Last Update : 18-April-2012, Wednesday

 

સહજ થવામાં ખતરો છે...

ઓફબીટ - અંકિત ત્રિવેદી

વાતની શરુઆત માટે કેટલાક વાક્યો વારંવાર બોલાતા હોય છે એનો જવાબ આપણને ખબર હોય છે છતાં આપણને એવા પ્રશ્નો પૂછવાની મઝા આવે છે. જેવા કે... ‘કેમ છો ?’, શું ચાલે છે, આજકાલ ?, ઘણા દિવસો પછી મળ્યા નહીં ?, ક્યાં ખોવાઈ ગયા છો ? વગેરે વગેરે સવાલો કારણ વગર જ પૂછાતા હોય છે. દરેક માણસમાં એક વ્હેમ જીવતો હોય છે. આ વ્હેમને પંપાળવાનો પણ એક નશો છે જે પાછળથી આદત બની જાય છે અને એ જ પછી એના દુઃખનું કારણ બને છે.
સંબંધો ટેપરેકોર્ડર જેવા છે જે તે સમયે એની ખરીદી વખતે આઘુનિકમાં આઘુનિક લેવાનો પ્રયત્ન કર્યો હોય તો પણ થોડાંક મહિનામાં જ એનું ‘અપડેટ વર્ઝન’ આવે જ છે. સલામતી અને સાતત્ય બહુ જ ઓછામાં જોવા મળે છે. કેટલાક સંબંધો પણ ટેપરેકોર્ડરની જેમ રીવાઇન્ડના બટનને પંપાળ્યા કરે, કેટલાક ફાસ્ટ ફોવર્ડના સંબંધો હોય અને કેટલાક ‘પૉઝ’નું બટન દબાવીને રાખેલા સંબંધો હોય. ફરક એટલો જ છે ટેપરેકોર્ડરમાં ગીત વાગે, સંબંધો ક્યારે ‘વાગે’ એ નક્કી નથી કરી શકાતું. તમે જેને સહજતા ગણો છો એને સામેવાળો દંભ ગણ છે એમાં વાંક સ્પષ્ટતાનો આવે છે. કશું જ કહેવાનું ન હોય અને વાત થતી રહે એમાં સંબંધનું ગૌરવ છે આ બઘું જીવાતા જીવનમાં કામ આવે ખરું પણ વાંચીને સમજાય એના કરતા જીવીને વંચાય તો કેવી મઝા પડે ?
મૌનની વાત શબ્દોમાં કરવી પડે છે એનો કંટાળો કોઈને આવતો નથી. પોતાના નસકોરા સાંભળી શકતી ઊંઘ જેવા અધકચરા થઈને જીવીએ છીએ આપણે. ચશ્મા છે એટલે આંખો પણ છે એવું લાગે છે. બોલવું છે જુદું અને વિષય જુદો રાખીએ છીએ. ‘કહીં પે તીર કહીં પે નિશાના’- એ કહેવત આમ સાચી પણ આપણું નિશાન નક્કી જ હતું, તીરની દિશા લોકોની સમજફેર માટે હતી. આપણે એકબીજાને સમય પ્રમાણે વાપરીએ છીએ. આકાશમાં આભલું ચોંટાડવાથી સૂર્યમુખી સૂરજ માનીને છેતરાય જ નહીં. સમયનો પણ એક સમય હોય છે. વારંવાર મળીને ખોખલાપણું વહેંચનારાઓની બજારમાં કમી નથી એવા લોકોને કારણે જ ‘બજાર’ અસ્તિત્વમાં આવ્યું છે. ખાબોચિયાનો ખાડો માટી ચૂવાને કારણે જ મોટો થાય તો એ ખાબોચિયું જ બને ! તળાવ કે સરોવર દૂરની વાત છે.
સામેવાળાને માન આપવું એ આપણો ગુનો નથી પણ સામેવાળો આપણને અવારનવાર ‘મને માન આપવાનું છે’- એવું કરાવે ત્યારે એની પડતીની કુંડળીના ગ્રહો આપણી આંખો વાંચી શકતી હોય છે. એને શુભેચ્છાઓ જ આપવાની હોય આપણે આપણી ગતિને માન આપવાનું. બીજો આપણું એનાલિસીસ કરે ત્યારે એના અંગત અભિપ્રાયો, ગમા-અણગમા જોડાતા હોય છે. આપણે જ આપણી જાત-તપાસ કરીએ તો આપણા પગથિયા અને પગલા બંનેનો ખ્યાલ આવશે છેતરીને સંત બનવું એના કરતા છેતરાઈને માણસ બનવાનું ઘણું અઘરું છે. લેબલો મારવાનું કામ દુનિયાનું છે આપણું કામ આપણા તરફના રસ્તાને શોધતા આગળ વધવાનું છે.
બહુ નાની નાની વાતોમાં રસ પડે છે આપણને... પણ એ બધી જ બાબતો બીજાની હોય છે. ઘણા દોષ આપણો સ્વભાવ સાંભળી શકે છે આપણા સ્વભાવને સાંભળવાના કાન આપણા જ અવાજના ઘોંઘાટમાં ખોવાઈ ગયા છે. મન અને હૃદય વચ્ચે ઝઘડો નથી આપણી અંદર જ સદીઓથી જીવે છે એ. આપણે જ એને જુદા કર્યા છે. એકને જ્યાં ફાવે છે બીજો ત્યાં ફવડાવે છે. બંને સહૃદય ગોઠિયા છે. આપણે મીઠા ઝઘડાનું ભીનું સંકેલવાના બહાને બંનેના ખુણા જુદા કર્યા દુનિયા અને આપણને અલગ કર્યા. મૃત્યુ સમયે બંને કેવા એક થઈ જાય છે પછી મૌનની વાત મોનને જ કહેવાતી રહે છે. કાન વગર પણ સંભળાતું રહે છે સવાર ત્યાંની ત્યાં જ છે, રાત ત્યાંની ત્યાં જ છે, સૂરજ ત્યાં ને ત્યાં જ છે, ચાંદો, તારા, ઝરણા, ફૂલો બધા જ પોતાની જગ્યા પર છે. ફરે છે ધરતી... ફરે છે આપણા વિચારો... ફરે છે જે ન ફરવું જોઈએ તે પરિણામે સમજણનો ઉદય થાય છે સમજણ આથમે છે ત્યારે સંબંધની ઉંમરને કાટ લાગે છે.
જાતને ત્રાજવે તોળ્યા પછી બીજાને પોતાનું વજન બતાવવાની હોડ ચાલે છે. વાતો સાંભળીને મોબાઇલ ‘જીવતો’ થઈ જાય તો પહેલું કામ આત્મહત્યા કરવાનું જ કરે કે બીજું કંઈ ? અરીસાને ચહેરો નથી હોતો પણ અરીસામાં ચહેરાઓ હોય છે આપણામાં ચહેરાઓ હોય છે પણ અરીસાની ખોટ પડી છે.
ઓન ધ બીટ
આપણે તો આકાશને ખેડવું છે
આ તારાઓ સરખા નથી વવાયા.
- પ્રિયકાન્ત મણિયાર

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved