Last Update : 17-April-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

એમસીડીના આજે પરિણામો
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની ચૂંટણીઓના પરિણામો આવતીકાલે મંગળવારે છે. પૂર્વ દિલ્હીના ન્યુ અશોક નગરમાં સૌથી વધુ એવું ૬૫ ટકા મતદાન થયું હતું. મતદાન માટેની ટકાવારી જોતાં બંને મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ ઠંડા પડી ગયા છે. દિલ્હીમાં એક વર્ષ પછી વિધાનસભાનો જંગ છે. બંને પક્ષો માટે આ જંગ સેમીફાઈનલ સમાન બની ગયો છે.
ઈન્ટરનલ સિક્યોરીટીના ધાંધીયા
સલામતી અંગેની બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી હાજર નહોતા રહ્યા પણ આવા સમયે કેન્દ્ર પર ફીટકાર વરસાવી શકવાની તક જવા દેવા નહીં માગતા મુખ્ય પ્રધાનો જયલલિથા, નવીન પટનાયક, નીતિશકુમાર અને નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. પટનાયક માટે સ્થિતિ એ હતી કે તેમના વિધાનસભ્ય જિન્હા હીક્કા માઓવાદીઓના કબજામાં છે તેમને ઘણી રજૂઆત કરવાની હોય એ સ્વભાવિક છે. પરંતુ ઈન્ટરનલ સિક્યોરિટી ક્ષેત્રે રાજ્ય અને કેન્દ્રનો દેખાવ ખૂબ નબળો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય પોલીસ દળોમાં પાંચ લાખ જગ્યા ખાલી પડી છે. એક લાખની વસ્તિ વચ્ચે ૨૦૦ પોલીસો હોવા જોઈએ એમ મનાય છે પરંતુ ૧૫ રાજ્યોમાં તો એક લાખની વસ્તિ આગળ ૧૫૦ પોલીસો છે. પોલીસ દળોને આધુનિક બનાવવા મોટાભાગના રાજ્યોએ ભાગ્યે જ કશુંક કર્યું છે. આ કામ માટે કેન્દ્રએ ફાળવેલા નાણાનો ઉપયોગ કરવામાં રાજ્યો નિષ્ફળ ગયા છે. માત્ર આટલું જ નહીં પણ અર્ધલશ્કરી દળોમાં પણ ૬.૫ લાખ જગ્યાઓ ખાલી પડી છે.
કેન્દ્ર-રાજ્ય વચ્ચે અવિશ્વાસ
બહારના લોકોનો સામનો કરવા શસ્ત્રો નથી એ પ્રકારનો લશ્કરના વડા વી.કે. સિંહે વડાપ્રધાનને લખેલા પત્રનો ઉલ્લેખ કરીને મુખ્ય પ્રધાનોએ આજે કેન્દ્ર પર આરોપો મુક્યા હતા. માઓવાદ સામે લડવા શસ્ત્રો જોઈશે જે કેન્દ્ર આપતું નથી. જો કેન્દ્ર મનસ્વી નિર્ણયો લેશે તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અવિશ્વાસ ઉભો થશે.
માઓવાદી, લશ્કર કરતાં મજબૂત
માઓવાદનો આતંક ચાલુ છે ત્યારે ઈન્સ્ટીટયુટ ઓફ પીસ એન્ડ કોન્ફ્લીક્ટ મેનેજમેન્ટે તેના અહેવાલમાં જણાવ્યું છે કે વિશ્વમાં ૭૦ મીલીયન ગેરકાયદેસર શસ્ત્રો છે, તે પૈકીના ૪૦ મીલીયન શસ્ત્રો તો મધ્ય ભારતમાં છે. માઓવાદીઓને જીલેટીન સ્ટીક્સ, ડીટોનેટસ, રોકેટ લોંચર્સ અને આધુનિક એક્સપ્લોઝીવ ડિવાઈસનો ઉપયોગ કરતા આવડે છે. આ શસ્ત્રોના કારણે માઓવાદીઓ સલામતી દળો કરતાં વધુ મજબૂત બની ગયા છે.
પાવૈયા... 'અધર્સ' કેટેગરીમાં...
એમસીડી ચૂંટણીના પરિણામો પર સૌની નજર છે. પ્રથમવાર યુવા મતદારોએ ઉત્સાહ બતાત્યો છે. પ્રથમવાર ૫૦ ટકા મહિલા અનામતને અમલી બનાવાઈ છે. કોંગ્રેસે ૧૪૨ મહિલાઓને ટીકીટ આપી છે. ભાજપે ૧૩૯ મહિલાઓને ટીકી આપી છે. આ ચૂંટણી જંગની મહત્ત્વની વાત એ છે કે પ્રથમ વાર 'અધર્સ'ની કેટેગરીમાં પાવૈયાઓ ચૂંટણી લડી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં બૌધ્ધિકો મમતાથી નારાજ
પશ્ચિમ બંગાળના રાજકારણ પર ધ્યાન રાખી રહેલા રાજકીય નિરીક્ષકો માને છે કે શહેરી વિસ્તારના બુધ્ધિજીવીઓના મત મેળવીને મમતા બેનરજીએ ડાબેરીઓને હરાવ્યા હતા. આ બુધ્ધિજીવીઓ માટે ડાબેરીઓ હજુ સાચવીને પ્રતિભાવ આપી રહ્યા છે ત્યારે મમતા બેનરજીનો તૃણમુલ કોંગ્રેસ કોઈ ટીકાત્મક ઈ-મેલ સામે પણ કડક પ્રતિભાવ આપે છે. મમતા બેનરજી આવા એક મુદ્દે ૭૫ વર્ષના બાયોલોજીસ્ટ ડૉ. પાર્થો સરોથી રૅની ધરપકડ સુધીના મુદ્દે સરકાર પહોંચી ગઈ હતી. તે હૃદય રોગથી પીડાય છે અને કલકત્તાની નામાંકિત જાધવ યુનિવર્સિટીના પ્રોફેસર છે. માત્ર આટલું જ નહીં પણ તૃણમુલ કોંગ્રેસ વેર લેવાના મૂડમાં છે. આ બૌધ્ધિકોના વિરોધથી મમતા જાગે તે જરૃરી છે. આ અગાઉ તેમણે સમાચાર માધ્યમોને બ્લેકમેલ, યલો જર્નાલીજમ તો ઠીક છે પણ હિંદુ-મુસ્લિમો વચ્ચે તોફાન કરનારા તરીકે સરખાવ્યા હતા.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved