Last Update : 17-April-2012, Tuesday

 

વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય

નિર્માતા-દિગ્દર્શકો હવે ડોલરિયા દેશથી કંટાળી વિશ્વના અન્ય દેશોમાં શૂટિંગ માટે વિચારતા થયાં

મુંબઈ,તા.૧૬
અમેરિકામાં વિઝા અને 'જાતિય ભેદભાવ' સંબંધી મુશ્કેલીઓના પરિણામે બોલીવૂડના નિર્માતાઓ અને દિગ્દર્શકો ફિલ્મોના શૂટિંગ અને અન્ય કામકાજ માટે અન્ય દેશો તરફ નજર દોડાવી રહ્યાં છે, તેના કારણે અમેરિકાનું આકર્ષણ બોલીવૂડમાં ઓસરી જશે, એવું જણાઈ રહ્યું છે. તાજેતરમાં જ અભિનેતા શાહરૃખ ખાનને ન્યૂયોર્કના વાઈટ પ્લેઈન્સ એરપોર્ટ ખાતે અટકાવાયો હતો, તેના કારણે અમેરિકામાં બોલીવૂડના દિગ્ગજોનું પણ માન-સન્માન જાળવાતું નથી એ ફરી એક વાર સાબીત થયું છે અને આ દિશામાં વિચારવાને બળ મળ્યું છે.
વર્ષ ૨૦૦૮-૦૯માં 'દોસ્તાના', 'ન્યૂયોર્ક', 'કમબખ્ત ઈશ્ક' અને 'લવ આજકલ' જેવી ફિલ્મોના શૂટિંગ અમેરિકામાં થયાં હતાં, જ્યારે અમેરિકાની આવી બધી કડકાઈના પગલે વર્ષ ૨૦૧૦-૧૧માં અમેરિકામાં બોલીવૂડની માત્ર બે ફિલ્મ 'અન્જાના-અન્જાની' અને 'કુરબાન'ના શૂટિંગ થયાં હતાં, જ્યારે વર્ષ ૨૦૧૨માં તો માત્ર એક જ ફિલ્મ 'એક મૈં ઓર એક તું'નું શૂટિંગ અમેરિકામાં કરાયું હતું. દિગ્દર્શક કબીર ખાનના જણાવ્યા મુજબ, 'ન્યૂયોર્ક'ના શૂટિંગ અગાઉ બે વખત મારા વિસા રદ્ કરાયાં હતાં અને ત્રીજા પ્રયત્ને વિસા મંજૂર થયાં હતાં. પરંતુ આ ફિલ્મની વારતાની જરૃરિયાત એવી હતી કે, મારે ફરજિયાત ત્યાંજ શૂટિંગ કરવું પડે.'
જો અમેરિકામાં શૂટિંગ કરવાનું હોય તો વિસા સંબંધી મુશ્કેલીઓના કારણે ફિલ્મ નિર્માતાઓ ત્યાં મોટુ યુનિટ લઈ જવાનું ટાળે છે. શાહરૃખ ખાનની જેમ બોલીવૂડના કેટલાંય જાણીતા લોકોને અમેરિકામાં માત્ર તેમના નામના કારણે વિસા સંબંધી મુશ્કેલીઓ અનુભવવી પડી છે કે પછી એરપોર્ટ પર બીનજરૃરી હેરાનગતિનો સામનો કરવો પડયો છે.
આવી જાતિગત હેરાનગતિ ટાળવા કેટલાંક દિગ્દર્શકોએ તો સહેલાઈથી વિસા મળી રહે એવી વ્યવસ્થા પણ વિચારી છે. છેલ્લાં પાંચ વર્ષમાં પોતાની ત્રણ ફિલ્મોનું શૂટિંગ અમેરિકામાં કરી ચૂકેલાં સાજિદ નાડિયાદવાલાએ કહ્યું હતું કે, 'મારા યુનિટના કેટલાંક સભ્યોને પણ વિસા સંબંધી મુશ્કેલીઓનો અનુભવ છે. પરંતુ હવે અમને સમજાયું છે કે, અમેરિકન કોન્સ્યુલેટ આવા કેટલાંકના માત્ર નામ જોઈને જ પ્રશ્નો કરશે, તેથી હવે અમે આવા લોકોની વિસા અરજી વહેલાસર કરીએ છીએ.' વર્ષ ૨૦૦૯માં લોકપ્રિય શૂટિંગ સ્થળોની યાદીમાં અમેરિકા વિશ્વમાં ત્રીજા નંબરે હતું, પરંતુ હવે બોલીવૂડે થાઈલેન્ડને આવી યાદીમાં ટોચ પર મૂકી દીધું છે અને અમેરિકા પાછળ ધકેલાયું છે. ગયા વર્ષે થાઈલેન્ડમાં બોલીવૂડની ૫૦ થી વધુ ફિલ્મના શૂટિંગ થયાં હતાં અને ત્યારબાદ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં ફિલ્મ શૂટિંગ માટે બોલીવૂડે પસંદગી ઉતારી હતી. ફિલ્મ 'રેડ્ડી'નું શૂટિંગ થાઈલેન્ડમાં કરી ચૂકેલાં નિર્માતા રજત રવૈલે કહ્યું હતું કે, 'અમેરિકા ભારતીય ફિલ્મોના શૂટિંગ માટે ખાસ કોઈ રસરૃચી નથી દાખવતું અને ત્યાં વિસા અને શૂટિંગની મંજૂરી માટે ખૂબ જ સમય નીકળી જાય છે તે મુખ્ય કારણ છે કે, બોલીવૂડ અમેરિકામાં શૂટિંગ માટે નથી જતું. આની સામે અન્ય દેશોમાં તો હિંદી ફિલ્મો પ્રત્યે ખૂબ જ આદર છે અને તેઓ બોલીવૂડને આવકારે છે.'

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved