Last Update : 18-April-2012, Wednesday

 

મીઠા વિનાની દાળ તેમ ઝઘડા વિના મોળો સંસાર

જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ

- પત્નીય નવા જમાનાની સ્વતંત્ર મિજાજની હોય તો પતિને ય એનાં વાક્બાણ ઝીલવાની તૈયારી રાખવી જ પડે

 

‘સાચું કહો છો ? એવું કદી ના બને. તમે લગ્ન પછી ક્યારેય ઝઘડ્યા નથી ?’
મારા એક નિકટના સ્નેહીએ જ્યારે લગ્ન અને દંપતીની જીવનની વાત કરતાં કહ્યું કે લગ્ન પછી અમે ક્યારેય ઝઘડ્યા નથી ત્યારે આશ્ચર્યથી મેં એને ઉપરનો સવાલ કર્યો.
બહુ નવાઈની વાત કહેવાય. કશાય ઝઘડા વિના સંસારમાં જીવવાનું હોય, ક્યારેય વર વહુ ઝઘડતાં જ ના હોય તો લગ્નનો અર્થ શો ? સંસાર તો અલૂણો હોવો જોઈએ. રસોઈમાં જેમ ચપટી મીઠું રસોઈને અલૂણી બનાવે છે તેમ લગ્નજીવનમાંય ચપટી, મતલબ કે નાનો નાનો ય ઝઘડો થવો જોઈએ. ઝઘડો કર્યા વિના મોળું મોળું જીવન ખૂટે કેવી રીતે ?
મને પોતાને સ્નીહીની વાતથી બહુ નવાઈ લાગી. મારે કેટલાય મિત્રો, સ્નેહીઓ અને વડીલો છે. પણ ક્યારેક ને ક્યારેક તો એ ઝઘડ્યા જ હોય છે. ઝઘડો કરવા માટે સંસારમાં એક પાત્ર તો હોવું જોઈએ. પતિ ઝઘડાખોર હોય તો ઝઘડો ઝીલવા માટે પત્નીનું પાત્ર ના હોય તો એ ઝઘડો કોની સાથે ભીંત સાથે કરે ?
પત્ની ય નવા જમાનાની સ્વતંત્ર મિજાજની હોય તો પતિને ય એનાં વાક્બાણ ઝીલવાની તૈયારી રાખવી જ પડે.
ઝઘડો એ ઘરઘર કી કહાની છે. એકવાર એક મિત્ર દંપતીને ત્યાં હું ગયેલો. બંને ઝઘડતાં હતાં. મને જોઈને જરા સંકોચાઈ ગયા. મેં મજાકમાં પૂછ્‌યું ઃ ‘શેનો ઝઘડો છે ?’
‘ના રે, કશો ય નહિ.’ પત્નીએ કહ્યું. પણ વાતવાતમાં કહે ઃ ‘ઝઘડાનું આ તમારા ભાઈબંધ જ ઉપાસન કરે છે. મને ઝઘડો કરવો ગમતો નજ નથી.’ એટલે મિત્ર કહે ઃ ‘ઉપાસન હું નહિ, તું કરે છે. પરણીને તું આવી ત્યારથી ઝઘડો કરતી આવી છે.’
‘તમે, તમે ઝઘડાખોર છો.’
‘હું નહિ, તું...’
મને થયું કે વળી પાછું તૂતૂ મૈં મૈં શરૂ થઈ જશે. એટલે મેં કહ્યું ‘ઝઘડો થવા જેવું લાગે તો એક જણે બહાર આંટો મારી આવવો.’
મિત્ર કહે ઃ ‘એવું હોય તો મારે બહાર આંટા જ માર્યા કરવા પડે.’
પત્ની કહે ઃ ‘રહેવા દો. ઝઘડો થાય તો મારે તો પિયર જવા માટે બેગ તૈયાર કરવી પડે.’
બંને જણા ઝઘડા માટે એક બીજા પર દોષારોપણ કરતાં હતાં. કેટલાંક દંપતી મેં એવાં જોયાં છે કે ઝઘડો ના કરે તો તેમને ખાવાનું ના પચે. નજીવી વાતમાં ય ઝઘડી પડે. શાકમાં મીઠું નાખવાનું રહી ગયું હોય, અથવા રસોઈ જરા મોડી થઈ હોય તોય એ ઝઘડાનું નિમિત્ત બને.
કેટલાકને ઝઘડા માટે કારણની જરૂર જ પડતી નથી. કોઈ ઝઘડો કરનાર ના મળે તો ભીંત સાથેય ઝઘડે એવા ય સંસારમાં મળી આવે. તેમનો ઝઘડો ઘરની ચાર દિવાલોમાં સીમીત ના રહે. બહાર સુધી એનાં આંદોલનો ફેલાય.
એક દંપતી વચ્ચે તો માત્ર ઝઘડો જીભ સુધી મર્યાદિત ન રહેતાં હાથ સુધી પહોંચતો હતો. મારા એક આધેડની જરા મોટા વડીલ એકવાર કહેતા હતા. ‘પરણો નહિ તો દુઃખ, પણ પરણીને વધારે દુઃખ’
‘એવું કેમ કરો છો ?’
‘જો મારા કપાળ પર...’
એમના કપાળ પર ઢીમણું હતું. મને કહે ઃ ‘મહિનામાં ત્રણ વેલણ બજારમાંથી મારે જ લાવવા પડે છે એ મારા લગ્ન જીવનની ટ્રેજેડી છે.’
‘તમે ચૂપચાપ વેઠી લ્યો છો ?’
‘ત્યારે હું બાવો બની જાઉં ?’ એ વડીલ ચિડાઈને બોલ્યા.
‘પરણ્યા છીએ તો પીડા વેઠવી પડે.’ એમણે થોડીવારે કહ્યું.
મને એટલે જ પેલા મિત્રે જ્યારે વાત કરી કે અમે બે કદી ય ઝઘડ્યા જ નથી ત્યારે આશ્ચર્ય થયું.
મને કહે ઃ ‘અમે શેને માટે ઝઘડીએ ? ઝઘડવાનું કોઈ કારણ તો હોવું જોઈએ ને ?’
‘કેમ, દાળમાં મીઠું વધારે પડી જાય તો...’ મેં ઉલટ તપાસ કરી.
‘તો હું કહું કે આજે તેં દાળ ડબલ કરી હોત તો સ્વાદિષ્ટ થઈ જાત.’
મિત્ર પત્ની કહે ઃ ‘એ જરાય ઝઘડ્યા જ નથી. શું કરું ? કોને કહું ? નથી સાસુ, સસરા કે છોકરાં. હું એમને અચાનક જ કહું કે આજે સાંજે પીક્ચર જોવા જવું છે.’
એ તરત કહે ઃ ‘ફાઈન. હું એ જ વિચાર કરતો હતો કે બહુ દિવસથી પીક્ચર જોયું નથી... તો જોવા જઈએ. તેં તો મારો જ વિચાર પકડી લીધો.’
‘પણ સાંજે રસોઈનો ટાઈમ નહિ મળે...’
‘એમ જ હોય ને ! સિનેમા જોવા જઈએ ત્યારે બહાર જ જમી લેવાનું હોય ને ?’
મેં કહ્યું ઃ ‘તમે તો બંને ભલા દંપતી છો. ઝગડા વિના ટાઈમ કેમ પાસ થાય ? સંસારમાં ઝઘડા વિના જીવીએ તો સંસારને કાટ ચડી જાય. પ્રેમ માત્ર શાંત જ રહેતો હોય, લીલ બગડે. ઝઘડો ક્યારેય પણ થાય તો પ્રેમ તેજસ્વી બને.’
વાસણ પણ ઝાંખા પડે તો એને ચકચકિત રાખવા માટે ઉપાય કરવા પડે છે. દામ્પત્ય કલહ વિના સંસારમાં પ્રેમનો કલશોર થાય નહિ. દંપતી મારીસલાહ પર હસી પડ્યા.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved