Last Update : 17-April-2012, Tuesday

 

ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોનો કેસ
ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે

તોફાની ટોળાએ બે મહિલા સહિત ત્રણ વ્યક્તિને સળગાવી મારી હતી

આણંદ,તા.૧૬
ગોધરાકાંડ બાદ આણંદ જિલ્લાના ઓડ ગામમાં ફાટી નીકળેલા કોમી રમખાણમાં ઓડના પીરાવાળી ભાગોળ ખાતે થયેલા ૨૩ વ્યક્તિઓના સામુહિક હત્યાકાંડ તેમજ સુરીવાળી ભાગોળ ખાતે થયેલ એક વ્યક્તિની થયેલ હત્યા કેસનો ચુકાદો ગત તા.૧૨મી એપ્રિલના રોજ આણંદની વિશેષ અદાલતે આપી દીધા બાદ ત્રીજો મલાઉ ભાગોળ ખાતેના કેસનો ચુકાદો આગામી તા.૪થી મે, ૨૦૧૨ના રોજ આણંદની અદાલતમાં આપનાર હોવાના અહેવાલ સાંપડયા છે. ઓડ મલાઉ ભાગોળ કેસનો ફેંસલો ૪થી મેના રોજ યોજાનાર હોઈ સૌની નજર આ ચુકાદા પર મંડાઈ છે. આ ચુકાદો આપતા પહેલા જજે ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી.
આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ આણંદ જિલ્લાના ઉમરેેઠ તાલુકામાં આવેલ ઓડ ગામની મલાઉ ભાગોળ ખાતે ગત તા.૧લી માર્ચ, ૨૦૦૨ના રોજ બપોરના ૧ઃ૦૦ થી ૧ઃ૩૦ કલાકની વચ્ચે ગોધરા હત્યાકાંડના પગલે ઉશ્કેરાયેલા ટોળાએ ઘાતક હથિયારો અને જ્વલનશીલ પદાર્થો સાથે મુસ્લીમ કોમના મકાનોનો ઘેરો ઘાલી પથ્થરમારો કરી મકાનો, દુકાનો અને કેબીનોમાં આગ ચાંપી દીધી હતી. આ તોફાન દરમ્યાન જીવ બચાવવા માટે સંતાઈ રહેલા કાદરભાઈ ઈબ્રાહીમભાઈ વોરાને તોફાની ટોળાએ કેરોસીન છાંટી જીવતા સળગાવી દીધા હતા. આ ઉપરાંત નુરાબેન ગફુરભાઈ વોરા તથા આયશાબેન અબ્દુલભાઈ વોરાને પણ તોફાની ટોળાએ મકાનમાં જીવતા ભુજાવી દીધા હતા. બાદમાં ત્રણેય મૃતકોના અવશેષો સગેવગે કરી નાખી પુરાવાનો નાશ કર્યો હતો. તોફાની ટોળાએ ઈદ્રીશભાઈ અબ્દુલભાઈ વોરા, અબ્દુલભાઈ યાકુબભાઈ વોરા, ફીરોઝભાઈ ઈસ્માઈલભાઈ વોરા અને ફકીરમહંમદ ગફુરભાઈ વોરાને આંતરી તેઓ ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી વધતા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચાડી હતી.
આ બનાવ અંગે ખંભોળજ પોલીસે રહેનાબેન યુસુફભાઈ વોરાની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨, ૩૦૭ સહિતની વિવિધ કલમો મુજબ કુલ ૨૧ આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ કેસની નવેસરથી તપાસ કરનાર સીટે કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું. આ કેસ આણંદની એડીશ્નલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ આર.એમ.શરીનની કોર્ટમાં ચાલ્યો હતો. લાંબી સુનાવણી બાદ સાહેદો અને સાક્ષીઓની તપાસણી તેમજ રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી પુરી કરી હતી. ત્યારબાદ કોર્ટે બંને પક્ષોના વકીલોની દલીલો પણ લંબાઈપૂર્વક સાંભળી હતી. ન્યાયાધીશ આર.એમ.શરીને આ કેસનો ચુકાદો આપતા પહેલા ઘટના જે સ્થળે બની હતી. ત્યાં રૃબરૃ જઈને તમામ પાસાઓનો વિગતવાર અભ્યાસ કર્યો હતો અને બાદમાં આજે આ કેસની વધુ સુનાવણી રાખી હતી. સુનાવણી બાદ આ કેસનો ચુકાદો આગામી તા.૪થી મેના રોજ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ઓડ મલાઉ ભાગોળ કેસમાં સરકારી વકીલ તરફે સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે ગોધરાના બી.સી.ત્રિવેદી તેમજ બચાવ પક્ષે આણંદના જાણીતા એડવોકેટ સી.કે.પટેલ અને નડિયાદના જાણીતા એડવોકેટ અશ્વિનભાઈ ધગટે દલીલો કરી હતી. ૪થી મેના રોજ આણંદની અદાલતમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કેસનો ચુકાદો જાહેર કરવામાં આવનાર છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved