Last Update : 18-April-2012, Wednesday

 

પાછલી તારીખથી કાયદામાં કરેલા સુધારા અંગે
આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઢસડી જવા વોડાફોનની ભારત સરકારને નોટીસ

ભારત-નેધરલેન્ડઝ વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારોનો ભંગ થયાનો આક્ષેપ
નવી દિલ્હી, તા. ૧૭
પાછળની તારીખથી અમલી બને તે રીતે આવકવેરા કાનૂનમાં ફેરફાર કરતા ભારત સરકારે કરેલા સુધારાને ભારત અને નેધરલેન્ડ વચ્ચે થયેલી દ્વિપક્ષીય નિવેશ સંધિનો ભંગ ગણાવી દૂર-સંચાર કંપની વોડાફોને ભારતને 'ધ હેગ' સ્થિત 'ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ'માં ઢસડી જવાની નોટીસ આપી છે.
નેધરલેન્ડઝમાં રજીસ્ટર થયેલી વોડાફોનનાં સહાયક એકમ વોડાફોન હોલ્ડીંગ્ઝ વીવીએ ભારત સરકારને તેના નાણાં વિધેયક ૨૦૧૨માં આવકવેરા કાનૂનમાં પાછલી તારીખથી અમલી બને તેવી રીતે કરેલા સુધારાના પ્રસ્તાવ અંગે આજે નોટીસ મોકલી છે.
કંપનીએ તે નોટિસમાં જણાવ્યું છે કે આ પ્રસ્તાવ ભારતમાં વોડાફોન અને અન્ય આંતરરાષ્ટ્રીય નિવેશકોને તેમનાં નિવેશમાં મળેલા કાનૂની સંરક્ષણનું ઉલ્લંઘન છે.
લંડન સ્ટોક એક્સચેન્જને મોકલેલી માહિતી પ્રમાણે વોડાફોને ભારત સરકારને જણાવ્યું છે કે આ પ્રસ્તાવને રોકે અથવા તેના પ્રાવધાનોમાં યોગ્ય બદલો કરે. આ સાથે વોડાફોને જણાવ્યું છે કે વાસ્તવમાં તે આ મુદ્દા ઉપર સમાધાન ઈચ્છે છે.
કંપનીએ જણાવ્યું છે કે જો ભારત સરકાર તેમ કરવા ન ઈચ્છે તો વોડાફોને તેના શેર હોલ્ડરોનાં હિતોની રક્ષા માટે યોગ્ય પગલાં લેવાં જ પડશે. જેમાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ કરવાની બાબત પણ સમાવિષ્ટ છે.
ભારત સરકારે આવકવેરા કાયદામાં પાછળની તારીખથી અમલી બને તે રીતે સુધારો કર્યો છે. આથી વોડાફોન દ્વારા હચીસન ખરીદવાનો સોદો પણ તેની પરિધીમાં લઈ શકાશે. જોકે સર્વોચ્ચ અદાલતે બ્રિટનની આ દૂરસંચાર કંપની વોડાફોનના પક્ષમાં રૃા. ૧૧,૦૦૦ કરોડ ચૂકવવા બાબતે ફેસલો આપેલો છે. આથી તે સમયે આ કંપનીને તે રકમ ભરવી પડી ન હતી પરંતુ કાયદામાં પાછલી તારીખથી સુધારો કરી હવે ભારત સરકાર તે રકમ માગે છે અને જો ન ભરે તો તેના સાધનો જપ્તમાં લેવા તૈયાર થઈ છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved