Last Update : 17-April-2012, Tuesday

 

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો

- સોશિયલ નેટવર્કંિગ અને વિવિધ ફુડ રેસિપી સાઈટ્‌સ સર્ચ કરીને ઘરે બેઠા જ આખા વિશ્વની વાનગીઓ તૈયાર કરતી હાઉસ વાઈફ.

એક સમય હતો કે જ્યારે ઘરમાં કોઈ સારી વાનગી બનાવવી હોય તો રેસીપી બુકનો સહારો લેવો પડતો હતો, પરંતુ આજે તદ્‌ન પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ છે, હવે ઘરમાં કોઈ સારી વાનગી બનાવવી હોય તો રેસીપી બુકની જરૂર રહેતી નથી પરંતુ ફેસબુક કે ઈન્ટરનેટ પર ફૂડની ઓફિસીયલ વેબસાઈટો સર્ચ કરીને ઘર બેઠા બેઠા વિવિધ રેસીપી ગૃહિણીઓ બનાવવા લાગી છે. કયાં મોસમમાં કેવી વાનગી બનાવવી, મોંઘવારીમાં ઓછા બજેટે કઈ રીતે ફૂટ તૈયાર કરવું, ફૂડ ડિસીસને કેવી રીતે ડેકોરેટ કરવી, બ્રેકફાસ્ટ, લન્ચ, ડિનરમાં દરરોજ અલગ અલગ વેરાઈટી કયાં પ્રકારે લાવી શકાય અને બીજા અન્ય દેશોની ફેવરીટ ડિસીસ ઘરે બેઠા બનાવી શકાય વગેરે જેવી અઢળક માહિતી શહેરની હાઉસ વાઈફો ઘરે બેઠા બેઠા માઉસની એક ક્લિકે મેળવી લે છે. હવે બપોરે ઓટેલે બેસીને ચર્ચાઓ કરવા કરતાં ફેસબુક, ઓરકૂટ અને વિવિધ ફૂડની સાઇટો સર્ચ કરીને વિવિધ રેસીપી આજની નવી હાઉસવાઈફો તૈયાર કરવા લાગી છે. સોશિયલ નેટવર્કંિગ સાઈટનો ક્રેઝ એટલો તો શહેરની હાઉસવાઇફોમાં જોવા મળી રહ્યો છે કે શોપંિગ થી માંડી કિટી પાર્ટીઓ અને જમવાની ડિસીસ કઈ બનશે તેનું ડિસ્ક્રિપશન પણ સોશિયલ નેટવર્કંિગ સાઇટો દરરોજ એપડેટ થવા લાગ્યું છે.
આ અંગે રુચીતા શાહ કહે છે કે મારા મેરેજ થયે એક વર્ષનો સમય થયો છે, જેથી પરિવારમાં સેટ થવા અને હું ખૂબ સારું જમવાનું બનાવી શકું છું તેને પ્રુવ કરવા માટે મારી કોલેજ ફ્રેન્ડસની સાથે ફેસબુક થુ્ર કનેક્ટ રહીને તેમની પાસેથી દરરોજ નવી વાનગી બનાવતાં શીખું છે. અમે બધી ફ્રેેન્ડસ સોશિયલ મીડિયા દ્વારા વિવિધ રેસીપી બનાવવાની રીતેને એકબીજા સાથે શેર કરીએ છીએ, જેથી પરિવારના દરેક સભ્યો મારાથી ખુશ છે. માત્ર ઘર કામ કરતી લેડીઝ જ નહી પરંતુ વર્કંિગ વુમન પણ હવે સોશિયલ મીડિયાના કોન્ટેક્ટમાં રહેવા લાગી છે, સવારે વહેલા ઓફિસ જવું હોય છે અને રાત્રે મોડે સુધી ઓફિસમાં રોકાવું થાય, આવા સમયે વર્કંિગ વુમન ઓછા સમયમાં પરિવારની દરેક જવાબદારી સંભાળવી મુશ્કેલ છે એટલે સોશિયલ નેટવર્કંિગ અને વિવિધ ફૂડ રેસીપીને સાઇટો પર ઓછા સમયમાં પરિવાર માટે હેલ્થી ખોરાક તૈયાર કરી શકાય એ માટે વર્ચ્યુઅલ વર્લ્ડનો સહોરા લીધો છે. આ અંગે ગીતા શર્મા કહે છે કે હંુ પ્રાઈવેટ સેક્ટરમાં જોબ કરું છું અને દરરોજ કામના ભારણથી ખુબ થાકી જાઉં છું. ઘરે આવીને કોઈના માટે પણ જમવાનુ બનાવવાનો સમય રહેતો નથી માટે ઓફિસમાંથી જ ફુડની વિવિધ સાઈટો સર્ચ કરીને માહિતી એકઠી કરી લઉં છું. એટલે ઘરે કોઈ પણ પ્રકારનુ ટેન્શન રહેતું નથી. આ તમામ સાઈટોની વિશેષતાઓ એ છે કે તેઓ મોસમના આધારે રેસિપીનું લિસ્ટ મુકે છે અને સાથે સાથે બ્રેકફાસ્ટ, લન્ચ, ડિનર, કઈ રીતે તૈયાર કરવો તેની વિગતે માહિતી આ સાઈટો પર જોવા મળે છે. અને પાછું. વિવિધ દેશોની રેસિપી એક જ મિનિટમાં સર્ચ કરતાં સહેલાઈથી મળી જતી હોય છે. એટલે ચોપડીઓના પાનાં ઉથલાવવા કોને ગમે? તેવું જણાવતાં સરીતા કાનાની કહે છે કે અમે વર્ષોથી પોળમાં રહીએ છીએ, અહીંયા દરરોજ બપોરે બે થી ચાર દરમિયાન મહિલાઓ ઓટલે બેસીને ચર્ચોઓ કરતી હોય છે. કોઈના ઘરે જો ખાવાની નવી આઈટમ બનાવાની હોય તો મારા ઘરેથી રેસિપીબુક લઈ જતા હોય છે પણ હવે તો જ્યારથી મારા ઘરે કમ્પ્યુટર આવ્યું છે ત્યારથી ઈન્ટરનેટ પરથી જુદા જુદા દેશોની વાનગીઓ સર્ચ કરીને ઘરે બેઠા જ બનાવવા લાગી છું. આથી આ કમ્પ્યુટર બે પ્રકારે મને મદદ રૂપ થયું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved