Last Update : 17-April-2012, Tuesday

 

જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે

નાણાંકીય ભંડોળ માટે સક્રિય બનેલું કોર્પોરેટ ક્ષેત્ર વિદેશી બેંકોના દરવાજા પણ ખટખટાવી રહ્યું છે

નવી દિલ્હી, સોમવાર
ઊંચા વ્યાજદર સહિતની અન્ય પ્રતિકૂળતાના પગલે કોર્પોરેટ ક્ષેત્ર હાલ વિવિધ સ્તરે નાણાંકીય પ્રતિકૂળતાઓનો સામનો કરી રહ્યું છે. આ પ્રતિકૂળતાના નિરાકરણ માટે એટલે કે નાણાંનો પ્રવાહ ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર હાલ કોર્પોરેટ ક્ષેત્ર બેંકો સાથે ચર્ચા- વિચારણા કરીને ભંડોળ ઉભું કરવા માટે પ્રયત્નશીલ બન્યું છે. ચર્ચા- વિચારણા બાદ બેંકો તરફથી સાનુકૂળ પ્રતિભાવ મળશે તો કોર્પોરેટ ક્ષેત્રની ચૂકવણાની પ્રતિકૂળતા દૂર થશે.
પ્રાપ્ત માહિતી મુજબ ખોટના ખાડામાં ડૂબેલી વિન્ડ એનર્જી ક્ષેત્રની સુઝલોન એનર્જી કંપની હાલ ભારે નાણાંકીય તકલીફમાં મૂકાઈ છે. કંપનીના માથે રૃા. ૧૧૭૯૦ કરોડનું ઋણ છે. આ ઉપરાંત આગામી ઓક્ટોબર સુધીમાં કંપનીએ તેના બોન્ડ ધારકોને રૃા. ૫૬.૯ કરોડ ડોલરની ચૂકવણી કરવાની છે. કંપનીના માથે જંગી ઋણ હોવાથી બેંકો દ્વારા નવી લોન આપવા અંગે આનાકાની થતી હોય છે. કંપની હવે વિવિધ બેંકોનો સંપર્ક સાધીને એફસીસીબીની ચૂકવણી માટે ૭૦ કરોડ ડોલરની ટર્મલોન મેળવવા માટે ચર્ચા- વિચારણા હાથ ધરવામાં આવી છે.
તો બીજી તરફ ૧૦ બેંકોના કોન્સોર્ટિયમ દ્વારા રિયાલ્ટી ક્ષેત્રની લવાસા કોર્પોરેશન કંપનીને રૃા. ૮૫૦ કરોડની લોન આપવામાં આવી છે. બેંકો દ્વારા અપાયેલ આ લોનને કોમર્શિયલ રીયલ એસ્ટેટ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. સીડીઆરના નિયમો મુજબ કોમર્શિયલ રિયલ એસ્ટેટ લોનને પુનર્ગઠન કરવાની મંજૂરી મળતી નથી કંપની દ્વારા કરાયેલ રજૂઆતના પગલે બેંકોએ આ લોનને ઇન્ફ્રા લોનમાં ફેરવવા રજૂઆત કરી છે અને રિઝર્વ બેંકે આ અરજી પર વિચારણા કરી રહી છે.
કંપની અને બેંકો આ લોનને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન તરીકે વર્ગીકૃત કરવા માટે રિઝર્વ બેંક સાથે વાટાઘાટ જઈ રહી છે. જો રિઝર્વ બેંક મંજૂરી આપશો તો લવાસા કંપની માટે કોર્પોરેટ ડેટ રિસ્ટ્રકચરિંગનો માર્ગ મોકળો થશે. પ્રાપ્ત માહિતી મુજબ બેંકોને ૯૦ દિવસ માટે વ્યાજ ન મળે તો આ લોન ખાતાને એનપીએ તરીકે વર્ગીકૃત કરવું પડે છે. જાણકાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કેટલીક બેંકોને રિઝર્વ બેંકના કાયદાને અનુસરવું પડે તેમ હોઈ આ બાબતે સક્રિય બન્યા છે.
આ તો બે કંપનીની જ વાત થઈ છે આ સિવાય સંખ્યાબંધ નાની મોટી કંપનીઓ હાલ નાણાંની પ્રતિકૂળતાનો એટલે કે તરલતાની તંગી દૂર કરવા બેંકો સાથે વાટાઘાટો કરી રહી હોવાનું નાણાં ક્ષેત્રના અભ્યાસી વર્ગે જણાવ્યું હતું. કેટલાક કોર્પોરેટ હાઉસોએ તો વિદેશની બેંકોના દરવાજા પણ ખટખટાવ્યા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved