Last Update : 18-April-2012, Wednesday

 

ભોગી ભ્રમરબ્રાન્ડ યુવક બીજા પુષ્પ પર આંટા મારતો થઇ જતા યુવતી વલોપાત કરે છે...

અસમંજસ - જોબન પંડિત

- એની માગણી છતાં દેહ સંબંધથી તું બચી ગઇ એ બદલ આભાર માન ઉપરવાળાનો! ભામિની ભોળવાય તો જંિદગી વખનો વાડકો બની જાય!!
- બેટી, રૂપાળું લાગતું ફળ કડવું હોય તો એને ફેંકી દેવું પડે! દેખાવ અને દિલ અલગ ચીજો છે!!

પંડિતજી,
ભારે મૂંઝવણ અનુભવું છું. મારા માટે આ જીવનમરણનો પ્રશ્ન છે. તાત્કાલિક ઉકેલની આશા સાથે આ પત્ર આપને લખી રહી છું.
પ્રણવ મારી સાથે જ કોલેજમાં ભણતો હતો. એની સ્માર્ટનેસ મને સ્પર્શી ગઇ હતી. વાર્ષિક નાટયોત્સવમાં અમે હીરો-હીરોઇન બનેલાં. બસ ત્યારથી અમે ખૂબ નજીક આવી ગયેલાં. તે બોલેલોઃ ‘શું નાટકની હીરોઇન જીવનમાં પણ હીરોઇન ન બની શકે?’
‘બની શકે! કેમ ન બની શકે?’ મેં જરાક શરમાતાં શરમાતાં જવાબ વાળેલો બસ, પછી તો અમારી વચ્ચેની દૂરતા હટી ગઇ. અમે વારંવાર સાથે બહાર જવા લાગ્યાં. કોલેજની કેન્ટીનમાં પણ અમે જોડાજોડ બેસીને કોફી પીતાં. જોકે એક વાત મારે કરી દેવી પડશે કે અમે સીમારેખાનું ઉલ્લંઘન કર્યું નથી.
હા, એ ઘણીવાર કહેતોઃ ‘શ્રાવણી, એક જ થવાના છીએ તો શારીરિક દૂરતા પણ શા માટે?’ પણ મારી સ્પષ્ટ ના હતી. કહેતીઃ ‘બઘું જ લગ્ન પછી ઉતાવળા થવાની જરૂર નથી!’
‘ભલે.’
આમ એ પણ મારી વાત સાથે સંમત થઇ ગયો હતો. આ વાતને બે વર્ષ થઇ ગયા. અમારા સંબંધો વઘુને વઘુ ગાઢ થતા ચાલ્યા... હું તેના મમ્મી-પપ્પાને પણ મળી છું તેના મમ્મી તો ક્યારેક મને જમવા પણ બેસાડી દે છે. ‘ના દીકરી, જમ્યા વગર નથી જવાનું!’ તેની બહેનના લગ્ન વખતે પણ હું સામેલ થયેલી. અમે સાથે જ ફરેલાં. તેનાં સગાં પણ જાણે છે કે હું તેની ભાવિ પત્ની છું. તે ખૂબ દેખાવડો છે.. ગોરો ચિટ્ટો છે ને કાચ જેવી આંખોવાળો છે.’
પંડિતજી, હું એના વિના રહી શકતી નથી. મોડી રાત સુધી અમે મોબાઇલ પર વાતો કરીએ છીએ.. તમને થશે કે આમાં પ્રોબ્લેમ ક્યાં છે? બઘું ઠીક ઠીક તો ચાલે છે.
પણ પંડિતજી, ખરી સમસ્યા હવે ખડી થઇ ગઇ છે... મને તે સતત દસ દિવસ સુધી નહોતો મળ્યો. વળી હું ફોન કરું તો તે કાપી નાખતો. એકવાર હું મારી કાઇનેટીક પર જતી હતી ત્યાં જ મેં તેને કોઇ યુવતી સાથે રેસ્ટોરાંમા જતો જોયેલો!
મારું તો કાળજું જ દાઝી ગયું.
તો આ કારણ છે મને ન મળવાનું? આ કારણ છે મારો ફોન કાપી નાખવાનું? મેં તેના સંપર્ક માટે ખૂબ પ્રયાસ કરેલો. પણ થઇ શક્યો નહોતો. પંડિતજી, મને એવી માહિતી મળી છે કે તે પેલી યુવતી સાથે કદાચ લગ્ન કરવાનો છે! હું મુંઝાઇ ગઇ છું. પ્રણવ વગર હું રહી શકું તેમ નથી. પ્રણવ જ મારું જીવન છે મારે એને પામવો છે. હું શું કરું?
- શ્રાવણી (હંિમતનગર)
શ્રાવણી, એક વાત સમજી લે કે તેં એક મનચલા યુવક સાથે દિલના તાર જોડી દીધા છે.. તારી સાથે એણે સંબંધ બાંઘ્યો, એ માત્ર ટાઇમપાસ માટે જ હતો. એમાં મને પ્રેમની સચ્ચાઇ ક્યાંય નજરે પડતી નથી. એક દેખાડો કરવાનો સંબંધ હોય તેવો તમારો સંબંધ હતો. શ્રાવણી તું એની સાથે ફરી જરૂર, પણ એને સાચી રીતે સમજી ન શકી! સંબંધ બાંધતા પહેલાં સ્ત્રીની આંખ પુરુષનો એક્સ-રે લઇ લે છે. પણ તું લાગણીમાં તણાઇ ગઇ.
તેણે તારી સાથે દેહસંબંધ બાંધવાની માગણી પણ કરી હતી પણ તેં સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી. તારા આ જવાબ માટે મારે તને હાર્દિક ધન્યવાદ આપવા પડે. જો તું એની વાતમાં આવી ગઇ હોત તો તું તારું અસલ ‘સ્ત્રીધન’ ગુમાવી બેઠી હોત! પાડ માન પરમાત્માનો કે તું ગલત માર્ગે જતાં બચી ગઇ. એમ કર્યું હોત તો તું ક્યાંયની ન રહી હોત.
- હવે જે થવાનું હતું તે થઇ ગયું પણ તું ‘બચી ગઇ’ એ જ તારા જીવનની મૂલ્યવાન ઘટના છે! આવા યુવાનો ભ્રમર સમાન હોય છે ને ફૂલ બદલ્યા કરવાનો એમને શોખ હોય છે.... હજીય તું જો...
જે નવી છોકરીને તેણે પડખામાં લીધી છે, એની સમક્ષ પણ દેહસંબંધની તે માગણી કરશે. ને ભોળી ભામિની ભોળવાઇ જશે તો જંિદગીની મોટામાં મોટી ‘મૂડી’ને ગુમાવી બેસશે... પછી તે એને છોડીને કોઇ ત્રીજી સાથે ફરતો થઇ જશે આમ ચક્કર ચાલ્યા કરશે... આભાર માન ઉપરવાળાનો કે એની સાથેનો તારો સથવારો છુટી ગયો! ભૂલી જા એને! રૂપાળુ ફળ કડવું હોય તો એને ફેંકી દેવું જોઇએ. એને ખાઇ ન શકાય. દેખાવ અને દિલ અલગ ચીજ છે. બેટી, બીજા કોઇ સાલસ અને તને સમજી શકે તેવા યુવાનને પસંદ કરી લે. પહેલાં પરખજે પછી આગળ વધજે. પણ પ્રણવનું નામ તો તારા દિલની સ્લેટ પરથી ભૂંસી જ નાખજે. ઓલ ધ બેસ્ટ!

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved