Last Update : 17-April-2012, Tuesday

 
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

જિલ્લાના સીસીઆઈ કેન્દ્રોમાં કપાસની ખરીદી બંધ કરી દેવામાં આવતાં મામલો બિચક્યો

હિંમતનગર,પ્રાંતિજ,ઈડર,તા.૧૬
સાબરકાંઠા જિલ્લામાં કપાસ ખરીદવા માટે શરૃ કરવામાં આવેલાં સીસીઆઈ કેન્દ્રો એકાએક બંધ કરી દેવામાં આવતાં ઠેર-ઠેર ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી હાઈ-વે ચક્કાજામ કરી દેતાં દોડધામ મચી જવા પામી હતી. હિંમતનગરમાં સહકારી જીન પાસે શામળાજી હાઈ-વે તેમજ અંબાજી હાઈ-વે ઉપર ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક જામ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. ખેડૂતોનો આક્રમક મિજાજ જોઈ પોલીસ પણ દ્વિધાભરી સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી અને સમજાવટનો માર્ગ અખત્યાર કરવા છતાં પણ ખેડૂતોએ મચક નહી આપતાં પરિસ્થિતિ વિકટ બની ગઈ હતી. ખેડૂતોની મુશ્કેલી દૂર કરવા માટે જિલ્લા સાંસદે પણ મધ્યસ્થી કરતાં તેમની સાથે અન્ય ૨૦ જેટલા ખેડૂતોની પોલીસે અટકાયત કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. દૂર-દૂરથી ૩૦૦થી વધારે ટ્રેક્ટરો લઈને આવેલા અનેક ખેડૂતો રાતાપીળા થઈ ઉઠયા હતા અને સીસીઆઈ કેન્દ્ર શરૃ કરવાની બુલંદ માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ઈડર તાલુકાના જાદર સી.સી.આઈ. કેન્દ્રમાં રાજકોટના સી.સી.આઇ. કેન્દ્ર કરતાં રૃના ઓછા ભાવ મળતા હોવાની વાતે રોષે ભરાયેલ ખેડૂતોએ એકા-એક ચક્કાજામનો કાર્યક્રમ આપી ઈડર- હિંમતનગર હાઇવે ચાર કલાક સુધી બંધ કરી દેતાં વહિવટીતંત્ર અને પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. દરામલી ચાર રસ્તાથી રોડની બંને તરફ પાંચ-પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ થઇ જતાં અંબાજી- અમદાવાદ તરફ જતા અસંખ્ય લોકો અટવાઇ પડયા હતા. બાદમાં લાંબી સમજાવટ છતાં મામલો નહીં ઉકેલાતા પોલીસે બળપ્રયોગ કરી ટ્રાફિક હળવો કર્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી જાદર સ્થિત કપાસ ખરીદ કેન્દ્ર (સી.સી.આઇ.) તંત્ર દ્વારા બંધ કરી દેવાયું હતું. પરંતુ આજે સોમવારે આ કેન્દ્ર પર રૃની ખરીદી થવાની હોવાના સમાચાર મળતાં જ અસંખ્ય ખેડૂતો ગત રાત્રિથી જ ટ્રેકટરોમાં રૃ ભરી લાઇનમાં ગોઠવાઇ ગયા હતા. દરમ્યાન આજે ખરીદી શરૃ થતાં કેન્દ્રના કર્મચારીએ મણદીઠ રૃા. ૮૨૫ થી ખરીદી કરવાની વાત છેડતાં જ ખેડૂતો વિફર્યા હતા. ખેડૂતોએ માંગ કરી હતી કે રાજકોટ ખરીદ કેન્દ્ર પર મણ દીઠ રૃા. ૯૦૦ના ભાવે ખરીદી થાય છે તો અહીં કેમ ઓછા? સરકાર એક જ રાજ્યમાં અલગ અલગ ભાવ રાખી બેવડા ધોરણો અપનાવી રહી હોવાની વાતે ખેડૂતોનો રોષ ભભૂકી ઊઠયો હતો. અને ખેડૂતોએ ૯૦૦ રૃપિયાના ભાવની માંગ સાતે ચક્કાજામનો કાર્યક્રમ આપી દીધો હતો.
બાદમાં ખેડૂતોએ રૃ ભરેલ ટ્રેકટરો સાતે દરામલી ચોકડી પર આવી પહોંચી ટ્રેકટરોને આડશ રૃપે મૂકી ઈડર- હિંમતનગર હાઇવે બંધ કરી દીધો હતો. જેને લઇ અસંખ્ય વાહનો અટવાઇ પડયા હતા. દરમ્યાન આ અંગેના સમાચાર મળતાં જ ઈડર મામલતદાર ગોસ્વામી, પો.સ.ઇ. બી.પી. પટેલ, ચૌધરી, રોહિત સહિત મોટો પોલીસ કાફલો દરામલી દોડી આવ્યો હતો. બાદમાં ખેડૂતો સાથે સમજાવટથી મામલો ઉકેલવા કવાયત આરંભી હતી, પરંતુ ખેડૂતો ઝુકવા માટે તૈયાર નહોતા. બીજી બાજુ રોડની બંને બાજુ પાંચ- પાંચ કિલોમીટર જેટલી વાહનોની કતારો લાગી ગઇ હતી. કીસાન સંઘના જિલ્લાના અગ્રણી શાંમળભાઇ પટેલ અને તાલુકા પ્રમુખ અમરતભાઇ પટેલે પણ દોડી આવી દરમ્યાનગીરી કરી હતી. તેમ છતાં ઉકેલ નહીં આવતાં અધિકારીઓની ધીરજ ખુટી ગઇ હતી. જેમાં પોલીસે લાલ આંખ કરી બળપ્રયોગ કરતાં જ ખેડૂતોના ટોળામાં નાસભાગ મચી ગઇ હતી. સામાન્ય દંડાવાળી બાદ ખેડૂતો પોત-પોતાના ટ્રેકટર લઇ રવાના થઇ ગયા હતા. એક સમયે ખેડૂતોના ટોળા તરફથી પણ કાંકરીચાળાની કોશીષ કરાઇ હતી, પરંતુ ખેડૂત અગ્રણીઓ અને કિસાન સંઘના હોદ્દેદારોની સમજવાટ બાદ ખેડૂતો શાંત રહ્યા હતા.
આ ઘટના અંગે જાદર પો.સ.ઈ. આર.જી. ચૌધરીએ ૯ ખેડૂતોની અટકાયત કરી બાદમાં મુક્ત કર્યા હતા. સાડા ત્રણતી ચાર કલાક જેટલો સમય ટ્રાફિક જામમાં અટવાઇ પડ્યા બાદ ટ્રાફિક પૂર્વવત થતાં વાહનચાલકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

 

અસંખ્ય જાનૈયા અટવાયા
ઈડર, તા. ૧૬
ખેડૂતો દ્વારા આજે ઈડર- હિંમતનગર હાઇવે ચક્કાજામ કરાતાં અસંખ્ય વાહનચાલકોની સાથે સાથે પરણવા જતા વરરાજા અને જાનૈયાઓ પણ અટવાઇ પડયા હતા. જેમાં સ્થાનિકની મદદ બાદ મુહુર્ત સાચવવા વરરાજાની ગાડીઓ ગ્રામ્ય માર્ગો પર થઇ લગ્નસ્થળે પહોંચી હતી. જ્યારે કેટલાક જાનૈયાઓ ટ્રાફિક પૂર્વવત થયા બાદ નિકળી શક્યા હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved