Last Update : 17-April-2012, Tuesday

 

નવી 'આઈપીએલ' કહેવતો!

 

આઈપીએલની દરેક મેચ જોતાં જોતાં કોઇને કોઇ જુની કહેવત યાદ આવી જાય છે! જેમકે સૌરવ ગાંગુલીને જોતાં જ યાદ આવે ''વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ના ભૂલે!'' અથવા ઢીલા-ઢસ્ ધોનીને જોઇને થાય કે ''રાઇના ભાવ રાતે ગયા...''
પણ અમુક વખતે લાગે છે કે જુની કહેવતો પરથી હવે નવી આઈપીએલ કહેવતો બની રહી છે! જેમકે...
* * *
જુની ઃ નાચવું નહિ ને આંગણું વાંકુ
આઈપીએલ ઃ ફોર્મમાં નહિ ને ફીટનેસનું બહાનું!
* * *
જુની ઃ એક તો મિયાં ખેંખલી, ઉપરથી માંદા પડયા
આઈપીએલ ઃ એક તો પૂના નબળું, ઉપરથી ગાંગુલી મળ્યા!
* * *
જુની ઃ જેની દાળ બગડી એનો દિવસ બગડયો.
આઈપીએલ ઃ જેનો કેચ બગડયો એની મેચ બગડી!
* * *
જુની ઃ આખું કોળું શાકમાં
આઈપીએલ ઃ આખું સ્કોર કાર્ડ લેગ-બાયમાં!
* * *
જુની ઃ આસમાનથી ટપક્યા તો ખજુરમાં અટક્યા
આઈપીએલ ઃ એલબી થી બચ્યા તો રનઆઉટમાં લટક્યા!
* * *
જુની ઃ બુધે નાર પાંસરી
આઈપીએલ ઃ સિક્સરે મેચ પાધરી!
* * *
જુની ઃ ડુંગરા દૂરથી જ રળિયામણા
આઈપીએલ ઃ નીતા અંબાણી ટીવીમાં જ રૃપાળાં!
* * *
જુની ઃ પાદવાની પહોંચ નહિ, ને તોપખાનાનાં બણગાં
આઈપીએલ ઃ સિંગલની સૂઝ નહિ, ને સિક્સરનાં શમણાં
* * *
જુની ઃ લાંબા સાથે ટુંકો જાય, મરે નહિ તો માંદો થાય
આઈપીએલ ઃ સચિન જોડે સહેવાગ જાય, મુંડાય નહિ તો ટાલિયો થાય!
* * *
જુની ઃ નંદના ફંદ ગોવિંદ જાણે
આઈપીએલ ઃ મેચનાં રિઝલ્ટ બુકીઓ જાણે!

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved