Last Update : 17-April-2012, Tuesday

 
એક જમાનામાં ફક્ત મુંબઈનું નહીં, મહારાષ્ટ્રનું પણ નહીં પણ દેશનું તેમજ એશિયાનું ગૌરવ ગણાતી મુંબઈ યુનિવર્સિટીની દુર્દશા કોના પાપે થઈ ?

- ભાજપે ગુજરાત યુનિ.ને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી તો મુંબઈ યુનિ.ને ભાજપ અને શિવસેનાએ રાજકારણનો અખાડો બનાવી
- ૪૦,૦૦૦ પરીક્ષાઓ અને ૨૫૦ કર્મચારીઓ !
- પેપર ફૂટી જવાથી માંડી પેપરમાં છપાઈની ભૂલો સમયમાં ગરબડ !
- પરીક્ષા લેવા-ન લેવા માટે હાઈકોર્ટમાં કેસ !

 

શું વટ હતો... ૬૦-૭૦ વર્ષ પહેલાં મુંબઈ યુનિવર્સિટીનો ! મહારાષ્ટ્ર, ગુજરાત, કચ્છ અને કર્ણાટક, સંિધ... આ બધે જ ફક્ત મુંબઈ યુનિવર્સિટીનું જ સામ્રાજ્ય હતું. બીજી કોઈ યુનિવ૪સિટી જ નહીં ! મેટ્રીકથી માંડી બી.એ. વગેરેની પરીક્ષાઓ પણ બોમ્બે યુનિવર્સિટી જ લે.
મૂળમાં અંગ્રેજોએ આપણા દેશ ઉપર રાજ્ય કરવા, સત્તા ભોગવવા ૧૫૫ વર્ષ પહેલાં, ઇંગ્લાંડમાં બેઠાબેઠા આપણા દેશ ઉપર સચ્ચા ચલાવવા આપણા જ કારકુનો વગેરે ઊભા કરવા શિક્ષણ પદ્ધતિ લાગુ કરવા યુનિવર્સિટીઓ શરૂ કરેલી... (૧) બોમ્બે યુનિવર્સિટી, (૨) મદ્રાસ યુનિવર્સિટી અને (૩) કલકત્તા યુનિવર્સિટી. (એ જ શિક્ષણ પદ્ધતિ આઝાદી મળ્યા પછી પણ આજે હજી ચાલુ છે અને દર વર્ષે એના કારણે લાખો કારકુનો આપણા દેશમાં ઉત્પન્ન થાય છે. અંગ્રેજોએ એવી જડબેસલાક શિક્ષણ પદ્ધતિ કરેલી કે આપણા ભલભલા ખેરખાં એને બદલતા ગોથું ખાય જાય છે !)
ઇંગ્લાંડની ઓક્સફર્ડ અને કેમ્બ્રીજ યુનિવર્સિટીની લગોલગ આ યુનિવર્સિટીનો દરજ્જો થાય એવું અંગ્રેજોએ ઘ્યાન રાખેલું અને બોમ્બે યુનિવર્સિટીનું ગૌરવ એવું હતું કે એ એશિયાની ઓક્સફર્ડ યુનિવર્સિટી ગણાતી ! એ મુંબઈનું નહીં, મહારાષ્ટ્રનું નહીં પણ આખા દેશનું ગૌરવ હતી. મુંબઈ યુનિવર્સિટી જેવી દુનિયાની ૧૦૦ યુનિવર્સિટીમાં પણ એક પણ યુનિવર્સિટી નહોતી. જ્યારે આજે દુનિયાની ૫૦૦ યુનિવર્સિટીઓમાં એનું સ્થાન નથી !
મુંબઈમાં કોર વિસ્તારમાં ફ્‌લોરા ફાઉન્ટેનથી કોલાબા જતા જમણા હાથ પર બોમ્બે યુનિવર્સિટીની ભવ્ય ઇમારતો આવે છે જેના પ્રતીકરૂપ રાજાબાઈ ટાવર વર્ષો સુધી મુંબઈના પ્રતીક તરીકે ગણાતો હતો. એની બાજુમાં મુંબઈ હાઈકોર્ટની ઇમારત આવી જેની સામે મુંબઈની ગીચતામાં પોરો ખવડાવતું ઓવલેનું મેદાન છે અને ઓવલના મેદાનના એક છેડે મુંબઈના ધબકાર જેવું ચર્ચગેટ સ્ટેશન છે.
બુદ્ધિશાળીઓ અને જ્ઞાનના પંડિતો ઉત્પન્ન કરતી દુનિયાની એક શ્રેષ્ઠ સંસ્થા પતનની ખાઈમાં કઈ રીતે લઈ જવાય છે અથવા પડે છે એનો અભ્યાસ કરવા માટે મુંબઈ યુનિવર્સિટી એક વિષય તરીકે આજે લઈ શકાય છે.
૨૦૦૩માં આ મુંબઈ યુનિવર્સિટીમાં ૩૩૮ કોલેજો હતી અને ૩ લાખ ૭ હજાર સ્ટુડન્ડ હતા જ્યારે આજે ૨૦૧૨માં ૬૫૪ કોલેજો છે અને ૬ લાખ ૪ હજાર વિદ્યાર્થીઓ (સ્ટુડન્ટ) છે.... એટલે કે ૮ વર્ષમાં બે ગણો વધારો થયો. છે... જ્યારે એની સામે સ્ટાફ જેટલો હતો એટલો જ રહ્યો છે. યુનિવર્સિટી આખા વર્ષમાં લગભગ ૪૦ હજાર પરીક્ષાઓ લે છે જેની સામે યુનિવર્સિટીમાં ૨૫૦નો જ સ્ટાફ છે.
અગાઉ કોંગ્રેસ કે બીજા પક્ષો ભ્રષ્ટાચાર નહોતા કરતા એવું નથી પણ ભાજપે ભ્રષ્ટાચાર કરવાનો, લાંચ લેવાનો, રૂપિયા ખાવાનો એક નવો રસ્તો ઉપરથી કાઢ્‌યો છે... સરકારી કામકાજ પ્રાઈવેટ પાર્ટીને આપીને એની પાસે દસ, પંદર, વીસ વર્ષ સુધી કામ કરવાનો કોન્ટ્રાક્ટ આપીને બધા જ વર્ષના રૂપિયા પહેલાંથી જ લઈ લેવા. દા.ત. ટોલટેક્સ ઉઘરાવવાનો કોન્ટ્રાક્ટ આપવાથી માંડી રસ્તાઓ સાફ કરવાનો કોન્ટ્રાક્ટ આપવો, કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપવો, રસ્તા રીપેર કરવાનો કોન્ટ્રાક્ટ આપવો, પાસપોર્ટ આપવાનો કોન્ટ્રાક્ટ આપવો... વગેરે વગેરે... (સરકાર એક બાજુ વચેટીયાઓને હઠાવવાની નીતિ અપનાવે છે તો બીજી બાજુ આ રીતે વચેટીયાોને નવા નવા ઊભા કરે છે !.... જેથી ભ્રષ્ટાચાર વઘુ કરી શકાય !)
મુંબઈ યુનિવર્સિટીમાં પરીક્ષાઓ લેવાથી માંડી પેપર તપાસવા વગેરે પરીક્ષાને લગતા કામો માટે મહારાષ્ટ્ર નોલેજ કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. મુંબઈ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલરથી માંડી ભાજપ વગેરે રાજકીય પક્ષોના સભ્યો આ કંપનીના ભાગીદારો છે.
આના કારણે યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાઓમાં કેવા કેવા ગોટાળા, કૌભાંડો થવા એના થોડાક નમુના જુઓ...
(૧) ૨૦૦૪ માર્ચ.
ટીવાઈબીકોમ એકાઉન્ટસનો પેપર એક્ઝામ શરૂ થાય એ પહેલાં ફુટી (લીક) થઈ ગયો પરિણામે યુનિવર્સિટીએ બીજી વાર પરીક્ષા લીધી. પણ એક્ઝામના દિવસે ફરી વાર પેપર ફૂટી ગયો એટલે યુનિવર્સિટીએ ફરી પરીક્ષા લેવી પડી.
(૨) ૨૦૧૧, મે.
વિદ્યાર્થીઓ વિષેની જાણકારી નહીં હોવાથી લો કોલેજના ફર્સ્ટ ઇયરના એક્ઝામ પેપર પરીક્ષાર્થીઓને ૩૦ મિનિટ મોડા પહોંચ્યા પરિણામે પરીક્ષાર્થીઓએ દેકારો તોફોન કર્યા.
(૩) ૨૦૧૧, જુલાઈ.
ટીવાઈબીકોમની પરીક્ષાનું પરિણામ ૪૫ દિવસમાં આવવાના બદલે ૧૦૦ દિવસ મોડું જાહેર થયું. પરિણામ ઓનલાઈન જાહેર થયેલું પણ યુનિવર્સિટીની વેબસાઈટ ઠપ થઈ ગઈ હતી.
(૪) ૨૦૧૧, નવેમ્બર.
બેચલર ઓફ મેનેજમેન્ટનો પેપર ફુટી ગયો હતો તેમજ ટીવાઈબીકોમનું પરિણામ ૪૫ દિવસ મોડું બજાર પડેલું.
(૫) ૨૦૧૧, ૨૦ માર્ચ
પરીક્ષા કેન્દ્રો માટે ૨૦૦૦ કરતાં વઘુ વિદ્યાર્થીઓને હેરાનગતિ થઈ કારણ કે પરીક્ષા મથકો માટે આપેલી ટિકિટોમાં આપેલા સરનામાના કોઈ ઠેકાણા ન હતા.
(૬) ૨૦૧૨, ૨૧ માર્ચ
૨૮ માર્ચે ટીવાયબીકોમના જે પેપરની પરીક્ષા હતી એનો પેપર ભિવંડીની કોલેજમાંથી ફુટી ગયો. આ બાબતમાં ૪૦ વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી.
(૭) ૨૦૧૨, ૪ એપ્રિલ
૧૧ એપ્રિલે થનારી રિ-એક્ઝામ નહીં થવી જોઈએ એવી અરજી બોમ્બે હાઈકોર્ટમાં ચેતન શર્મા અને જયપ્રકાશ અગ્રવાલે કરેલી જેને હાઈકોર્ટે કાઢી નાંખી અને રિએક્ઝામનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો.
આ સ્થિતિના કારણે મુંબઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિફરેલા છે, વિદ્યાર્થીઓના વાલીઓ વિફરેલા છે અને સ્ટાફ પણ વિફરેલો છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડૉ. રંજન વેલૂકરની નિમણુંકની પડકારતો કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.
યુનિવર્સિટીના સ્ટેટીકટીસ ડીપાર્ટમેન્ટના હેડ ડૉ. ઉલ્લાસ દિક્ષીત યુનિવર્સિટીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે ખૂબ જ રોષે ભરાયેલા છે પરંતુ એમનાથી કશું થઈ શકે તેમ ન હોવાથી એ રાજીનામું આપીને છૂટા થઈ ગયા. એ પહેલાંથી યુનિવર્સિટીના રજીસ્ટારની જગ્યા અને એક્ઝામ કન્ટ્રોલરની જગ્યા ખાલી જ હતી પરંતુ યુનિવર્સિટીની બહુ ટીકાઓ થવા લાગતા ઉતાવળે ઉતાવળે બે અઠવાડિયા પહેલાં બે જગ્યાઓ ભરવામાં આવી.
આવી ખાડે ગયેલી યુનિવર્સિટીને ફરીથી વૈભવી બનાવવી હોય તો એમાં રાજકીય દખલગીરી દૂર થવી જોઈએ... તો જ એ શક્ય છે. આજના રાજકીય નેતાઓ એ થવા દે તેમ નથી.
- ગુણવંત છો. શાહ

 

હોય નહીં !
નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, ફ્રાન્સ વગેરે સેંકડો દેશોમાં ભારતથી નિકાસ થતી નાસિકની દ્રાક્ષ !

એક જમાનો ત્રીસ ચાલીસ વર્ષ પહેલાંનો એવો હતો કે દ્રાક્ષ આપણે ત્યાં લાવવી એ મોટું કામ ગણાતું.
ગુજરાત સૌરાષ્ટ્રમાંથી મુંબઇ જનારો કે મુંબઇથી ‘દેશ’માં આવનારો આજે કેરી ટાણામાં રત્નાગીરી હાફુસના બોક્સ લઇને આવે છે એમ એ વર્ષોમાં દ્રાક્ષના બોક્સ લઇને આવતો ! જયારે આજે આપણા ગામોશહેરોમાં દ્રાક્ષથી ભરેલી લારીઓ ફરતી થઇ ગઈ છે.
આમ છતાં દ્રાક્ષનું મુખ્ય મથક આજે તો છે નાસિક.
આ નાસિકમાં દ્રાક્ષ પણ ટન બંધ થાય છે (સટાા, માલેગાંવ, તલેગાંવ વગેરે વિસ્તાર) અને દાડમ પણ ટન બંધ થાય છે અને કાંદાડુંગળી પણ ટન બંધ થાય છે !
એ તો ઠીક, પણ નાસિકની દ્રાક્ષ છેક યુરોપના ફ્રાન્સ, ઇંગ્લેન્ડ વગેરે દેશોમાં નાસિકની દ્રાક્ષની નિકાસ મોટા મોટા સેંકડો કન્ટેનરો દ્વારા પણ થાય છે !
માર્ચના અંત સુધીમાં એ રીતે નાસિકની દ્રાક્ષ કુલ ૧૫,૪૪૧ મેટ્રીક ટન એટલે કે ૧૫૬૮ કન્ટેનર નિકાસ થઇ હતી. એ રીતે ગયા વર્ષ કરતાં આ નિકાસમાં ૨૫ ટકા વધારો થયો હતો.
વિદેશોમાં દ્રાક્ષ આપણા હિસાબે ૫૦ થી ૬૦ રૂપિયે કીલોના ભાવે જાય છે જેનો ત્યાંના વેપારીઓ રૂપિયા ૨૦૦ થી ૨૫૦ના ભાવે ગ્રાહકોને વેચે છે.
જે દેશોમાં દ્રાક્ષની નિકાસ થાય છે એમાં ૨૦૧૨ના માર્ચ સુધીમાં....
નેધરલેન્ડ ૯૬૮ કન્ટેનર
ઇંગ્લાંડ ૩૧૭ કન્ટેનર
સ્વીડન ૧૩૫ કન્ટેનર
જર્મની ૫૫ કન્ટેનર
ડેન્માર્ક ૪૫ કન્ટેનર
ફીનલેન્ડ ૩૦ કન્ટેનર
નોર્વે ૧૫ કન્ટેનર
બોલ્જીયમ ૯ કન્ટેનર
ફ્રાન્સ ૨ કન્ટેનર
લુથિયાના ૨ કન્ટેનર
સ્વિઝરલેન્ડ ૨કન્ટેનર

 

યુરેકા
નાળિયેરના ઝાડ પર ચઢવા માટે બનાવેલું મશીન

નાળિયેર પરના નાળિયેર તોડવા માટે સૈકાઓથી બે પગ અને હાથની સહાયથી ચઢવાનો રીવાજ છે. એ પણ એક જાતની કલા અથવા આવડત માંગી લે છે પરંતુ હવે જે પેઢી આવી છે એ એ કલાના બદલે યાંત્રિક કલામાં માને છે.
આ નવી પેઢીની માંગને માન આપીને કેરળ યુનિ. વિશ્વ વિદ્યાલયના વૈજ્ઞાનિકોએ નાળિયેરના ઝાડ ઉપર ચઢવા માટેનું મશીન બનાવેલું છે જે ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે.
એ મશીનનું નામ ‘કેએયુ કેરા સંરક્ષક કોકોનટ કલાઈમ્બીંગ મશીન’ છે. આ મશીન નાળિયેર પર ચઢનાર માટે ઘણું સલામત માનવામાં આવે છે. કારણ કે ઝાડ ઉપર ચઢનારનું સમતોલપણું ન રહે તો એને એ બચાવી લે છે. આ મશીનમાં સીટ અને પેડ્‌સ લગાવેલા છે. એ નાળિયેરના ઝાડના થડને જકડીને પકડી રાખે છે. આ મશીનની કંિમત ૮,૦૦૦ રૂપિયા જેટલી છે.
કેરળમાં લગભગ ૯,૦૦,૦૦૦ હેક્ટર કરતાં વઘુ જમીન ઉપર લગભગ ૨૦,૦૦,૦૦,૦૦૦ નાળિયેરી છે.
ગુજરાતમાં પણ મહુવાથી માંડી દીવ, સોમનાથ, વેરાવળ વગેરે આખો સાગર કાંઠો છે જ્યાં નાળિયેરીના વૃક્ષો થાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક.ના જેલ પર તાલિબાને હુમલો કરતાં ૪૦૦ કેદીઓ ભાગી છુટયા

સંસદ પરના તાલિબાન હુમલો ખાળવા સાંસદો જ મેદાને પડયા

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં ૬.૪નો ધરતીકંપ ઃ જાનહાનિ નહી
ભારતે શાહરૃખની અટકાયત મુદ્દે અમેરિકા સમક્ષ નારાજગી વ્યક્ત કરી
હાર્ટએટેકની આગોતરી ચેતવણી આપતું સાધન વિકસાવાયું
અંડર-૧૯ઃ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને વન ડે ટુર્નામેન્ટ જીતી

આજે મુંબઇ અને દિલ્હી વચ્ચેની ટક્કર અંગે ચાહકોમાં ઈંતેજારી

ભારતીય વાયુ સેના પાસે સંસાધનોની ભારે ઉણપ ઃ સંસદીય સમિતિ સમક્ષ રજૂઆત
કેરળના ગણપતિ મંદિરમાંથી અઢી કરોડના આભુષણો ગાયબ
કોલેજિયને ફોઇના ઘરમાંથી સાડા નવ લાખના દાગીના ચોર્યા
બાથરૃમની બારીમાંથી ઘૂસીને રૃા.૩૨ લાખની માલમતા ચોરી
પુણે પાલિકાની બસ બે કર્મચારી ઉઠાવી ગયા ઃ પ્રવાસીઓના પૈસા પડાવ્યા
કિંગ્સ ઇલેવન પંજાબનો કોલકાતા સામે બે રનથી રોમાંચક વિજય
બાંગ્લાદેશ પાકિસ્તાનના પ્રવાસમાં એક વન ડે અને ટી-૨૦ રમશે
ઇટાલીયન ફૂટબોલ ખેલાડી મોરોસીનીનું ચાલુ મેચમાં મોત
 
 

Gujarat Samachar Plus

એડમિશન તો મોંઘું પણ એડમિશનની પ્રક્રિયા કમરતોડ
બોડી માટે એક ગ્રીન મૂવમેન્ટ એટલે શાકાહાર
ત્રણ લોખંડી યાદો આજે પણ જર્જરીત નથી થઈ
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે
સૂર્યના સીઘા કિરણો આપણાં શરીરને વાંકુ કરે તે પહેલાં
મેડિટેશન એક મજા જ નહીં મનને બદલવાની એક કસરત
છાશની ટાઢક આપતું શહેરનું સેવાભાવી યુથસર્કલ
નૈસર્ગીક-કાથા-કોપરની-કમાલની કલાકૃતિઓ
ફોટોસને આપો પ્રોફેશનલ કેમેરા જેવી ફોક્સ ઇફેક્ટ
 

Gujarat Samachar Glamour

અક્ષયની ફિલ્મમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવાયો
અભિષેક- રણબીર ‘ઓલસ્ટાર્સ ફૂટબોલ ક્લબ’ બનાવાશે
રાની મુખર્જી-પ્રીટી ઝંિટા વચ્ચે જંગ છેડાશે
સલમાનની ગરદન ઉપરના લવબાઇટે તેની પોલ ખોલી
નીલને સંગીત બનાવવાનું ઘણું ગમે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved