Last Update : 18-April-2012, Wednesday

 

હાંફ્‌યા અને હાર્યા !

પ્રાઈમ ટાઈમ

મેરેથોન શરૂ થાય ત્યારે સ્પર્ધકોનું ટોળુ હોય છે, પરંતુ દરેક કીલોમીટરે સ્પર્ધકો ઘટતા જાય છે. કારણ કે દોડવાનું શરૂ કરનારા સૌની તાકાત- ક્ષમતા અને ઉત્સાહ સતત ટકી રહેતા નથી. રેસમાં સૌથી આગળ કે પહેલાં પાંચ- દસમાં પણ નથી આવી શકવાના એવું જાણી લેનારા સ્પર્ધકો ધીમે-ધીમે રેસમાંથી ખસવા લાગે છે. કારણ કે દસમા સ્થાને રહો કે બસો પંચ્યાસીમા સ્થાને રહો- તમારી કોઇ નોંધ લેતું નથી અને મેરેથોન પૂરી કરવામાં હાંફી- થાકી અને હારી જવાતું હોય છે.
ટેલિવીઝન ચેનલોની દુનિયામાં પણ આ સિદ્ધાંત લાગુ પડે છે. ચેનલ શરૂ થાય ત્યારે ટોચ પર પહોંચવાના ઈરાદા સાથે અઢળક ઉત્સાહ અને થોકબંધ રૂપિયાનો દેખાડો કરે છે. પરંતુ સમય વીતે તેમ આયોજન મુજબ આગળ ન વધાય તો ઉત્સાહ અને રૂપિયા ઘટવા લાગે છે.
અમુક-તમુક મહીના કે અઠવાડીયામાં અમુક-તમુક ટકા વ્યૂઅરશીપ અને તેના પગલે અમુક-તમુક ટકા રેવન્યુ ઊભી કરવાનો આશાવાદ એક ચોક્કસ સમય મર્યાદા પછી તૂટવા લાગે છે.
આવા સંજોગોમાં ચેનલ ચલાવવા માટે નાણાબળ અને મનોબળ બન્ને મજબૂત હોવા જોઇએ. આ બે મોરચે નબળી સાબિત થતી ચેનલો લાંબા સમય સુધી ઓનએર રહી શકતી નથી. યાદ હોય તો સ્ટાર પ્લસથી છેડો ફાડનારા બે ઘુરંધરો સમીર નાયર અને પીટર મુખરજીએ એકાદ મહિનાના અંતરમાં જ બે અલગ-અલગ ચેનલો એનડીટીવી ઈમેજીન અને નાઈન એક્સ લોન્ચ કરી હતી.
સૌને લાગતું હતું કે ‘સ્ટાર પ્લસ’ને શૂન્યથી સો સુધી લઇ જનારા આ બન્ને ખેરખાંઓ નવી ચેનલ દ્વારા ‘સ્ટાર પ્લસ’ને હરીફાઇ પૂરી પાડશે અને દર્શકોને તંદુરસ્ત હરીફાઇના કારણે શ્રેષ્ઠ કક્ષાના કાર્યક્રમો જોવા મળશે. પરંતુ થોડા જ અઠવાડીયામાં આ બન્ને ચેનલો હાંફવા લાગી.
નાઇન એક્સની વ્યૂઅરશીપ ક્યારેય ઊંચકાઇ નહીં અને તેને નાણા આપનારા લોકો ઝડપથી થાકી ગયા કે સમજી ગયા. પરિણામે નાઈન એક્સના પાટીયા પડી ગયા.
એનડીટીવી ઈમીજેને રાખી-રાહુલના સ્વયંવરો યોજવાના ગતકડાં કરીને પોતાની વ્યૂઅરશીપ વધારવાના પ્રયાસો કર્યા, પરંતુ તેની લોકપ્રિયતા ઊભી થઇ શકી નહીં. સતત ગબડતી જતી એનડીટીવી ઈમેજીનની વ્યૂઅરશીપને ‘સ્ટાર પ્લસ’ની રીલોન્ચ થયેલી ‘લાઇફ ઓ.કે.’ના વધેલા જીઆરપીનો માર એનડીટીવી ઈમેજીનને પડ્યો અને તેના કારણે ગગડેલી વ્યૂઅરશીપના પરિણામે રેવન્યુમાં પણ ઝડપી ઘટાડો નોંધાયો.
જાણકારોના કહેવા મુજબ જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલોની દુનિયામાં ગબડ્યા પછી ઊભા થવું અઘરું છે અને આ ચેનલ તો ક્યારેય ઊંચકાઇ જ ન્હોતી. ઝી અને સોની ગગડ્યા પછી ઊભા થઇ શક્યા કારણ કે તેમણે એક વખત સફળતાનો અને સફળતાના કારણે થયેલી આવકનો સ્વાદ ચાખ્યો હતો. એવું એનડીટીવી ઈમેજીનના નસીબમાં ન્હોતું. એટલે સતત પૈસા ગુમાવતા રહેવાની નોબત આવી ચૂકી હતી. સતત ખોટ કરતી ચેનલ ચલાવવાથી તેમાં નાણા રોકનારી કંપનીઓના શેરમાં પણ ઉથલ-પાથલ થતી હોય છે. એટલે ખોટ કરતા યુનિટ બંધ કરવાની ફરજ પડતી હોય છે. આ ફરજના ભાગરૂપે એનડીટીવી ઈમેજીન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સાથે છેલ્લાં થોડા વર્ષમાં બંધ થયેલી નાઈન એક્સ, ઝી નેક્સ્ટ અને રીઅલ નામની ચેનલોની સાથે એનડીટીવી ઈમેજીનનું નામ પણ જોડાઇ ગયું છે. એનડીટીવી નેટવર્ક માટે આ એક મોટો ફટકો ગણાય. તેની ન્યૂઝ ચેનલ પણ તટસ્થતાના મામલે આક્ષેપોનો સામનો કરી રહી છે. અને અન્ય હરીફો સામે ટકવામાં મુશ્કેલી અનુભવી રહી છે.
‘વર્લ્ડ ધીસ વીક’થી શરૂ થયેલી પ્રણવ રૉયની સફર સતત પ્રગતિ અને સફળતાનો પર્યાય ગણાતી હતી પરંતુ તેની આ ચેનલ બંધ થવાની સાથે તેના સામ્રાજ્યમાં ગાબડું પડ્યું છે. આશા રાખીએ કે આ કિસ્સામાંથી એનડીટીવી અને અન્ય સૌ કશુંક નક્કર શીખે. સૌ સોનું કામ કરે અને દરેક ક્ષેત્રે કૂદી ના પડે તો એકંદરે શાંતિ રહે!

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved