Last Update : 18-April-2012, Wednesday

 

જલંધરમાં બ્લેન્કેટ ફેક્ટરીનું મકાન તૂટી પડતાં ૬ના મોત ઃ ૧૦૦થી વધુ દટાયા

રવિવારે રાતપાળી ચાલતી હતી ત્યારે દુર્ઘટના બની ઃ માલિકની ધરપકડ

નવી દિલ્હી, તા. ૧૭
જલંધરમાં ધાબળા બનાવતી ફેક્ટરીનું ત્રણ માળનું એક મકાન રવિવારે રાત્રે એકાએક તૂટી પડતાં છનાં મોત થયા હતા અને હજી પણ તેનાં ખંડેર નીચે ૧૦૦થી વધુ વ્યક્તિઓ દબાઈ રહી હોવાની ભીતિ છે. આ મકાન તૂટી પડતાં છ વ્યક્તિઓ તો તુર્તજ મારી ગઈ હતી. જ્યારે ૫૮ને હજી સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે દબાઈ ગયેલાઓને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
સોમવાર સવારથી જ આ બચાવ કાર્યમાં પોલીસ, સેનાના જવાનો તથા નેશનલ ડીઝાસ્ટર રીલીફ ફોર્સના કર્મચારીઓ લાગી પડયા છે. આ મકાનમાં એક બ્લેન્કેટ ફેક્ટરી ચાલતી હતી અને જ્યારે તે તૂટી પડયું ત્યારે કામદારો અને અન્ય કર્મચારીઓ રાતપાળીનાં કામમાં કાર્યરત હતા.
આ ઘટના અંગે નેશનલ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના કમાન્ડનર મુસાફીરે જણાવ્યું હતું કે, તેમના કર્મચારીઓએ આ ભંગાર નીચે બે મૃતદેહો શોધી કાઢ્યા છે. જ્યારે આ ભંગાર નીચે દબાયેલા અન્યોને બહાર કાઢવા પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. આ બચાવાઈ ગયેલી વ્યક્તિઓ પૈકી બેની સ્થિતિ ગંભીર છે. જેમને પાસેની હોસ્પિટલમાં આઈસીયુ એકમમાં દાખલ કરાયા છે.
આ બચાવ કાર્યવાહીમાં થોડા થોડા સમયાંતરે પડી રહેલા વરસાદથી અવરોધ પણ ઊભો થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલી વ્યક્તિઓ આ ખંડેરોમાં દબાયેલી હશે તેની નિશ્ચિત સંખ્યા જાણી શકાઈ નથી.
પોલીસે આ ફેક્ટરીના માલિક શીતલ બીજની ધરપકડ કરી હત્યા નહીં પરંતુ સદોષ મનુષ્ય વધનો ગુના અંગેનો કેસ દાખલ કર્યો છે. તેમ પોલીસ કમીશનર ગૌરવ યાદવે જણાવ્યું હતું. જ્યારે જલંધરના ડીવીઝનલ કમિશ્નર અનુરાગ વર્માનાં નેતૃત્વ નીચે આ દુર્ઘટના સંબંધે એક તપાસ સમિતિ રચવાનો મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલે આદેશ આપી દીધો છે.

આંતરરાષ્ટ્રીય
(૧) નોર્વેમાં ૭૭ લોકોને ઠાર મારનાર શખ્સ એન્ડર્સ બેહરિંગ બ્રેવિકે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેની સામે ખટલો શરૃ થયો છે જે દસ સપ્તાહ ચાલવા સંભવ છે.
(૨) અફઘાનિસ્તાનમાં રવિવારે કાબુલ સહિત ત્રણ શહેરોમાં તાલિબાનો જે યોજનાબદ્ધ રીતે ત્રાટક્યા તે એમને એમ ત્રાટક્યા નહોતા. આ માટે તેમણે મહિનાઓ સુધી અભ્યાસ કર્યો હતો. તેમ તેમનું કહેવું છે.
(૩) ઈટાલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોની યાદ છે? અચ્છા, તેઓ રંગરેલિયા માટે વિવાદાસ્પદ બન્યા હતા. હવે યાદ આવ્યું ને. તેમની સામે સગીર વયની વેશ્યા સાથે સેક્સ માણવાનો ખટલો ચાલે છે. આ ખટલામાં 'બુંગા બુંગા' પાર્ટીઓમાં ભાગ લેનાર યુવતીઓ જુબાની આપવા સંભવ છે.
(૪) ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના ગોલ્ડ કોસ્ટ પર સી વર્લ્ડમાંથી પેન્ગ્વિનની ચોરી માટે ત્રણ શખ્સો પર આરોપ મૂકાયો છે. પાર્કના ૪૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર પ્રાણીની ચોરીનો કિસ્સો બન્યો છે.
(૫) સ્પેનમાં દેવાનો બોજો ૬ ટકા વધતા તેના ઉગરવાની આશા ધૂંધળી બની છે.
(૬) ભ્રષ્ટાચારની અજગર પકડમાં ભારત જ છે એવું નથી. ચીનના વડાપ્રધાન વેન જિયાબાઓએ કહ્યું છે કે ચીન સમક્ષ સૌથી મોટો પડકાર હોય તો તે ભ્રષ્ટાચાર છે અને તેને નાથવા કડક પગલાં લેવાશે.
(૭) ચીનની જ વાત નીકળી છે તો જાણી લો કે ત્યાં સામ્યવાદી નેતા બો ઝિલાઈને કાઢી મૂકવા સામે વ્યાપક વિરોધ ફાટી નીકળ્યો હતો. હવે સામ્યવાદી પક્ષે દાવો કર્યો છે કે તેના પગલાંને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.
(૮) અમેરિકામાં આજ-કાલ શેનું ગાંડપણ (ક્રેઝ) છે, ખબર છે? અમેરિકન સોસાયટી ઑફ પ્લાસ્ટિક સર્જન્સના દાવા મુજબ લોકો હડપચી (ચીન)ની મોટાપાયે ઈમ્પ્લાન્ટ સર્જરી કરાવે છે. ગમે તેમ તોય, અમેરિકાને 'ચીન'ની સર્જરીમાં રસ છે, પછી ભલે ને તે દેશ હોય કે શરીરનું અંગ!
(૯) ગઈકાલે આ કોલમમાં લખ્યું હતું કે ઓબામાના રક્ષક એવા ૧૧ સિક્રેટ સર્વિસ એજન્ટોને સસ્પેન્ડ કરાયા છે. આનું કારણ એવું ખુલ્યું છે કે આ એજન્ટો ઓબામા જે હોટલમાં ઉતર્યા હતા તે જ હોટલમાં વેશ્યાઓને લઈ આવ્યા હતા. આ એજન્ટો વિનોદ (ફન) કરવા ગયા એમાં નોકરી જોખમમાં મૂકાઈ ગઈ.
(૧૦) બર્મા લોકશાહી તરફ આગળ વધી રહ્યું હોઈ તેની સામે વિદેશોએ મૂકેલા પ્રતિબંધો પણ હળવા થવાના એંધાણ છે. ઓસ્ટ્રેલિયા કેટલાક પ્રતિબંધ હળવા કરી રહ્યું છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved