Last Update : 18-April-2012, Wednesday

 

લોકવિચાર

 

રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષો ચેતે
તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામે દેશને એક મોટો આંચકો આપ્યો. પ્રાદેશિક પક્ષોના કાર્યકર્તાઓનો લોકો સાથેનો રહેતો જીવંત સંપર્ક ચૂંટણીમાં જીત અપાવી શકે છે તે ઉત્તર પ્રદેશ અને પંજાબની ચૂંટણીમાં જોવા મળ્યું. રાષ્ટ્રીય કક્ષાના પક્ષોએ બોધપાઠ લેવા જેવો છે.
રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષોની કંગાળ હાલત થવાના મૂળ કારણમાં તેઓના આંતરિક ઝઘડા તો ખરા જ પણ સાથે પક્ષોમાં નીતિરીતિમાં લોકશાહી પઘ્ધતિનો અભાવ પણ રહેલો છે. પક્ષમાં હોદ્દેદારોની નિમણુક લોકશાહી ઢબે કરવામાં આવતી નથી. કેટલીક વખતે અણગમતા બહારના નેતા કાર્યકરોના માથે થોપી દેવામાં આવતા હોય છે. ટોચના નેતાઓ, ગામના સરપંચથી માંડીને રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ કોને બનાવવા તેના આદેશો આપતાં હોય છે. પરંતુ પાયાના કાર્યકરો, જેમને જે તે વિસ્તારની પ્રજાની મુશ્કેલી હલ કરવાના કામોની જાણકારી હોય છે તેમની આલા કમાન્ડ દ્વારા સતત અવગણના કરાતી હોય છે. જેથી ચૂંટણીમાં ઘૂમ પૈસા વેરાતા હોવા છતાં તેઓનું ગણિત ઊંઘું પડે છે. જો રાષ્ટ્રીય પક્ષોનું આવું જ વલણ રહ્યું તો ૨૦૧૪માં આવતી લોકસભાની ચૂંટણીમાં પણ આવી જ અથવા બદતર દશા થવાની.
(સુરત) - મણિભાઇ યુ. પટેલ

ચૂંટણી પંચ કડક બને
કેન્દ્ર સરકારના કાનૂનમંત્રી જ કાયદાના ફડિયાં કરી નાંખે છે તેવે સમયે કાનૂનના પાલનની જવાબદારીની અપેક્ષા કોની પાસે રાખવી? લોકશાહીમાં નિમ્નસ્તરના શાસકોથી પ્રજા કંટાળી ગઇ છે. ચૂંટણી એટલે માત્ર પૈસા- દારૂની બોટલ અને લોભ- લાલચ આવું પ્રજાના મનમાં ઠસાવી દેવામાં આવ્યું છે.
મતદારો કદી ૧૦૦ ટકા મતદાન કરતા નથી એટલે લોકશાહીમાં સાચી પ્રજાકીય પરિપકવતા દેખાતી નથી. ચૂંટણી વખતે વાવાઝોડાની જેમ વરસી જતા રાજકીય પક્ષોની ઊલટ તપાસ લેવાની ક્ષમતા પ્રજા પાસે રહી નથી. આચાર સંહિતાના ભંગ બદલ પગલાં લેવાની વાત તો ઘણી જ દૂરની છે. હજુ તે કક્ષાએ પહોંચી શકાયું નથી. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષો પર ‘‘વોચ ડોગ’’ તરીકે કામ કરે તેવા પ્રજાકીય- સ્વૈચ્છિક સંગઠનો પણ બહુ સક્રિય નથી. વાસ્તવમાં ચૂંટણી ઝુંબેશ વખતે કોણ- કોને કેવી રીતે વચનો આપે છે તેની પર દેખરેખ રાખવાની જવાબદારી ખુદ પ્રજાની છે એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે. ચૂંટણી પંચને વઘુ સત્તા મળે તો કમસે કમ થોડો ફરક પડે તેવું લાગે છે.
ઉત્તર પ્રદેશમાં હાલમાં જે કંઇ બન્યું છે તેવું અન્ય પ્રદેશોમાં બને તો શું થાય? એક જ રાષ્ટ્રમાં બે ત્રાજવા તોલા ન હોવા જોઇએ. કારણ કે કાયદો દરેકને સમાન રીતે લાગુ પડવો જોઇએ. ચૂંટણી પંચ જો કોઇ ભેદભાવ દાખવશે કે નમતું જોખશે તો તેના પરિણામ ભવિષ્યમાં અતિ ખરાબ સંભવી શકે છે.
(સુરત) - જી.એન. જરીવાલા

 

એસ.ટી. બસોને પ્રાંતિજ ડેપોમાં સ્ટેન્ડ આપો
પ્રાંતિજ હાઇવે ઉપરથી રોજના સોથી વઘુ એક્સપ્રેસ બસો હાઇવે પર અવરજવર કરે છે.
નવું બસ સ્ટેશન હાઇવેથી અડધો કિ.મી. બજારની તરફ છે, નવા બસ ડેપોમાં બાયપાસ જતી એસ.ટી. બસો આવતી ન હોવાથી અમદાવાદ, વડોદરા, સુરત તથા અંબાજી, શામળાજી, રાજસ્થાન જવા માટે મુસાફરોને અડધો કિ.મીટર ચાલીને હાઇવે પર આવવું પડે છે. જેથી બાયપાસ જતી બસોને ફરજિયાત પ્રાંતિજના નવા બસસ્ટેશનમાં સ્ટોપ આપવા પ્રાંતિજ તાલુકાના પ્રજાજનોની માગણી છે.
(વાઘપુર) - જિતેન્દ્રસંિહ આર. રાઠોડ

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved