Last Update : 17-April-2012, Tuesday

 

નિર્મલ બાબા ટુ ચંદ્રાસ્વામી દુઃખોમાં વધારો કરતા કૌભાંડ

- સમાચાર માઘ્યમો જાણ્યે-અજાણ્યે કૌભાંડી બાબાઓનો ધંધો ચાલવા દે છે...

 

આજકાલ નિર્મલ બાબાનું કૌભાંડ ચમકી રહ્યું છે. દુઃખો દુર કરવા બાબા આશિર્વાદ આપીને લાખ્ખો રળી લેતા હતા. જોકે આવા બાબાઓથી સંસાર ખીચોખીચ ભરેલો છે. દરેક જણ નાની મોટી સમસ્યાથી પીડાતો હોય છે.
આ સમસ્યાનું સોલ્યુશન જ્યારે તેને નથી મળતું ત્યારે તે ચમત્કાર અને આઘ્યાત્મનો રસ્તો પકડે છે. આવા નિર્મલ બાબાઓથી સંસાર ભરેલો છે. સમસ્યાઓનો સામનો કરતા થાકેલા લોકોની સ્થિતિ માટે આ બાવાઓ માનસિક રોગોના ડૉકટર સમાન હોય છે.
આ લોકો પોતાને ભગવાનના એજન્ટ ગણે છે અને પોતાનું પેટ ભરતાં-ભરતાં ચાર પેઢી માટે ભેગું કરી લે છે. મૂળ મુદ્દે આ છેતરપીંડીનો વ્હાઇટ કૉલર બીઝનેસ છે. આ બિઝનેસનું માર્કેટીગ થાય છે, તે માટે એજન્ટો રખાય છે. આ ધંધો કરનારને શરૂઆતમાં પોતાને ખાવાના ફાંફા હોય છે પછી લોકોને પ્રસાદી રૂપે મફત ભોજન આપતા થઇ જાય છે.
નિર્મલ બાબાના કેસમાં આશ્ચર્યની વાત એ છે કે જે ટીવી ચેનલ રોજ સવારે બાબાનો કાર્યક્રમ બાતવતી હતી તેણે જ બાબાના બે-નંબરી કરોડો રૂપિયાનો કારોબાર બહાર પાડ્યો છે.
સમાચાર માઘ્યમો જાણે-અજાણે આવા બાબાઓને જાહેરાતના નામે ટેકો આપે છે. આવા બાબાઓની કૌભાંડની જાળ પાછળ સમાચાર માઘ્યમો પણ જવાબદાર છે. મોટા ભાગની ટીવી ચેનલો આવા પ્રોગ્રામો આપે છે જેથી શ્રઘ્ધાના બદલે અંધશ્રઘ્ધા વઘુ પાંગરે છે.
ભારતના લોકોએ ઘણાં ચમત્કારીક બાબાઓ જોયા છે. કોઇ યોગ શીખવાડે કે આયુર્વેદની દવા આપે ત્યાં સુધી ઠીક છે પરંતુ તમારા દુઃખો દૂર કરવાનો ઈલાજ બતાવે છે ત્યારે જેમને લાભ થાય છેે તે કમરેથી વળીને પગે લાગે છે અને બીજા ચાર સમક્ષ તેનો પ્રચાર કરે છે.
કર્મના સિઘ્ધાંતમાં લોકો માને છે પરંતુ રાતોરાત પૈસાદાર થવા માટે લોકો ચમત્કારની શોધમાં ભટકે છે. આ શોધ તેમને જુઠ્ઠાં વચનો આપનાર અને આગાહીઓ કરનારાની ચુંગાલમાં ફસાવી દે છે. આશામાંને આશામાં તે ખુવાર થઇ જાય છે.
નિર્મલ બાબાનું માર્કેટીંગ ખુબ આઇડિયાથી તૈયાર કરાયું હતું. તેમના સંમેલનમાં જવાના રૂા. ૨૦૦૦ લેવાતા હતા અને પ્રશ્ન પૂછવા તેમના ખાતામાં પૈસા જમા કરાવવા પડતા હતા.
નિર્મલ બાબાએ કોઇના ખિસ્સામાં હાથ નથી નાખ્યો પણ પહેલાં પૈસા જમા કરાવ્યા બાદ જીવનમાં નસીબ ચમકે તે માટે ટીપ્સ આપતા હતા.
સમાજ રચના એ પ્રકારની છે કે દરેકને પૈસાદાર થવું છે અને સમસ્યા વિના જીવવું છે. આજની સ્થિતિ કાયમ માટે રહેવાની નથી એ આપણું વેદસૂત્ર કોઇ સ્વીકારવા તૈયાર નથી. જેનો લાભ બાબાઓ, ભૂવાઓ અને તાંત્રિકો ઉઠાવે છે.
રાજકારણીઓ આવા ચમત્કારીક બાબાઓના શરણે વઘુ જતા હોય છે. જે ધંધામાં અનિશ્ચિતતા છે ત્યાં બાબાઓના અડ્ડા છે.
રાજકારણમાં ઈન્દિરા ગાંધીના શાસન વખતે ચંદ્રાસ્વામીનો સિક્કો પડતો હતો. આવા બાબાઓનો દશકો આવે છે, ત્યાં સુધીમાં તે લોકોને ઘૂતીને માલેતૂજાર બની જાય છે. ચંદ્રાસ્વામી તો રાજકારણીઓને પ્રધાનપદુ અપાવતા હતા અને ઉચ્ચ અધિકારીઓને ખિસ્સામાં રાખતા હતા. અહીં પ્રશ્ન વગ, માર્કેટીંગ અને નેટવર્કનો છે.
હકીકત તો એ પણ છે કે અન્ય વ્યવસાયોમાં પણ કોઇને કોઇ રીતે પ્રજા સાથે છેતરપીંડી થાય છે. નિર્મલ બાબા એ છેતરપીંડી ડૉટ કૉમની કંપની જ ચલાવતા હતા.
એવરેજ લોકોને લગ્ન, ઈસ્યુ, નોકરી, ધંધામાં બરકત અને પૈસાદાર થવાની સમસ્યાઓ હોય છે. કોઇપણ વ્યક્તિની સમસ્યાઓ નિર્મલ બાબા દૂર કરી શકતા હતા તેની પાછળનું કારણ એ કે તે હ્યુમન સાયકોલાજીના જાણકાર હતા.
નિર્મલ બાબા આજકાલ ભલે સમાચારોમાં ચમકતા હોય પરંતુ આવા અનેક નિર્મલો બજારમાં ફરે છે, અને અનેક દુઃખી આત્માઓ તેમના આશિર્વાદ લેવા લાઇનમાં ઊભા રહે છે.
જ્યાં સુધી સંસારમાં દુઃખો છે ત્યાં સુધી આવા બની બેઠેલા ભગવાનના એજન્ટોની દુકાન ચાલુ રહેવાની છે. તે પકડાતા રહેશે, તેમના અંગે વિવાદ ચાલતો રહેશે અને નવા બાબાઓ ઊભા થતા રહેશે.
નિર્મલ બાબાઓ જેવાને અટકાવવા હશે તો સમાજમાં જાગૃતિનો પવન ફૂંકવો પડશે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જાગૃતિનો પવન ફૂંકનારા પણ યશ, માન, પ્રતિષ્ઠા મેળવવા બાબાને પગે લાગે છે. જ્યાં સુધી પ્રજામાં આવા બાબાઓને ઓળખવા બાબતે સ્વયંભૂ જાગૃતિ નહીં આવે ત્યાં સુધી બાબાઓના આશિર્વાદ આપતા કારખાના ચાલવાના છે. ક્યારેક કોઇ કૌભાંડ પકડાય ત્યારે લોકો થોડું વિચારતા થઇ જાય છે પરંતુ સમાજમાં તાત્કાલીક આવો કોઇ સુધારો શક્ય નથી.
કોઇ રખેને એમ માને કે અશિક્ષિત લોકો આવા બાબાની મોહજાળમાં ફસાય છે, ડૉકટરો, વકીલો, તંત્રીઓ અને પત્રકારો પણ આવા બાબાઓની કંઠી બાંધતા હોય છે. રાજકારણીઓ પણ આવા બાબાની આસપાસ ફરતા હોય છે. ચમત્કાર માટે આશિર્વાદ લેવા લોકો લાઇનમાં ઊભા રહે છે. ૧૦માંથી બે જણાને થતો લાભ અન્ય કારણોસર હોય છે પરંતુ આ બે બીજા વીસને ખેંચી લાવે છે.
નિર્મલ બાબા ચારેબાજુથી ફસાયા છે. પ્રજાને સમસ્યાથી બચવા ટીપ્સ આપતા નિર્મલ બાબા બચવા માટે કઇ ટીપ્સનો ઉપયોગ કરશે?!

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક.ના જેલ પર તાલિબાને હુમલો કરતાં ૪૦૦ કેદીઓ ભાગી છુટયા

સંસદ પરના તાલિબાન હુમલો ખાળવા સાંસદો જ મેદાને પડયા

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં ૬.૪નો ધરતીકંપ ઃ જાનહાનિ નહી
ભારતે શાહરૃખની અટકાયત મુદ્દે અમેરિકા સમક્ષ નારાજગી વ્યક્ત કરી
હાર્ટએટેકની આગોતરી ચેતવણી આપતું સાધન વિકસાવાયું
અંડર-૧૯ઃ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને વન ડે ટુર્નામેન્ટ જીતી

આજે મુંબઇ અને દિલ્હી વચ્ચેની ટક્કર અંગે ચાહકોમાં ઈંતેજારી

ભારતીય વાયુ સેના પાસે સંસાધનોની ભારે ઉણપ ઃ સંસદીય સમિતિ સમક્ષ રજૂઆત
કેરળના ગણપતિ મંદિરમાંથી અઢી કરોડના આભુષણો ગાયબ
કોલેજિયને ફોઇના ઘરમાંથી સાડા નવ લાખના દાગીના ચોર્યા
બાથરૃમની બારીમાંથી ઘૂસીને રૃા.૩૨ લાખની માલમતા ચોરી
પુણે પાલિકાની બસ બે કર્મચારી ઉઠાવી ગયા ઃ પ્રવાસીઓના પૈસા પડાવ્યા
કિંગ્સ ઇલેવન પંજાબનો કોલકાતા સામે બે રનથી રોમાંચક વિજય
બાંગ્લાદેશ પાકિસ્તાનના પ્રવાસમાં એક વન ડે અને ટી-૨૦ રમશે
ઇટાલીયન ફૂટબોલ ખેલાડી મોરોસીનીનું ચાલુ મેચમાં મોત
 

 

 

Gujarat Samachar Plus

એડમિશન તો મોંઘું પણ એડમિશનની પ્રક્રિયા કમરતોડ
બોડી માટે એક ગ્રીન મૂવમેન્ટ એટલે શાકાહાર
ત્રણ લોખંડી યાદો આજે પણ જર્જરીત નથી થઈ
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે
સૂર્યના સીઘા કિરણો આપણાં શરીરને વાંકુ કરે તે પહેલાં
મેડિટેશન એક મજા જ નહીં મનને બદલવાની એક કસરત
છાશની ટાઢક આપતું શહેરનું સેવાભાવી યુથસર્કલ
નૈસર્ગીક-કાથા-કોપરની-કમાલની કલાકૃતિઓ
ફોટોસને આપો પ્રોફેશનલ કેમેરા જેવી ફોક્સ ઇફેક્ટ
 

Gujarat Samachar Glamour

અક્ષયની ફિલ્મમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવાયો
અભિષેક- રણબીર ‘ઓલસ્ટાર્સ ફૂટબોલ ક્લબ’ બનાવાશે
રાની મુખર્જી-પ્રીટી ઝંિટા વચ્ચે જંગ છેડાશે
સલમાનની ગરદન ઉપરના લવબાઇટે તેની પોલ ખોલી
નીલને સંગીત બનાવવાનું ઘણું ગમે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved