Last Update : 18-April-2012, Wednesday

 

આંખોં કા તારા...ની સુરક્ષાની દિશામાં ઔર એક પગલું

પ્રાઈમ ટાઈમ

પતિથી વિખૂટી પડેલી નૈનાને શરૂમાં રોજ તકલીફ પડતી. માત્ર દસ મહિનાના પુત્રને લઇને રોજ ઑફિસ જવાનું. બોસ અને સહકર્મચારીઓ સારા હતા એટલે થોડા સમયમાં ફાવી ગયું. પરંતુ એક દિવસ ઘૂમ્મસ છાયેલા વાતાવરણમાં રશ અવરના ટ્રાફિકમાં આગળ ફસાયેલા વાહન જોડે એની કાર અથડાતાં એંજિનમાં આગ લાગી. તરત નૈનાએ ડેશ બોર્ડ પર રહેલી એક સ્વીચ દબાવી અને પોતે તરત કારની બહાર નીકળીને ઇમરજન્સી પર ફોન કરતાં ગણતરીની મિનિટોમાં ચીખતી સાયરને ફાયર બ્રિગેડના જવાનો આવી પહોંચ્યા. નૈનાએ નિરાંતનો શ્વાસ લીધો. આટલું વાંચીને ચોંકતાં નહીં કે કારમાં લાગેલી આગમાં પાછલી સીટ પર સુતેલા નૈનાના પુત્રનું શું થયું ?
હજુ ગઇ કાલ સુધી એવું બનતું કે આગ લાગેલી કારમાં બાળક બળીને રાખ થઇ જાય. પરંતુ ટેક્‌નોલોજી દિવસે દિવસે રીતસર હરણફાળ ભરી રહી છે. તાતાની નેનો કે મારુતિની સાવ નવીનક્કોર કારમાં અચાનક આગ લાગે ત્યારે સામાન્ય રીતે માણસ બહાવરો બની જાય, ગભરાઇ જાય અને ઘણીવાર તો દી’-દશા સૂઝે નહીં કે શું કરવું ? પરંતુ હવે એવી નવી શોધ થઇ છે જે પાછલી સીટ પર બેઠેલા કે સુતેલા બાળકની પૂરેપૂરી રક્ષા કરે. કાર-કૂન કે કોકૂનના નામે ઓળખાતી ખાસ સીટ એવી રીતે બનાવાઇ છે કે ઇમરજન્સી સ્વીચ દબાવો એટલે તરત નાનકડો દેડકો બેઠો હોય એવા આકારનું એક કવચ બાળકની ફરતે ગોઠવાઇ જાય. બાળક જાગતું હોય તો પણ એને ડર ન લાગે એવી રીતે એની વ્યવસ્થા વિચારાઇ છે. પ્લાસ્ટિકના બાઉલમાં સાબુનું પાણી ભરીને ટીનની છિદ્રવાળી પાતળી સળીમાંથી પરપોટા છોડતાં બાળકોને તમે પણ જોયાં હશે. કોકૂન બાળક ફરતે એક પ્રકારનો પરપોટો સર્જી દે છે. એ પરપોટો ફાયરપ્રૂફ હોય છે. એટલું જ નહીં એમાં ઓછામાં ઓછો અડધો કલાક બાળકને પૂરતો ઓક્સિજન મળતો રહે એવી પણ વ્યવસ્થા છે. અમેરિકા યૂરોપના દેશોમંા તો ગણતરીની પળોમાં ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ આવી પહોંચતી હોય છે.
એ તો આપણે ત્યાં ધસારાના સમયે શિસ્તવિહોણા વાહનચાલકો એમ્બ્યુલન્સ કે લાયબંબાને જવા દેતાં નથી. આટલું ઓછું હોય તેમ કોઇ મિનિસ્ટર પસાર થવાનો હોય તો આવા જીવનરક્ષક વાહનોને પણ અટકાવી દેવાની બેવકૂફી આપણા દેશમાં છે. બીજે ક્યાંય આવી બેવકૂફી જોવા મળે નહીં. આપણે કોકૂનની વાત કરતા હતા. આ શોધની પ્રેરણા શી રીતે મળી એવા સવાલના જવાબમાં બ્રિટિશ એંજિનિયર જુલિયન પ્રેસ્ટન પાવર્સે કહ્યું કે વરસે દા’ડે બ્રિટનમાં હજારો અકસ્માત થાય છે. એવા અકસ્માતોમાં માસુમ બાળકો જાન ગુમાવે છે. ગયા વરસે આશરે ૨૫૦૦ બાળકોએ આ રીતે રોડ એક્સિડંટમાં જાન ગુમાવ્યા હતા. અમારા એક સંબંધીએ પોતાના એકના એક પૌત્રને ગુમાવ્યો ત્યારે અમે આ દિશામાં કંઇક કરી બતાવવાનું બીડું ઝડપ્યું. ત્રણસો સાડા ત્રણસો અખતરા કર્યા પછી આ ‘ચાઇલ્ડ-સીટ’ બનાવી છે જે બાળકનું રક્ષણ કરશે. આગ લાગે ત્યારે ડ્રાઇવર સીટ પર બેઠેલી વ્યક્તિએ ફક્ત એક સ્વીચ દબાવી દેવાની. બાકીનું બઘું કામ આ કોકૂન કરશે. બાળક હેમખેમ રહેશે. જો કે એક બાબત કદાચ આપણા લોકોને ઝાઝી નહીં ગમે કે બ્રિટનમાં બાળકો માટેની કાર સીટ રિવર્સ ફેસંિગ એટલે કે બાળકનું મોં ઊંધી દિશામાં રહે એ રીતે બનાવાય છે. ટોચના ઓટોમોબાઇલ એંજિનિયર્સ કહે છે કે આકસ્મિક સંજોગોમાં રિવર્સ ફેસ કાર સીટ બાળકનું રક્ષણ કરે છે.
એક કિસ્સામાં તો લાયબંબાના ફાયરમેને સળગી રહેલી કારમાં રહેલા બાળકને બચાવવાના સંનિષ્ઠ પ્રયાસો કર્યા. એના હાથ દાઝી ગયા પરંતુ પેલા બાળકને બચાવી શકાયું નહી. એ ફાયરમેનના ટીવી ઇન્ટરવ્યૂએ પણ અમને પ્રેરણા આપેલી એમ પાવર્સ કહે છે. ટુ વ્હીલર કે ફોર વ્હીલરની સ્પીડ, ઇંધણ-ક્ષમતા, ઇન્ટિરિયર ડિઝાઇન, લેટેસ્ટ સસ્પેન્શન અને અન્ય લક્ઝરી વગેરે બાબતમાંં નીત નવાં સંશોધનો થાય છે પરંતુ આ દિશામાં બહુ ઓછું કામ થયું છે અથવા નથી થયું એમ કહી શકાય. ત્યારે જુલિયન પ્રેસ્ટન પાવર્સની આ શોધ દુનિયાના કોઇ પણ વાહન ચાલક માટે ઉપકારક નીવડે એવી છે. અત્યારે તો બ્રિટન અમેરિકામાં એના પ્રયોગો થઇ રહ્યા છે. અત્યારે એની કંિમત પણ ઘણી છે. પરંતુ લાખોની સંખ્યામાં ઉત્પાદન થશે અને લાખો લોકો વાપરતાં થશે ત્યારે એની કંિમતમાં ખાસો ઘટાડો પણ થશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે બાળકો સાથે પ્રવાસ પર્યટન કરવા જતાં લાખો પરિવારો આ સંશોધનથી આનંદ અનુભવશે.
- અજિત પોપટ

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved