Last Update : 18-April-2012, Wednesday

 

ઉદ્યોગ જગતમાં રોકાણ વધવાની અપેક્ષા
બેંક રેટમાં કાપ છતાં હોમલોન ધારકોને ત્વરિત રાહત નહીં મળે

ઓટોમોબાઈલ લોન પરના વ્યાજદરોમાં ઘટાડાની કાર ઉત્પાદકોને પ્રતીક્ષા

અમદાવાદ, મંગળવાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ તેની ધિરાણનીતિમાં ચાવી રૃપ દરોમાં ૫૦ બેઝિસ પોઈન્ટ અથવા તો અડધા ટકાનો ઘટાડો કર્યો છે પરંતુ, તેનાથી આવાસ ધિરાણ-હોમ લોન ધારકોને કોઈ ત્વરિત રાહત મળવાની આશા નથી. આથી ઉલ્ટુ, ઉદ્યોગ જગતને રોકાણ વધવાની અપેક્ષા છે ત્યારે ઓટોમોબાઈલ લોનના વ્યાજદરમાં ઘટાડાની સાથે વિકાસની પ્રતીક્ષા કાર ઉત્પાદકોને છે.
આરબીઆઈએ લેન્ડિંગ રેટ્સમાં કાપ મૂક્યા પછી મોટા ભાગની બેંકોએ એવી પ્રતિક્રિયા આપી હતી કે ઘટાડાનો લાભ તેમના હોમ લોન ધારકોને આપતા પહેલાં તેઓ હજુ થોડો સમય રાહ જોશે.
તેની પાછળનું કારણ આપતા બેંકરોએ કહ્યુ હતું કે ડિપોઝિટ અથવા તો થાપણો પર અપાતા વ્યાજદર હજુય ઉંચા છે અને વધારે વ્યાજદરની ઓફર કરવા છતાંય બેંકો ડિપોઝિટ મારફતે તેમની ધારણા પ્રમાણેનું ફંડ એકત્ર કરી શકતી નથી. આવા સંજોગોમાં જ્યારે બોરોઈંગ રેટ્સ ઉંચા હોય ત્યારે લેન્ડિંગ રેટ્સ ઘટાડવામાં આવે તો તેનાથી બેંકોનાં માર્જીનને અસર થઈ શકે છે.
નાણાંકીય વર્ષ ૨૦૧૨ દરમિયાન બેંકિંગ ઉદ્યોગ માટે ડિપોઝિટ્સમાં ૧૩ ટકા આસપાસનો વધારો થયો હતો ત્યારે તેની નોન ફુડ ક્રેડિટ ૧૬.૮ ટકાના દરે વધી હતી.
હોમ લોનના દરમાં કાપને નિસ્બત છે ત્યાં સુધી બેંકોની આંતરિક સ્પર્ધા પણ એક મુદ્દો છે. હોમ લોનમાં કોણ પહેલા ઘટાડો કરે છે તેમ બેંકો જુએ છે. બેંકોને તેમના નેટ ઈન્ટરેસ્ટ માર્જિનની પણ ફિકર રહે છે. નાણાંકીય વર્ષના પ્રથમ બે ક્વાર્ટર દરમિયાન ધિરાણ ઉપાડ પણ નીચો રહેવાની શક્યતા છે.
અત્યારે હોમ લોનના ફ્લોટિંગ રેટનો ઓપ્શન ધરાવતા ગ્રાહકો તેમની લોન ઉપર વાર્ષિક ૧૧.૫૦-૧૩ ટકા વચ્ચેનો વ્યાજદર ચુકવે છે. બંને પ્રકારના વિકલ્પમાં લગભગ સરખો જ રેટ ગ્રાહકો ચુકવે છે.
બેંકરોએ કહ્યું હતું કે ૫૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવા સાથે નજીકના ભવિષ્યમાં બીજા કોઈ ઘટાડાની અપેક્ષા નહીં રાખવાના સંકેત પણ આરબીઆઈએ આપ્યા હોવાથી વ્યાજદરમાં તરત જ ઘટાડો બેંકો કરશે નહીં. આ હકિકતને પણ બેંકો ધ્યાનમાં રાખશે.
ઉંચા ધિરાણખર્ચને કારણે છેલ્લાં કેટલાક સમયથી ઉદ્યોગ જગતમાં રોકાણો અટક્યા હતાં. અલબત્ત, હવે અડધો ટકાનો ઘટાડો થયો હોવાથી રોકાણો વધવાની અપેક્ષા ઉદ્યોગ જગતને છે. સીઆઈઆઈએ કહ્યું હતું કે રેપો રેટમાં ઘટાડો થવાથી ઉદ્યોગમાં રોકાણ વધશે અને અર્થતંત્ર પણ ચેતનવંત બનશે.
એસોચેમે પણ આવો જ સૂર વ્યક્ત કર્યો હતો. સંસ્થાએ કહ્યુ હતું કે છેલ્લાં બે વર્ષ ઉંચા વ્યાજદરોને કારણે નવા રોકાણો અટકી પડયા હતાં અને ઔદ્યોગિક ઉત્પાદન ઘટયુ હતું. મધ્યસ્થ બેંકે જોકે, સુસ્તીને દૂર કરવાના આક્રમક પગલાં લીધાં છે તેથી રોકાણ ફરીથી ચાલુ થશે.
ઓટોમોબાઈલ સેક્ટરે કાપને આવકાર્યો હતો. તેમના કહેવા પ્રમાણે ઓટો, હોમ અને કોર્પોરેટ વગેરે ધિરાણો સસ્તા થશે. ઓટોમોબાઈલ સેક્ટરમાં વેચાણ વધશે અને તેની સાથ ઉદ્યોગનો વિકાસ થશે.
મોટરકારના નિર્માતાએ કહ્યુ હતું કે રિટેલ લેવલે કેટલાં પ્રમાણમાં વ્યાદર ઘટે છે તે જોવાનું રહેશે. ગ્રાહકના લાભમાં ઘટાડો થશે તો કારનું વેચાણ વધશે.
વ્યાજના ઉંચા દરો તેમ જ ઈંધણની વધુ કિંમતને કારણે પાછલા વર્ષે સ્થાનિક કારના વેચાણમાં ફકત ૨.૧૯ ટકાનો વધારો થયો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved