w

Last Update : 17-April-2012, Tuesday

 

રિલિફ રોડના ૧૦૦ ચો.મીટરમાં આવેલા મોબાઈલ માર્કેટમાં
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ

- રિલિફ રોડ રુપમ સિનેમા સામે આવેલા મોબાઈલ માર્કેટમાં શહેરના સૌથી વઘુ મોબાઈલ વેચાય છે. મોબાઈલના બ્લેક એન્ડ વ્હાઈટ ગણાતા આ માર્કેટમાં પ્રત્યેક મિનિટમાં ચાર મોબાઈલ વેચાય છે. એસેસરીઝનો પણ અફાટ બિઝનેસ.

તમને જાણીને નવાઈ લાગશે કે શહેરના રિલિફ રોડ પર આવેલા મોબાઈલ માર્કેટમાં દિવસના પાંચ હજાર થી વઘુ મોબાઈલ વેચાય છે, અને આ મોબાઈલ માર્કેટનું દિવસનું ટર્નઓવર બે કરોડ જેટલું છે, જ્યારે મોબાઈલના કવર, બેટરી તેમજ બીજી અન્ય એસેસરીઝનું માર્કેટ દિવસનું ૩ લાખ કરતા પણ વધારે છે. જે જગ્યાએ રિલિફ જોવા મળતી નથી તે રસ્તા પર લોકો સૌથી વઘુ મોબાઈલની ખરીદી કરવા આવે છે, દિવસમાં દસ હજારથી પણ વઘુ લોકો સ્પેશિયલ મોબાઇલ ખરીદવા માટે અહીં આવતા હોય છે. માત્ર મોબાઇલ જ નહી પરંતુ આખા ગુજરાતમાંથી મોબાઈલ લવર્સ અહીં મોબાઇલ અને એસેસરિઝની ખરીદી માટે આવતાં હોય છે. અત્યારે મોબાઈલનો જમાનો છે, નાના ટેણીયાથી લઈને વૃદ્ધ લોકો સુધીના ખીસામાં મોબાઈલ રણકતા આપણને જોવા મળી જાય છે. આ મોબાઇલનો વાઇરસ હરેકના માથે ચડીને નાચવા લાગ્યો છે. દરેક લોકો પાસે ૧૦૦૦ થી માંડીને ૫૦,૦૦૦ સુધીના મોંઘા મોબાઈલ આપણને જોવા મળે છે. અને આ માર્કેટમાં પણ ૧૦૦૦ થી લઈને ૨૫૦૦૦ રૂપિયા સુધીનો મોબાઈલ આપણને મળી જાય છે. મોબાઈલના આટલા ઉપયોગના કારણે આપણે એમ કહીએ કે મોબાઈલ અત્યારે લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે. કોલેજમાં ગર્લફેન્ડના હોય તો ચાલે, ખીસામાં પૈસા ન હોય તો ચાલે પણ મોબાઈલ તો જોઈએ એટલે જોઈએ જ, વૃઘ્ધો માટે પણ હવે ઘડપણનો સહારો મોબાઈલ ફોન થઈ ગયો છે. એક સમય હતો કે જ્યારે અમદાવાદમાં મોબાઈલ ખરીદવો હોય તો માત્ર રિલિફ રોડ પર આવેલાં મોબાઈલ માર્કેટ માંથી જ મળતો હતો, આજે અમદાવાદમાં આવા મોબાઈલ માર્કેટ ૫૦૦થી વઘુ ગલીઓ અને મહોલામાં ધમધમી રહ્યાં છે. રિલિફરોડ, સી.જી.રોડ, મણિનગર, બાપુનગર વગેરે જેવા વિસ્તારો અત્યારે મોબાઈલ હબ તરીકે ઉભરી આવ્યાં છે. એક સમયે કસ્ટમ, કાપડથી ધમધમતું આ માર્કેટ આજે મોબાઇલ માર્કેટમાં ફેરવાઈ ગયું છે. જે આજે પણ ગુજરાતનું સૌથી મોટું મોબાઈલ અને એસેસરિઝનું નંબર વન માર્કેટ રિલિફ રોડ પર છે. આ માર્કેટમાં અત્યારે ૨૦૦ જેટલી દુકાનો છે. જેમાં વિવિધ કંપનીઓના મોબાઈલ ઉપરાંત મોબાઈલની એસેસરીઝ જેવી કે મોબાઈલ પાઉચ, મોબાઈલ ચાર્જર, હેન્ડ્‌સફ્રી, મોબાઈલ બેટરી, પેન ડ્રાઈવ દરેક વસ્તુઓ આપણને મળી જાય છે. મોબાઈલ માર્કેટમાં નામચીન કંપનીઓની સાથે સાથે ચાઈનીસ કંપનીઓના ફોન્સની ખરીદી પણ લોકોમાં ઘણી વધી રહી છે.એ વાત પણ જાણીને નવાઈ લાગશે કે નામચીન કંપનીઓ જેટલા જેવા વર્ઝન લાવતી નથી તેની સામે ચાઈનીસ ફોન્સના રોજે રોજ નવા નવા વર્ઝન આવતા રહે છે.મોબાઈલ માર્કેટમાં મળતા પાઉચની પણ કંઈક અલગ કહાની છે. યંગસ્ટર્સ પોતાની પાસે મોબાઈલ તો એક જ રાખે છે પણ તેના ઉપર નવા રંગરૂપ લગાવવા માટે ફેન્સીપાઉચ, બેગ પાઉચ,કલરંિગ પાઉચના ઉપયોગ કરતા હોય છે. આ અંગે એક શોપના માલિક જીતેન્દ્ર ક્રિપલાની કહે છે કે આજે એક જ દિવસમાં એક મોબાઈલની દુકાનમાંથી ૫૦ જેટલા અલગ અલગ કંપનીના ફોન વેચાય છે. આ ઉપરાંત ફોનની એસેસરીઝની પણ અત્યારે એટલી જ માંગ છે. એસેસરીઝમાં પણ મોબાઈલ કવરની માંગ વધારે છે, એક વ્યક્તિ તેની સાથે અલગ અલગ કલરના પાઉચની ખરીદી કરે છે. જેના કારણે અલગ અલગ દિવસના કપડાના આધારે તે પોતાના મોબાઈલને નવો લુક આપી શકે.
આજેનું મોબાઈલ માર્કેટ ત્રીસ વર્ષ પહેલાં સિનેમાગૃહ હતું, ત્યાર બાદ અહીં કસ્ટમનું માર્કેટ ઉભું થયું અને છેલ્લાં દસ વર્ષથી મોબાઇલ માર્કેટ છે.
આ માર્કેટમાં સૌથી વઘુ પાંચ થી સાત હજારના મોબાઇલ ફોન લોકો વઘુ ખરીદતાં હોય છે. ગ્રાહકોને જે મોબાઇલમાં સારા ફિચર મળી રહે તેને જલ્દી ખરીદતાં હોય છે. એક મહિનામાં ચાઈના કંપનીના વીસ થી વઘુ મોડેલ આ માર્કેટમાં લોન્ચ થતાં હોય છે, જેની સામે ઈન્ડિયાની ટોપ મોસ્ટ કંપની માત્ર ત્રણ જ મોડેલ લોન્ચ થાય છે. એસેસરીઝનું માર્કેટ સૌથી મોટું છે, દિવસના ૧૦૦૦થી પણ વઘુ મોબાઈલ પાઉચ, ૧૦૦૦ ચાર્જર, હેન્ડફ્રી ૫૦૦ જેટલાં વેચાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved