Last Update : 18-April-2012, Wednesday

 

કિસ કો કાતિલ મૈં કહું, કિસે મસીહા સમજું ?

અનાવૃત - જય વસાવડા

 

૨૩જુલાઈ, ૨૦૦૯માં ન્યુજર્સીમાં ૬૧ વર્ષનો રોકસ્ટાર મધરાતના ટહેલતો ઝડપાયો. એનું નામ બોબ ડાયલન. રોક મ્યુઝિકમાં આપણા સોનુ સુનિધિ જેવું જ લોકપ્રિય નામ. પૂછપરછમાં ખબર પડી કે એ એક હેન્ડબોલ ટીમ સાથે પરફોર્મ કરવા આવ્યો છે. પોલિસે કહ્યું, ઓકે લેટ્‌સ ગો ટુ ટીમ. એ લોકો તમારા માટે ‘વાઉચ’ કરે (ઓળખીને જવાબદારીના સોગંદ લે) તો છોડી મૂકીશું. મધરાતે ટીમે ઉઠીને ડાયલનની ઓળખ આપવી પડી !
***
ડિસેમ્બર ૩, ૨૦૦૫ના રોજ ફિલ્મ દિગ્દર્શક શેખર કપૂરે પોતાના બ્લોગ પર લાક્ષણિક રમૂજી શૈલીમાં એક પોસ્ટ લખી છે, જે આજે પણ મોજૂદ છે.
શેખરે હળવાશથી એ વખતે અમેરિકાના એલ.એ. (હોલિવૂડનું પિયર, લોસ એન્જલસ) એરપોર્ટ પર થયેલો અનુભવ વર્ણવ્યો છે. દાઢી કૂર્તાને લીધે શેખરને ‘અરેબિક ટેરરિસ્ટ’ સમજીને જરા ‘આકરી’ પૂછપરછ શરૂ થઈ. શેખરને પૂછ્‌યું ઃ ‘તમે શું કરો છો ?’ શેખરે કહ્યું ઃ ‘ફિલ્મ દિગ્દર્શક છું.’ વળી આગળ પૂછાયું ઃ ‘એટલે ? કઈ ફિલ્મ બનાવી ? કોઈને ઓળખો ?’ શેખરભાઈ જોરમાં આવ્યા. એમણે કહ્યું ઃ ‘મારી છેલ્લી ફિલ્મ એલિઝાબેથ આ જ શહેરમાં યોજાતા એકેડેમી (ઓસ્કાર) એવોર્ડ સમારંભમાં નોમિનેટ થયેલી !’ કોઈ તાળીમાર ફિલ્મી ડાયલોગ ઓડિયન્સને બાઉન્સર જાય એવી હાલતમાં પડછંદ ગોરા ગાર્ડે કહ્યું ‘હું ફિલ્મો જોતો જ નથી, મને આ એવોર્ડની કશી જ ખબર નથી !’
ગમ્મતની વાત તો એ થઈ કે બરાબરના ફસાઈ ગયેલા શેખરે પોતે બોલીવૂડ ફિલ્મસ પણ બનાવી હોવાની વાત કરી અને પેલો અફસર કહે, ‘મારા છોકરાઓ સોંગડાન્સવાળી ફિલ્મ્સ જુએ છે.’ અને અંતે ખુદ શેખરના કહેવા મુજબ શાહરૂખ-કાજોલની વાતો કર્યા પછી એને મુક્તિ મળી (શેખરે બ્લોગ પોસ્ટના છેડે લખ્યું છે ઃ હવે મારે એક હંિદી ફિલ્મ બનાવવી જ પડશે ! જો કે, શેખરની સ્પીડ એવી છે કે ૭ વર્ષે ય એની પાની ફિલ્મના પ્રોજેક્ટમાં હજુ સરવાણી પણ નથી ફૂટી. ખીખીખી) કાશ, આ સિક્યુરીટી ગાર્ડ કેલિફોર્નિયાને બદલે ઇસ્ટ કોસ્ટમાં ન્યુયોર્ક / નેવાર્ક (ન્યુજર્સી) એરપોર્ટ તૈનાત હોત તો શાહરૂખખાનનું આવું બબ્બે વખત હાસ્યાસ્પદ અપમાન ન થયું હોત !
***
શાહરૂખની ફરીવાર અમેરિકામાં પૂછતાછ થઈ ત્યારે એણે એની ટ્રેડમાર્ક હ્યુમાંરથી ચુટકી લીધી ઃ હું જ્યારે એરોગન્ટ ફીલ કરું, ત્યારે મારે અમેરિકા આવવું જોઈએ, અહીં ઇમિગ્રેશનવાળાઓ સ્ટારડમમાંથી સ્તરને ફેંકી દેવામાં પાવરધા છે. ૨૦૦૯માં શાહરૂખ સાથે આવું થયું ત્યારે સેલિબ્રિટી દરેક સાહજીક વાતમાં કશીક ભેદી ગોઠવણ હશે એવું માનીને જ જીવતા ફળદ્રૂપ ભેજાનાં ભારતીય સમાજને એ ફિલ્મની પબ્લિસીટી લાગી હતી. હવે તો ખાતરી થઈ હશે કે એ ઘટના જ જેન્યુઈન હતી ! શાહરૂખે અલબત્ત એ વખતે પણ હ્યુમર છોડી નહોતી અને કહેલું ઃ હવે હોલીવુડની રૂપાળી અભિનેત્રીઓ ભારત આવે, ત્યારે એમની સિક્યુરીટી તપાસમાં હું રહીશ !
વેલ, વેલ. શાહરૂખના આવા સુપરસ્માર્ટ પંચ ઘણા ભારતીયોને પણ સમજાતા નથી, ત્યાં ગોધા જેવી અમેરિકન સિક્યુરીટીને પલ્લે ન પડ્યા હોય એવું બની શકે !
***
અમેરિકામાં ‘હોમલેન્ડ’ સિક્યુરીટીના નામે થતી આવી ઘટનાઓ નવીનવાઈની નથી. અબ્દુલ કલામ જેવા પૂર્વ રાષ્ટ્રપતિ સાથે શાહરૂખની જેમ બબ્બે વખત ગેરવર્તન થઈ ચૂક્યું છે. જ્યોર્જ ફર્નાન્ડિસ (અને અફવાઓ મુજબ) પ્રણવ મુખરજીના કપડાં ઉતારી તલાશી લેવાઈ ચૂકી છે. આપણે ભલે હિલેરી ક્લિન્ટનનું સ્ટ્રિપપટિઝ ‘ડિપ્લોમેટિક ગેસ્ટ’ તરીકે ન કરાવીએ ! અરે, અમેરિકામાં ૨૦૧૧ સુધી ભારતના રાજદૂત મીરા શંકરનું ૨૦૧૦માં જ સાડી પહેરવાના કારણે અને યુનો ખાતેના ભારતીય પ્રતિનિધિ હરવિન્દર પુરીનું પાઘડીને લીધે આવું જ ચેકંિગ થયેલું ! ભૂતપૂર્વ ઉડ્ડયનમંત્રી પ્રફુલ્લ પટેલનો ય વારો આવી ગયો છે !
શાહરૂખ સાથે બને, એટલે આવી ઘટનાઓને વઘુ મિડિયા કવરેજ મળ્યું. બાકી અગાઉ અનેક અભિનેતાઓ સાથે આવું થઈ ચૂક્યું છે. શાહરૂખની જ ‘માય નેઈઝ ઈઝ ખાન’માં આમિર બશીર નામના પ્રતિભાશાળી અભિનેતા (ફિલ્મ ‘વેન્સ્ડ’નો પ્રામાણિક હિન્દુ ઇન્સ્પેક્ટર) એ પોતાનો રોલ ગુમાવવો પડેલો. કારણ કે, આમિર બશીર મૂળ કાશ્મીરી હોઈ તેને વિઝા જ નહોતો મળ્યો ! એ રોલ પછી જીમ્મી શેરગિલના ફાળે ગયો ! આઈરોનિકલી, આ જ તો માય નેઈઝ ઈઝ ખાનની થીમ હતી !
એમ તો ૨૦૦૮માં ઇરફાનખાન, ફદીનખાન સાથે આવું જ બનેલું. દક્ષિણ ભારતીય અભિનેતા મામુટ્ટીને પાસપોર્ટના સાચા નામ મોહમ્મદ ઇસ્માઈલ કૂટ્ટીના આધારે પૂછપરછમાં બેસાડી દેવાયેલો. જોન અબ્રાહમ (‘કાબૂલ એક્સપ્રેસ’ના શૂટંિગ માટે) લાંબો સમય અફઘાનિસ્તાન રહ્યો હોઈને તેની પણ પૂછપરછ થઈ હતી. નીલ નીતિન મૂકેશને તો એ ‘વઘુ પડતો ગોરો’ હોઈને એના નામ, કૂળ, કૂળની ખરાઈ કરવા અલગ તારવી લેવાયો હતો ! ‘ન્યૂયોર્ક’ના દિગ્દર્શક કબીર ખાનને તો પોતાને થયેલા અનુભવમાંથી જ વાર્તાનો પ્લોટ મળ્યો હતો. આ અનુભવો નવા નથી. પાકિસ્તાનની ‘ખુદા કે લિયે’ કે હોલીવૂડની ‘રેન્ડીશન’ કે ‘કંિગડમ’ જેવી ફિલ્મોમાં પણ આવા મુદ્દાઓ પર જ ફોકસ છે. તમિલ સુપરસ્ટાર કમલ હાસનને ૨૦૦૨માં એના નામનો અર્થ ‘હસન’ કરી પૂછપરછ માટે બેસાડી દેવાયો હતો ! (કમલનું નામ તો સંસ્કૃત છે ઃ હાસન એટલે કમળ જેવો હાસ્યવાળો !)
અમેરિકન સિક્યુરીટી સીસ્ટમના સૂત્રો એવું કહે છે કે ડિપ્લોમેટિક વિઝા પણ અમારી નજરમાંથી ‘આઉટ ઓફ ડાઉન’ નથી. તો આ બધા કલાકારો ‘ઓર્ડિનરી વિઝા’ લઈને આવે છે. વળી શૂટંિગ માટે હાલતાને ચાલતા અમેરિકા ઉડવાની ભારતીયોની આદત પડી જાય છે. શાહરૂખની ‘કલ હો ના હો’ ફિલ્મની વાર્તા નાગપુરમાં પણ સેટ થઈ શકત, પણ ગ્લેમર ઉમેરવા માટે એનું શૂટંિગ ન્યૂયોર્કમાં થયું ! આને લીધે નોર્મલ કરતા આપણી સેલિબ્રિટીઓ વઘુ વખત અમેરિકાના ચક્કર કાપે છે, અને શકના ઘેરામાં ક્યારેક આવી જાય છે.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved