Last Update : 18-April-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૮-૦૪-૨૦૧૨, બુધવાર
ચૈત્ર વદ બારસ - પંચક છે
આજે પ્રદોષ વ્રત

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૫૫ મિ.
નવકારસી સમયઃ (અ)૭ ક. ૦૭ મિ. (સૂ) ૭ ક. ૦૭ મિ. (મું) ૭ ક. ૦૮ મિ.
જન્મરાશિ ઃ આજે સવારના ૯ ક. ૪૩ મિ. સુધીમાં જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પૂર્વાભાદ્રપદ સાંજના ૪ ક. ૧૭ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મેષ, મંગળ-સંિહ, બુધ-મીન, ગુરૂ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા તુલા (વ) રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન.
ચંદ્ર ઃ સવારના ૯ ક. ૪૩ મિ. સુધી કુંભ પછી મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ દક્ષિણાયન વસંત ૠતુ રા.દિ. ચૈ. ૨૯ માસ-તિથિ-વાર.
ચૈત્ર વદ બારસને બુધવાર પ્રદોષ, પંચક
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદીઉલઅવ્વલ માસનો ૨૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આદર માસનો ૪ રોજ શહેરેવર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ સગા સંબંધી, મિત્રવર્ગથી, ચંિતા ખર્ચ થાય, બહાર જવું પડે. નોકરી-ધંધાના કામ અંગે સમય-શ્રમ-નાણાંનો વ્યય, ચંિતા રહે.

 

વૃષભ ઃ આપની રોજીંદી કામગીરીમાં, નોકરી-ધંધામાં મહેનતના પ્રમાણમાં લાભ-ફાયદો ઓછો જણાય પરંતુ નુકસાન થાય નહીં તેનું ઘ્યાન રાખવું.

 

મિથુન ઃ નોકરી-ધંધામાં આવક થાય. ઉઘરાણીના નાણાં છુટા થાય નવો ધંધો મેળવવાના પ્રયત્નોમાં પ્રગતિ-સફળતા જણાય.

 

કર્ક ઃ રૂકાવટ-ચંિતા હળવી થવાથી તમારા રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય.

 

સંિહ ઃ બંધનમાં ન હોવ છતાં બંધનયુક્ત પરિસ્થિતિમાં, આંતરિક ચંિતા-વ્યવથામાં હોય તેમ લાગ્યા કરે. ગુસ્સો આવી જાય.

 

કન્યા ઃ આપના નોકરી-ધંધાના, પત્ની-સંતાન-પરિવારના કામમાં સાનુકૂળતા રહે. આકસ્મિક કોઈને મળવાનું થાય.

 

તુલા ઃ નોકરી-ધંધાનું કામ રૂકાવટવાળું રહેવાથી ચંિતામાં રહો. બી.પી.ની વધઘટ, પિતૃપક્ષની ચંિતાથી બેચેની અનુભવો.

 

વૃશ્ચિક ઃ પુત્ર પૌત્રાદિકના, નોકરી-ધંધાના કામમાં ચંિતા, રૂકાવટ મુશ્કેલી હળવી થાય. સરકારી કે કરારી ધંધામાં ધંધો, આવક થાય.

 

ધન ઃ નોકરી-ધંધાના, સગા સંબંધી, મિત્રવર્ગના કામની વ્યસ્તતા રહે. પરંતુ તમારી જીદ્દ-મુમત-અહમમાં તકલીફ થાય.

 

મકર ઃ યાત્રા પ્રવાસના આયોજન અંગે, નોકરી-ધંધાની કામગીરી અંગે ચર્ચા વિચારણા થાય. પત્નીને કારણે ચંિતા-મુશ્કેલી અનુભવો.

 

કુંભ ઃ આપના રૂકાવટવાળા કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધાનું કામ ઉકેલાય. ઉઘરાણીના નાણાં આવવાથી રાહત રહે.

 

મીન ઃ શારીરિક-માનસિક અસ્વસ્થતા, શ્રમ, થાકના કારણે કામમાં કોઈ ભલીવાર આવે નહીં. સાંસારીક પ્રશ્ને ચંિતા રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૮-૦૪-૨૦૧૨, બુધવાર

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ નોકરી-ધંધાના કામમાં વર્ષારંભે લાભદાયી રહે. ધર્મકાર્ય, શુભકાર્ય, વ્યવહારીક, સામાજીક, કૌટુંબીક કામમાં સાનુકૂળતા રહે. જૂના સંબંધો તાજા થાય. કોઈના સાથે મનદુઃખ થયેલું હોય તો સમાધાન થાય. આંખમાં દર્દપીડાથી, ઇજાથી તકલીફ થાય નહીં તેની તકેદારી રાખવી. હેરડાઈ કરનારે, લેન્સ પહેરનારે વિશેષ સંભાળવું રહે નોકરી-ધંધામાં નાણાંકીય જવાબદારીના કારણે, ખોટું કામ કરવાના કારણે બંધન-શિક્ષા-નુકસાન કે કાનૂની પ્રશ્રનો સામનો કરવો પડે. ભાગ્યોદય-પ્રગતિમાં રૂકાવટ જણાય. પત્ની-સંતાન-પરિવારના ભાગ્યબળથી તેમજ તમારી ભક્તિ-પૂજા-મંત્રજાપથી તમે મોટી મુશ્કેલી, આપત્તિમાંથી બચી શકો. - સ્ત્રી વર્ગને પ્રતિકુળતા આરોગ્યની બાબતમાં રહેવાથી રોજીંદા કામમાં સ્ફૂર્તિ, આનંદ જણાય નહીં. - વિદ્યાર્થીવર્ગને કૌટુંબીક તકલીફ, રૂકાવટના કારણે ભણવામાં એકાગ્રતા જળવાય નહીં. પરંતુ વર્ષની શરૂઆતથી જ વિદ્યાભ્યાસમાં મહેનત કરતા રહેવું સાનુકૂળ રહેશે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

રીસેસમાં બધા ટોળટપ્પા મારી રહ્યા હતા એમાં લગ્નની સીઝન ચાલતી હોવાથી છગને સવાલ કર્યો, ‘‘વરઘોડામાં વરરાજાને ઘોડા ઉપર કે મોટરમાં શા માટે બેસાડવામાં આવે છે ખબર છે?’’
‘‘હા, વળી!’’ મગન બોલ્યો, ‘‘પોતાનો વટ દેખાડવા!’’
‘‘ના,’’ છગને કહ્યું, ‘‘નાસી છૂટવું હોય તો છેલ્લી તક એ રીતે વરરાજાને યાને ભાવિ પતિને આપવામાં આવે છે.’’

[Top]
 

આજ ની રેસીપી

 

આદું તથા લીલાં મરચાનું અથાણું


સામગ્રીઃ ૧૦૦ ગ્રામ મરચા, ૫૦ ગ્રામ આદું, ૧ લીંબુનો રસ, ૨ ચમચા મીઠું.
રીતઃ મરચાંને કપડાથી લૂછી નાખો. આદુંની છાલ ઉતારીને તેને પાતળું તથા લાંબુ સમારી લો. એક નાની બોટલમાં મીઠું તથા લીંબુ નાખીને રાખી દો. મરચાંને નાના નાના ટુકડામાં સમારી લો. પછી તેમાં સામગ્રી મિક્સ કરીને બોટલમાં ભરી દો. આ અથાણું તમે બીજા દિવસથી જ ખાઈ શકો છો. તે ૧૦-૧૫ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકાય છે. આ અથાણું દાળભાત સાથે ખૂબ સરસ લાગે છે.

આખાં લાલ મરચાંનું અથાણું


સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મોટાં લાલ મરચાં (અથાણાં માટેનાં), ૧૦૦ ગ્રામ આમચૂર, ૧૦૦ ગ્રામ આખા ધાણા, ૨૫ ગ્રામ સૂકી મેથી, ૨૫ વરિયાળી, ૧૦ ગ્રામ ક્લોંજી, ૧ ચમચો હળદર પાઉડર, ૫૦૦ મિલીલિટર તેલ તથા મીઠું સ્વાદ મુજબ.
રીતઃ મરચાંને લૂછીને તેનાં ડીટિયાં કાઢી નાખો. તેને થોડીવાર તડકામાં સૂકવો. આખા મસાલાને એક પેનમાં શેકીને તેને પીસીલો. પછી તેમાં મીઠું અને તેલ મિક્સ કરો. પછી જ્યાંથી મરચાંના ડીટિયા કાઢ્‌યાં હતા તે જગ્યાએથી મસાલો સરખી રીતે અંદર ભરી દો. એક અઠવાડિયા સુધી તડકે સૂકવો તથા વચ્ચે વચ્ચે હાથફેરો કરો. આખા મરચાનું આ અથાણું આખું વર્ષ ખરાબ નહીં થાય. પૂરી, પરોઠાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved