Last Update : 17-April-2012, Tuesday

 

માર્ચ મહિનાનો ફુગાવો નજીવો ઘટયોઃ મોંઘવારી ભડકવાના ડરે
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી

સેન્સેક્ષ સાંકડી વધઘટના અંતે ૫૬ પોઈન્ટ વધીને ૧૭૧૫૧

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આવતીકાલે- મંગળવારે ૧૭, એપ્રિલના થનારી ધિરાણ નીતિ સમીક્ષા પૂર્વે પ્રમુખ દરો રેપોમાં ઘટાડા માટે અનુકૂળ પરિબળ ફુગાવો- મોંઘવારી માર્ચ મહિનામાં ૬.૯૫ ટકાથી ઘટીને ૬.૮૯ ટકા નોંધાતા આજે બેંકિંગ, ઓટો, કેપિટલ ગુડઝ, રીયાલ્ટી શેરોમાં વેલ્યુબાઈંગે સેન્સેક્ષ અને નિફટી આરંભિક ઘટાડો પચાવી અંતે પોઝિટીવ બંધ આવ્યા હતા. ગત અઠવાડિયે ફેબુ્રઆરી મહિનાના ઔદ્યોગિક ઉત્પાદન વૃધ્ધિના (આઈઆઈપી) આંકડા ધારણાથી નબળા ૪.૧ ટકા વૃધ્ધિના જાહેર થતાં અને સરકારને જાન્યુઆરીના પ્રોવિઝનલ આંકડા પણ ૬.૯ ટકાથી સુધારીને તીવ્ર ઘટાડા તરફી ૧.૧ ટકા કરવાની ફરજ પડતાં ઔદ્યોગિક વૃધ્ધિન ચિંતા વધ્યાના સ્પષ્ટ સંકેતે નાણાપ્રધાન પ્રણવ મુખર્જીએ પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જરૃરી પગલાં લેવાશે એવો નિર્દેશ કરતા વ્યાજ દરો- પ્રમુખ નીતિ દરો રેપો- રીવર્સ રેપો રેટમાં ૦.૨૫ બેઝિઝ પોઈન્ટનો ઘટાડો અપેક્ષીત બન્યો છે. જેમાં હવે માર્ચ મહિનાનો મોંઘવારી- ફુગાવાનો હોલસેલ ભાવાંક ફેબુ્રઆરીના ૬.૯૫ ટકાની તુલનાએ ઘટીને ૬.૮૯ ટકા જાહેર થવા છતાં હજુ ફુગાવાનું જોખમ યથાવત હોવાથી રિઝર્વ બેંક માટે પણ ૦.૨૫ ટકાનો ઘટાડો કરવાનું મુનાસીબ માની કદાચ .૨૫ ટકાનો રેપો રેટ ઘટાડે અન્ય કોઈ દરોને નહીં ઘટાડે એવી પૂરી શક્યતા છે. ઓટો જાયન્ટ ટાટા મોટર્સનું માર્ચ મહિનામાં વાહનોનું ગુ્રપ વૈશ્વિક વેચાણ ૨૬ ટકા વધીને ૧,૩૯,૬૫૫ વાહનોનું નોંધાતા ઓટો શેરો તેમજ બેંકિંગ જાયન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક સાથે લાર્સન, ભેલ, આઈટીસી, ટાટા સ્ટીલ બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, મારૃતી સુઝુકી, ડીએલએફ સહિતના શેરોમાં આર્કષણ રહ્યું હતું. ટ્રેડીંગનો આરંભ નિરસતા વચ્ચે થયો હતો. ઈન્ફોસીસ ટેકનોલોજીસના ગત અઠવાડિયે ચોથા ત્રિમાસિકના પરિણામ સાથે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ માટે ડોલરમાં આવક વૃધ્ધિના નબળા ૮થી ૧૦ ટકાના અંદાજે આઈટી શેરોમાં ગાબડાં બાદ આજે પણ ઈન્ફોસીસમાં વેચવાલી વધતા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનીલીવર, ઓએનજીસી, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતમાં વેચવાલીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૦૯૪.૫૧ સામે ૧૭૦૪૭.૮૭ મથાળે ખુલીને નીચામાં ૧૭૦૦૦ની લગોલગ ૮૩.૩૫ પોઈન્ટના ઘટાડે નીચામાં ૧૭૦૧૦.૧૬ સુધી પહોંચ્યો હતો. જે ઘટયા મથાળે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ બેંકિંગ શેરો સાથે ટાટા મોટર્સના માર્ચના ૨૬ ટકા વેચાણ વૃધ્ધિના આંકડા ઓટો શેરો સાથે મેટલ, પાવર- કેપિટલ ગુડઝ શેરો લાર્સન, ભેલની મજબૂતીએ ઘટાડો પચાવીને ૭૮.૫૫ પોઈન્ટ વધીને ઉપરમાં ૧૭૧૭૬.૦૬ સુધી પહોંચીને અંતે ૫૬.૪૪ પોઈન્ટ વધીને ૧૭૧૫૦.૯૫ બંધ રહ્યો હતો.
નિફટી બેંકિંગ, ઓટો શેરોની હૂંફે ૫૧૮૩ના તળીયેથી ઉપરમાં ૫૨૩૩ થઈ ૫૨૬૬
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૨૦૭.૪૫ સામે ૫૧૯૦.૬૦ મથાળે ખુલીને આરંભમાં ઈન્ફોસીસ, એસીસી, અંબુજા સિમેન્ટસ, ગ્રાસીમ, ભારતી એરટેલ, સનફાર્મામાં વેચવાલીએ નીચામાં ૫૧૮૩.૫૦ સુધી ગયો હતો. જે ઘટયા મથાળે બેંકિંગ જાયન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ઓટો જાયન્ટ ટાટા મોટર્સની પાછળ ઓટો શેરોમાં આકર્ષણે સાંકડી વધઘટે ઘટાડો પચાવતો જઈ ૧૨ઃ૧૫ વાગ્યા બાદ તેજીના ઝોનમાં આવી જઈ બપોરે ૧ઃ૦૬ વાગ્યે ઉપરમાં ૫૨૨૮.૩૫ સુધી પહોંચ્યો હતો. પરંતુ યુરો ઝોનના દેશોની ઋણ કટોકટીના વાદળો ફરી ઘેરાઈ રહ્યાના અહેવાલે યુરોપના બજારો ઝડપી ઘટી આવતા ૧ઃ૩૨ વાગ્યે ૫૨૨૬.૫૫ લેવલથી ૧૫ મીનિટમાં ૨૦ પોઈન્ટ નીકળી જઈ ૧ઃ૪૭ વાગ્યે નીચામાં ૫૨૦૬.૬૫ થયો હતો. જે ઘટયા મથાળેથી એકસીસ બેંક, સ્ટેટ બેંક, પીએનબી, ટાટા મોટર્સ, લાર્સન, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઈન્ફ્રા, આઈટીસી, રેનબેક્સી લેબ., ડો. રેડ્ડીઝ લેબ.માં આર્કષણે ઉપરમાં ૫૨૩૩.૫૦ સુધી પહોંચી જઈને અંતે ૧૮.૭૫ પોઈન્ટ વધીને ૫૨૨૬.૨૦ બંધ રહ્યો હતો.
નિફટી ૫૩૦૦નો કોલ નીચામાં ૩૭.૭૦થી ઉછળી ૫૭.૮૫ઃ એપ્રિલ ફયુચર ૫૨૫૮ બોલાયો
ડેરીવેટીવ્ઝમાં નિફટી એપ્રિલ ફયુચર ૨,૫૧,૩૯૬ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૫૭૦.૭૬ કરોડના ટર્નઓવરે ૫૨૨૧.૧૦ સામે ૫૧૮૮.૯૦ ખુલી નીચામાં ૫૧૮૨ થઈ પાછો ફરી ઉપરમાં ૫૨૫૮ સુધી જઈ અંતે ૫૨૫૭ હતો. નિફટી ૫૩૦૦નો કોલ ૩,૮૮,૫૬૧ કોન્ટ્રેકટસમાં રૃ.૧૦૩૯૩.૦૭ કરોડના ટર્નઓવરે ૫૦.૧૦ સામે ૩૮ ખુલી નીચામાં ૩૭.૭૫થી ઉપરમાં ૫૭.૮૫ સુધી જઈ અંતે ૫૭.૭૦ હતો. નિફટી ૫૨૦૦નો પુટ ૩,૮૬,૨૫૫ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૦૧૭૭.૭૯ કરોડના ટર્નઓવરે ૭૬.૫૦ સામે ૮૯ ખુલી ઉપરમાં ૯૨.૮૫થી નીચામાં ૫૫.૧૦ સુધી ગબડી જઈ અંતે ૫૬ હતો.
બિગબુલનો નિફટીમાં ચૂપકીદીએ તેજી- મંદીનો ખેલો? ૫૫૦૦નો કોલ ૧૪ થઈ ૨૩.૫૦
નિફટી ૫૫૦૦નો કોલ ૨,૩૧,૬૪૮ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૨૭૮.૩૩ કરોડના ટર્નઓવરે ૨૧.૫૦ સામે ૧૫.૦૫ ખુલી નીચામાં ૧૪થી ઉપરમાં ૨૪.૮૦ સુધી જઈ છેલ્લે ૨૩.૫૦ હતો. નિફટીના 'રાજા' બિગબુલની ચૂપકીદીએ બજારમાં નિફટી બેઝડ ટ્રેડીંગ એકટીવીટીમાં સપ્તાહ અગાઉ રહી નિફટી- બેંક નિફટી શોર્ટ કર્યા બાદ ગત સપ્તાહમાં શુક્રવાર સુધીમાં ઝીકઝેક અફડાતફડીમાં શોર્ટ પોઝિશન સરખી કરીને સાઈડ માર્કેટમાં સક્રીય બન્યાની ચર્ચા હતી.
રીટેલ રોકાણકારોને ફરી બજારમાં લાવવા કવાયત શરૃ? સાઈલેન્ટ મહારથીનું ધ્યાન તેજી?
બજારમાં લાંબા સમયથી રીટેલ રોકાણકારો અદ્રશ્ય થઈ ગયા હોઈ અને વિશ્વાસની કટોકટી સાથે પાછલા વર્ષોમાં 'બી' ગુ્રપ- સાઈડ માર્કેટના શેરોમાં રોકાણ કરીને અટવાઈ ગયેલા આ રીટેલ વર્ગને ફરી બજારોમાં પાછો લાવવાની કવાયત શરૃ થઈ ગયાની અને સાઈલેન્ટ મહારથી- નામી દિગ્ગજે તેજીનું ધ્યાન મૂકીને પોતાના પસંદગીના ઓટો એનસીલીયરી સહિતમાં શેરોનું તેજીનું ઓપરેશન ફરી શરૃ કર્યાની ચર્ચા હતી.
રેપો રેટમાં ૦.૨૫ ટકા ઘટાડો શક્યઃ ફુગાવાના ડરે હવે સીઆરઆર ઘટાડો નહીં ઃ બેંકિંગ શેરોમાં તેજી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આજે મંગળવારે વ્યાજ દરોમાં ઘટાડા તરફી પ્રમુખ દરો રેપો- રીવર્સ રેપો રેટમાં ૦.૨૫નો ઘટાડો અપેક્ષીત બનતા બેંકિંગ શેરોમાં આર્કષણે બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૧૪૪.૪૦ પોઈન્ટ વધીને ૧૦૨૮૮.૯૪ રહ્યો હતો. સ્ટેટ ેબંક ઓફ ઈન્ડિયા રૃ.૫૩.૯૫ વધીને રૃ.૨૨૬૫.૪૦, ઈન્ડસઈન્ડ બેંક રૃ.૧૧.૪૫ વધીને રૃ.૩૪૧.૫૫, આઈડીબીઆઈ બેંક રૃ.રૃ.૩.૩૫ વધીને રૃ.૧૦૮.૮૦, એકસીસ બેંક રૃ.૩૪.૮૫ વધીને રૃ.૧૧૯૬.૯૫, પીએનબી રૃ.૨૦.૬૦ વધીને રૃ.૯૨૩.૫૦, બેંક ઓફ ઈન્ડિયા રૃ.૮.૩૫ વધીને રૃ.૩૭૭.૪૦, કેનરા બેંક રૃ.૮.૬૫ વધીને રૃ.૪૭૩.૨૫, યશ બેંક રૃ.૩.૯૦ વધીને રૃ.૩૬૯.૪૦, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૮.૮૦ વધીને રૃ.૮૭૩.૪૫, ફેડરલ બેંક રૃ.૩.૪૫ વધીને રૃ.૪૩૧.૬૦, કોટક મહિન્દ્રા બેંક રૃ.૪.૭૦ વધીને રૃ.૫૮૪.૨૦, બેંક ઓફ બરોડા રૃ.૨.૨૫ વધીને રૃ.૭૯૧.૪૦, દેના બેંક રૃ.૪.૮૦ વધીને રૃ.૧૦૧.૩૦, યુકો બેંક રૃ.૩.૫૦ વધીને રૃ.૮૫.૮૦, અલ્હાબાદ બેંક રૃ.૭ વધીને રૃ.૧૯૨.૩૦, સિન્ડિકેટ બેંક રૃ.૩.૯૦ વધીને રૃ.૧૧૩.૧૫ હતા.
ટાટા મોટર્સનું માર્ચમાં વેચાણ ૨૬ ટકા વધ્યું, શેર રૃ.૧૧ વધ્યોઃ ઓટો ઈન્ડેક્ષ ૧૩૩ વધ્યો
ઓટો શેરોમાં ટાટા મોટર્સ ગુ્રપનું વૈશ્વિક વાહનોનું વેચાણ માર્ચ મહિનામાં ૨૬ ટકા વધીને ૧,૩૯,૬૫૫ વાહનોનું નોંધાતા શેર રૃ.૧૧.૩૦ વધીને રૃ.૩૦૦.૪૦, મારૃતી સુઝુકી રૃ.૧૮.૬૫ વધીને રૃ.૧૩૪૨, અપોલો ટાયર્સ રૃ.૮૬.૬૫, બજાજ ઓટો રૃ.૧૨.૫૫ વધીને રૃ.૧૬૫૩.૨૫, હીરો મોટોકોર્પ રૃ.૮.૨૦ વધીને રૃ.૨૦૬૬.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્ષ ૧૩૨.૬૮ પોઈન્ટ વધીને ૧૦૨૮૮.૯૪ રહ્યો હતો.
એફઆઈઆઈની રૃ.૫૦૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલીઃ ડીઆઈઆઈ લેવાલ
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૫૦૯.૪૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૧૩૪૧.૨૪ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૮૫૦.૬૭ કરોડના શેરોનું વેચાણ કર્યું હતુ.ં જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૨૧૮.૨૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved