Last Update : 18-April-2012, Wednesday

 

સાબરમતીના પટમાં આઠ વર્ષ પહેલાની અંધારી રાત્રે ખૂની ખેલ ભજવાઈ ગયો...!!

ક્રાઇમવોચ - જયદેવ પટેલ

- સાબરકાંઠા તથા મહેસાણા જીલ્લાને વિભાજીત કરતા
- દારૂડીયા પતિથી તંગ આવીને પત્નીએ તેના પ્રેમીની મદદથી પતિનું કાસળ કઢાવી નાંખ્યું કોર્ટે પત્ની સહિત પાંચને જન્મટીપ ફટકારી

સન ૨૦૦૪ના આખરી ડીસેમ્બર માસની પ્રથમ રાત્રીના અંધકારભર્યા માહૌલ વચ્ચે રહસ્યમય હત્યાનો આ બનાવ બન્યો હતો. સાબરકાંઠા જીલ્લાના ઈડર તથા મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાને વિભાજીત કરીને મંદ ગતિએ વહી જતી સાબરમતી નદીના કિનારે ખુદ પત્નીએ જ કાવતરુ ઘડીને તેના પતિનું કાસળ કાઢી નાંખ્યું હતું. ‘પતિ-પત્ની તથા વો’ એમ ત્રણ પાત્રો વચ્ચેના વિખવાદને આખરી અંજામ આપવાનું આ કાવતરું આજથી આઠ વર્ષ પૂર્વે પાર પાડવામાં આવ્યું હતું તેની કહાણી અત્રે પ્રસ્તુત કરી છે.
સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાની છેવાડે સરહદ ઉપર ચોડપ ગામ આવેલ છે. ગામથી દૂરના સીમાડે સાબરમતી નદી પસાર થાય છે. તા. ૧લી ડીસેમ્બર ૨૦૦૪ની રાત વીતી ગઇ. બીજા દિવસની પરોઢના આગમન સાથે નદીના કિનારે રેતીના ઢગલામાં કોઇ અજાણ્યા આદમીની લાશ પડી હોવાની વાત આંધીની જેમ ફરી વળી ત્યારે ગામલોકોમાં દોડધામ મચી ગઇ હતી. થોડીક ક્ષણોમાં તો ગામલોકોનું ટોળું નદી કિનારે ખડકાઇ ગયું હતું. ઈડર પોલીસ મથકના તત્કાલીન સબ ઈન્સ્પેકટર રમેશ મેકવાન પણ પોલીસ ટીમ સાથે નદી કિનારે દોડી આવ્યા હતા. લાશની ઓળખ મેળવવા પોલીસે કોશિશ કરી હતી. પરંતુ તેમાં નિષ્ફળતા સાંપડી હતી. આથી લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રવાના કરીને ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૭૪ હેઠળ પ્રારંભિક તપાસ શરૂ કરી હતી. સરહદ ઉપરના ગામના લોકો તરેહ તરેહના તર્ક વિતર્ક વ્યક્ત કરતાં છેવટે ઘરભેગા થઇ ગયા હતા.
બીજી બાજુ અજાણ્યા પુરૂષની લાશનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબોની ટીમે આખરે પોલીસને પી.એમ. રીપોર્ટ સુપ્રત કર્યો હતો. જેમાં અજાણ્યા મૃતક ઉપર લોખંડની વજનદાર વસ્તુ તથા ચાકુથી પ્રહાર કરીને તેની હત્યા કરવામાં આવી હોવાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેના આધારે ઈડર પોલીસ મથકમાં ઈ.પી.કો. કલમ ૩૦૨-૨૦૧ હેઠળ ગુનો દાખલ કરીને તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો હતો. દિવસો પસાર થઇ જવા છતાં મરનારના નામઠામની કે પછી તેના હત્યારાની માહિતી પ્રાપ્ત થઇ ન હતી. આથી આ ગુનાની તપાસ સ્થાનિક ગુના શોધક શાખા (એલ.સી.બી.)ને સુપ્રત કરવામાં આવી હતી.
અમદાવાદ શહેર પોલીસમાં હાલ મદદનીશ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલ શ્રી એમ.સી. પટેલ ત્યારે એલ.સી.બી.ના ઈન્સ્પેકટર હતા. આથી તેઓએ તેમની ટીમ સાથે ગૂનાનો ભેદ ઉકેલવાની કવાયત શરૂ કરી હતી. સહુપ્રથમ ચોડપ ગામના સીમાડા ઉપરના નદી કિનારાના ઘટનાસ્થળનું નીરીક્ષણ કરીને કેટલાક પ્રાથમિક પૂરાવા એકત્રિત કર્યા હતા. આ પછી મરનારનું નામઠામ જાણવાના આશયથી લાશના ફોટોગ્રાફસ તથા વર્ણન સાથેના ‘પેમ્ફલેટ’ છપાવીને સાબરકાંઠા તથા મહેસાણા જીલ્લાના સરહદી ગાોમાં તેનું વિતરણ કરાયું હતું. જો કે પોલીસની આ કવાયતનું પરિણામ ફળદાયી નીવડ્યું ન હતું. આ દરમ્યાન ગુનાનો ભેદ ઉકેલવામાં મદદરૂર બની રહે તેવી એક મહત્વની ઘટના બની ગઇ હતી.
મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામનો એક યુવક કે જેના નાક ઉપર તથા માથાના ભાગે ઈજાઓ થઇ હોવાથી તેણે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ચોડપ ગામના નદીકિનારાના ઉપરની હત્યાની ઘટના અંગે પોલીસે ચારેબાજુ વિતરીત કરેલી પત્રિકાઓની હકિકતની જાણ થતાં આ યુવક મનોમન મુંઝાયો હતો. મહેસાણા જીલ્લા પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ તેનો ખાસ મિત્ર હોવાથી તેણે ખૂનનો આ બનાવ કેવી રીતે અને કેવા સંજોગોમાં બન્યો હતો તેની વાત ઓકી કાઢી હતી. આથી મહેસાણાની સ્થાનિક ગુના શોધક શાખાએ આ યુવકને શકના આદારે અટકમાં લઇને ઈડર પોલીસને જાણ કારી હતી.
ત્યારબાદ એલ.સી.બી.ના પોલીસ ઈન્સ્પેકટર એમ.સી. પટેલે ટ્રાન્સફર વોરન્ટના આધારે આ યુવકનો મહેસાણા પોલીસ પાસેથી કબજો મેળવીને તેને ઈડર લાવ્યાપછી સખ્તાઇપૂર્વક પૂછપરછ કરી ત્યારે હત્યાના કાવતરાનો પર્દાફાશ કરતી કડીબઘ્ધ વિગતો જાણવા મળી હતી.
મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના પામોલ ગામના ડાહ્યાભાઇ રામાભાઇને મોતને ઘાટ ઉતારી દેવાના કાવતરાની મુખ્ય સૂત્રધાર તેની પત્ની ગોમતી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. આ કાવતરાની પાછળ ‘પતિ-પત્ની તથા વો’ વચ્ચેની ત્રિકોણીય દુશ્મની નિમિત્તરૂપ બની હતી. ગોઠવા ગામની શાળાના માસ્તરનો દીકરો નરેશ રખડૂ બની ગયો હોવાથી તેને કામધંધે વળગાડવાના આશયથી બાપે તેને જીપકાર અપાવી હતી. આ પછી નરેશે પેસેન્જરોની હેરાફેરીનો ધંધો શરૂ કર્યો હતો.
જ્યારે બીજી બાજુ પામોલ ગામનો ડાહ્યાભાઇ દારૂની લતે ચડી ગયો હતો. તેની પત્ની ગોમતી કાંઇક અંશે ધાર્મિક સ્વભાવની હતી. તેમના બન્ને દીકરા શાળામાં અભ્યાસ કરતા હતા. ગોમતીબેનને આદ્યશક્તિ અંબાજી માતા તથા પવનપુત્ર હનુમાનજી ઉપર શ્રઘ્ધા હોવાથી દર અઠવાડીયે શુક્રવાર તથા શનિવારે દર્શનાર્થે જતી હતી. આ દરમ્યાન જીપકારના ચાલક નરેશ મકવાણા સાથે તેનો નિકટનો સંબંધ બંધાઇ ગયો હતો. જીપકારમાં મુસાફરી દરમ્યાન નરેશ ગોમતીને તેની પડખે બેસાડતો હતો. આ વખતે ચાલુ ડ્રાઈવીંગે તે ગોમતીના શરીર સાથે અડપલા કરી લેતો હતો. ગોમતીને પણ ઘડી-બેઘડીનો નરેશનો સથવારો ગમવા લાગ્યો હતો. પોતાના વક્ષસ્થળને હળવેકથી દબાવી લેતી કે પછી તેના સુંવાળા ગાલને સ્પર્શી જતી નરેશની આ બધી હરકતોથી ગોમતીના દિલો-દિમાગમાં હલચલ મચી જતી હતી. ક્યારેક તો ગોમતી જ આગળ વધીને નરેશને ઔર ઉત્તેજીત કરવાનું અડપલું કરી બેસતી હતી. આ પછી તો ગોમતીના ઘેર નરેશની આવનજાવન શરૂ થઇ ગઇ હતી. આ વખતે તે તેની સાથે દારૂની બોટલ લાવતો હતો. ગોમતીનો ધણી ડાહ્યાભાઇ તો દારૂડીયો બની જ ચૂક્યો હતો આથી તેને માટે તો નરેશ મોંઘેરા મહેમાન જેવો બની ગયો હતો. ગોમતીના ઘરમાં જ દારૂની મહેફિલ જામતી હતી. ડાહ્યાભાઇને દારૂ પીવડાવીને લૂઢકાવી દીધા પછી એક ખૂણે ખાટલમાં ફસડાઇ પડતો હતો. જ્યારે બીજી બાજુ નરેશ અને ગોમતીને રંગરેલીયા મનાવવા માટે મોકળું મેદાન મળી જતું હતું.
હવે આવા છાનાછૂપા પ્રેમ સંબંધોથી ધરાઇ ચૂકેલા નરેશે એક રાત્રે ગોમતીને પોતાના પડખામાં ખેંચીને લગ્ન કરી લેવાની વાત કરી હતી. જોકે ગોમતીએ કહ્યું હતું કે- તેના માથા ઉપર હજુ તેનો ધણી હાજરાહુજુર બેઠો છે ત્યાં સુધી બીજા લગ્નની વાતનો વિચાર કરવો શક્ય નથી. આ વખતે ગોમતીએ કાંઇક અંશે દારૂના નશામાં ઝુમી રહેલા નરેશને પોતાના બાહુપાશમાં જકડી લઇને કહ્યું હતું કે- ‘‘એકવાર તું મારા ધણીને ઠેકાણે પાડી દે તો પછી હું તારું ઘર માંડવામાં એક મિનિટની પણ રાહ નહીં જોવું...!!’’
દારૂડીયા ધણીથી તંગ આવી ગયેલી ગોમતીની આ વાત નરેશે સ્વીકારી લીધી હતી. પરંતુ પોતાના એકલા હાથે આ કામ પાર પાડવું સહેજ કઠીન છે તેવું કહ્યું હતું. આથી ગોમતીએ તેના ધણીનો કાંટો કાઢી નાંખવા માટે બેન્કમાંથી રૂપિયા દશ હજાર ઉપાડીને નરેશના હાથમાં પકડાવી દીધા હતા. આ પછી નરેશે તેના સાગરીતોને સાથે રાખીને કાવતરાને કેવી રીતે પાર પાડવું તેની યોજના ઘડી કાઢી હતી.
સન ૨૦૦૪ના ડીસેમ્બર મહિનાની પ્રથમ રાત્રે નરેશ તેના સાથીદારોને સાથે લઇને જીપકાર દ્વારા ડાહ્યાભાઇના ઘેર આવી પહોંચ્યો હતો. આ વખતે નરેશ તેની સાથે ઈંગ્લીશ દારૂની બે બોટલ પણ લેતો આવ્યો હતો. ગોમતીના ઘરમાં તે રાત્રે દારૂની મહેફિલ યોજાઇ હતી. ડાહ્યાભાઇને આગ્રહ કરીને દારૂ પીવડાવતા તેના દિમાગ ઉપર શયતાન સવાર થઇ જતાં તેણે એલફેલ બકવાટ શરૂ કરી દીધો હતો. આ વખતે એક ખૂણામાં બેસીને સઘળો તમાશો નિહાળી રહેલી ગોમતીએ ‘હવે બહુ થયું.. બસ કરો...!’’ તે વાત ઈશારાથી નરેશને સમજાવી દીધી હતી.
ત્યારબાદ લથડીયા ખાઇ રહેલા ડાહ્યાભાઇને જીપકારમાં ધકેલીને ટોળકી નોન વેજીટેરીયનની મિજબાની માણવા નીકળી પડી હતી. રસ્તામાં એક હોટલ ઉપર નોન વેજની જ્યાફત માણ્યા બાદ ફરી ડાહ્યાભાઇને જીપકારમાં ધકેલીને આ ટોળકીએ આગળ પ્રસ્થાન કર્યું હતું. ચોડપ ગામના સીમાડા ઉપર સાબરમતી નદીના કિનારે પહોંચીને જીપકાર થોભી હતી. રાત્રીનો બિહામણો અંધકાર ચોમેર પથરાઇ ગયો હતો. બધાં ગાલી-ગલોચ કરતાં જીપકારમાંથી ઉતરીને કિનારાની રેતીમાં ગોઠવાયા હતા. હજુ જીપકારમાં ઈંગ્લીશ દારૂની એક બોટલ અકબંધ પડી હતી. નરેશ તે લઇ આવ્યો હતો. આ પછી પાણીનો જગ તથા ગ્લાસ લાવીને મિત્રો વચ્ચે મૂક્યા હતા. દારૂના નશામાં ચકચૂર બની ગયેલ ડાહ્યાભાઇ તેની પત્ની ગોમતીનો ઉલ્લેખ કરીને ‘‘સાલી કૂતરી... મુઝે ચેન સે જીને નહીં દેતી...!!’’ એવો એલફેલ બકવાસ કરતાં ઈંગ્લીશ દારૂનો ગ્લાસ પેટમાં પધરાવી દીધો હતો. હવે તો ડાહ્યાભાઇ પીવાની લીમીટ પાર કરી ગયા હતા. નદીની રેતીમાં જ તે લૂઢકીને પટકાઇ પડ્યા હતા.
બસ આ ઘડીની રાહ જોઇ રહેલા હત્યારા આ પછી જીપમાંથી ટોમી ખેંચી કાઢીને તેના ઉપર તૂટી પડ્યા હતા. બીજા હત્યારાએ ચાકુથી ઉપરાછાપરી પ્રહાર કરીને ડાહ્યાભાઇને ત્યાં જ ઠંડો પાડી દીધો હતો. આમ કાવતરાને આખરી અંજામ આપ્યા બાદ હત્યારા જીપકારમાં સવાર થઇને તેમના વતનમાં પહોંચી ગયા હતા.
મહેસાણા પોલીસના કબ્જામાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ઈડર લાવવામાં આવેલા એક આરોપીએ તા. ૧લી ડીસેમ્બરની મધરાત્રે ભજવાઇ ગયેલા હત્યાકાંડની કડીબઘ્ધ હકીકત રજુ કરી હતી. આ સાથે આ કાવતરું છૂપાવવા માટે કેવો ખેલ ભજવાયો હતો તેની વઘુ વિગતો રજુ કરતાં કહ્યું હતું કે- ડાહ્યાભાઇનું કાસળ કાઢી નાંખ્યા પછી મહેસાણા જીલ્લાના પોતાના વતનમાં પાછા ફરેલા નરેશે એસ.ટી.ડી. બુથ ઉપરથી ગોમતીની જેઠાણીના ઘેર ફોન હોવાથી ત્યાં ફોન કરીને ગોમતીને બોલાવીને બઘું કામ પતી ગયાની મોઘમ વાત કરી હતી. આ વખતે જેઠાણીએ સાહજીક પુછપરછ કરી ત્યારે ગોમતીએ હરખની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘‘તમારા દિયર અગાઉ જ્યાં કામ કરતા હતા ત્યાં જુનાગઢ જીલ્લાના એક ગામની વાડીએ પહોંચી ગયા છે. જ્યાં કામ ઉપર જોડાઇ ગયા છે. તેમના રહેવા માટે વાડીમાં જ ઓરડીની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે અમને પણ જુનાગઢ બોલાવ્યા છે.’’
ગોમતીની ભોળી જેઠાણીએ પણ દીયર ક્યાંક કામે લાગી ગયાની વાત જાણીને હરખ વ્યક્ત કર્યો હતો. આ પછી ગોમતીએ જુનાગઢ જવાનું નાટક તૈયાર કરીને તેના બે દીકરા જે શાળામાં ભણતા હતા ત્યાંથી તેમના સ્કૂલ લિવંિગ સર્ટીફીકેટ પણ કઢાવી લીધા હતા.
પોતાના પતિનું કાસળ કઢાવી નાંખીને પરાયા મરદ સાથે નવું ઘર માંડવાના ગોમતીના શમણાં રોળાઇ ગયા હતા. પોલીસે સમગ્ર કાવતરાની કડીબઘ્દ વિગતો એકત્રીત કરીને આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં (૧) નરેશ મકવાણા, (૨) ગોમતી ડાહ્યાભાઇ, (૩) નાગરજી ઉર્ફે નાગજી ઘૂળાજી, (૪) પ્રવીણસંિહ ઉર્ફે તલાજી શંકરજી અને (૫) પ્રહલ્લાદ રણછોડજીનો સમાવેશ થતો હતો. સાબરકાંઠા જીલ્લાની સેશન્સ અદાલતોના ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયાધીશ શ્રી આર.બી. ચૌધરીએ હત્યાના આ કાવરાના પાંચેય આરોપીને ગૂનેગાર ઠરાવીને જન્મટીપની સજા ફરમાવી હતી.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved