Last Update : 18-April-2012, Wednesday

 

વડાપ્રધાન રાષ્ટ્રપતિ બનવા વિચારે...
‘તુલસી’ ખીલે છે ઃ તમામ મુદ્દે વિગતવાર માહિતી

ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

 

મોટા ભાગના ફિલ્મ અને ટેલિવિઝન સ્ટાર સંસદમાં પ્રવેશ મેળવે છે પણ મોં બંધ રાખીને ફરતા હોય છે, કોઈ સળગતા મુદ્દે પણ તેમને બહુ માહિતી નથી હોતી. દેશને લગતા મુખ્ય પ્રશ્નો અંગે તેમને બહુ ઓછી ખબર હોય છે કે આ અંગે કોઈ આઈડિયા નથી હોતો. બંને મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપના સ્ટાર સાંસદો રાજકીય બાબતોથી પણ સાવ અજાણ હોય છે.
પરંતુ ટેલિવિઝનની લોકપ્રિય વહુ સ્મૃતિ ઈરાની માટે એવું નથી. તે ‘તુલસી’ વહુ તરીકે હજુ જાણીતી છે. ભાજપના આ સાંસદ વર્તમાન ઘટનાઓની માહિતીઓનો સારો અભ્યાસ કરે છે. પ્રજાને લગતા સળગતા પ્રશ્નોની ચર્ચા તણ સારી રીતે કરી શકે છે. ઘટનાઓની વિગતો અને તેને આંકડાઓ સાથે રજૂકરવાની તેમની ક્ષમતા જોઈને ભાજપના નેતાઓ પણ પ્રભાવિત થયા છે. હવે સ્મૃતિ ઈરાનીને પક્ષના પ્રવકતા તરીકે અપગ્રેડ કરવાનું નક્કી થઈ રહ્યું છે.
ટીવી કાર્યક્રમોમાં રાષ્ટ્રીય મુદ્દે થતી ચર્ચામાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પક્ષના નેતાઓને ચિત્ત કર્યા છે એમ નથી પણ તેમના પક્ષના લોકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. તે ટીવી પર દલીલો પર દલીલો કરી શકે છે અને જુના ભુલાઈ ગયેલા નિવેદનોનો ઉલ્લેખ કરીને સામાવાળાને પરાસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે.
ભાજપના રાજ્યસભાના સભ્ય તરીકે ‘તુલસી’ ખીલી રહી છે તેમાં શંકાને સ્થાન નથી.
અફવાઓનું નગર
રાજધાની દિલ્હીમાં રોજ એક નવી અફવા ચગતી હોય છે. ઘણીવાર ‘નો સ્મોક વીધાઉટ ફાયર’ જેવી સ્થિતિ પણ ઊભી થાય છે. રાજકીય અને સમાચાર માઘ્યમોના વર્તુળમાં ચાલતી લેટેસ્ટ બે અફવાનો અહીં ઉલ્લેખ કર્યો છે.
એક અફવા લગ્ન સંબંધો પરની છે. એક યુગલને એવું થયું કે આપણા બે વચ્ચેની વધતી તંગ સ્થિતિ જોતા હવે લગ્ન બચે એમ નથી. પતિએ તેની પત્નીના રાજકીય કનેકશનોના જોરે સમૃદ્ધિ મેળવી હતી. અહેવાલો વહેતા થયા હતા કે તેણે જાહેરમાં સ્વીકાર્યું કે તેનો બિઝનેસ રાજકીય મહત્વકાંક્ષાના કારણે ડામાડોળ થયો છે. આ પતિ ગુરગાંવમાં રહે છે કે દુબાઈમાં રહે છે તેની તો ખબર નથી પણ કંઈક રંધાઈ રહ્યું છે તે નક્કી છે. આ પતિ કોણ અને પત્ની કોણ તે અંગે અફવા ચાલે છ, અટકળો ચાલી રહી છે.
બીજી અફવા રાજકીય પક્ષના એક પ્રવકતાને કેન્દ્રમાં રાખીને ચાલી રહી છે. એક પ્રૌઢ રાજકારણીના સેકસ્યુઅલ સંબંધો અંગેની સીડી બહાર રહી છે. હવે આ સીડી કાયદેસર છે કે છેડછાડ કરેલી છે તે અંગે ચર્ચા ચાલે છે. સીડી નહીં તે અંગે પ્રતિભાવો ફરી રહ્યા છે પરંતુ ચોક્કસ વર્તુળોમાં ફરતી આ સીડી રાજકીય અને કાયદાના લોકો વચ્ચે કાનફૂસીનું કેન્દ્ર બની છે.
- તો વઘુ ત્રણ વર્ષ સત્તા
એક એનઆરઆઈ બિઝનેસમેનને વડાપ્રધાન મનમોહન સંિહ સાથે લાંબા સમયથી સંબંધો હતા. તાજેતરમાં તે દિલ્હી આવ્યા ત્યારે સંબંધો તાજા કરવા વડાપ્રધાનને મળવા ગયા હતા. આ બંને એ શું ચર્ચા કરી હશે ?? તમે શું માનો છો ?? સ્વભાવિક છે કે તેમણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગે ચર્ચા કરી હશે. એનઆરઆઈ બિઝનેસમેને કદાચ મનમોહન સંિહને એવું સૂચન કર્યું હશે કે તેમણે તેમનો રોલ હવે શીફ્‌ટ કરવો જોઈએ અર્થાત્‌ વડાપ્રધાનથી રાષ્ટ્રપતિની દિશામાં જવું જોઈએ.
તેમના વીઆઈપી મિત્રની વાત મનમોહન સંિહ ઘ્યાનથી સાંભળતા હતા. ૨૦૧૪માં લોકસભાની ટર્મ પુરી થાય છે અને ચૂંટણી પછી તે ફરી વડાપ્રધાન થશે કે કેમ તે નક્કી નથી. તેથી તેમણે રાષ્ટ્રપતિપદ માટે વિચારવું જોઈએ. જો મનમોહન સંિહ એણ કરે તો નિશ્ચિત પણે ૨૦૧૭ સુધી સર્વોચ્ચ હોદ્દા પર રહી શકે. એટલે કે વઘુ ત્રણ વર્ષ ઉચ્ચ સત્તા ભોગવી શકે. (જ્યારથી મનમોહન સંિહ વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેમના ફાળે ભાગ્યે જ મહત્વના કામ આવે છે તેતી હોદ્દો બદલાવાથી તેમને વાંધો નહીં આવે.)
મનમોહન સંિહ શું ઈચ્છે છે એ તો આગામી અઠવાડિયાઓમાં રાષ્ટ્રપતિપદ માટે નોમીનેશન ભરાશે ત્યારે ખબર પડશે; પરંતુ સર્વોચ્ચ સત્તા પર રહેવાનો આઈડિયા ખોટો પણ નથી !!
યુઝ એન્ડ થ્રો...
રાજકારણીઓ સમય આવે જુના સંબંધો તોડી નાખતા હોય છે. રાજ્યસભામાં ભાજપના ડેપ્યુટી લીડર એસ. એસ. અહલુવાલીઆને રાજ્યસભામાં ચાન્સ ના મળતાં તેમણે ભાજપના નેતાઓ અંગે એલફેલ બોલવાનું શરૂ કરી દીઘું છે. તેઓ રાજ્યસભામાં પાંચમીવાર નોમીનેશન મેળવવામાં નિષ્ફળ જતાં છંછેડાયા છે. હવે તેઓ ભાજપના ટોપના નેતાઓને ટાર્ગેટ બનાવીને કહે છે કે મારો ઉપયોગ કરીને પક્ષે મને ફેંકી દીધો છે. અહલુવાલીયા એમ માનતા લાગે છે કે માત્ર રાજ્યસભાના સંસદ બનીને જ પક્ષની સેવા થઈ શકે છે !!

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved