Last Update : 17-April-2012, Tuesday

 
વગદાર વ્યક્તિને પટાવવામાં માહેર
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
ક્રિકેટરો અને બૂકીઓ સાથે હળતીમળતી રહેતી ઃ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પરથી ફોટા હટાવાયા
મુંબઈ,તા.૧૬
ગંભીર ગુનાના આરોપસર પોલીસના હાથમાં ઝડપાઈ ગયેલી મોડેલ અને નવોદિત એક્ટ્રેસ સિમરનસૂદ મુંબઈમાં યોજાતી પેજ-થ્રી પાર્ટીઓમાં તેમ જ આઈપીએલ (ઈન્ડિયન પ્રિમિયર બીગ)ની મેચો દરમ્યાન યોજાતી પાર્ટીઓમાં કાયમ જોવા મળતી. પોતાના રૃપ અને દિલફેંક અંદાજથી શિકારને ફસાવવામાં માહેર સિમરનની પોલીસે ધરપકડ કરી છે એ સમાચાર મુંબઈના સોશ્યલ સર્કલમાં વીજળી વેગે ફેલાતાની સાથે જ હાઈ-સોસાયટીના પાર્ટીપ્રેમીઓએ આંચકો અનુભવ્યો છે.
સિમરનની પરિચિત વ્યક્તિએ જણાવ્યું હતું કે સિમરન મહિનામાં ઓછામાં ઓછી ચાર પેજ-થ્રી પાર્ટીમાં સામેલ થતી હતી. પાર્ટીમાં મોટી મોટી હસ્તીઓ સાથે તે અમુક ફોટા પડાવી લેતી હતી પછી આ ફોટા તે ફેસબૂક ઉપર મૂકતી હતી.
સિમરન સૂદે ૨૦૦૪માં 'સ્માઈલ પ્લીઝ' નામની ફિલ્મમાં દેવાંગ પટેલ સાથે ભૂમિકા ભજવી હતી. જો કે તેણે પહેલી ફિલ્મ ૨૦૦૨માં સાઈન કરી હતી જેનું ટાઈટલ હતું અનોખા અનુભવ.
સિમરન સૂદ આઈપીએલની મેચ પછી યોજાતી પાર્ટીઓમાં અચૂક હાજરી આપતી હતી. જાણકારોએ આપેલી માહિતી મુજબ આ રૃપકડી મોડેલ ક્રિકેટરો અને બૂકીઓ સાથે હળતીમળતી રહેતી હતી. તેણે ક્રિકેટરો સાથેના ફોટા સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ઉપર મૂક્યાં હતા. પાર્ટીની રંગીન માહોલના ફોટોગ્રાફ પણ સિમરનના ફેસબુક પેજ પર હતા. પરંતુ રવિવારે અચાનક આ બધા જ ફોટા હટાવી લેવામાં આવ્યાં હતાં.
મોટી મોટી પાર્ટીઓમાં જવા માટે સિમરને ઈવેન્ટ મેનેજરો અને પાર્ટી કોઓર્ડિનેટરો સાથે દોસ્તી કરી લીધી હતી. એક ફોટોગ્રાફરે કહ્યું હતું કે સિમરન હંમેશા ફોટોગ્રાફરોને એકદમ મજેદાર પોઝ આપીને ખુશ કરી દેતી હતી. તે હંમેશ મોટી હસ્તીઓ અને વગદાર વ્યક્તિઓ સાથે ઓળખાણ કરી લેતી હતી.
દિલ્હીના વેપારી અરૃણ ટીક્કુની હત્યાના આરોપસર પકડાયેલા વિજય પાલાંડે સાથે સિમરન સૂદ રહેતી હતી. સિમરન હાઈપ્રોફાઈલ 'શિકાર'ની શોધમાં રહેતી અને જેવો શિકાર હાથ આવે એટલે વિજય પાલાંડેને તેની ઓળખાણ કરાવી દેતી હતી.
કરણકુમાર કક્કડ નામના યુવાનની બીએમડબલ્યુ કાર પડાવી લેવા માટે પાલાંડેએ તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. કરણકુમારની સિમરને જ પાલાંડે સાથે ઓળખાણ કરાવી હતી. આ કેસમાં સિમરન સુદની પોલીસે ધરપકડ કરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved