Last Update : 18-April-2012, Wednesday

 

ટીએમટીના બાંધકામમાં ભારત- ચીન હાથ મિલાવે છે
ખગોળ ક્ષેત્રે ભારત- ચીનનો હનુમાન કૂદકો

ડિસ્કવરી- ડો. વિહારી છાયા

- ખગોળનો અભ્યાસ તો આપણો વારસો છે તેવી જ રીતે ચીનની પ્રજાનો પણ વારસો છે
- અમેરિકાના હવાઈ ટાપુ પર આવેલા મૌનાકીઆ જ્વાળામુખી પર્વતની ટોચ પર એક અબજ ડોલરના ખર્ચે બંધાનારા થર્ટીમીટર ટેલીસ્કોપ (ટીએમટી)ના બાંઘકામમાં ભારત- ચીન ભાગીદાર થયા છે. ખગોળના અભ્યાસક્રમમાં તેમણે હનુમાન કૂદકો માર્યો તેમ કહેવાય. આ બાંધકામ ૨૦૧૮માં પૂરું થનાર છે.

- વર્ષનો મોટો ભાગ ખુલ્લા રહેતા રાત્રિના આકાશની ફળિયામાં ઢોલિયામાં સૂતા સૂતા આ દેશના નાના- મોટા સહુ પ્રાચીન કાળથી આકાશદર્શન કરતા આવ્યા છે

 

ભારત અને ચીન ખગોળમાં હાથ મિલાવે છે તે સમાચાર માથુ ખંજવાળતા કરી મૂકે તેવા છે. આમ તો ખગોળ ભારતનો વારસો છે. કૃષ્ણલાલ શ્રીઘરાણીએ ક્યાંક લખ્યાનું યાદ છે કે આ દેશનું આકાશ વર્ષના દશ મહિના ખુલ્લું રહે છે અને આ ખુલ્લા આકાશમાં ફળિયામાં કે અગાશીમાં સૂતા સૂતા આ દેશના નાના- મોટા સહુ કોઈ રાત્રિના આકાશનું દર્શન કરતા આવ્યા છે તેથી પ્રાચીનકાળથી ખગોળનો અભ્યાસ લોકો કરતા આવ્યા છે. આપણી જેમ ચીનના લોકોને ખગોળનો વારસો મળ્યો છે. ભારત અને ચીને હવે દુનિયાના બીજા સૌથી મોટા ટેલિસ્કોપના બાંધકામમાં હાથ મિલાવ્યા છે. આ ટેલિસ્કોપ પ્રકાશીય ટેલિસ્કોપ છે.
ટેલિસ્કોપ ઘણા પ્રકારના હોય છે પ્રકાશીય, રેડિયો, અધોરક્ત, પારજાંબલી, ક્ષ-કિરણ ટેલિસ્કોપો વગેરે વિવિધ પ્રકારના ટેલિસ્કોપો હોય છે. ખગોળીય પંિડોમાંથી જે વિકીરણ આવે છે તે વીજચુંબકીય વિકીરણ છે. વીજ ચુંબકીય વિકીરણના ઘટકોમાં ગેમા કિરણો, ક્ષ-કિરણો પારજાંબલી પ્રકાશ, દ્રશ્ય પ્રકાશ, અધોરક્ત પ્રકાશ, માઇક્રોવેવ અને રેડિયો તરંગો છે તે પૈકી માત્ર દ્રશ્ય પ્રકાશને જ આંખ પારખી શકે છે આપણી આંખમાં તે પ્રતિબંિબ ઉપસાવે છે. પરંતુ બાકીના વિકીરણોને ઝીલવા અને તેની મદદથી પ્રતિબંિબ મેળવવા વિશિષ્ટ ઉપકરણો હોય છે.
પ્રકાશીય ટેલિસ્કોપ બે પ્રકારના હોય છે. રિફ્રેક્ટરીંગ ટેલિસ્કોપ એટલે કે વક્રીભવન દૂરબીન અને બીજું રિફ્‌લેક્ટીંગ ટેલિસ્કોપ એટલે પરાવર્તક દૂરબીન છે. પહેલા પ્રકારના ટેલિસ્કોપનો સિદ્ધાંત નેધરલેન્ડના ચશ્મા બનાવનારે શોઘ્યો હતો ૧૬૦૯માં ગેલિલિયોએ ખગોળીય પંિડોને જોવા માટે પોતે બનાવેલી ટેલિસ્કોપથી ગુરૂના ચાર ચંદ્રો શોધી કાઢ્‌યા હતા. આજે તો ગુરૂના ૬૪ ચંદ્રો શોઘ્યા છે પરંતુ બીજા પ્રકારના પ્રકાશીય ટેલિસ્કોપ પ્રચલિત છે. રિફ્‌લેક્ટીંગ ટેલિસ્કોપ યાને કે પરાવર્તક દૂરબીન એક અંદર તરફ વક્રાકાર પરાવર્તક સપાટી એટલે કે ‘દર્પણ’ હોય છે તેના પર ખગોળપંિડ પરથી આવતો પ્રકાશ સંપાત થાય છે અને પરાવર્તક પામી એક સ્થાને કેન્દ્રિત થાય છે તે સ્થાનને ફોક્સ કહે છે. ખગોળીય પંિડ ઝાંખો પ્રકાશ પરાવર્તક સપાટી પર પથરાતો હોય છે પરંતુ ફોક્સ પર તે ભેગો થઈ તેજસ્વી પ્રતિબંિબ રચે છે. કેટલાક તારાઓમાંથી આવતો પ્રકાશ એટલો ઝાંખો હોય છે કે તારા નરી આંખે દેખાતા નથી પરંતુ તેનો પ્રકાશ પરાવર્તક સપાટી ઘણી મોટી હોય છે જેમ સપાટી મોટી તેમ તે વધારે પ્રકાશ ઝીલે છે અને અત્યંત ઝાંખા અને અત્યંત દૂરના તારાનું પ્રતિબંિબ મેળવી શકે છે. આજના ટેલિસ્કોપ પણ તોતંિગ હોય છે. તેના સંચાલન માટે યાંત્રિક રચનાઓ હોય છે. એક ડોમ એટલે કે ગુંબજવાળા મકાનમાં તે ગોઠવેલ હોય છે તે ડોમને ભ્રમણ કરાવી શકાય છે. ડોમની સપાટી પર રહેલી અર્ધ વર્તુળાકાર ખાંચમાંથી આવતો પ્રકાશ ટેલિસ્કોપની પરાવર્તક સપાટી ઝીલી લે છે. તે તેનું મુખ્યદર્પણ છે. ત્યાંથી પ્રકાશ પરાવર્તન પામી ફોક્સ પર તેજસ્વી પ્રતિબંિબ રચે છે પરંતુ તે સીધેસીધો ફોક્સ પર પહોંચતો નથી પરંતુ તે પહેલાં બીજી અંદરતરફ વક્રાકાર ધરાવતી પરાવર્તક સપાટી પર પડે છે. તેને ગૌણ દર્પણ કહે છે ગૌણ દર્પણ અધવચ્ચેથી જ પ્રકાશને પાયો પરાવર્તિત કરે છે. આ રીતે પરાવર્તિત થયેલા પ્રકાશના માર્ગમાં ત્રાંસી ગોઠવેલ સમતલ આરસી પર પરાવર્તન પામે છે. મુખ્યદર્પણના ફોક્સ જેટલું અંતર મુસાફરી કરીને બાજુમા કેન્દ્રિત થઈ પ્રતિબંિબ રચે છે તે પ્રતિનિધત્વને જોઈ શકાય છે. પરાવર્તક દૂરબીન એટલે કે ટીરૂલેકસ્ટીંગ ટેલિસ્કોપનો આ સામાન્ય સંરચના છે.
ભારત અને ચીને દુનિયાના મોટામાં મોટા ટેલિસ્કોપના બાંધકામ માટે હાથ મિલાવ્યા છે. તે થર્ટીમીટર ટેલિસ્કોપ (ટીએમટી)નો સિદ્ધાંત પણ આ જ છે.
ટીએમટીનું પ્રારંભમાં નામ કેલિફોર્નિયા એકસ્ટ્રીમલી લાર્જ ટેલિસ્કોપ હતું તેનું બાંધકામ ૧૯૯૦માં શરૂ થયેલ તેમાં ઘણા લોકોને રસ પડતા તેનું નામ ૨૦૦૩- ૨૦૦૪માં થર્ટી મીટર ટેલિસ્કોપ (ટીએમટી) રાખવામાં આવ્યું આમ થતાં અત્યંત ખર્ચાળ આ પ્રોજેક્ટના અમલ માટે ભાગીદારો મળવા લાગ્યા તેમાં કેનેડાનો વીલોટ નામનો પ્રોજેક્ટ અને જીએસએમટી જોડાયા.
ટીએમટી વેધશાળાનું મુખ્ય અંગ રિટ્‌ચે ક્રેટિન ટેલિસ્કોપ છે તેનું મુખ્યદર્પણ ૩૦ મીટર વ્યાસનું વિશાળ છે. આટલું મોટું દર્પણ બનાવવું મુશ્કેલ છે. તેથી તેના ૧.૪ મીટરના એવા ૪૯૨ નાના દર્પણોમાં ષટ્‌કોણ આકારના ભાગો બનાવવામાં આવ્યા છે. આ ભાગો જોડીને મુખ્ય દર્પણ બનાવવામાં આવેલ છે. પરંતુ તેમનું જોડાણ અત્યંત કુનેહઅને ઉંચી ટેકનોલોજી માંગ છે. તેમનં જોડાણ સંપૂર્ણ સંરેખણ (એલાઇન્મેન્ટ) ધરાવતું હોવું જોઈએ લેશમાત્ર ઉંચકનીચક ન હોવું જોઈએ. કોઈ એક ભાગની સ્થિતિ તેના પાડોશી ભાગોના સંદર્ભમાં જળવાઈ રહે તેવું નિયંત્રણ હોવું જોઈએ. ભલે ભાગો જોડીને આ વિરાટ દર્પણ બનાવવામાં આવ્યું હોય પણ તેનો દેખાવ અને કાર્ય એક આખું દર્પણ હોય તેવા હોવા જોઈએ.
ગૌણ દર્પણનો વ્યાસ ત્રણ મીટર છે એક સમતલ આરસી પ્રકાશના પથને મોટા પ્લેટફોર્મ પર ગયેલા વિજ્ઞાનના સાધનો પ્રતિ વાળશે.
ટેલિસ્કોપ કે એક ધારક (માઉન્ટ) ઉપર ગોઠવેલ છે આકાશના એક બંિદુ પરથી બીજા બંિદુ પર તારવવા અને તેને ધુમાવવામાં પાંચ મિનિટથી પણ ઓછો સમય લાગે છે.
અત્રે યાદ રહે કે વર્તુળને ૩૬૦ ભાગમાં વહેંચીએ તો દરેક ભાગ એક અંશ (ડિગ્રી) કહેવાય છે. દરેક અંશને ૬૦ ભાગમાં વહેંચીએ તો દરેક ભાગને એક મિનિટ કહે છે એક મિનિટને ૬૦ ભાગમાં વહેંચીએ તો દરેક ભાગને એક સેકન્ડ કહે છે. આમ અંશ, મિનિટ, સેકન્ડ, વર્તુળની ચાપનામાપ છે તેને ચાપ અંશ (આર્કડિગ્રી), ચાપ મિનિટ (આર્ક મિનિટ) ચાપ સેકન્ડ (ચાર્ક સેકન્ડ) કહે છે.
ઉપરોક્ત કિસ્સામાં ટેલિસ્કોપનું દ્રષ્ટિ ક્ષેત્ર ૨૦ ચાપ મિનિટ જેટલા શ્વાસનું વર્તુળ હોય છે. વળી ટેલિસ્કોપને એક બંિદુથી બીજા બંિદુ સુધી તારવવા અને ધુમાવવામાં પાંચ મિનિટ લાગે છે પરંતુ તેની ચોકસાઈ બે ચાપ સેકન્ડ હોય છે. એક વખત ખગોળીય પંિડ પર ટેલિસ્કપ તાકે પછી ટેલિસ્કોપ તેના ગતિ પથને કેટલીક મિલિ ચાપ સેકન્ડની ચોકસાઈથી માપશે તેનો અર્થ એ થયો કે એક અંશના ૩૬૦૦મા ભાગથી ચાપના એક હજારમા ભાગ જેટલો પથ તે ખગોળીય પંિડ કાપે તો પણ ટેલિસ્કોપ તેના પર તકાયેલું રહેશે.
આ થર્ટીમીટર ટેલિસ્કોપનું વજન ૨૦૦૦ ટન હશે આટલું તોતીંગ વજન કેટલી ચોકસાઈથી ખસતું હશે તે ટેકનોલોજીની કમાલ સૂચવે છે.
વળી તેમાં જે પ્રતિબંિબ રચાય તેમાં વાતાવરણમાં સર્જાતા વમળોની અસર ન થાય તેવી એક સેકન્ડમાં અનેક વખત વિરૂપણીતય આરસીઓની એક પેડ હોય છે આ ઉપરાંત પ્રતિબંિબ વિવર્તન નામની ઘટનાને લીધે સ્હેજ ફેલાય ન જાય તેવી વ્યવસ્થા હોય છે. આ બાબત તે હબલ સ્પેસ ટેલિસ્કોપ કરતા ૧૫ ગણું વધારે સારુ છે.
એસોસિયેશન ઓફ યુનિવર્સિટીઝ ફોર રીસર્ચ ઇન એસ્ટ્રોનોમી (એયુઆરએ- ઓરા)ના સહયોગમાં ટીએમટી પ્રોજેક્ટની સ્થાપના માટે જુદા જુદા પાંચ સ્થાનોનું વર્ષો સુધી મૂલ્યાંકન કરવામાં આવ્યું તે પૈકી ટીએમટી ઓબ્ઝર્વેટરી કોર્પોરેશન ઓફ ડાયરેક્ટરે બે સ્થાનો પસંદ કર્યા એક ચીલીના અટાકામા રણમાં અને બીજું અમેરિકાના હવાઈ ટાપુ પર એમ બે સ્થળો પર પસંદગી ઉતારી. તે પૈકી જુલાઈ ૨૧, ૨૦૦૯ના રોજ ટીએમટી બોર્ડે હવાઈ ટાપુ પરના મૌનાકીઆ પર મહોર મારી આ નિર્ણય વૈજ્ઞાનિક, નાણાંકીય અને રાજકીય દ્રષ્ટિએ સૌથી યોગ્ય છે. અલબત્ત કેટલાક ્‌સ્થાનિક રહીશોએ આ પ્રોજેક્ટની પર્યાવરણમાં થનારી વિપરીત અસરના કારણે વિરોધ કર્યો છે વળી તે હવાઈની ધાર્મિક માન્યતાને અપવિત્ર રહેશે તેના કારણે વિરોધ થઈ રહ્યો છે.
ટીએમટી ઓબ્ઝર્વેટરી કોર્પોરેશનના ભાગીદારોમાં એસોસીએશન ઓફ કેનેડીયન યુનિવર્સિટીઝ ફોર રીસર્ચ ઇન એસ્ટ્રોનોમી, કેલિફોર્નિયા ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઉપરાંત ૨૦૦૮માં નેશનલ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી ઓફ જાપાન, ૨૦૦૯માં નેશનલ એસ્ટ્રોનોમીકલ ઓબ્ઝર્વેટરી ઓફ ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સીઝ અને ૨૦૧૦માં ઇન્ડિયન એસ્ટ્રોનોમી રીસર્ચ ઇન્સ્ટીટયૂટનું કન્સોર્ટિયમ જોડાયેલ, ભારતની જે સંસ્થાઓ જોડાયેલ છે તેના નામ ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ એસ્ટ્રોનોમીક્સ બેગાલુરૂ, ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફીઝીક્સ, પુના, આર્યભટ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયંસીઝ, નૈનિતાલ છે ચીન અને ભારત ઓબ્ઝર્વર્સ તરીકે જોડાયેલ છે. તે પૂર્ણ ભાગીદારીનું પહેલું પગલું છે.
ટીએમટીની ડિઝાઇન અને ડેવલપમેન્ટનો કાર્યક્રમ આઠ કરોડ ડોલરના ખર્ચે ૨૦૧૨માં પૂરો કરવાનું આયોજન છે. તે પછી તુરત જ બાંધકામ શરુ થશે અને આરંભિક વૈજ્ઞાનિક સંશોધન ૨૦૧૮માં શરુ થશે.
આમ આ પ્રોજેક્ટમાં ચીન અને ભારતે કૂદકો માર્યો છે. ચીન અને ભારતે તેમાં ભાગીદાર બનવા સહી કરી દીધી છે. મૌનાકીઆના જ્વાળામુખી પર્વતની ટોચ પર બંધાનારા આ ટેલિસ્કોપ પાછળનો ખર્ચ એક અબજ ડોલરથી વધી જવાનો છે. ચીન અને ભારતના ખગોળ સંશોધનમાં એક મોટો કૂદકો છે ભારતનું મોટામાં મોટું ટેલિસ્કોપ એ મીટર વ્યાસના દર્પણનું છે અને ચાર મીટરનું તે બાંધી રહેલ છે. ચાર મીટરથી ત્રીસ મીટરનો કૂદકો ખગોળ સંશોધન ક્ષેત્રે વિરાટ કૂદકો ગણી શકાય વળી તેની ભાગીદારી આપણે ટેલિસ્કોપ બાંધકામ માટે નિર્ણાયક ટેકનોલોજીન જાણકારી આપશે તેને ઘરઆંગણે ૧૦ મીટર વ્યાસનું ટેલિસ્કોપ બાંધવામાં મદદરૂપ થશે.
ભારત ટીએમટીના બાંધકામના ખર્ચના ૧૦ ટકા આપશે તે પૈકી ૭૦ ટકા સાધનો, ભાગો, પૂર્જાઓ રૂપે આપનાર છે ચીનનું પણ તેવું જ છે.
સમુદ્રની સપાટીથી ૪૦૫૦ મીટર ઉંચાઈએ તે સ્થપાનાર છે. અગાઉ જણાવ્યા મુજબ તેના મુખ્ય દર્પણનો વ્યાસ ૩૦ મીટર એટલે કે ૯૮ ફૂટ છે. ખગોળ પંિડમાંથી આવતા કિરણોને ઝીલવાનો વિસ્તાર ૬૫૫ ચોરસમીટર છે. જેે કિરણો ઝીલીને તેનું પ્રતિબંિબ મેળવનાર છે તેની તરંગ લંબાઈ મઘ્ય અધોરક્ત પ્રકાશથી માંડી દ્રશ્યપ્રકાશ સુધીની છે. આંકડામાં કહીએ તો તેની તરંગલંબાઈ ૦.૩૧ માઇક્રોમીટરથી ૨૮ માઇક્રોમીટર છે. (એક માઇક્રોમીટર એટલે મીટરનો દશ લાખમો ભાગ થાય. તરંગલંબાઈ એટલે તરંગની બે ક્રમિક ટોચ વચ્ચેનું અંતર થાય.)
ટીએમટી પાસે શું અપેક્ષા છે ? તેવો પ્રશ્ન થાય છે.
ડાર્ક એનર્જી, ડાર્કમેટર અને મૂળભૂત કણોના સ્ટાન્ડર્ડ મોડેલનો અભ્યાસ કરશે એવું સૈદ્ધાંતિક રીતે પણ જાણવા મળેલ છે. આ બ્રહ્માંડમાં જે દ્રવ્ય અને ઉર્જા છે તેના માત્ર ચાર ટકા જ સામાન્ય હોય છે જે આપણે જાણીએ છીએ. તે ઉપરાંત ૨૩ ટકા અદ્રશ્ય દ્રવ્ય (ડાર્ક મેટર) છે ડાર્કમેટર અને ડાર્ક એનર્જી પારખી શકાયા નથી. એવું તારણ છે કે ડાર્ક એનર્જીના કારણે આ બ્રહ્માંડ વઘુ અને વઘુ ઝડપે વિસ્તાર પામી રહ્યું છે અને પોતાના અંત ભણી જઈ રહ્યું છે.
મૂળભૂત કણોના સ્ટાન્ડર્ડ મોડેલ પ્રમાણે આ બ્રહ્માંડનું તમામ દ્રવ્ય બાદ મૂળભૂત કણો અને બાર બળરણોનું બનેલું છે. એક રણ જે હિગ્ઝ બ્રોઝોન કહે છે તેની તલાશ ચાલુ છે. આ મોડેલની ચકાસણી કરવા ટીએમટી અવલોકનો લેશે.
આ બ્રહ્માંડની ઉત્પત્તિ પછી જે પ્રથમ તારાઓ અને તારાવિશ્વો ઉત્પન્ન થયા હતા. તેની લાક્ષણિકતા જાણવી. બ્રહ્માંડમાં પુનઃ અવતરણનો યુગ ક્યારે જતો રહ્યો તેની લાક્ષણિકતા જાણવી. છેલ્લા તેર અબજ વર્ષોમાં તારાવિશ્વોનું ગઠન અને ઉત્ક્રાંતિ વિશે જાણ્યું.
અત્યંત દળદાર (સુપર પાસીવ) બ્લેકહોલ અને તારાવિશ્વો વચ્ચેનું જોડાણ પણ જણાયું. તારાવિશ્વોનું વિચ્છેદન કરી એક કરોડ પાર્સેક (એક પાસ્ક બરાબર ૩.૨૫૮ પ્રકાશવર્ષ થાય) ઉંડાણ સુધી તારાથી તારાને છૂટા પાણી જાણકારી મેળવવી.
ગ્રહો અને તારાઓની રચના પાછળના ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કરવો. બાહ્યગ્રહોની શોધ અને તેમની લાક્ષણિકતા જાણવી.
કુઇ પર બેલ્ટના પંિડોની સપાટીનું રસાયણ વિજ્ઞાન જાણવું સૂર્યની ગ્રહમાળાના છેલ્લા ગ્રહને પસ્પૂનને પેલે પાર યોજેલા બર્ફીલા નાના- મોટા પીંડોનો એક પટ્ટો આપેલ છે. જેમનો આવર્તન સમય ૨૦૦ વર્ષથી ઓછો છે. તેવા ઘૂમકેતઓ કુઇપર બેલ્ટમાં આવે છે. પ્લુટો પણ કઇપર બેલ્ટનો સભ્ય છે.
સૌર મંડળના ગ્રહોના વાતાવરણ રસાયણવિજ્ઞાન અને હવામાનની જાણકારી મેળવવી.
સૌર મંડળનો પાર આવેલા બાહ્યગ્રહો પર જીવનની તલાશ કરવી.
આમ ટીએમટી ખગોળ વિષેના આપણા જ્ઞાનમા અનેકગણો વધારો કરશે. તે પૈકી ઘણી બાબતોમાં ભારતના ખગોળ વિજ્ઞાનીઓ અને ચીનના ખગોળવિજ્ઞાનીઓન રસ છે.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved