Last Update : 17-April-2012, Tuesday

 

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો અમલ કરાવવો અશક્યપ્રાયઃ છે

કેન્દ્ર સરકાર આ કાયદાનો અમલ કરાવવા માંગતી હશે તો તેણે વર્ષે ૨.૩ લાખ કરોડ રૃપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે

સરકારના બધા નિર્ણયો પ્રજાના હિતમાં નથી હોતાં અને અદાલતોના બધા ચુકાદાઓ પ્રજા પાસે અમલ કરાવી શકાય તેવા નથી હોતા. ભારતમાં બાળલગ્ન વિરોધી કાયદો છે, પણ તેનો અમલ કેવો અને કેટલો થાય છે એ આપણા સૌના અનુભવની બાબત છે. સુપ્રિમ કોર્ટે દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવ્યું તેને કારણે બધા વાહનચાલકો હેલ્મેટ પહેરતા નથી થયા પણ બધા ટ્રાફિક હવાલદારોની બેનંબરી કમાણી વધી ગઈ છે.
તેવી રીતે કેન્દ્ર સરકારે ઇ.સ. ૨૦૦૯માં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બનાવ્યો અને સુપ્રિમ કોર્ટે તેને અનુમોદન આપ્યું તેને કારણે ભારતના બધા ગરીબ બાળકોને સારું શિક્ષણ મળી જશે અને તેમના માટે પૉશ ખાનગી શાળાઓના દરવાજા ખૂલી જશે એમ માનવું પણ વધુ પડતું છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અમલ આડે અનેક અવરોધો છે, જેમાંનો એક અવરોધ સરકાર પોતે છે. એક અંદાજ મુજબ દેશના બધા ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવું હોય તો તે માટે સરકારે તેની પાછળ વર્ષે આશરે ૨.૩ લાખ કરોડ રૃપિયાનો ખર્ચો કરવો પડે. હાલમાં સરકારસર્વ શિક્ષા અભિયાન પાછળ દર વર્ષે માંડ ૨૧,૦૦૦ કરોડ રૃપિયાની ફાળવણી કરી રહી છે, જેનો પણ ઉપયોગ રાજ્ય સરકારોની નિષ્ક્રિયતાને કારણે થતો નથી.
આપણી સરકાર વર્ષો સુધી એવા ખ્વાબોમાં જીવતી હતી કે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સારું શિક્ષણ આપવાની જવાબદારી સરકારની છે. આ સમજણના આધારે સરકાર દ્વારા ગામડાઓમાં અને શહેરોમાં લાખોની સંખ્યામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ઉભી કરવામાં આવી હતી અને તેના સંચાલન પાછળ અબજો રૃપિયાનો ખર્ચો આજની તારીખમાં પણ કરવામાં આવે છે. સરકારી સ્કૂલો ઉપરાંત આપણી સરકાર હજારો ખાનગી શાળાઓને પણ અબજો રૃપિયાની ગ્રાન્ટ આપીને તેને ટકાવી રાખવાનો પુરુષાર્થ કરતી હતી. એક બાજુ સરકારી શાળાઓમા અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા કથળતી ગઈ અને બીજી બાજુ નોન-ગ્રાન્ટેડ બિનસરકારી શાળાઓની સંખ્યા વધતી ગઈ. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ સરકારી શિક્ષણમાંથી વિશ્વાસ એટલી હદે ઉઠી ગયો કે તેઓ માથે દેવું કરીને પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા લાગ્યા. આ કારણે કેવળ નફો રળવાના હેતુથી હજારોની સંખ્યામાં ખાનગી શાળાઓ ખુલી ગઈ, જેનું એક સમાંતર અર્થતંત્ર ઉભું થયું સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાની બાબતમાં સરકારી તંત્રનો આત્મવિશ્વાસ એટલો બધો ખતમ થઈ ગયો કે તેણે ગરીબ બાળકો પણ ખાનગી શાળાઓમાં ભણી શકે એ માટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ઘડવો પડયો.
તમામ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ચુકાદો સર્વોચ્ચ અદાલતે આપ્યો અને સરકારે તે વધાવી લીધો તેમાં હકીકતમાં સરકારની જ નામોશી થઈ છે સરકારી સ્કૂલોમાં જો શિક્ષણની ગુણવત્તા સારી હોત તો ગરીબ અને મધ્યમ વર્ગે પોતાના બાળકોને આકરી ફી ચૂકવીને ખાનગી શાળાઓમાં દાખલ જ ન કરવા પડે. સુપ્રિમ કોર્ટના ચુકાદાને કારણે દેશભરની ખાનગી શાળાઓના સંચાલકો ચિંતામાં મૂકાઈ ગયા છે, તેમાં પણ અમુક પૉશ શાળાના સંચાલકો તો એવી તુમાખી ધરાવતા હોય છે કે તેમની શાળામાં અત્યંત મોભાદાર પરિવારના બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે. એક સ્પેશિયલ ક્લાસ શાળા તરીકેની ઇમેજ ઉભી કરીને તેઓ વાલીઓ પાસેથી આકરી ફી વસૂલ કરે છે અને તગડી કમાણી પણ કરે છે. આજે જે કોઈ પોશ ખાનગી શાળાઓ ઉભી કરવામાં આવે છે એ કેવળ નફો રળવાના હેતુથી જ શરુ કરવામાં આવે છે. આ શાળાઓના સંચાલકોને હવે ડર પેઠો છે કે જો તેમની શાળામાં ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને ફરજિયાત પ્રવેશ આપવામાં આવશે તો તેમની પૉશ સ્કૂલ તરીકેની ઇમેજ ખતમ થઈ જશે. ખાનગી શાળાના સંચાલકોને બીજો ભય એ છે કે ૨૫ ટકા ગરીબ બાળકોનો ખર્ચ પણ તેમણે જ ઉપાડવો પડશે, જેનેેે કારણે તેમનો નફો ઘટી જશે. આ શાળાઓમાં ભણતા બાળકોના વાલીઓને ચિંતા પેઠી છે કે સ્કૂલોનો નફો ઘટશે તો તેઓ ફી વધારશે અને સરવાળે બોજો તેમના ઉપર જ આવશે.
આજે પૉશ શાળાના સંચાલકોએ તેમની સ્કૂલો માટે જે ભદ્ર સમાજની સ્કૂલો માટેની છાપ ઉભી કરી છે એ ધંધા માટે સારી નીતિ હશે, પણ તેનાથી શિક્ષણની ગુણવત્તા સુધરે એવું બિલકુલ જરૃરી નથી. ભૂતકાળમાં રાજાના કુંવર શ્રીકૃષ્ણ અને ગરીબ સુદામો એક સાથે ભણતા હતા અને ઋષિ-મુનિના આશ્રમમાં રહીને ઉત્તમ શિક્ષણ મફતમાં પ્રાપ્ત કરતા હતા. હકીકતમાં આર્ય દેશનો વણલખ્યો નિયમ હતો કે વિદ્યા કદી વેચાય નહીં. ગુરુ શિષ્યની લાયકાત અને તેમાં પણ તેનો વિનય અને ગુણ જોઈને તેને વિદ્યા પ્રદાન કરતા હતા અને ગરીબ કે તવંગર શિષ્યો આજીવન ગુરુનો ઉપકાર માથે ચડાવતા હતા. આ ઉપરથી સાબિત થતું હતું કે ગરીબ અને શ્રીમંત વિદ્યાર્થીઓ સાથે ભણે તેથી શિક્ષણની ગુણવત્તા જરાય કથળતી નથી પણ સમાજનું એકીકરણ થાય છે.
આજની પૉશ સ્કૂલો એ સિદ્ધાંત ઉપર જ ચાલે છે કે, તેમને ત્યાં ભદ્ર સમાજના વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવે છે.
આ કારણે આ સ્કૂલોમાં પોતાના બાળકોને ભણાવતાં શ્રીમંત મા-બાપોનો અહંકાર પોષાય છે અને તેઓ હોંશેહોંશે આકરી ફી ચૂકવવા તૈયાર થઈ જાય છે. આ માબાપો માટે આકરી ફી ચૂકવવાની ત્રેવડ જ ગુણવત્તાનો માપદંડ હોય છે. તેઓ એ વાત ભૂલી જાય છે કે આકરી ફી ચૂકવી શકનારા બધા સંસ્કારી નથી હોતા અને તેવી ફી ચૂકવવાની ત્રેવડ ન ધરાવનારા બધા અસંસ્કારી નથી હોતા. એમ તો દાણચોરોના, બુટલેગરોના, ભ્રષ્ટ રાજકારણીઓના, લાંચિયા સરકારી અધિકારીઓના, માફિયાઓના, બેઇમાન વેપારીઓના અને શોષણખોર ઉદ્યોગપતિઓના બાળકો પણ આ કહેવાતી પૉશ સ્કૂલોમાં જ ભણતા હોય છે, જેઓ પોતાના કુસંસ્કારોનો ચેપ અન્ય બાળકોને પણ લગાવ્યા વિના રહેતા નથી. આ કારણે જે સ્કૂલમાં ફી આકરી હોય છે તેના વિદ્યાર્થીઓના સ્તર ઉંચા હોય એવું માની લેવાની જરૃર નથી. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ આ પ્રકારની સમાનતા આણાવા માગે છે.
ખાનગી શાળાઓના સંચાલકોએ એવો ભય રાખવાની જરૃર નથી કે જે ૨૫ ટકા ગરીબ બાળકોને તેમણે ફરજિયાત પ્રવેશ આપવાનો છે તેમની ફી પણ તેમણે જ ભોગવવાની છે. હકીકતમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની ભાવના મુજબ આ ફી સરકારે ચૂકવવાની રહે છે. જે સરકાર પાસે ગામડાઓમાં અને શહેરોની ચાલીઓ વચ્ચે ચાલતી સ્કૂલોને ગ્રાન્ટ ચૂકવવાના નાણાં નથી તે ખાનગી શાળાઓમાં ભણતા ગરીબ બાળકોની ફી કેવી રીતે ચૂકવી શકશે ? એક અંદાજ મુજબ દેશભરમાં જો કાયદાનો અમલ કરવો હોય તો સરકારે તેની પાછળ વર્ષે આશરે ૨.૩ લાખ કરોડ રૃપિયાનો ખર્ચ કરવો પડે તેમ છે. તેની સામે કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને અત્યાર સુધી ૨૧,૦૦૦ કરોડ રૃપિયાનો જ ખર્ચ કરી રહી છે. બાકીના રૃપિયા ક્યાંથી આવશે એ મોટો સવાલ છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ સ્કૂલમાં વિદ્યાર્થી- શિક્ષકનો ગુણોત્તર ૩૦ઃ૧નો હોવો જોઈએ. આજની ૬૦ ટકા શાળાઓમાં આ રેશિયો જાળવવામાં આવતો નથી. આ રેશિયો જાળવવો હોય તો વધુ શિક્ષકોની ભરતી કરવી પડે અને વધુ ખર્ચ કરવો પડે તેમ છે. આજે દેશમાં તાલીમબદ્ધ અને યોગ્યતા ધરાવતા શિક્ષકોની અછત જોતાં આ રેશિયો જાળવી શકાય તેવી કોઈ સંભાવના જણાતી નથી.
રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો આદર્શની રીતે ઉત્તમ કાયદો છે, પણ બધા આદર્શો વ્યવહારમાં ઉતારી શકાય તેવા નથી હોતા. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની ભાવના એવી છે કે ગરીબ કે શ્રીમંત બાળકો એક જ શાળામાં ભણતા હોય અને પોતાના ઘરની નજીક આવેલી શાળામાં જ ભણતા હોય. આ હકીકત ત્યારે જ શક્ય બને કે જ્યારે બધી સ્કૂલોમાં ઉત્તમ શિક્ષકો હોય, શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ હોય, તેજસ્વી શિક્ષકો હોય અને બધી સ્કૂલોમાં ઉત્તમ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવતું હોય. આ આદર્શ પરિસ્થિતિ નજીકના ભવિષ્યમાં સાકાર થતી જણાતી નથી. આવું નહીં બને ત્યાં સુધી શ્રીમંતો પોતાના બાળકોને વધુ રૃપિયા ખર્ચીને દૂરની સ્કૂલમાં મોકલ્યા જ કરશે. કોઈ પણ કાયદો પ્રજાના અને સમાજના સાથ વિના સફળ બની શકે નહીં. પ્રજાનો સાથ ત્યારે જ મળે જ્યારે સરકાર પાસે પ્રજાની તમામ સમસ્યાઓનો ઉકેલ હોય.
સરકારે એક વાત હવે પુરવાર કરી દીધી છે કે સરકારી તંત્ર પાસે પ્રજાને સસ્તું અને સારું શિક્ષણ આપવાની આવડત નથી આ કારણે જ આજે શિક્ષણનો દોર ખાનગી સંસ્થાઓના લાલચુ સંચાલકોના હાથમાં ચાલ્યો ગયો છે. આ માટે પ્રજાની પૈસા પાછળની અને ભૌતિક સુખસગવડો માટેની ઘેલછા પણ જવાબદાર છે. આજના શ્રીમંતો શિક્ષણને પણ નાણાં રળવાનું સાધન ગણે છે.
આ માટે તેઓ ગમે તેટલા રૃપિયા ખર્ચતા અચકાતા નથી. શિક્ષણના વેપારીકરણના મૂળમાં આજના શ્રીમતોની આ પ્રકારની મનોવૃત્તિ જવાબદાર છે. જ્યાં સુધી સમાજની આ મનોવૃત્તિ નહીં બદલાય ત્યાં સુધી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જેવા એક ડઝન કાયદાઓ પણ આપણી શિક્ષણ પદ્ધતિનો ઉદ્ધાર કરી શકવાના નથી.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

એડમિશન તો મોંઘું પણ એડમિશનની પ્રક્રિયા કમરતોડ
બોડી માટે એક ગ્રીન મૂવમેન્ટ એટલે શાકાહાર
ત્રણ લોખંડી યાદો આજે પણ જર્જરીત નથી થઈ
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે
સૂર્યના સીઘા કિરણો આપણાં શરીરને વાંકુ કરે તે પહેલાં
મેડિટેશન એક મજા જ નહીં મનને બદલવાની એક કસરત
છાશની ટાઢક આપતું શહેરનું સેવાભાવી યુથસર્કલ
નૈસર્ગીક-કાથા-કોપરની-કમાલની કલાકૃતિઓ
ફોટોસને આપો પ્રોફેશનલ કેમેરા જેવી ફોક્સ ઇફેક્ટ
 

Gujarat Samachar Glamour

અક્ષયની ફિલ્મમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવાયો
અભિષેક- રણબીર ‘ઓલસ્ટાર્સ ફૂટબોલ ક્લબ’ બનાવાશે
રાની મુખર્જી-પ્રીટી ઝંિટા વચ્ચે જંગ છેડાશે
સલમાનની ગરદન ઉપરના લવબાઇટે તેની પોલ ખોલી
નીલને સંગીત બનાવવાનું ઘણું ગમે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved