Last Update : 18-April-2012, Wednesday

 
ફોટો સ્ટોરી ઃ ઝવેરીલાલ મહેતા

‘‘હરિ, તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોતરી? રોજ રોજ બદલે મુકામ ક્યા નામે લખવી કંકોતરી? મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો, દ્વારિકામાં રાજા રણછોડ - ક્યા નામે લખવી કંકોતરી? કોઈ તને રામ કહે - કોઈ રાધેશ્યામ કહે - કોઈ કહે નંદનો કિશોર. અંતે તો એકનો એક, તું મીરાં ગિરધર ગોપાલ છેવટે શું એ નામે લખવી કંકોતરી ??? સંઘ્યા સમયની આરતી પહેલા અને પછીના સમયમાં મંદિરના કમ્પાઉન્ડમાં ભક્તો દ્વારા ગવાતી આ ઘૂન આપણને ગમે છે. આ પૃથ્વી પર અવતાર ધારણ કરી અનેક લીલાઓ કરનારા શ્રી કૃષ્ણનાં નામો પણ હજાર છે. ત્યારે ભક્તોના મનમાં સહજપણે દ્વિધા થાય કે ‘‘હરિ, તને ક્યા નામે ભજવા ??’’ દ્વારકાની ગોમતી નદીની ઉત્તર દિશામાં સમુદ્રની સપાટીથી ૭૦ ફૂટની ઊંચાઈએ પશ્ચિમાભિમુખ જગત મંદિર-જમીન સપાટીથી ૧૫૦ ફૂટ ઊંચાઈ ધરાવે છે આક્રમણકારોના હુમલા બાદ આજે ઉભેલા મંદિરનું પુનઃ નિર્માણ ૧૫મી સદીમાં કરવામાં આવ્યું હતું. શ્રી દ્વારકાધીશજીના સાત માળવાળા મંદિરમાં પ્રવેશવા ગોમતી નદી તરફથી (બ્રહ્માજીથી શ્રીકૃષ્ણ સુધીની પેઢી પંચાવન થાય છે) પરંતુ અહંિ ૫૬ પગથિયા ચઢવા પડે છે. એક જ શિલામાંથી કોતરેલા ૭૨ સ્તંભો ઉપર મંદિરની ઈમારત રચાઈ છે. મંદિરના મૂળથી શિખરના સુવર્ણ કળશ સુધીની ઊંચાઈ ૧૨૫ ફૂટ છે. એક જ શિલામાંથી કોતરેલા ૭૨ સ્તંભો ઉપર મંદિરની ઈમારત રચાઈ છે. જગત મંદિરમાં રહેલી શ્રી દ્વારકાધીશજીની પ્રતિમા શ્યામ પાષાણની છે. જે સવા બે ફૂટ ઊંચાઈની છે. આ પ્રતિમાના ફોટોગ્રાફ કોઈને પણ લેવા દેવામાં આવતા નથી. પ્રતિમા અંગે વિદ્વાનોનું કહેવું છે કે આક્રમણકારોથી રક્ષવા પ્રાચીન એટલે કે અસલ પ્રતિમા, દ્વારકાની સાવિત્રી વાળવાં સંતાડવામાં આવી હતી. ત્યારબાદ પ્રતિમા વગરના આ મંદિરમાં શ્રીમદ્‌ વલ્લભાચાર્યજીએ લાડવા ગામે શ્રી રૂકિમણીજી દ્વારા સેવાપૂજા કરેલી પ્રતિમા સ્થાપી હતી. છતાં પણ આ કંિમતી પ્રતિમાના રક્ષણ માટે બેટ દ્વારકા લઈ જવી પડી હતી. એક પ્રતિમા ભક્ત બોડાણો પણ લઈ ગયો હતો. હાલની વર્તમાન દર્શન આપતી પ્રતિમા શ્રી શંકરાચાર્ય અનિરૂઘ્ધાચાર્ય છેક ડુંગરપુરથી લાવી અત્રે પધરાવી હોવાનું કહેવાય છે. સમુદ્રી વૈજ્ઞાનિક નાયર અને હાશિમીની સર્વે અનુસાર મહાભારત, હરિવંશ, વિષ્ણુપુરાણ તથા ભાગવત વગેરે ગ્રંથોમાં દ્વારિકાનગરી ડૂબી જવાની ઉલ્લેખાયેલી ઘટનાને ઐતિહાસિક ઠરાવી છે. ડૉ. રાવ કે જેમણે અગાઉ દરિયામાંથી શ્રીકૃષ્ણની નગરીના અવશેષો શોધી કાઢ્‌યા હતા. સામાન્ય લોકો આ જોઈ શકે એ માટે સુરક્ષિત બનાવીને સમુદ્રની બહાર એક મ્યુઝિયમ બનાવવાનો પ્રોજેક્ટ છે તે માટે રૂા. ૧૪ કરોડના ખર્ચનો અંદાજ છે. લોકોને આ ક્યારે જોવા મળશે એ શ્રીકૃષ્ણ એકલા જ જાણે !!!

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved