Last Update : 18-April-2012, Wednesday

 

આદર્શ સંબંધોની સુરક્ષિતતા અકબંધ રાખવા શી સાવચેતી રાખવી જોઈએ ?

ગુફતેગો - ડૉ ચંદ્રકાન્ત મહેતા

 

- સંબંધને ન્યાયને ત્રાજવે તોળવાનો પ્રયત્ન એ સંબંધનું અપમાન છે. પ્રેમ અને ક્ષમા જ સંબંધને વિશુદ્ધ બનાવનારી ‘‘રિફાઈનરીઓ’’ છે.

 

આદર્શ સંબંધોની સુરક્ષિતતા અકબંધ રાખવા શી સાવચેતી રાખવી જોઈએ ?
* પ્રશ્નકર્તા ઃ રક્ષિત વૉરા ‘ક્ષિતિજ’ વાઘેશ્વરીની પોળ, રાયપુર ચકલા, અમદાવાદ-૧
જો સંબંધ આદર્શ જ હોય તો એને અકબંધ અને સુરક્ષિત રાખવા માટે તમારે સાવચેતી રાખવાની જરૂર નહીં પડે, કારણ કે સંબંધનો અર્થ જ છે ‘સારી રીતે બંધાવું’ એટલે તૂટે તે આદર્શ સંબંધ નહીં અને જે સંબંધ તકલાદી હોય એને માટે દુઃખી થવાની જરૂર નથી!
કોઈ પણ સંબંધ ઉતાવળે બાંધવો ન જોઈએ અને ઉતાવળે તોડવો પણ ન જોઈએ. સંબંધની સમયની સરાણ પર કસોટી થવા દેવી જોઈએ અને જે સંબંધ નીવડેલો હોય તેની આન અને શાન જાળવવામાં ‘ગણતરીબાજ’ ન બનવું જોઈએ. સાચો સંબંધ ‘પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં’ એવી ચિરંજિવિતાથી વિભૂષિત હોય છે. સંબંધોને પાંચ પ્રકારમાં વહેંચી શકાય.
૧. તકવાદી સંબંધ ૨. તકલાદી સબંધ ૩. સ્વાર્થી સંબંધ ૪. પરમાર્થી સંબંધ ૫. નીવડેલો (નિસ્વાર્થી) સંબંધ.
તકવાદી સંબંધો ‘લાભ’ લેવા માટે બંધાતા હોય છે. જેવી મોસમ તેવો સંબંધ. આવા સંબંધોમાં વાવણીને ઓછું અને લણવાની પ્રવૃત્તિનું વિશેષ મહત્વ હોય છે. તકવાદી સંબંધોમાં ખુશામત, વાણીની મઘુરતા, દંભ, અને પ્રદર્શન પ્રિયતાનો ભરપૂર ઉપયોગ થતો હોય છે. આવા સંબંધો અલ્પજીવી હોય છે. તકનો લાભ લેવા જ બંધાતા હોય છે તેમાં લાગણી ઓછી અને આડંબર વઘુ જોવા મળે છે.
તકલાદી સંબંધોનો પાયો જ નિર્બળ હોય છે. એમાં ત્યાગ, સમર્પણ, સહિષ્ણુતા, સંવાદિતાનું સ્થાન ગૌણ હોય છે. નભે ત્યાં સુધી સંબંધ નિભાવવાની ખોરી દાનત હોય છે. આવા સંબંધમાં વાંધા-વચકા, વાંકદેખાપણું, ક્ષુક ગણતરીઓ, અસહિષ્ણુતા, વગેરે કેન્દ્ર સ્થાને હોય છે એટલે એવા સંબંધને ભ્રામક સંબંધ જ કહી શકાય. તકલાદી સંબંધો તોડનાર એવો સંબંધ તૂટ્યાનું બન્ને પક્ષ દુઃખ હોતું નથી. સ્વાર્થી સંબંધો કોઈ ખાસ હેતુ, ઉદ્દેશ, ગણતરી કે સ્વાર્થસિદ્ધિ માટે બંધાતા હોય છે. એમાં સંબંધ ગૌણ અને સ્વાર્થ મુખ્ય હોય છે. એવા સંબંધોમાં બન્ને પક્ષો એકબીજાના દુર્ગુણો, મર્યાદાઓ દોષો કે થોડીઘણી બેવફાઈ પણ એટલા માટે સહન કરી લેતા હોય છે કે તેવા સંબંધો લણવા માટે બંધાયા હોય છે. બન્ને પક્ષે સંબંધનો ઉપયોગ કશુંક વસૂલ કરી લેવા માટે હોય છે. રાજકારણમાં આ પ્રકારના સંબંધોની બોલબાલા હોય છે. આવા સંબંધોને ‘ખતરનાક’ સંબંધોની શ્રેણીમાં મુકી શકાય. સ્વાર્થી સંબંધોમાં ‘પ્રેમ’ જેવી પવિત્ર ભાવનાનો પણ સ્વાર્થસિદ્ધિ માટે દુરૂપયોગ થાય છે.
પરમાર્થી સંબંધો પવિત્ર સંબંધોની શ્રેણીમાં આવે છે. એમાં અન્યને ઉપયોગી થવાની, ભલું કરવાની કે સંબંધી કે પરિચિતને ઉગારવાની ભાવનાનું મહત્વ હોય છે. એમાં કર્યાનો બદલો લેવાની વૃત્તિ હોતી નથી, ભારોભાર સૌજન્ય હોય છે. સાચા સંતો આવો પરમાર્થી સંબંધ રાખતા હોય છે.
નીવડેલો સંબંધ એ સ્વાર્થમુક્ત હોય છે. તેમાં લેવાની ભાવનાને બદલે આપવાની ભાવના હોય છે. સંબંધની શાનને મહત્વ હોવાને કારણે નીવડેલો સંબંધ શ્રઘ્ધાસ્પદ અને વિશ્વાસપાત્ર હોય છે. પોતે ખુવાર થઈને પણ સંબંધીને બચાવવાની કે મદદરૂપ થવાની તૈયારી નીવડેલા સંબંધમાં હોય છે. શ્રીરામ અને હનુમાન તેમજ અર્જુન અને કૃષ્ણના સંબંધો આ પ્રકારના નીવડેલા સંબંધો છે. બે પ્રેમીઓ વચ્ચે પણ આવો નીવડેલો સંબંધ હોઈ શકે. નીવડેલા સંબંધો સો ટચના સુવર્ણ જેવા સંબંધો હોય છે. દામ્પત્યમાં પણ આવા નીવડેલા સંબંધો ગૌરવવંતા હોય છે. નીવડેલા સંબંધમાં ઘસાઈને ઉજળા થવાની ઉદાત્તતા હોય છે. એટલે ત્યાગ, સમર્પણ, બલિદાન, શ્રઘ્ધા, વિશ્વાસ, સહિષ્ણુતા, સમાનુકૂલનનું ખૂબ જ મહત્વ હોય છે.
સંબંધને શુદ્ધ અને ચિરંજીવી રાખવો હોય તો એને અપેક્ષાઓથી મુક્ત રાખવો એ પ્રથમ શરત છે. ગણતરીઓ, અપેક્ષાઓ અને સ્વાર્થવૃત્તિ સંબંધને દૂષિત કરી તેના મૂળમાં ઘા કરે છે.
ક્રોધ કે ગુસ્સો માણસને અવિચારી બનાવે છે. આદર્શ સંબંધી પોતાના પ્રિય સંબંધી પર ગુસ્સો કરતો નથી, એની નંિદા કરતો નથી, એના દુર્ગુણો જોતો નથી, એના ગુણોનાં વખાણ કરે છે અને સહિષ્ણુ બની, ક્ષમાભાવ અપનાવી સંબંધીની ક્ષતિઓને પણ ઘ્યાનમાં લેતો નથી. અતિ નિકટતા સંબંધમાં તિરાડ ઉભી થવાની શક્યતા જન્માવે છે. એટલે સંબંધને આદર્શોન્મુખ બનાવવો હોય તો તેને સ્વાભાવિક રીતે જ વિકસવા દેવો જોઈએ અને તેનું સમજદારીપૂર્વક પોષણ કરવું જરૂરી છે. સંબંધનું શોષણ એ મહાપાપ છે. એને કારણે સંબંધમાં રસ-કસ રહેતાં નથી. સંબંધ ભ્રષ્ટતાથી મુક્ત રહે એ પણ આવશ્યક છે. સંબંધીને મદદરૂપ થવું એક વાત છે પણ ‘નાણાકીય વ્યવહારો’ને સંબંધમાં અતિ મહત્વ આપવું એ સંબંધો તૂટવાની, ગેર સમજો સર્જાવાની, આપેલો વાયદો નહીં પળાવાની સ્થિતિ કે શક્યતાઓ સર્જે છે તેથી બને ત્યાં સુધી આર્થિક લેવડ-દેવડથી અલિપ્ત રહેવું શ્રેયસ્કર છે.
સાચા સંબંધમાં રિસામણાં કે એક તરફી મૂલ્યાંકનને સ્થાન નથી. આદર્શ સંબંધ એ નિખાલસતાથી મહેકતો સંબંધ છે. એમાં સમજણ અને સહિષ્ણુતા તથા સંબંધીના અલગ મતને પણ આદર આપવાની કે સહેવાની ભાવના હોય છે. એટલે સંબંધને આદર્શ અને સુરક્ષિત રાખવા માટે નિખાલસ સંવાદ, પ્રામાણિક ચોખવટ, કે ગેરસમજ દૂર કરવાની અને સત્ય સ્વીકારવાની પહેલનું સ્થાન મહત્વનું છે. પારિવારિક સંબંધોમાં પણ ‘અતિ નિકટતા’ને બદલે વિવેકની ‘લક્ષ્મણરેખા’ સ્વીકારવી જોઈએ. આદર્શ સંબંધમાં શંકા, વહેમ અને જુઠાણાનો આશરો લેવામાં આવે તો તેવો સંબંધ આદર્શ ન રહેતાં તકલાદી બની જાય છે. એટલે માફ કરીને, જતુ કરીને, નમતું જોખીને પણ નીવડેલા સંબંધને તૂટતો બચાવી લેવો એ જ શાણપણનો માર્ગ છે. આદર્શ સંબંધમાં ભરતી કે ઓટને સ્થાન હોતું જ નથી. એમાં પ્રેમનો પ્રવાહ એક સરખો, સમાન ગતિથી વહેતો રહે છે. સ્વાર્થ સંબંધને બંધીઆર બનાવે છે, નિસ્વાર્થતા એને ઝરણાની જેમ વહેવાની મોકળાશ કરી આપે છે.
સંબંધમાં અહંકાર ભળે એટલે સંબંધના પાયા હચમચી જાય. આદર્શ સંબંધમાં ‘હું’ ને બદલે ‘આપણે’ને મહત્વ અપાય છે. આદર્શ સંબંધમાં વિનમ્રતા, આત્મીયતા, સહજ આદર, ઉષ્મા અને સ્વયંભૂ ઉમળકો હોય છે. એમાં ઔપચારિકતા કે દેખાવને લેશ માત્ર સ્થાન હોતું નથી! જેને જોઈને હૈયું હરખાય, જેના સ્મરણ માત્રથી અંતઃકરણ ભીંજાય અને જેને માટે સર્વસ્વનું બલિદાન આપતાં મન લગીરેય સંકોચ ન રાખે, એનું નામ આદર્શ સંબંધ. એવો સંબંધી જેને મળે એને રૂપીઆમાં ન ગણી કે મૂલવી શકાય એવી લોટરી લાગી છે એમ માની લેવું. સાચા સંબંધમાં ન છળ હોય ન પ્રપંચ કે ન હોય કશી જબર્જસ્તી. સાચા સંબંધમાં કસોટી કે પરીક્ષાને સ્થાન નથી. સંબંધને ન્યાયને ત્રાજવે તોળવાનો પ્રયત્ન એ સંબંધનું અપમાન છે. પ્રેમ અને ક્ષમા જ સંબંધને વિશુદ્ધ બનાવનારી ‘રિફાઈનરીઓ’ છે.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved