Last Update : 18-April-2012, Wednesday

 

જાતીય અંગ-ઊપાંગોના વળગણો અને ગમા-અણગમાઓની અજીબોગરીબ દુનિયા

અંગત અંગત- મુકુલ ચોક્સી

 

વ્યક્તિના મનમાં જ્યારે કામભાવના ઉદ્‌ભવે ત્યારે તેનો આસ્વાદ શરીર દ્વારા લેવાતો હોય છે. માનવશરીરનાં ઘણાં અંગો કોઇ ને કોઇ રીતે જાતીય વૃત્તિ- પ્રવૃત્તિમાં ફાળો આપતાં હોય છે. આમ જોઇએ તો આખું માનવશરીર કામુકતાતી સભર છે, પરંતુ અલગ અલગ અવયવો વત્તીઓછી કામપ્રચૂરતા દાખવે છે એ બાબત અજાણી નથી. પ્રત્યેક અવયવના સ્પર્શ, મસાજ, પેટીંગ વગેરેથી અલગ અલગ માત્રામાં કામસંવેદનાઓ જાગૃત થતી હોય છે. જાતીય સહવાસના અલગ અલગ તબક્કે વિવિધ માનવ અવયવો, એકમેક સાથે સંકળાઇને, એક અખંડ કામાનુભવનું નિર્માણ કરતાં હોય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે પગથી માથા સુધીની સંપૂર્ણ માનવ ત્વચા જો યોગ્ય રીતે સંવેદવામાં આવે તો કામુકતાની વાહક છે. તેમ છતાં કયું અવયવ ક્યારે કેટલી કામુકતા જન્માવશે તેનો આધાર તેને કોણ, ક્યારે, શા માટે, કઇ રીતે, કેવા સંજોગોમાં, કઇ માત્રામાં, કેવા માઈન્ડસેટ સાથે સ્પર્શે છે, તેના ઉપર રહેલો છે.
જેમ કે, સ્ત્રીના સ્તનની દીંટડીઓ કામુકતાની વાહક છે. નીપલ્સ તથા આસપાસનો એરીઓલાનો પ્રદેશ ફોરપ્લે વખતે સ્પર્શવાથી તીવ્ર કામાવેગ ઉત્પન્ન થાય છે પરંતુ આ જ સ્તનપ્રદેશને જો નવજાત શિશુ ફીડીંગ વખતે તીવ્ર રીતે સંવેદે તો તે સ્ત્રીમાં ઈરોટિકને બદલે વાત્સલ્યની ભાવના ઝંકૃત કરે છે. આ વખતે પત્નીત્વને બદલે માતૃત્વ જાગૃત થઇ ઊઠે છે.
શરીરના મોટેભાગના અવયવો, આમ જોતાં કોઇ અન્ય કર્મ માટે જ નિર્મિત થયાં છે. પણ તે તમામમાંથી સંવનન વખતે અલગ અલગ પ્રકારની કામરસનિષ્પત્તિ સંભવિત બનતી હોય છે. અંગુલી, કટિ, કેશ, ઢીંચણ, હોઠ, ગ્રીવા, નિતંબ, નાભિ, પાંપણો, ગાલ, ખભો, પીઠ, હડપચી, ભૂજા, સાથળો, હથેળી, પાનીઓ, કમર તમામે તમામ અવયવોમાં કામુકતા સુષુપ્ત રીતે સંચિત હોય છે. તેને યોગ્ય સાથી, યોગ્ય સમયે, યોગ્ય વાતાવરણમાં, યોગ્ય રીતે સંવેે તો જે તે અવયવમાં સંચિત એવી સુષુપ્ત કામુકતા પૂર્ણપણે પ્રગટ થઇ ઊઠતી હોય છે.
વળી દરેક વ્યક્તિના અલગ અલગ અવયવો પ્રત્યેના ગમા-અણગમા પણ મોટેપાયે મોજૂદ હોય છે. જેમકે કેટલાકને સઘન કેશરાશિ યા ઉન્નત ઉરોજ જ ઉત્તેજિત કરી શકે છે. તો કેટલાંકને માંસલ પગો અથવા લચીલા ઓષ્ટદ્વય જ આકર્ષિત કરી શકે છે. માત્ર મીસ વર્લ્ડ કે યુનિવર્સની સ્પર્ધાઓમાં જ અંગ-ઊપાંગોના મેઝરમેન્ટસને પ્રાધાન્ય અપાતું હોય છે એવું નથી. શયનખંડોના બંધ દ્વારાોની ભીતર પાંગરતા કામસંવનનોમાં પણ અવયવોના દેખાવ, તેની પુષ્ટતા, માંસલતા, લચીલાપણુ, આકાર, શિથિલતા- કડકપણુ, ગોળાઇઓ વગેરે ખૂબ મહત્વના બની જતાં હોય છે. જોકે પુરુષોના મનમાં સ્ત્રીઓના અંગ- ઊપાંગો અંગેના જેટલા ગમા- અણગમા- વાંધા- વચકા યા વળગણો મોજૂદ હોય છે, એટલા સ્ત્રીઓના મનમાં પુરુષોના અંગ-ઊપાંગો માટે નથી પ્રવર્તતા. તેમ છતાં સ્ત્રીઓને પણ પુરુષોના અંગ પ્રત્યેના લાઈક-ડીસલાઈક- એવર્ઝન- ઓબ્સેશન્સ હોય તો છે જ.
માણસોને જેમ રંગ- સુગંધ- સ્વાદ વગેરે માટે લગાવ યા અભાવ હોય છે, તેમ માનવશરીરના અંગો માટે જાતીય સંદર્ભે વિશેષ આકર્ષણ યા અપાકર્ષણ હોઇ શકે છે. પણ ક્યારેક તે એટલી વઘુ પડતી માત્રામાં હોય છે કે જેને ‘વળગણ’ યા ‘સનક’ને સમકક્ષ ગણી શકાય. તો કેટલાકને ખબર જ નથી હોતી કે અમુક દેહપ્રદેશ અકલ્પ્ય એવી ઉત્તેજનાત્મકતા ધરાવે છે. કેટલાકને જીવનના કોઇક તબક્કે ‘આકસ્મિક દેહોત્ખનન’ યા ‘એક્સીડેન્ટલ એકસ્પ્લોરેશન’’ વખતે જ ખબર પડે છે કે ફલાણા અંગમાં કામકર્ષકતા ભરેલી પડેલી છે.
જાતીય આકર્ષણની દ્રષ્ટિએ માનવ અંગો પ્રત્યેના લગાવ તથા છોછનું શાસ્ત્ર અજીબોગરીબ છે. સેક્સ્યુઅલ ‘ઓર્ગેનોફીલીયા’ તેમ જ ‘ઓર્ગેનોફેબિયા’ના ચિત્રવિચિત્ર કિસ્સાઓ સમાજમાં પ્રવર્તમાન છે. એક પુરુષ સ્ત્રીના બે સ્તનો વચ્ચેની ખાઇ ઊર્ફે ‘‘ક્લીવેજ’’થી જ ઉત્તેજીત થઇ શકતો હતો. તેનું આ વળગણ એ ઓબ્સેશન યા ગાંડપણની કક્ષાનું હતું. તો એથી ય વઘુ અણધાર્યા એવા એક કિસ્સામાં એક મહાશય સ્ત્રીની પાંપણો નજીક આવેલી તંગ ભૃકુટીથી જ સેક્સ્યુઅલ એક્સાઇટમેન્ટ મેળવી શકતોહતો. કોણી યા એડી જેવા બિલકુલ નિષ્કામ જણાતા અવયવોથી ઉત્તેજીત થનારા લોકોના દાખલાય મોજૂદ છે. સ્ત્રીના લાંબા સુંદર નખ એ મોહ જન્માવે એ જાણીતું છે. પણ કામભાવ પણ પ્રદીપ્ત કરી શકે છે. તે જ રીતે પુરુષની બરછટ દાઢી અમુક યુવતીઓને વાગતી કે કરડતી હોય છે, પણ કોઇકને સંવનન વખતે તે અત્યંત ઉત્તેજનાત્મક લાગે એવું બની શકે છે.
અદાઓ, અંગડાઇઓ અને અંગભંગિમાઓનું શાસ્ત્ર આ જ કારણે ડેવલપ થયું છે. અમુક અવયવો અમુક સ્થિતિમાં, અમુક એંગલથી જ ઉત્તેજક જણાય છે. સજાગ પ્રેમીઓ પ્રત્યેક અવયવને રસપાનક્ષમ બનાવી શકે છે.
‘ઓર્ગેનોફીબીયા’ કે ‘ઓર્ગેનોફોબિયા’ અથવા તો (અવયવો પ્રત્યેના આત્યંતિક કામલગાવ યા કામછોછ) એ ક્યારેક એટલા તીવ્ર, કઢંગા યા અશોભનીય હોય છે કે જે શૈયાસાથીમાં શરમ, સંકોચ, ચીડ, ચીતરી, અણગમા, અભાવ જેવા નકારાત્મક ભાવો ઉત્પન્ન કરી બેસે છે. જો પુરુષોના અંગલગાવ મહાવિચિત્ર અને તંગદિલીજન્ય હોય તો અમુક સ્ત્રીઓ તમામ જાતીય પ્રવૃત્તિઓમાંથી રસ ગુમાવી બેસે છે. કવિઓ કાનની બૂટ તથા ગાલના ખંજન પર કવિતાઓ લખે એમાં મહિલાઓને વાંધો નથી પડતો. બગલ કે જીભના વળગણવાળા પ્રેમીઓને પણ તેમની અર્ધાંગીનીઓ સાચવી લે છે. પણ માત્ર યોનિમાર્ગના અતિતીવ્ર વળગણથી કોઇક સ્ત્રી ત્રાસી જઇ શકે છે.
આંખો તો કામુકતાપ્રસારક અવયવ તરીકે સાર્વત્રિક પ્રસિઘ્ધિ પામેલ છે. લચીલી કમર, ઉન્નત ઊરોજ તથા ઘાટીલા નિતંબ પણ જગજાહેર ઉત્તેજનાત્મક અવયવો તરીકે જાણીતા છે. આંખો વધારે સર્જનાત્મક અવયવ છે, કેમકે એ કામભાવ સિવાય બીજા અસંખ્ય ભાવોને પ્રત્યાયિત કરી શકે છે. જગતમાં માંસલ પીંડીઓના, ખુલ્લા સ્નિગ્ધ તથા સુડોળ લાંબા પગોના ચાહકોનો તોટો નથી. પરંતુ અપવાદરૂપ એવા પગના તળિયાઓના યા કાંડાઓના ચાહકો ય હોય છે જેની ક્યારેક તેમના કામસાથીઓનેય ખબર નથી હોતી.
અવયવો આખરે તો શરીર છે. વર્ષો જતાં અવયવોની કામુકતા, તેના ઊભાર, સ્નિગ્ધતા તથા માંસલતા ઓસરવા આવે છે. તેમાં શૈથિલ્ય, કરચલીઓ અને જીર્ણતાના ઢગલા ઠલવાય છે. સાથે જ તે આકર્ષકતા ય ગુમાવી દે છે. તેમ છતાં લાગણીઓ, વર્ષોની ટેવ વગેરે મળીને જે તે અંગ પ્રત્યેનો લગાવ આંશિક રીતે જાળવી રાખે છે.
પાર્ટનરના અવયવો પ્રત્યેનો કામલગાવ તો સ્વાભાવિક બાબત છે. પરંતુ કેટલાકને પોતાના ખુદના અવયવો પ્રત્યે કામમોહ જાગૃત થાય છે જે મનોરુગ્ણતાનું લક્ષણ હોઇ શકે છે. એ જ રીતે કામોત્તેજક વાતાવરણમાં ય જો સાથીના ગમતા અવયવો પ્રત્યે કામકર્ષણ ન જાગે તે ય ઉદ્‌ભવતી મનોબિમારીનું લક્ષણ હોઇ શકે છે. સંતુલિત વ્યક્તિ વત્તેઓછે અંશે પાર્ટનરના તમામ અંગોમાંથી કામરસ નિષ્પત્તિ કરી શકે છે. અને જનનાંગોમાંથી સવિશેષ કામરસપ્રાપ્તિ કરી લે છે. પોતાના પાર્ટનરના અવયવો પ્રત્યેના મોહને પીછાણીને તે મુજબ પોતાના અંગોને ડીસ્પ્લે કરી સંવનનને વધારે રોમાંચક બનાવવાનો પણ એક અલગ ચાર્મ હોય છે.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved