Last Update : 18-April-2012, Wednesday

 

‘મૂંગી બકરી’ જેવો હેન્ડપેક્‌ડ હસબન્ડ તો જેના પ્રબળત્‌ ગ્રહયોગો હોય એવી નસીબવંતી નારીને જ મળે...’

રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ

 

‘આ તારો વિચારપૂર્વકનો નિર્ણય છે, સંગિની ?’
‘હા, મેં પૂરો વિચાર કરી લીધો છે, સંજોગ !’ ને પગ પછાડીને મોઢાનો તોબડો ચઢાવીને, આંખોના ડોળા ત્રાંસા કરીને ચહેરા ઉપર ટોપલા બંધ નફરતના ભાવ પાથરીને સંગિની તરડાતા -મરડાતા અવાજે બોલી ઃ ‘જાણુ છું સંજોગ, કે તને કદાચ નહિ ગમે પણ કયાં સુધી વેંઢારવો મારે તારાં માવતરનો બોજ ? એ બેય જણાં ઘરડાં થયાં, પણ એમની જીભ કયાં ઘરડી થઈ છે ? કાન પાકી ગયા છે મારા, તારી માની કચકચ સાંભળીને. મારે પણ પ્રાઇવસી જોઈએ છે. અરે એમના કારણે તો હું મારી પ્રિય સખીઓને ઘેર બોલાવીને પાર્ટી પણ આપી શકતી નથી. મારા ઘેર એકાદ સખી આવે તો તારી મમ્મી જીભ ઉછળકુદ કરવા લાગી જાય છે. પૂછશે ઃ ‘કોણ હતી ?’ ‘કેમ આવી’તી’ ? પરણેલી છે કે રાંડેલી છે ?.. ગળામાં મંગલસૂત્ર કે કપાળમાં ચાલ્લો ન હતો, એટલે રાંડેલી જ લાગે છે. સાચી વાત છે ને, વહુ ?’ બસ, આવા ફાલતું અને બકવાસ પ્રશ્નોની ઝડી વરસાવી દેશે. આવી પંચાત મારાથી કેમ સહન થાય ? ને તારા પપ્પા-’
‘શું છે મારા પપ્પા નું ?’
‘એ ડોસાને તો પીરસેલું મૂંગા મૂંગા ખાતાં કીડીઓ ચટકા ભરે છે. તીખું બનાવું તો કહેશે એસીડીટી થાય છે. મોળું બનાવુ તો કહેશે ઃ સાવ ફિકુકં લાગે છે. રોટલી કડક બનાવું તો કહેશે ઃ ચવાતું નથી. પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ. હું ત્રાસી ગઇ છું, સંજોગ આઇ એમ ટાયર્ડ ! જો સંજોગ, સાંભળી લે મારી વાત. હું હવે તારા ડોસા-ડોસી સાથે રહેવા તૈયાર નથી. હવે તો મારે અંતિમવાદી જ બનવું પડશે.’
‘પણ તારે કરવું છે શું ?’
‘છુટકારો, સંજોગ, મારે છુટકારો જોઈએ છે. મારે મુકિતની જરૂર છે.. છતાંય બઘું તારા પર નિર્ભર છે. હું તને વિકલ્પ આપું છુ. આઈધર ધીસ ઓર ધેટ ? સારું તો તારું. કાં તો તારા ડોસા ડોસીને વૃઘ્ધાશ્રમમાં મૂકી આવ, કાં તો મને અને મારા દીકરાને મારે પિયર જવા દે.’
આ વિકલ્પ નથી, સંગિની, આ તો રીતસર ધમકી છે..’ બોલી ઉઠયો સંજોગ. આમ તો તે પત્નીનો પડયો બોલ ઝીલનારો હતો, પણ આજે વળી આટલી દલીલ એ કરી શકયો.
‘ધમકી ગણે તો ધમકી, પણ હું મારા નિર્ણયમાં અફર અને અડગ છું. બોલ, તૈયાર છે તારા મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે ? કે પછી મારાં બિસ્તરા પોટલાં બાંધવા માંડું.’
- અને ત્યાં જ બારણા બહારથી દીકરા- વહુનો સંવાદ સાંભળી રહેલા જીવણકાકા અંદર પ્રવેશ્યા ને બોલ્યા ઃ ‘દીકરા સંજોગ ! શું કામ મૂંઝાય છે ? વહુ સાચું તો કહે છે.. ખરેખર અમે વૃઘ્ધાશ્રમમાં જવા તૈયાર છીએ. અમારું સ્થાન તો ત્યાં જ હોય, બેટા. તું તારા મનને ભારે ન કર.. કારણ કે આ તો અમારા કર્મોનું ફળ છે.
‘કર્મોનું ફળ એટલે, પપ્પા ?’
- બોલી ઊઠયો સંજોગ.
‘દીકરા, બઘુંજ કર્મના કાયદા મુજબ જ થાય છે. કોઈ પણ કરેલું કર્મ પાકી જાય છે ત્યારે એનું ફળ આપ્યા વગર શાંત થતું નથી. બેટા. દીકરા મારા, વહુનો તો અમારે લાખ લાખ વાર આભાર માનવો જોઈએ. કેમ કે એણે તો માત્ર વૃઘ્ધાશ્રમમાં જવાની જ સજા કરી છે. ને એ કંઈ ભારે સજા ન કહેવાય. બાકી તું તો જાણે જ છે કે તું નાનો હતો છતાંય તને જો યાદ હોય તો તારી મમ્મીએ મારી વિધવા માને જે ત્રાસ આપ્યો છે, તેની સામે આ સજા તો કંઇ વિસાતમાં નથી. મારી માને ખાવા નહોતી આપતી. ગરમ સાણસીના ડામ દેતી હતી તારી મા. હું લાચાર બનીને જોયા કરતો મારી માની આંખોમાંથી વહેતી અવિરત અશ્રુધારાઓને મેં જોઈ છે.. બસ, આ એ જ કર્મનું ફળ છે, બેટા.’
- સંજોગ મૌન બની ગયો. પાંચ જણનો નાનકડો પરિવાર, સંજોગ, કાજલ, પુત્ર અને મા-બાપ. પણ કેડેથી વાંકા વળી ગયેલાં, શરીર પર સફેદી ચોપડેલાં, કરચલીવાળા મોઢાવાળાં ને કાયમ ખાટલા તોડતાં વૃઘ્ધ માવતર સંગિનીની આંખમાં કાચની કણીની જેમ ખૂંચે છે. એ વાત જાણતો હતો સંજોગ. આ જ મા-બાપે બચપનમાં અનરાધાર લાડ લડાવ્યાં છે પોતાને વહાલની વાવડી સમી માવડીને વૃઘ્ધાશ્રમમાં મૂકતાં શેં જીવ ચાલે ? ઘરડા બાપને ઘરડાઘરનું દ્વાર દેખાડતાં જીવ શેં ચાલે ?
પણ લાચાર હતો સંજોગ.
પત્નીનો પડયો બોલ ઝીલતો હતો સંજોગ.
પત્ની કહે તેટલું જ કરવાનું કોઇ પણ કામ કરવું હોય તો પત્નીને પૂછવાનું ઃ ‘સંગિની, આ તને ગમશે ?’ ઘરમાં લાકડાનું ટેબલ લાવવું હોય તો ય પત્નીને પૂછવાનું ઃ ‘સંગિની, તને કેવું ટેબલ ગમે સંજોગ’ પત્નીને પૂછયા વિના પગલું ભરે એ બીજા. આ સંજોગ નહિ. રૂપાળી અને જુવાન બૈરીની સામે ન બોલવામાં જ તે નવગુણ સમજતો.
પણ સંગિની આજે એકાએક આવી વાત કરશે તેની તેને નહોતી ખબર. આજે તે આવો વિકલ્પ મૂકી દેશે તેની એને ન હોતી ખબર. વિચારમાં પડી ગયો હતો સંજોગ. ભીતરમાં ભારે મુંઝવણ અનુભવતો હતો તે. છતાં લાચાર હતો.. માબાપને તો વૃઘ્ધાશ્રમમાં શેં મૂકાય ? તો પત્ની પોતાને છોડીને ચાલી જાય, એ પણ શેં જીરવાય ? બન્યો બનાવેલો માળો જ વંિખાઈ જાય. પત્ની વિનાની સ્થિતિની કલ્પના કરતાં ય તે ઘૂ્રજી ઊઠતો હતો.
ત્યાંજ જ જીવણકાકા દીકરાની મૂંઝવણને પારખી જઇને બોલ્યા ઃ ‘એમાં વિચાર શો કરે છે, બેટા. ઝટ હા ભણી દે. અમને અમારા કર્મનું ફળ ભોગવવા દે. વહુ બેટા તું સાચી છે. અમને વૃઘ્ધાશ્રમમાં મૂકી આવો. ચાલો.. અમે ત્યાં ખુશ, તમે અહીં ખુશ.. બરાબર ?’
દીકરાનું મૌન.
બાપની સંમતિ
ને સંગિનીનીનો હઠાગ્રહ.
સંજોગનું મૌન સંમતિમાં ખપી ગયું.. વિવશ, લાચાર, દુઃખી અને કપાતા કાળજાવાળા દીકરાએ વૃઘ્ધ માબાપને વૃઘ્ધાશ્રમમાં મૂકી આવવાં પડયાં.
પત્થરની મૂરત જેવો બની ગયો દીકરો.
માવતર વિના એના ચહેરાનું તેજ વિલાઈ ગયું.
હાસ્ય ખોવાઈ ગયું.
જાણે એનો જીવન રસ જ ઉડી ગયો. જીવતો હતો પણ જેમ તેમ જીવ ચોંટાડીને તે કશું કામ કરતો નહોતો. માવતરની યાદ એને સદૈવ સતાવ્યા કરતી. જીવતો જાગતો મામસ જડ પથ્થર બની ગયો. જંિદગીનાં રસને કસ ઉડી ગયા.
ચાર-ચાર મહિના વીતી ગયા આ ઘટના પર થઇને. એ દિવસે ઘરમાં સંગિનીનું ફેશનેબલ સખીવૃંદ એકઠું થયું હતું. સૌ એનાં વખાણ કરતાં હતાં ઃ ‘સંગિની, રીયલી યૂ આર બોલ્ડ.. આખરે તેં તારા સાસુ-સસરાને કાઢયાં ખરાં. ડોસા-ડોસલીને ઘરડા ઘરભેળા કરી નાખ્યાં. થ્રી ચીયર્સ ફોર સંગિની.’
કીટ્ટી પાર્ટીનો આનંદ ઉછાળા મારતો હતો. કોઇ કહેતું ઃ ‘સંગિની, મને પણ શિખવાડને કે વૃઘ્ધ ડોસલાંનો નિકાલ કેવી રીતે કરવો ?’
‘ઘરમાંથી જૂનાં પૂતળાં તેં કાઢયાં શી રીતે ?’
‘મારે ય ઘરમાં ડોસા-ડોસી છે !’
‘તો એક કામ કર.’
‘શું ?’
‘સાવ સરળ છે !’
‘પણ શું ?’
‘આ સંગિનીને તારી ગુરુ બનાવી દે.
જાત જાતની વાતો થતી હતી. નાસ્તો ને ચા-પાણી આઇસ્ક્રીમ ને કોલ્ડ ડ્રીંકસ.. કોઇ ફિલ્મી ગીત ગાતું હતું, કોઇ નૃત્ય કરતું હતું. સંગિની આજે ખૂબ ખુશ હતી. કેટલા દિવસે સખીવૃંદ ઘેર આવ્યું હતું. કેટલા સમય પછી કીટ્ટી પાર્ટીનું આયોજન તે કરી શકી હતી.
‘સંગિની’
‘શું ?’
‘યૂ આર ગ્રેટ !’
‘કઇ બાબતમાં ?’
‘તારા પતિને મૂંગી બકરી બનાવી દેવા બદલ !’
‘હાસ્તો ? હેન્ડપેકડ હસબંડ કંઇ બધાના નસીબમાં નથી હોતા. એ તો જેના પ્રબળ પાવરફૂલ ગ્રહયોગો હોય એવી નસીબવંતી નારીને જ મળે !’
‘સંગિની ફાવી ગઈ છે !’
‘એનો વર એ કહે તેટલું જ પાણી પીવે છે. ચૂં... પણ કરતો નથી. વાહ, સંગિની વાહ !’
‘યૂ આર સો લકી !’
‘સંગિની કે નામ પર સબ તાલી બજાઓ.’
તાળીઓથી ઘર ગૂંજી ઉઠયું. ખાઓ.. પીવો.. નાચો અને જલસા કરો.. ! વિધ્નો હટી ગયાં છે હસબન્ડ છે, પણ એણે હસવાનું બંધ કરી દીઘું છે. સંગિની કહે તો જ એણે હસવાનું. .ઝુમી રહ્યાં હતાં સહુ.. પણ ત્યાં જ ફોનની ઘંટડી બજી ઉઠી... દોડી ગઈ સંગિની.. સંગિની એ રીસીવર ઉઠાવ્યું.. કોણ ? એમ પૂછતાંજ સામેથી તેની મમ્મીનો રડમસ અવાજ ગૂંજી રહ્યો ઃ ‘બેટી ! અહીં અમારા ઉપર તો દુઃખના ડુંગરા તૂટી પડયાં છે.. અત્યારે તો ઉચાળા ભરવાનો વારો આવ્યો છે, બેટી !’
(વઘુ આવતા અંકે)

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved