Last Update : 17-April-2012, Tuesday

 

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો

નાની પુત્રીને મુકી ગુમ થયેલી પત્નીને શોધી આપો એમ કહી અનિલ ગામીત અવારનવાર સસરા અરવિંદભાઇ ગામીત સાથે ઝઘડો કરતો હતો

બારડોલી, સોમવાર
સોનગઢ તાલુકાના વડપાડા ગામે સસરાએ શેરડી કાપવાના કોયતા વડે જમાઇનું ગળું કાપી માથામાં ૪ થી ૫ ઘા કરી હત્યા કરતાં ચકચાર મચી છે. મરનારની પત્ની ૨ વર્ષ અગાઉ નાની દિકરીને મૂકી ગુમ થતાં સસરા પાસે જઇ સતત પત્નીને શોધી આપો એવું કહી અવારનવાર ઝઘડો કરતો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ બોરકુવા ગામના અનિલ સુરેશભાઇ ગામીત (ઉ.વ.૨૫)એ ૩ વર્ષ અગાઉ વડપાડા ગામે હોળી ફળિયામાં રહેતા અરવિંદભાઇ ભીખાભાઇ ગામીતની દિકરી સંગીતાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સંતાનમાં ૨ વર્ષની દિકરી છે. અનિલ ગામીતને લગ્ન જીવનના એકાદ વર્ષ બાદ અન્ય યુવતી સાથે પ્રેમ થતાં પત્ની સંગીતા સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. જેને લઇને ૨ વર્ષ અગાઉ સંગીતાબેન ક્યાંક જતા રહ્યા હતા. જે આજદિન સુધી મળ્યા નથી. સંગીતાબેનના ગુમ થવા અંગે પતિ અનિલ ગામીતે આજદિન સુધી પોલીસમાં ફરિયાદ કરી નથી.
પરંતુ અનિલ ગામીત અવારનવાર વડપાડા ગામે સસરા અરવિંદભાઇ ગામીત પાસે જઇ પત્ની સંગીતાને શોધી આપો તમ કહીને ઝઘડો કર માર મારતો હતો. દરમિયાન આજે સોમવારે સવારે અનિલ ગામીત હાથમાં શેરડી કાપવાનો કોયતો લઇને વડપાડા ગામે સસરા અરવિંદ ગામીત પાસે ગયો હતો અને ઝઘડો કર્યો હતો. બંને વચ્ચે દિવાનજીભાઇ ઝીણાભાઇ ગામીતના ખેતરમાં સવારે ૧૧ વગે ઝઘડો થતાં અરવિંદભાઇ ગામીતે હાથમાંના લાકડા વડે જમાઇ અનિલ ગામીતને ફટકા મારી તેના હાથમાંથી કોયતો છોડાવીને લઇ લીધો હતો.
બાદમાં અરવિંદભાઇએ કોયતા વડે અનિલ ગામીતનું ગળુ કાપી નાંખ્યું હતું. તથા અનિલના માથામાં પણ કોયતાના ૪ થી ૫ ઘા કરી ઢીમ ઢાળી દીધું હતું. બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચેલી સોનગઢ પોલીસે સુમિત્રાબેનની ફરિયાદ લઇ સસરા અરવિંદ ગામીતની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved