Last Update : 17-April-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૭-૦૪-૨૦૧૨, મંગળવાર
ચૈત્ર વદ બારસ- વૃદ્ધિતિથિ
એકાદશી (ભાગવત) - વલ્લભાચાર્ય જયંતી
આજે પંચક છે


દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૪ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૮ મિ. (સૂ) ૭ ક. ૦૮ મિ. (મું) ૭ ક. ૦૯ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- શતભિષા બપોરના ૨ ક. ૧૦ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ.
ગોચરગ્રહ ઃ- સૂર્ય-મેષ, મંગળ-સંિહ (મા), બુધ-મીન, ગુરૂ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા (વ.), રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કુંભ.
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકેઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
ઉત્તરાયણ વસંત ૠતુ રા.દિ.ચૈ. ૨૮ માસ-તિથિ-વારઃ- ચૈત્ર વદ બારસને મંગળવાર વૃદ્ધિતિથિ
વરૂથિનિ એકાદશી ભાગવત વલ્લભાચાર્ય જયંતી. પંચક છે. મૃત્યુયોગ બપોરના ૨ ક. ૧૦ મિ. સુધી
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૩ જમાદી ઉલઅવ્વલ માસનો ૨૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૮૧ આદર માસનો ૩ રોજ અર્દીબહેસ્ત- હમકારો.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ બજારોની વધઘટમાં, મુલાકાતમાં આપે ઉતાવળીયો નિર્ણય કરવો નહીં. બપોર પછી કામમાં હળવાશ, રાહત રહે.
વૃષભ ઃ લોખંડના-ધાતુના, લાકડાના, તાંબાના વેપાર-ધંધામાં, ખાણીપીણીના ધંધામાં જાગૃતિ રાખવી. સગા સંબંધી-મિત્રવર્ગથી ચંિતા, ખર્ચ.
મિથુન ઃ બપોર પછીની કામગીરી આપને સાનુકૂળતામાં વધારો કરાવે. બહારનું કે બહારગામનું કામ થાય. નોકરી-ધંધામાં કામ ઉકેલાય.
કર્ક ઃ આજે આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળવું પડે. આશા-નિરાશામાં અટવાયા કરો. અન્યના વિશ્વાસે તકલીફ થાય.
સંિહ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા કામમાં વ્યસ્તતા છતાં આનંદ રહે. સીઝનલ ધંધામાં આવક થાય.
કન્યા ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાતા હળવાશ અનુભવો. વધારાનું કામકાજ કરી શકો. ધંધો, આવક થાય, રાહત રહે.
તુલા ઃ બપોર સુધી બહાર જવા આવવામાં, બહારગામના કામમાં આપે સંભાળવું પડે. સાંજના સમયે ચંિતા-વ્યથા હળવી થતી જાય.
વૃશ્ચિક ઃ નોકરી-ધંધાના કામમાં ચંિતા-બેચેની રહે. પુત્ર પૌત્રાદિકના, પત્નીના વિચાર, નિર્ણયમાં તમારું કામ વિલંબમાં પડે. વ્યગ્રતા રહે.
ધન ઃ જેમ જેમ દિવસ ઢળતો જાય તેમ તેમ તમારા કામ અંગેની મુલાકાતમાં, ચર્ચા વિચારણામાં સાનુકૂળતા થતી જાય.
મકર ઃ કુટુંબ પરિવારના વિવાદી પ્રશ્નમાં, નાણાંકીય પ્રશ્નમાં, નોકરી-ધંધાની કામગીરીમાં બપોર પછી હળવાશ, રાહત થતી જાય.
કુંભ ઃ ઉશ્કેરાટ-ગુસ્સો, સંયમમાં રાખીને તમારે તમારા કામના ઉકેલ માટે સમજાવટ, સુલેહથી વર્તવું પડે. અને કામ ઉકલી જાય.
મીન ઃ નાણાંકીય વ્યય, વધારાનો ખર્ચ થાય. શેરોની લે-વેચમાં, કાચ, પત્થર, ચા, ધાતુના ધંધામાં, પરિવારના કામમાં શાંતિ રાખવી પડે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૭-૦૪-૨૦૧૨, મંગળવાર

આજથી શરૂ થતા આપના જન્મવર્ષ દરમ્યાન નોકરી-ધંધામાં જોખમી ઉતાવળીયા નિર્ણય કર્યા વગર, ફેરફારી કર્યા વગર શાંતિથી પોતાની કામગીરીમાં, આવકમાં સંતોષ માનીને વર્ષ પસાર કરી લેવું. તે સિવાય વડીલવર્ગના, ઘર પરિવારના પ્રશ્નમાં અવારનવાર ચંિતા-ખર્ચ-બિમારીથી મુંઝવણ-મુશ્કેલી અનુભવો. * વર્ષ દરમ્યાન વજનની વધઘટમાં સંભાળવું પડે. યાત્રા પ્રવાસ દરમ્યાન ખાવાપીવામાં ઘ્યાન રાખવું. ખાવાપીવાના શોખને, વ્યસને તમારી બિમારી, તકલીફ વધી જાય. * ભાગીદારીમાં ધંધો હોય કે સ્વતંત્ર ધંધો હોય, કાકાબાપાનો સંયુક્ત ધંધો હોય તો તેમાં આ વર્ષ તકલીફવાળું રહેવાથી ફેરફારીના, છુટા થવાના સંજોગો સર્જાય. * પુત્ર પૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ લગ્ન તેમજ તેમના મિત્રવર્ગના કારણે આપ ચંિતીત રહો. * સ્ત્રીવર્ગને બી.પી.ની, ડાયાબીટીસની, થાયરોડની, સ્તનની દર્દપીડામાં સંભાળવું પડે. સગા સંબંધી- મિત્રવર્ગથી જસ મળે નહીં. ધર્મકાર્ય, ભક્તિપૂજાથી રાહત રહે. * વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના વિચારોમાં, હરવા ફરવામાં સમય, નાણાંનો વ્યય થાય, વર્ષારંભથી જ ભણવામાં ઘ્યાન રાખવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ ઓફિસેથી સ્કુટર ઢસડીને લઈ જઈ રહ્યો હતો. રસ્તામાં રાજુ મળ્યો એટલે રાજુએ પૂછ્‌યું, ‘‘કેમ ઢસડીને સ્કુટર લઈ જાય છે ? પેટ્રોલ ખલાસ થઈ ગયું છે ?’’
‘‘ના રે,’’ લલ્લુ બોલ્યો, ‘‘પેટ્રોલ તો અંદર ફુલ છે અને બાકી બધી રીતે સ્કુટર ટનાટન છે...’’
‘‘તો પછી, ઢસડીને કેમ લઈ જઈ રહ્યો છે ?’’ રાજાુએ પૂછ્‌યું.
‘‘એનીચાવી ઘરે ભૂલી ગયો છું એટલે ઢસડીને લઈ જઉં છું...’’ લલ્લુ બોલ્યો.
‘‘તો પછી,’’ રાજુએ પૂછ્‌યું, ‘‘સવારે ઓફિસે કઈ રીતે ગયેલો ?’’
‘‘બસ, આ જ રીતે,’’ લલ્લુ બોલ્યો, ‘‘સ્કુટર ઢસડતો ઢસડતો લઈ ગએલો.’’

[Top]
 

આજ ની રેસીપી

 

આદું તથા લીલાં મરચાનું અથાણું


સામગ્રીઃ ૧૦૦ ગ્રામ મરચા, ૫૦ ગ્રામ આદું, ૧ લીંબુનો રસ, ૨ ચમચા મીઠું.
રીતઃ મરચાંને કપડાથી લૂછી નાખો. આદુંની છાલ ઉતારીને તેને પાતળું તથા લાંબુ સમારી લો. એક નાની બોટલમાં મીઠું તથા લીંબુ નાખીને રાખી દો. મરચાંને નાના નાના ટુકડામાં સમારી લો. પછી તેમાં સામગ્રી મિક્સ કરીને બોટલમાં ભરી દો. આ અથાણું તમે બીજા દિવસથી જ ખાઈ શકો છો. તે ૧૦-૧૫ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકાય છે. આ અથાણું દાળભાત સાથે ખૂબ સરસ લાગે છે.

આખાં લાલ મરચાંનું અથાણું


સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મોટાં લાલ મરચાં (અથાણાં માટેનાં), ૧૦૦ ગ્રામ આમચૂર, ૧૦૦ ગ્રામ આખા ધાણા, ૨૫ ગ્રામ સૂકી મેથી, ૨૫ વરિયાળી, ૧૦ ગ્રામ ક્લોંજી, ૧ ચમચો હળદર પાઉડર, ૫૦૦ મિલીલિટર તેલ તથા મીઠું સ્વાદ મુજબ.
રીતઃ મરચાંને લૂછીને તેનાં ડીટિયાં કાઢી નાખો. તેને થોડીવાર તડકામાં સૂકવો. આખા મસાલાને એક પેનમાં શેકીને તેને પીસીલો. પછી તેમાં મીઠું અને તેલ મિક્સ કરો. પછી જ્યાંથી મરચાંના ડીટિયા કાઢ્‌યાં હતા તે જગ્યાએથી મસાલો સરખી રીતે અંદર ભરી દો. એક અઠવાડિયા સુધી તડકે સૂકવો તથા વચ્ચે વચ્ચે હાથફેરો કરો. આખા મરચાનું આ અથાણું આખું વર્ષ ખરાબ નહીં થાય. પૂરી, પરોઠાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved