Last Update : 18-April-2012, Wednesday

 

ઈશ્વર! મને ઉગ્ર રાખ!

ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી

વેદના ૠષિની વાણી ઘણીવાર ભુલભુલામણી જેવી હોય છે. એમ થાય કે આપણે એનું સૂક્ત સમજ્યા છીએ, બરાબર તે વખતે જ એનો કોઇ બીજો અર્થ પણ આપણી સામે આવીને ઊભો રહે. તે મોટે ભાગે આપણી જ વાત કરતો હોય છે, આપણા વાસ્તવનો જ અર્ક રજૂ કરતો હોય છે પણ તે માટે જરૂર પડતાં ઈશ્વરને પણ આપણી વચ્ચે લાવીને ખડો કરી દે છે. એક વાત આપણે ઘ્યાનથી સમજવા જેવી છે કે વેદૠષિએ મનુષ્ય અને ઈશ્વરને લગીરે એકબીજાથી દૂર હોય તેમ કલ્પ્યું નથી. મનુષ્ય અને ઈશ્વર વચ્ચેના સહજ સંબંધનો ત્યાં ઉમળકાથી સ્વીકાર થયો છે. ઈશ્વર વડે ૠષિ ક્યારેક એવી વાતની માંડણી કરાવતો હોય છે કે પેલો મનુષ્ય જ એનું સત્ય છે, એની સાથેની સંનિકટતા જ એનું ઘ્યેય અને ઘ્યાન બંને છે. ઈશ્વરના એવા જાદુને ઓળખવા મનુષ્ય જ્યારે જ્યારે સક્રિય બન્યો છે ત્યારે ત્યારે બ્રહ્મ, બ્રહ્માંડનાં નવાં નવાં રૂપે ચાક્ષુષ થતાં રહ્યાં છે. માનવ એક નવા અનુભવ પાસે ત્યારે મુકાતો હોય છે. માત્ર પેલી વેદૠષિએ પ્રયોજેલી ભાષાને આપણે પામવી પડે, તેના ગર્ભ સુધી પહોંચવું પડે, તેનાં અને સ્તરોમાંથી જાતને પસાર કરવી પડે.
જુઓ, આવા પરમેશ્વરના મુખેથી આ વેદૠષિએ કેવો ઉદ્‌ગાર કઢાવ્યો છે! પ્છ દ્વ્‌ઊંપ્ય ઽછ ઽઊંઢટ્રછ દ્વરૂઙ્ઘ્‌યઊંફ- અર્થાત્‌ પ્રભુ કહે છે કે જેને હું ચાહું છું- એને ઉગ્ર કરું છું! આ કેવું ગુંચવાળાભર્યું વિધાન લાગે છે! ચાહે એને જ ગુસ્સે કરતા રહેવાનું? આપણે તો વાસ્તવ જીવનમાં આનાથી ઊલટું જ સત્ય જોતા આવ્યા છીએ! ચાહીએ એને કડવું વેણ જ કહેવાનું નહિ! ચાહીએ એની ટીકા પણ કરવાની નહિ! સત્ય કહેવા જેવું હોય તો સત્ય પણ ઉદ્‌ગારવાનું નહિ! અને કદાપિ ભૂલમાં ય એવું સાચું બોલવાનું દુઃસાહસ કર્યું તો પછી આપણે અથથી ઈતિ સુધી આપણા દુર્ગુણો સાંભળવા માટે એવા સ્વજન પાસેથી તૈયારી રાખવી પડે. આપણી ચાહના ઉભય પક્ષે આમ અહો રૂપમ્‌, અહો ઘ્વનિથી આગળની નથી હોતી. અર્થાત્‌ જગતને ગમે, સાધારણ માણસને ગમે અથવા તો મોટા ભાગનો વ્યવહાર નભે એ પ્રકારની વાણી, એ પ્રકારના સંબંધોનો નકશો લઇને આપણે સૌ જીવીએ છીએ. એનું ચંિતાજનક પરિણામ તો એ આવે છે કે સંબંધોમાં પોલાદીપણું નથી હોતું, નર્યું તકલાદીપણું હોય છે. આપણાં કૃત્યોને વાજબી ઠેરવવા ભાતભાતના તર્કો કે ચાતુરીઓને કામે લગાડીએ છીએ. બસ વાત છેવટે એ છે કે જગતમાં બધા જીવે છે એ રીતે તેઓને જીવવા દો, બધા માણસ મૂંગા રહે છે તેમ મૂંગા રહો, પ્રશ્નો કરો નહિ, શંકાઓ કરો નહિ, નજરે જોયેલું પણ ખોટું છે એવું જ સમજો. અથવા એવું ઉગ્રપણું જો ચાલુ રહ્યું તો વાત સંબંધો ઉપર, ચાહના ઉપર, પૂર્ણવિરામ મુકવા સુધી આવી પહોંચે. આપણી ચાહના- સત્ય છેવટે આ છે ઃ ચાલે છે તેમ ચાલવા દો, કરે છે તેમ કરવા દો, બઘું યોગ્ય છે, આપણે ખુદ જ મૂર્ખ છીએ અથવા વ્યવહારને સમજવામાં ઊણા ઉતરીએ છીએ!
વેદૠષિની વાણીમાં આનાથી સાવ ભિન્ન ગૂઢાર્થ રહેલો છે. ત્યાં ઈશ્વર જેને પ્રેમ કરે છે એને જ વઘુમાં વઘુ ઉગ્ર કર્યા કરે છે, ગુસ્સે રાખે છે. કારણ કે ઈશ્વરને ત્યાં ભીતિ છે કે જો હું એને ઉગ્ર નહિ કરું તો પેલી બીબાંઢાળ દુનિયાનું તે પણ બીબું બની જશે. લોકોનું વિના કારણ કે વિના ઉદ્દેશવાળું એક ટોળું મોટું અને મોટું થતું જાય છે એ ટોળામાં વળી આ એક માણસ વઘુ ઉમેરાશે, ટોળું મોટું થતું જશે, કહો કે ટોળા સાથે પછી એનો પાક્કો લગાવ થઇ જશે. જેને આપણે સાચા દિલથી પ્રેમ કરતા હોઇએ એ આમ ટોળાઇ જાય એવું ઈચ્છીએ ખરા? આપણે તો ઈચ્છીએ કે આ વ્યવહાર જગત સાથે એ તન્મય ન થઇ જાય, જગતની સાથે તેનો સંબંધ થોડો બગડેલો કે કડવાશભર્યો રહે જેથી એ પેલા લોલ લોલમાં ભળતાં અટકી જાય. જો એમ થાય તો જ બે ચાહનાર માણસો જગતથી જુદા પડીને સમાજને કશુંક નવું આપતા જાય. એક પ્રેમી બીજા પ્રેમી પાસેથી જે કામ લેવા ઈચ્છે છે તે ત્યારે જ શક્ય બને. સમાજ કે વિશ્વની એવા પ્રેમીઓ પાસે કશીક મોટી અપેક્ષાઓ હોય છે. અંગત સ્તરેથી અને સામાજિક સ્તરેથી- એમ બેવડો મુકાબલો પ્રેમીજનોએ કરવાનો રહે. સાથે પોતાની જાતને, પોતાના સાચા પ્રેમને એ રીતે પુરવાર કરવાનો રહે.
ઈશ્વર તેથી જ જેને ચાહે છે, અતીવ પ્રેમ કરે છે તેને ઉગ્ર રાખવા મથે છે, સતત ગુસ્સે કરવા પ્રયત્ન કરે છે. ઈશ્વર ઈચ્છે છે કે તેનું પ્રેમપાત્ર હઈશો હઈશો કરીને ટોળામાં ભળી ન જાય. એ ટોળાથી દૂર જઇ એનું પોતાનું એકાન્ત રચે, એની પોતાની, દુનિયાથી કંઇક આઘી એવી એક માણસની મહેફિલ રચી રહે. એની પોતાની ગુફાનો જ નિવાસી બને. આવું એકલું રહેવું, દુનિયાથી આઘા રહીને જીવવું ભલા, કોને ગમે? દુનિયાના રંગરાગો અને લોકોના લાળઝરતા શબ્દોથી દૂર રહેવાનું ભલા, કોણ ઈચ્છે? આપણે પછી ‘વ્યવહારમાં જીવીએ છીએ એટલે થોડુંક આવું કરવું પડે, એમાં શું થઇ ગયું?’ એવા ખુલાસાથી આપણને સાચા ઠેરવવાનો પ્રયત્ન કરીએ છીએ!
પણ ઈશ્વર સમજે છે કે જેની પાસેથી કંઇક કામ કઢાવવું છે તેને તો ગુસ્સે જ રાખો. એવો ગુસ્સો જ વ્યવહારની સપાટ જીવનશૈલીથી દૂર રાખી તેને કશુંક વિશિષ્ટ કરવા ઉશ્કેરશે. ઈશ્વરના પ્રેમની રીત એમ આપણા કરતાં ભિન્ન છે. તે તેના પ્રેમીને ઉગ્ર કરે છે, ઉગ્ર રાખે છે, તેના આત્મસન્માનને સતેજ કરે છે, તેની ભીતરની શક્યતાઓ અને શક્તિઓને એમ કરી તે સંકોરે છે. હે ઈશ્વર! તું મને પણ ઉગ્ર રાખ!

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved