Last Update : 17-April-2012, Tuesday

 
મહારાષ્ટ્રમાં 'કૌન બનેગા ગાદીપતિ'
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક

એકાદ અઠવાડિયામાં ઊથલપાથલની અટકળ

મુંબઈ, તા.૧૬
મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનપદેથી પૃથ્વીરાજ ચવ્હાણને હટાવવાના જોરશોરથી ભણકારા વાગવા માંડયા છે ત્યારે બીજી તરફ એવું પણ સાંભળવા મળ્યું છે કે ખુદ ચવ્હાણ રાજ્યનો કારભાર સંભાળવા માગતા નથી. ચવ્હાણ ફરી દિલ્હી દરબારમાં જઈને કેન્દ્રિય કેબિનેટમાં મહત્ત્વનું ખાતું મેળવવા માટે વેતરણ કરી રહ્યાં છે. એકાદ અઠવાડિયામાં કોંગ્રેસી છાવણીમાં મોટા ફેરફાર થાય એવી અટકળો રાજકીય વર્તુળોમાં કરવામાં આવી રહી છે.
આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડમાં સંડોવણીને લીધે અશોક ચવાણે નામોશીભેર મુખ્યપ્રધાનપદ છોડવું પડયું હતું. તેમની જગ્યાએ વર્ષોથી દિલ્હીમાં જ રહેલા પૃથ્વીરાજ ચવ્હાણને હાઈકમાન્ડે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનપદે ગોઠવી દીધાં હતાં. પરંતુ ચવ્હાણની કામગીરી સામે નારાજીનો સૂર ઊઠયો છે. હાઈકમાન્ડે પણ આડકતરો ઈશારો કરી દીધો છે કે નિષ્ક્રિયતા ખંખેરી બરાબર કમર કસી કામે લાગી જાય. નહિતર ગાદીએથી ખસેડયા સિવાય કોઈ છૂટકો નહી રહે. પૃથ્વીરાજ ચવ્હાણના શાસનમાં શરદ પવારની એનસીપીનું જોર પણ વધી ગયું છે તેની પણ કોંગ્રેસ હાઈકમાંડે નોંધ લીધી જ છે.
આ પરિસ્થિતિમાં પૃથ્વીરાજ ચવ્હાણને હટાવામાં આવે તો તેમની જગ્યાએ કોને ગોઠવવા એ એક મૂંઝવનારો સવાલ છે. કોંગ્રેસ મોવડી મંડળ એવા નેતાના હાથમાં મુખ્ય પ્રધાનપદની ધૂરા સોંપવા માગે છે જેનામાં એનસીપીના વધતા પ્રભાવને ડામવાની, કોંગ્રેસ પક્ષની તાકાત વધારવાની અને વિપક્ષોને શાંત કરવાની કાબેલિયત હોય.
આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડ તેમજ અન્ય ગોટાળામાં કોંગ્રેસના ડઝનેક પ્રધાનોના નામ ખરડાયા હોવાથી પક્ષની સ્થિતિ અત્યારે ખૂબ જ દયનીય છે. આ બાબતની પક્ષ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પાટવીકુંવર રાહુલ ગાંધીએ ગંભીર નોંધ લીધી છે. એટલે મહારાષ્ટ્રમાં નેતૃત્વ- પરિવર્તન માટે ગંભીરતાથી વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
પૃથ્વીરાજ ચવ્હાણની જગ્યાએ કેન્દ્રના પ્રધાન અને ભૂતકાળમાં બે વાર મહારાષ્ટ્રનું મુખ્ય પ્રધાનપદ સંભાળી ચૂકેલા વિલાસરાવ દેશમુખનું નામ થોડા વખત પહેલાં ચર્ચાતું હતું. પરંતુ પછી ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈને સાવ સસ્તામાં જમીનની ફાળવણીના મામલે સુપ્રીમ કોર્ટે તેમને ફટકાર લગાવી હતી. અન્ય જમીન વિવાદોમાં પણ દેશમુખનું નામ ઊછળ્યું હતું. પરિણામે મુખ્યપ્રધાનની હોડમાં તેમનું નામ પાછળ ઠેલાયું હતું. જોકે રેસમાંથી તેમનું નામ સાવ નીકળી નથી ગયું.
મુખ્ય પ્રધાનપદ મેળવવા ઈચ્છુક નેતાઓમાં વનમંત્રી ડો. પતંગરાવ કદમનું નામ સંભળાય છે. સાથી પક્ષ એનસીપીને જડબાતોડ જવાબ આપવા માટે પંકાયેલા અને કોઈની શેહમાં તણાયા વિના નિર્ણય લેવામાં પાવરધા પતંગરાવને કદાચ મુખ્ય મંત્રીપદની લોટરી લાગે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુખ્ય પ્રધાનપદ માટે હર્ષવર્ધન પાટિલનું નામ પણ ચર્ચામાં છે.
શિવસેના સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં આવેલા ઉદ્યોગ પ્રધાન નારાયણ રાણે તો સત્તા- પરિવર્તનના એંધાણ વર્તાય એટલે મુખ્ય પ્રધાન બનવાની હોડમાં ઠેકી જ પડે છે. પરંતુ રાણેને ચીફ મિનિસ્ટર બનાવવામાં આવે તો શિવસેના- ભાજપ રોજબરોજ આરોપ- પ્રત્યારોપ કરીને કોંગ્રેસની મુશ્કેલી વધારી શકે છે. એટલે રાણેને મુખ્ય પ્રધાન બનાવવાના બદલે ફરીથી મહત્ત્વનું મહેસૂલ ખાતું સોપાય એવી શક્યતા છે.
પૃથ્વીરાજ ચવ્હાણમાં નિર્ણયશક્તિનો ભારોભાર અભાવ છે એવું કારણ આગળ કરીને કોંગ્રેસના જ અનેક નેતાઓએ ચવ્હાણ હટાવ ચળવળ બળવતર બનાવી છે. ચવ્હાણે મુખ્યપ્રધાન તરીકે સારી કામગીરી બજાવી છે એવું કહેનારું કોઈ નથી. સત્તાધારી પક્ષની જેમ વિપક્ષો પણ ચવ્હાણ નથી ખપતા. કોઈપણ નિર્ણય લેવાને બદલે મુખ્યપ્રધાન 'લેટ'સ સી' એવો ફાઈલ ઊપર શેરો મારે છે. મહત્ત્વના નિર્ણયો લેવાતા ન હોવાથી શાસક અને વિપક્ષી સભ્યો અકળાયા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved