Last Update : 18-April-2012, Wednesday

 

સરદાર પટેલ અંગે મોદીના વિધાન બાબતે મોઢવાડિયાનો પત્ર
સરદાર સાદગી-શક્તિનું પ્રતીક હતા મોદી ઐયાશી-વાણીવિલાસનું પ્રતીક છે

સુરતમાં જે સમાજના સંમેલનમાં ગયા હતા એ સમાજના મોભીઓ કેશુભાઈ અને આત્મારામની શું વલે કરી હતી ?

અમદાવાદ, મંગળવાર
તા. ૧૩ એપ્રિલના રોજ સુરત ખાતેના પટેલ સમાજના સંમેલનમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે 'કેન્દ્ર સરકાર ગુજરાત સાથે દુશ્મન દેશ જેવો વહેવાર રાખે છે પરંતુ હું આ લોકોને થકવી દઈશ. હું કલ્પના કરી શકું છું કે સરદારની આ લોકોએ એ વખતે શું વલે કરી હશે ?' મોદીના આ વિધાન સામે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ નરેન્દ્ર મોદીને પત્ર લખી તેમનો ભૂતકાળ અને વર્તમાન ટાંકીને જણાવ્યું છે કે સરદાર પટેલની સાદગી અને વિચારસરણીથી વિપરિત જીવન જીવતા તમને સરદાર પટેલ અંગે બોલવાનો કોઈ અધિકાર રહેતો નથી. મહેરબાની કરીને આપ વારંવાર આ રીતે સરદાર સાહેબ સાથે આપની સરખામણી કરીને સરદાર સાહેબનું અપમાન ન કરો એવી પ્રજા વતી મારી આપને વિનંતી છે. સરદાર સાદગી અને શક્તિનું પ્રતિક હતા. આપ ઐયાશી અને વાણીવિલાસનું પ્રતિક છો. આવા ભાષા પ્રયોગોથી દૂર રહેશો તો ગુજરાતની સેવા કરી ગણાશે.
મોઢવાડિયાએ પત્રમાં જણાવ્યું છે કે સરદાર સાહેબ કોંગ્રેસ પક્ષના અને રાષ્ટ્રના દિગ્ગજ નેતા સ્વાતંત્ર્યવીર હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સ્થાપક પ્રમુખ તરીકે ૨૧ વર્ષ સેવા બજાવી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે અને દેશના પહેલા કોંગ્રેસના મંત્રી મંડળમાં નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા. દેશના આઝાદી સંગ્રામના એક મહાન નાયક અને વર્તમાન ભારતનો નક્શો બનાવનાર આપ દયા ખાઈને કહો છો કે તેમના પર કોંગ્રેસ પક્ષે શું વિતાવ્યું હશે ? સરદાર સાહેબ જેવા વીર પુરૃષ સ્વયં એક શક્તિ હતા. સરદાર સાહેબનો એ જમાનામાં શ્રેષ્ઠ વકીલાત કરીને સમૃદ્ધ જીવન જીવી શક્યા હોત, પરંતુ જીવનની સર્વસક્તિ મહાત્મા ગાંધી અને દેશના ચરણે ધરીને બે જોડી કપડાથી જીવન ચલાવ્યું. મૃત્યુ વખતે ફકીરની જેમ માત્ર વિચારો અને આધૂનિક ભારતનો વાસ્તવિક નક્શો આપણા સૌના વારસામાં મુકીને ગયા. આપ આપની જાતને સરદારની સમકક્ષ કઈ હેસિયતથી ગણાવો છો ? ભૂતકાળમાં તમારે અને મારે સાઈકલના પણ ફાંફા હતા. પરંતુ અત્યારે આપની પાસે કેટલી જોડી કપડા, કેટલા જૂતા અને કેટલા ચશ્મા છે ? આ બાબતે લોકો ચર્ચા કરે તેના કરતા આપ આત્મખોજ કરી લેજો. હવે તો આપને મોટરકારમાં તો ઠીક, સાદા સરકારી હવાઈજહાજ અને હેલિકોપ્ટરમાં પણ ફાવતું નથી. એટલે ઉદ્યોગપતિઓના હવાઈજહાજો અને હેલિકોપ્ટરો આપના દેશ વિદેશના પ્રવાસ માટે સ્ટેન્ડ બાય રહે છે. જ્યારે સરદાર સાહેબને તો ભલભલા ભુપતિઓ અને ધનપતિઓ નાનકડી ભેટ આપવાની પણ હિંમત કરી શકતા નહી.
મોઢવાડિયાએ પત્રમાં જણાવ્યું છે કે સરદાર સાહેબે દેશમાંથી ૭૦૦ જેટલા રજવાડાઓને નાબુદ કરીને વર્તમાન ભારતની રચના કરવામાં પાયાનું કામ કર્યું, જમીનદારી પ્રથા નાબુદ કરીને દેશના ખેડૂતોને જમીનના માલિકો બનાવ્યા. પરંતુ આપ તો અત્યારે રાજ્યની સરકારી, ગૌચર અને જંગલની અબજો મીટર જમીન આપના માનીતા ઉદ્યોગપતિઓને પધરાવીને નવા જમીનદારો ઉભા કરી રહ્યા છો. સરદાર સાહેબ હયાત હોત તો આપની શું વલે કરી હોત તેની હું કલ્પના કરી શકું છું.
તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષે જ સરદાર સાહેબને એક મહાન ગુજરાતી સમજીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ અને દેશના નાયબ વડાપ્રધાન બનાવ્યા. પરંતુ આપ જે પટેલ સમાજના સંમેલનમાં ગયા હતા તે સમાજના જ આદરપાત્ર રાજકીય આગેવાનોની શું વલે કરી છે ? ભાજપના પાયામાં જેમનો પરિશ્રમ પડેલો છે તેવા મુરબ્બી કેશુભાઈ પટેલનું આપે કેટલી વખત અને કેવા અપમાનો કર્યા છે ? કેશુભાઈની રાજ્યસભાની ટિકિટ કાપીને આપે પિશાચી આનંદ લીધો હતો. પિતાતુલ્ય સ્વ. આત્મારામભાઈ પટેલ જેવા વયોવૃદ્ધ આગેવાનને સરદાર પટેલ સ્ટેડિયમમાં ભરી સભામાં સંપૂર્ણ વસ્ત્રાહરણ કરીને જીવતા સળગાવવાની કોશિશ થઈ તે કાર્યક્રમના નિર્માતા આપ નહોતા ? કેન્દ્ર ગુજરાત સાથે દુશ્મન દેશ જેવો વ્યવહાર કરે છે એવી વાત કરો છો ત્યારે શું આપે આપના રાજકીય ગુરૃ અડવાણી અને વિરોધપક્ષના નેતા સુષ્મા સ્વરાજનું ધ્યાન દોર્યું છે ખરું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved