Last Update : 18-April-2012, Wednesday

 

પાક આશિકી-એ-અફીણ

ખબરે પાકિસ્તાન
 

સરહદી ઈલાકામાં પાક કિસાનોને રોકડિયો પાક ઉગાડવા માટે પ્રોત્સાહીત કરવામાં આવી રહ્યા છે. શુઘ્ધ ગુજરાતીમાં કહીએ તો એમને અફીણની ખેતી કરવાની નાપાક ફરજ પાડવામાં આવે છે. સિવાય તાલીબાન આવી તકવાદી હરકત બીજું કોણ કરે? યાદ રહે કે તાલીબાને ઈસ્લામિક કટ્ટરતાનું તાવીજ પહેર્યું છે. મૌલાના મસુદની મજકુર કંઠી પાક કિસાનોના ગળે ઘંટીનું પડ બને એટલી જ દેરી છે. આગે તાલીબાન અફઘાનિસ્તાનમાં કિસાનોને અફીણના રોકડિયા પાકને આડે ચડાવી ચૂક્યું છે. અફઘાન કિસાનોની હાલત બદ સે બદતર થઈ છે. તેઓ સિર્ફ બે પાંદડે નથી થયા. અફીણના બંધાણી બી થયા છે! સરહદી ઈલાકાના પાક કિસાનોને અફીણના ગુલામ બનાવવા પર તાલીબાન તુલ્યું છે. ઈસ્લામમાં વ્યસન અને ગુલામી વ્યર્જ છે. તાલીબાને અસબ(!) ઈસ્લામનો ફેલાવો કરવાની કસમ ખાધી છે. ‘જંગમાં સબ જાયજ’ની નીતિ અન-ઈસ્લામિક છે. તાલીબાને ઈમાનને તડકે મુકવાની રણનીતિ બતૌર શરાબ પીધી છે. ખુદા ખેર કરે. અફીણની ખેતીના મજહબી પહેલુને ફિલહાલ સાઈડમાં પાર્ક કરો. બરાબર સામે એના આર્થિક પાસાંના દિદાર થશે. બસ ફરમાવી નાખો ગૌર. મોકો અને દસ્તુર અનુક્રમે ઝડપવાનું અને ઝુકાવાનું કહે છે. પછી કહેતા નહીં કે બધા લઈ ગયા અને અમે રહી ગયા. રાબેતા મુજબ જ સ્તો!
મુલ્કમાં અનાજની અછત છે. ડ્રગ્સની છનાછની છે. એકલા કરાંચીમાં ચરસના ૧૦.૪ લાખ બંધાણીઓ છે. આંખના અફીણીઓ અને બોલના બંધાણીઓની સંખ્યા બી કમ નથી. ખેર, અફીણની ખેતી સોલિડ ફાયદેમંદ છે એની ના નહીં. એમાં ઘઉં યા જવની ખેતી કરતા દસ ગુના જ્યાદા રોકડી થાય છે. ગુનાખોરી એના સીધા અનુપાતમાં વધે છે. હકીકતમાં અફીણની ખેતી માટે પાક કિસાનોને કોઈ પ્રોત્સાહન આપવું એ નિહાયત બેવકુફી જ છે. જરૂર છે કિસાનોને અફીણની ખેતીથી દૂર રાખવાના અસરકારક પગલાંની. કમબખ્તીની અમ્મા એ છે કે સરહદી ઈલાકામાં પાક સરકાર એક કદમ ઉઠાવવાને કાબીલ નથી. અસરકર્તા પગલાં લેવાની બાત ક્યાં કરવી જ્યાં ખુદ સરકાર બેકફૂટ (પીછે કદમ) રમવાને મજબુર હોય! દરઅસલ પાક કિસાનોને સબસીડીની કાખઘોડીની આદત પડી ગઈ છે. અલબત્ત અફીણની ખેતીમાં કોઈ સબસીડી બાળવામાં આવતી નથી. બાકી રહી નૈતિકતા (ઈમાન)ની બાત. તો સફર (અંગ્રેજીવાળા)ના સાથીઓ અને ઈવન ઈતરજનો (ચિલ્લર)ને જણાવાનું કે દોલત આગે નીતિમત્તા (મોરલ)નો પનો ટૂંકો પડે છે. બાવા આદમના જમાનાથી દોલતમંદ દરંિદા ઈમાનની વાટ લગાડતા આવ્યા છે. ફીર ભી ઈમાન ઝાંક ઝીલે રાખે છે. જો કે તાલીબાન જુદી જ બલા છે.
અફીણની ખેતી પીછેની તાલીબાની રણનીતિ દોલત પેદા કરવા પુરતી જ મર્યાદિત નથી. કબુલ કે આ અફીણની ખેતી પીછેની તાલીબાની રણનીતિ દોલત પેદા કરવા પુરતી જ લડવા માટે થાય છે. ગોલાબારૂદ અને ફિદાઈનો (મરજીવા) મફતમાં નથી મળતા. તાલીબાની અર્થતંત્ર અફીણની ખેતી પર ઘણો આધાર રાખે છે એ ખરું. સાથોસાથ એ પણ સાચું કે તાલીબાનનો અસલી મકસદ કાફરો (ધોળિયાઓ)ની નસ્લ ખોખલી કરવાનો છે. તાલીબાન અને અલ કાયદા સિર્ફ મેદાને જંગમાં જ નથી લડતું. દુશ્મનને એના ઘરમાં જ તબાહ કરવાના મોરચે બી તૂટે છે. પછી ભલેને પાક શરજમીં તહસ-નહસ થઈ જાય. અલ્લા કો પ્યારી કુરબાની! તાલીબાનના એજન્ડામાં પાકિસ્તાનની ખુશહાલી નથી. બલ્કે બિન ઈસ્લામિક આલમની ખાના-ખરાબી છે. આ બદઈરાદો બર આવે તે માટે અફીણની ખેતી એક અનિવાર્ય અનિષ્ટ તરીકે અપનાવવામાં આવી છે. ત્રીજા શબ્દોમાં કહીએ તો પાક કિસાનોને હાથા બનાવવામાં આવી રહ્યા છે - અને પાક આવામને હોળીનું નારિયેળ! અલબત્ત તાલીબાને પવલાઓને ચોઈસ (વિકલ્પ) આપી છે. આ ડ્રગ્સની હેરાફેરી કરો યા જેહાદી બની જન્નતની સૈર કરો.
લાહોરના હકીમ અજમલ લુકમાની અફીણના ઔષધીય ઉપયોગની હિમાયત કરે છે. આપના અંદાજ અનુસા ૬૦ ટકા યૂનાની નુસ્ખામાં અફીણ હોય છે. ખાસ કરીને અશ્વબલ વધારવા માટેની દવામાં અફીણની અહેમીયત આગુ સે ચલી આવે છે. આવી ખાસ જાનકારી આપતી વખતે હકીમ સાહેબે એક આંખ બંધ કરવાની તસ્દી ઉઠાવી હતી એની સખ્ખત નોંધ લી જાય યોર ઓનર. લગે હાથ યે પોઈન્ટ ભી નોટ કિયા જાય કે પશ્ચિમના વિજ્ઞાનીઓ પણ કબુલ કરે છે કે દર્દશામક તરીકે અફીણ અકસીર છે. બાકી રહી બાત અફીણના ખાસ ગુણ(!)ની. તો હજુર એના તોડ તરીકે વાયગ્રા ઈર્જાદ કરીને પશ્ચિમને ઈસ્લામિક આલમને ગુમરાહ કરી છે. એનો બદલો લેવા માટે તાલીબાને અફીણની ખેતીને અહેમીયત એનાયત કરી છે. દુશ્મનને અફીણી બનાવવામાં ઘરના છોકરાં ચરસી બનીને ઘંટી ચાટતા થાય એનો તાલીબાનને એતરાજ નથી. બલ્કે એ જ તો મકસદ છે. કારણ કે પવલાઓ એ જ લાગના છે. જે બંદાઓ જેહાદી બનીને જન્નતમાં ધમાકેદાર એન્ટ્રી પાડવાની બજાય ડ્રગ્સની હેરાફેરી કરવાનો સોફ્‌ટ (રેશમી) વિકલ્પ પસંદ કરે એ ઘંટી ચાટવાને જ લાયક છે. હદ તો હવે આવે છે. અમરિકા બી ચાહે છે કે પવલાઓ દમ મારો દમ કરે. જેથી દમ વગરનો બંદો કાયમ ખાતે ડોલરનો મોહતાજ રહે. અબ સમઝ મેં આયા કે તાલીબાન અને અમરિકા ક્યાં લડી રહ્યા છે? ટૂંકમાં બન્નેનો મકસદ એક જ છે.
ફીર ભી તાલીબાનનું પલડું ભારે છે. કારણ કે મૌલાના મસુદ મજહબના નામે તીકડમ ચલાવે છે. યકીનન અફીણ કરતા મજહબનો નશો જ્યાદા ખતરનાક છે. અફીણની વજહથી બહેર મારી ગયેલું મગજ મજહબને શું ખાક સમજવાનું હતું? નતીજન પાક દાઢી પવલાઓની ધારી પટ્ટી પાડી શકે છે. જડ જા બેટા શુલી પર, અલ્લા તેરા ભલા કરેગા! આજે નહીં તો કાલે અમરિકાને ડ્રગ્સ (ભાંગ, ગાંજો, અફીણ, હેરોઈન વગેરે) પરની પાબંદી દૂર કરવાની નાપાક ફરજ પડશે. બોલે તો ડ્રગ્સ લિગલાઈઝ કરશે. કારણ કે ફાર્મા લોબીનું દબાણ સતત વધતું જાય છે. વળી સેમ ચાચુ એટલા કડકા થઈ ગયા છે કે ડ્રગ્સ ખિલાફ કાનૂની જંગ લડી ન શકે. એન્ટી નારકોટિક્સ ડિપાર્ટમેન્ટ પાછળ કરોડો ડોલર ખર્ચવાનું પરિણામ શુન્ય આવ્યું છે. સુરતે હાલ એવા છે કે ભવિષ્યમાં ખુદ અમરિકામાં અફીણની ખેતી બાકાયદા થાય. વિશ્વમાં અફીણના કુલ ઉત્પાદનના ૯૦ ટકા અફઘાનિસ્તાન ખાતે છે. અંકલ સેમને પોતાના સિવાય કોઈ ઈજારાશાહી ભોગવે તે કતઈ પસંદ નથી. વિશ્વના કરીબન ૮૦ ટકા ખનીજ તેલ પર ઈસ્લામિક મુલ્કોની ઈજારશાહી છે. અમરિકા એને ખતમ કરવાની ફિરાકમાં છે. આરબ વિશ્વમાં આંધી અમસ્તી નથી ઉઠી. ખુદ હઝરત ઓસામા બિન લાદેન અમરિકાનો ઉલ્લુ સીધો કરી રહ્યા છે! અલ કાયદાના નકશે કદમ તાલીબાન બી અફીણની ખેતીના જરીયે પાકિસ્તાનમાં ઈન્કલાબના બી વાવી રહ્યું છે. જંગમાં ઈમાનને તડકે મુકવાથી મળતી ફતેહ પણ પરાજય છે. મગર મૌલાના મસુદને કોણ કહે કે આપનું મોઢું ગંધાય છે? આગે અફીણ અને અશ્વબલ બીચના ગહેરા સબંધનો ખાસ જીક્ર કરવામાં આવ્યો છે. એમાં ગલતફહેમી ન થાય તે માટે જાહેર સપસટા - અફીણ યુક્ત યુનાની નુસ્ખાનો પ્રયોગ કરવાથી તમારા વાહનનો હોર્સ પાવર (અશ્વબલ) વધતો નથી. છેલ્લે આભારદર્શન. આગે ડ્રગ્સના નામરૂપ જૂજવાંનો કૌંસમાં જીક્ર થયો છે. એમાં ‘વગેરે’ને નશાકારક દ્રવ્ય ન સમજવા બદલ શુક્રિયા!
- સિરાઝ શીશાવાલા

 

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved