Last Update : 17-April-2012, Tuesday

 

દીદીની દાદાગીરી

બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી તેમની અકોણાઇ, આડોડાઇ અને અક્કડપણા માટે જાણીતાં છે. ઘણા સમય લગી તેમના આ ગુણો લોકઆંદોલનની તરફેણમાં કે શાસક ડાબેરી પક્ષની સામે પ્રયોજાતા હોવાથી, તેમનો ઉલ્લેખ ઘણા અંશે અહોભાવપૂર્વક થતો હતો. એ નકારાત્મક નહીં, પણ હકારાત્મક અર્થમાં તેમની ‘દાદાગીરી’ તરીકે - કહો કે ‘દીદીગીરી’ તરીકે- ઓળખાતા હતા. મુખ્ય મંત્રી બનતાં પહેલાં અને ત્યાર પછી કેન્દ્ર સરકાર સામે પણ તેમની પગપછાડની નવાઇ ન હતી. મહત્ત્વનાં સાથીદાર તરીકે તે યુપીએ સરકારને વડચકાં ભરતાં હોય અને સરકાર લાચારી અનુભવતી હોય એવા પ્રસંગો સામાન્ય ગણાતા હતા.
પરંતુ સત્તા પર આવ્યાના થોડા સમયમાં બંદૂક એ જ રહી છે, પણ તેનું નાળચું હવે બીજી તરફ તકાયું છે. સરકારી પુસ્તકાલયોમાં આવતાં અંગ્રેજી અખબારો પર સૌથી પહેલાં દીદીની કાતર ફરી ગઇ. નિયમલેખે અમુક જ બંગાળી અખબારો પુસ્તકાલયોમાં આવે એવો દીદીનો ફતવો નીકળ્યો.
સાંસ્કૃતિક બાબતો માટેના બજેટમાં તોતંિગ વધારો કરનાર દીદી સરકાર અખબારોની બાબતમાં કરકસર કરે એ સમજાય એવું ન હતું. છતાં, તેનો હોબાળો મર્યાદિત પ્રમાણમાં થયો. એ વખતે આપખુદશાહીની બૂમો પાડનારા લોકોને અંદાજ ન હતો કે ટૂંક સમયમાં મમતા બેનરજી ખુદ સામે ચાલીને પોતાની આપખુદશાહીનું પ્રમાણ પૂરું પાડશે.
મમતા બેનરજીએ કેન્દ્રીય રેલવે મંત્રી તરીકે દિનેશ ત્રિવેદીના સ્થાને મુકુલ રોયને બેસાડી દીધા. એ ઘટનાક્રમને સાંકળીને મમતા બેનરજી, મુકુલ રોય અને દિનેશ ત્રિવેદીની તસવીરો સાથે, સત્યજીત રાયની બાળવાર્તા ‘સોનાર કિલ્લા’ના સંવાદ મૂકી દેવાયા હતા. પહેલા સંવાદમાં ભારતીય રેલવેના ‘લોગો’ ભણી જોઇને મમતા બેનરજી કહે છે, ‘જો મુકુલ, સોનાનો કિલ્લો.’ મુકુલ રોય દિનેશ ત્રિવેદી ભણી જોઇને કહે છે,‘પણ આ દુષ્ટ માણસ છે.’ મમતા કહે છે, ‘દુષ્ય માણસ, છૂમંતર.’ એટલે ‘દુષ્ટ માણસ’ અલોપ થઇ જાય છે. આ તસવીરો-સંવાદો જાદવપુર યુનિવર્સિટીના એક અઘ્યાપકે ૬૫ જણને ઇ-મેઇલ થકી મોકલ્યા, તેમાં જાણે આભ તૂટી પડ્યું. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરની ફરિયાદને એફ.આઇ.આર. ગણીને અઘ્યાપકની ધરપકડ કરવામાં આવી. તેમની સામે નોંધાયેલી સત્તાવાર ફરિયાદમાં પણ, અદાલતના વોરંટ વિના તેમની ધરપકડ થઇ શકે એવો કોઇ ગુનો નોંધાયેલો ન હતો. છેવટે આઇટી એક્ટ પ્રમાણે, વાંધાજનક સામગ્રીના પ્રસારનો ગુનો લગાડવામાં આવ્યો.
અઘ્યાપકને રાત્રે પોણા દસ વાગ્યે પોલીસ સ્ટેશને ઉપાડી જવાયા. તરત તેમની સામે ફરિયાદ નોંધાઇ અને રાતના ૧૨ઃ૪૦ કલાકે ધરપકડનો સત્તાવાર સમય બતાવવામાં આવ્યો. આખી રાત અઘ્યાપકને લોક અપમાં જ વીતાવવી પડી. જાદવપુર (પૂર્વ) પોલીસ સ્ટેશન અને અલીપોર અદાલતમાં ૧૬ કલાક ગાળ્યા પછી અઘ્યાપકનો છૂટકારો થયો. અઘ્યાપકની મુક્તિનું ખરું કારણ ધરપકડ સામે થયેલો હોબાળો હતો. મમતા બેનરજીનું આ સ્વરૂપ જોઇને ફક્ત રાજકીય વિરોધીઓ જ નહીં, તેમની પ્રત્યે, તેમના ‘પરિબર્તન’ના સૂત્ર પ્રત્યે થોડીઘણી શ્રદ્ધા ધરાવનારા ટેકેદારો પણ ખળભળી ઉઠ્‌યા. વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ પક્ષનો પ્રચાર કરનારાં વિખ્યાત લેખિકા મહાશ્વેતાદેવીએ ધરપકડને અત્યંત ખેદજનક અને શરમજનક ગણાવી. વેસ્ટ બેન્ગાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનના વડાએ આ ધરપકડને આપખુદ નિર્ણય ગણાવીને કહ્યું કે તેનાથી ખોટા સંકેત ગયા છે અને ભવિષ્યમાં આ જાતના બનાવનું પુનરાવર્તન થવું ન જોઇએ. લેખકો અને નાટ્યકારોથી માંડીને મમતા બેનરજીને ટેકો આપી ચૂકેલા જાહેર જીવનના ઘણા લોકોની એક જ વાત હતીઃ આવું જ ચાલુ રહે, તો કાલે ઉઠીને અમારો પણ વારો આવી જાય.
મમતા બેનરજી છેલ્લા થોડા સમયથી સતત વિવાદોમાં ઘેરાતાં રહ્યાં છે અને એના માટે તેમના સિવાય બીજા કોઇને દોષ દઇ શકાય એમ નથી. બળાત્કારના કેસની તપાસ કરનાર પોલીસ અફસર દમયંતી સેનની બદલીનો મામલો હોય કે રેલવેના હિતમાં જરૂરી પગલાં લેતું બજેટ આપનાર દિનેશ ત્રિવેદીની હકાલપટ્ટી, મમતા બેનરજી આપખુદ રીતે વર્તીને પોતાનાં પગલાં વાજબી ઠરાવવાની સતત કોશિશ કરતાં રહે છે. પરંતુ તેમના પક્ષના વફાદાર નેતાઓ સિવાય તેમની દલીલોના બીજા કોઇ લેવાલ મળતા નથી.
અઘ્યાપક સામે થયેલી ત્વરિત- કિન્નાખોરીયુક્ત પોલીસ કાર્યવાહી અને અઘ્યાપક પર હુમલો કરનાર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસે રાખેલી ઢીલાશ, આ બન્ને વચ્ચેનો તફાવત એટલો સ્પષ્ટ છે કે એ જોઇને મમતા બેનરજીના ટેકેદારો પણ આ કયા પ્રકારનું ‘પરિવર્તન’ આવ્યું તે વિચારતા થઇ ગયા છે.
મમતા બેનરજી પાસે છાપ સુધારવાનાં હજુ થોડાં વર્ષ છે, પરંતુ તેમનું વલણ અત્યારે છે એવું જ સ્વકેન્દ્રી અને આપખુદ રહેશે, તો બંગાળના લોકો મમતા સરકારને ત્રણ દાયકા જેટલો લાંબો સમય નહીં આપે અને જાતે જ પરિવર્તન આણી દેશે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક.ના જેલ પર તાલિબાને હુમલો કરતાં ૪૦૦ કેદીઓ ભાગી છુટયા

સંસદ પરના તાલિબાન હુમલો ખાળવા સાંસદો જ મેદાને પડયા

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં ૬.૪નો ધરતીકંપ ઃ જાનહાનિ નહી
ભારતે શાહરૃખની અટકાયત મુદ્દે અમેરિકા સમક્ષ નારાજગી વ્યક્ત કરી
હાર્ટએટેકની આગોતરી ચેતવણી આપતું સાધન વિકસાવાયું
અંડર-૧૯ઃ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને વન ડે ટુર્નામેન્ટ જીતી

આજે મુંબઇ અને દિલ્હી વચ્ચેની ટક્કર અંગે ચાહકોમાં ઈંતેજારી

ભારતીય વાયુ સેના પાસે સંસાધનોની ભારે ઉણપ ઃ સંસદીય સમિતિ સમક્ષ રજૂઆત
કેરળના ગણપતિ મંદિરમાંથી અઢી કરોડના આભુષણો ગાયબ
કોલેજિયને ફોઇના ઘરમાંથી સાડા નવ લાખના દાગીના ચોર્યા
બાથરૃમની બારીમાંથી ઘૂસીને રૃા.૩૨ લાખની માલમતા ચોરી
પુણે પાલિકાની બસ બે કર્મચારી ઉઠાવી ગયા ઃ પ્રવાસીઓના પૈસા પડાવ્યા
કિંગ્સ ઇલેવન પંજાબનો કોલકાતા સામે બે રનથી રોમાંચક વિજય
બાંગ્લાદેશ પાકિસ્તાનના પ્રવાસમાં એક વન ડે અને ટી-૨૦ રમશે
ઇટાલીયન ફૂટબોલ ખેલાડી મોરોસીનીનું ચાલુ મેચમાં મોત
 
 

Gujarat Samachar Plus

એડમિશન તો મોંઘું પણ એડમિશનની પ્રક્રિયા કમરતોડ
બોડી માટે એક ગ્રીન મૂવમેન્ટ એટલે શાકાહાર
ત્રણ લોખંડી યાદો આજે પણ જર્જરીત નથી થઈ
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે
સૂર્યના સીઘા કિરણો આપણાં શરીરને વાંકુ કરે તે પહેલાં
મેડિટેશન એક મજા જ નહીં મનને બદલવાની એક કસરત
છાશની ટાઢક આપતું શહેરનું સેવાભાવી યુથસર્કલ
નૈસર્ગીક-કાથા-કોપરની-કમાલની કલાકૃતિઓ
ફોટોસને આપો પ્રોફેશનલ કેમેરા જેવી ફોક્સ ઇફેક્ટ
 

Gujarat Samachar Glamour

અક્ષયની ફિલ્મમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવાયો
અભિષેક- રણબીર ‘ઓલસ્ટાર્સ ફૂટબોલ ક્લબ’ બનાવાશે
રાની મુખર્જી-પ્રીટી ઝંિટા વચ્ચે જંગ છેડાશે
સલમાનની ગરદન ઉપરના લવબાઇટે તેની પોલ ખોલી
નીલને સંગીત બનાવવાનું ઘણું ગમે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved