Last Update : 17-April-2012, Tuesday

 
એડવાન્સ પેટે વીસ હજાર રૃપિયા લઈને મહિલા ફરાર
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર

લગ્નવાંચ્છુક યુવાનની છેતરપિંડી કરનારી ત્રણ મહિલાની ધરપકડ લગ્ન કરાવી આપવાનો વાયદો કરનારા એજન્ટની ઘનિષ્ઠ શોધખોળ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
લગ્નવાંચ્છુક યુવાનનાં લગ્ન કરાવી આપવાનાં બહાને વીસ હજાર રૃપિયાની છેતરપિંડી આચરનાર ટોળકી વિરૃધ્ધ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદને આધારે ત્રણ મહિલાની ધરપકડ કરી હતી. જ્યારે લગ્ન કરાવવાની લાલચ આપનારા એજન્ટની પોલીસે શોધખોળ શરૃ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, પેટલાદનાં કસ્બામાં રહેતા ભરતભાઈ રાણાનાં સાળા દિનેશ (રહે. ડબકા, પાદરા)નું લગ્ન થતુ ન હતુ. જેથી તેમણે પોતાના પાડોશી ઉષાબેન પ્રવિણભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. જેથી ઉષાબેને તેમને જણાવ્યુ હતુ કે, વડોદરામાં રહેતા વિક્રમભાઈ નામના વ્યક્તિ તેમના સાળાનું લગ્ન કરાવી આપશે પરંતુ, લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર થશે. આ વાત સાંભળીને ભરતભાઈ ખુશ થઈ ગયા હતા અને તેમણે સાળાનાં લગ્ન માટે ત્રીસ હજાર રૃપિયા આપવાની હામી ભરી દીધી હતી.
૧૪મી એપ્રિલનાં રોજ ઉષાબેને તેમને વડોદરાનાં ન્યાયમંદિર વિસ્તારમાં આવેલા પદ્માવતિ શોપિંગ સેન્ટર પાસે બોલાવ્યા હતા. જ્યાં તેમની મુલાકાત વિક્રમભાઈ સાથે કરાવવાની હતી. જેથી ભરતભાઈ, તેમની પત્ની અને સાળો વડોદરા આવ્યા હતા. જ્યાં ઉષાબેને તેમની મુલાકાત વિક્રમભાઈ સાથે કરાવી હતી. થોડી વાર બાદ વિક્રમભાઈ પાસે એક યુવતી અને મહિલા આવ્યા હતા. યુવતીએ પોતાનું નામ શ્રેયા ઉર્ફે સોનલ જણાવ્યુ હતુ અને તેની સાથેની મહિલા કૈલાશબેન તેની માતા હોવાનું કહ્યુ હતુ. થોડી જ ક્ષણો બાદ કૈલાશબેન નામની મહિલાએ વાત આગળ વધારી હતી અને તેમણે શ્રેયાનાં લગ્ન માટે છોકરો જોવો છે તેમ જણાવ્યુ હતુ.
જેથી લગ્નવાંચ્છુક દિનેશ અને શ્રેયાએ એકબીજાને જોયા હતા અને થોડી વાતચીત બાદ બંને જણાએ એકબીજા સાથે લગ્ન કરવાની હા પાડી હતી. ત્યારબાદ કૈલાશબેને છોકરાનું ઘર જોવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેથી વિક્રમભાઈ સાથે શ્રેયા અને કૈલાશબેન લગ્નવાંચ્છુક યુવક દિનેશનું ઘર જોવા માટે ડબકા પહોંચ્યા હતા. જ્યાં લગ્ન કરવા માટે ત્રીસ હજાર રૃપિયાની માગણી કૈલાશબેને કરી હતી. જેથી એડવાન્સ પેટે વીસ હજાર રૃપિયા ભરતભાઈ રાણાએ તેમને આપ્યા હતા.
થોડા સમય બાદ અચાનક કૈલાશબેનને એક ફોન આવ્યો હતો. ફોન રિસીવ કર્યા બાદ તેમણે જણાવ્યુ હતુ કે, તેમના પતિનો અકસ્માત થયો છે અને તેમને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેથી તેમને તાત્કાલિક વડોદરા જવુ પડશે. કૈલાશબેનની આ વાત સાંભળીને ભરતભાઈએ તેમને દિલાસો આપ્યો હતો અને બીજા દિવસે તેમની સાથે આવવાનું જણાવીને તેઓને રોકી લીધા હતા. સવારે કૈલાશબેન અને શ્રેયા સાથે ભરતભાઈ, દિનેશ અને અન્ય લોકો સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં પતિ માટે કપડા લેવા જવાનું છે તેમ કહીને કૈલાશબેન ચાલ્યા ગયા હતા. લાંબા સમય સુધી તેઓ પાછા નહીં આવતા ભરતભાઈ તથા દિનેશને શંકા ગઈ હતી. જે દરમિયાન શ્રેયા પણ એક રિક્શામાં બેસીને ભાગવાનો પ્રયાસ કરતી હતી. જેથી ભરતભાઈ તથા તેમના સાળાએ તેને પકડી લીધી હતી અને તેની પુછતાછ કરી હતી. પરંતુ, તેણે સંતોષકારક જવાબ નહીં આપતા આખરે આ બાબતની જાણ રાવપુરા પોલીસને કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતુ કે, લગ્નવાંચ્છુક યુવાન દિનેશનાં લગ્ન માટે વીસ હજાર રૃપિયા પડાવીને શ્રેયા તથા તેની સાથેની મહિલા સહિતની ટોળકી ભાગી છૂટવાનાં ચક્કરમાં હતી. જેથી આ બનાવ અંગે ભરતભાઈ રાણાની ફરિયાદને આધારે રાવપુરા પોલીસે શ્રેયા ઉર્ફે સોનલ તડવી (રહે. બાધરપુર, સંખેડા), કૈલાશબેન વિનોદભાઈ તડવી (રહે. બાધરપુર, સંખેડા), ઉષાબેન પ્રવિણભાઈ પટેલ (રહે. કસ્બા, પેટલાદ) અને વિક્રમભાઈ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા શ્રેયા ઉર્ફે સોનલ તડવી, ઉષાબેન પટેલ અને કૈલાશબેન તડવીની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે વિક્રમભાઈની તલાશ શરૃ કરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved