાં હોય છે. પણ એ વિદાયની ક્ષણ એવી ગભરાવી નાંખે તેવી છે કે રોકી રાખવાનું મન થાય છે. વળી ચીબરી બોલતી હોય ત્યારે આપણું મન સહજ ઈચ્છતું હોય છે કે જનાર રોકાઈ જાય. ‘ખુદા હાફિઝ’નો અર્થ છે ખુદા તમારું રક્ષણ કરે. હોઠ ઉપર ખુદા હાફિજ શબ્દ છે. સામાન્ય રીતે ખુદા હાફિઝ વિદાયના સંદર્ભમાં જ બોલાય છે. હોઠ વિદાય આપી રહ્યા છે, પણ હૃદય કપાઈ રહ્યું છે. હૃદયમાં કંઈ-કંઈ થઈ રહ્યું છે. રોકાઈ જાવ રદીફ ઉપરની આ ગઝલ આ દ્રષ્ટિએ માણીએ.
ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’!
હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ!
એક ઘડીભર રાતની છે શી વિશાત?
વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ!
અપશુકન છે રોકવામાં, શું કરું?
મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ!
ચીબરી બોલી રહી છે આંગણે,
વનમાં ધુવડ ગાય છે, રોકાઈ જાવ!
વાટમારુ છે નિરાશા માર્ગમાં-
કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ!
હોઠ પર તો છે ‘ખુદા હાફિઝ!’ છતાં,
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ!
આજ સાબિર વારે વારે શું કહું?
હોઠે આવી જાય છે, રોકાઈ જાવ!

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved