Last Update : 18-April-2012, Wednesday

 
'ગેંગ રેપ'ના આક્ષેપો બે કલાકની પૂછપરછમાં જૂઠ્ઠા જણાયાં
નિરમા યુનિ.ની વિદ્યાર્થિનીએ ફેરવી તોળ્યું- 'બોયફ્રેન્ડે બળાત્કાર કર્યો'

બોયફ્રેન્ડ વિનયને દાગીના આપ્યાનો ભાંડો ઘરમાં ફૂટી જતાં ગેંગરેપની સ્ટોરી ઘડીઃ બળાત્કાર કેસમાં વિનયની ધરપકડ

અમદાવાદ, મંગળવાર
નિરમા યુનિવર્સિટીમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની વિદ્યાર્થિનીએ સોમવારે મોડીરાતે પોતાના ઉપર 'ગેંગ રેપ' નહીં થયાની વાત પોલીસે ચાર સવાલો કરતા સ્વિકારી હતી. પિતાની હાજરીમાં થયેલી પૂછપરછમાં ભાંગી પડેલી તરૃણીએ અંતે પોતે બોયફ્રેન્ડ સાથે મરજીથી રોઝવૂડ ફાર્મમાં ગયાની ઘટના વર્ણવી હતી. બોયફ્રેન્ડ વિનય ગર્ગે પોતાની સહાધ્યાયી વિદ્યાર્થિનીને ગોંધી રાખી તા. ૯ના રાતે બળાત્કાર ગૂજાર્યાની અને મધરાતે ઝઘડો થતાં વાળ કાપ્યાના ચોંકાવનારાં તથ્યો ખૂલતાં સરખેજ પોલીસે વિનય સામે બળાત્કારનો ગૂનો નોંધ્યો છે. જ્યારે, તા. ૧૦ના રોજ વિનય અને તરૃણીને ફાર્મથી મોપેડ ઉપર લઈ જનાર વિનયના મિત્ર શિવા સામે મદદગારીનો ગૂનો નોંધ્યો છે. બન્નેની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. બીજી તરફ, વિનયે બન્ને વચ્ચે આઠેક મહિનાથી પ્રેમ સંબંધ હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતુ. પોલીસે હોટલમાંથી તરૃણીના કાપેલા વાળ સહિતના મહત્વના પુરાવા કબ્જે કર્યા છે.
સોમવારે રાતે સરખેજ પોલીસ સ્ટેશનમાં પોતાના બોયફ્રેન્ડ અને તેના ત્રણ મિત્રો સામે 'ગેંગરેપ'નો આક્ષેપ કરનાર જુહાપુરાની તરૃણી મોડીરાતે પોલીસના સવાલો સામે ભાંગી પડી હતી. બળાત્કાર કેસની તપાસ કરી રહેલા પી.આઇ એન.એસ. મલેકનું કહેવું છે કે- ૯મી એપ્રિલે પરીક્ષા આપવાના બદલે તરૃણી વિનય સાથે તેની મરજીથી 'રોઝ વૂડ' રીસોર્ટમાં ગઇ હતી. જ્યાં વિનયે અન્ય ત્રણ મિત્રોને ફોન કરી બોલાવ્યા હતા. પાંચેય જણા રાતે આઠેક વાગ્યા સુધી રીસોર્ટનાં સ્વિમિંગ પુલ પાસે બેસી વાતો કરી હતી. આ પછી, ત્રણેય મિત્રો જતા રહેતા વિનયે તરૃણીને મારી નાંખવાની ધમકી આપી હોટલના રૃમમાં રહેવાની ફરજ પાડી હતી. ફરિયાદમાં તરૃણીએ આક્ષેપ કર્યો છે કે- તેને ઉંઘ આવતી હોય તે રાતે ૧૦ વાગ્યે સુઇ ગઇ હતી. મધરાતે ૩.૩૦ વાગ્યે ઉઠી ત્યારે તે નિર્વસ્ત્ર હતી અને બાજુમાં વિનય સુતો હતો.
પોતાની સ્થિતિ જોઈ ચોંકી ઉઠેલી તરૃણીએ વિનયને ઉઠાડીને 'આવુ કૃત્ય કેમ કર્યુ?' તેમ પુછતા તે ઉશ્કેરાઇ ગયો હતો. 'આ વાત કોઇને કહીશ તો ગળુ કાપી નાંખીશ' તેમ કહી વિનયે તરૃણીના વાળ કાપી નાંખ્યા હતા. વિનયે તરૃણીની બેગમાંથી એક કાગળ ફાડી વાળને પડીકુંવાળી રૃમના એક ડ્રોઅરમાં મુકી દીધા હતા.
બીજી દિવસે સવારે ૮.૩૦ વાગ્યે તેને હોટલના રૃમમાં પૂરી વિનય બહારથી તાળું મારીને જતો રહ્યો હતો. સાંજે ૬.૩૦ વાગ્યે પાછો આવ્યો અને હોટલનું ૧૪૦૦ રૃપિયાનું ભાડુ ચુકવી તરૃણીને સાથે લઇને હોટલની બહાર નિકળ્યો હતો. જ્યાં શિવો પોતાનુ ટુ વ્હિલર લઇને આવ્યો હતો અને બન્નેને પાછળ બેસાડી ચાંદખેડા લઇ ગયો હતો. એક મેડિકલ શોપમાંથી ગર્ભનિરોધક ગોળી ખરીદી તરૃણીને ખવડાવી હતી. આ પછી, શિવો જતો રહ્યો હતો અને વિનય તરૃણીને રિક્ષામાં લઇને એલીસબ્રિજ આવ્યો હતો. બ્રિજ ઉપર વિનયે તરૃણીને નદીમાં પડવાનું કહેતા ફરી બન્ને વચ્ચે તકરાર થઇ હતી. ઝઘડો વધતાં લોકોનું ધ્યાન પડવાના ભયથી વિનય તરૃણીને લઇ કાળુપુર રેલ્વે સ્ટેશને પહોંચ્યો હતો. રેલવે સ્ટેશને સઘન પોલીસ ચેકિંગ જોઈ વિનયે રાતે ૨ વાગ્યાના અરસામાં તરૃણીને વેજલપુરનાં એ.પી.એમ.સી માર્કેટ પાસે રિક્ષામાંથી ઉતારી દીધી હતી.
'જો તું આ વાત કોઇને કહીશ તો તને મારી નાંખીશ' તેમ કહી વિનય ત્યાંથી જતો રહ્યો હતો. એવામાં પસાર થતી પોલીસની એક જીપના પોલીસકર્મીઓ તરૃણીને વેજલપુર પોલીસ સ્ટેશન લઇ આવ્યા. પોલીસે તરૃણીને તેના પરિવારનો સંપર્ક કરી ઘરે મોકલી હતી. આ સમયે તરૃણીએ સરખેજ પોલીસમાં રાજીખુશીથી ગઈ હોવાનું નિવેદન આપ્યું હતું. તરૃણીને પરિવારે ઠપકો આપી સમજાવી હતી અને તે કોલેજે જવા લાગી હતી.
પરંતુ, સોમવારે ઘરમાં સોનાનો હાર જોવા ન મળતાં યુવતીની પૂછપરછ કરાઈ હતી. હારના મુદ્દે બચવા તરૃણીએ 'ગેંગરેપ'ની સ્ટોરી ઘડી હતી અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે- તરૃણીએ જે ફરિયાદ નોંધાવી છે તે જોતા તેણે જાતેજ પોતાના ઘરમાંથી ૩૦ ગ્રામનો સોનાનો હાર અને બુટ્ટી ચોરી કરીને વિનયને આપ્યા હતા. વિનય હાર પરત આપવાની લાલચ આપતા તરૃણી તેની સાથે ગઈ હતી અને બળાત્કાર ગુજારાયો હતો. હાલ પોલીસે બળાત્કારના આરોપસર વિનય અને મદદગારી બદલ મિત્ર શિવાની ધરપકડ કરી સઘન પુછપરછ હાથ ધરી છે. પોલીસે રોઝવૂડ ફાર્મમાંથી તરૃણીના કાપેલાં વાળ અને બેડ ઉપરની ચાદર સહીતના મહત્વના પૂરાવા એકત્ર કરાયા છે. પોલીસે વૈજ્ઞાાનિક પધ્ધતિએ પણ તપાસ કરવા કાર્યવાહી આરંભી છે. સત્ય તથ્યો જાણવા પોલીસે આરોપીઓને રિમાન્ડ ઉપર મેળવવા કાર્યવાહી શરૃ કરાઈ છે.

નિરમા યુનિ.નું આઇકાર્ડ અને લાઇસન્સ બતાવી રૃમ રાખ્યો
* પોલીસે રોઝ વૂડ હોટલમાં ગત રાતે દરોડો પાડયો ત્યારે જાણવા મળ્યું હતુ કે- ૯મીની સાંજે રૃમ બૂક કરાવતી વેળા તરૃણીએ પોતાનું નિરમા યુનિ.નું આઇકાર્ડ અને વિનયે લાઇસન્સની ઝેરોક્સ પૂરાવારૃપે આપ્યાં હતા. જો કે, બન્નેએ પોતાની ઉંમર રજીસ્ટરમાં ખોટી લખી હતી. બીજી તરફ રીસોર્ટમાં સીસીટીવી કેમેરા ન હોઇ પોલીસે તેના સંચાલક અને માલીક હિરેન પુવાર તથા ગોવિંદભાઇ માલધારી વિરૃધ્ધ ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

આર્થિક સ્થિતિ સુધારી આપવાનું કહી વિનયે હાર પડાવ્યો હતો
* તરૃણીનું કહેવું છે કે મારા ઘરની આર્થિક સ્થિતિ નબળી હોઇ વિનયે તેને લાલચ આપી હતી કે જો તુ તેને સોનાનાં દાગીના આપશે તો થોડા દિવસ બાદ તેમાં વધુ રૃપિયા નાંખીને તે તેને પરત આપશે. પરંતુ સોનાનો હાર લીધા બાદ વિનય તે પરત આપતો ન હતો. ૯મી તારીખે જ્યારે તરૃણીએ વિનય પાસે હાર માંગ્યો ત્યારે વિનયે તે હાર તેના અન્ય એક મિત્ર પાસે હોવાનું કહી તેને હાર અપાવવાના બહાને રોઝ વૂડ હોટલ લઇ ગયો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved